પ્રામાણિકતા Ashish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રામાણિકતા


*"પ્રામાણિકતા"*

થોડા વર્ષો પહેલા, એક બહેન મારા ઘરે આવ્યા, તે જૂના કપડા લઇને તમારી પસંદના નવા વાસણો નો વેપાર કરતા. *મારા માતૃશ્રી આ રીતે દર વર્ષે તેની પાસેથી જુના કપડાં આપી તેની પસંદગીના નવા અને ઉપયોગી વાસણો લેતી.*

આવા જ એક પ્રસંગે, મારી માતાએ લગભગ 1 કલાક ઘણી વાતચીત કરી અને સામાન્ય રીતે થોડા ઓછા કપડાંના બદલામાં તેની પાસેથી તેની પસંદગીના વાસણ મેળવ્યા. *વ્યવસાયિક મહિલા, આ સોદાથી ખુશ નહોતી પરંતુ તેમ છતાં તેણીએ મારી માતાને નસીબદાર ગણતી હોવાથી અને નવી સિઝન હોવાને કારણે તેણે સોદા માટે હા પાડી.*

મારી માતાને જે ઇચ્છા હતી તે વાસણ મળતાં તે અતિ આનંદિત અને વિજયની ભાવના અનુભવતી હતી. થોડા દિવસો પછી એ જ મહિલા પાછી આવી અને મારી માતાને રૂ. 500 / - આપ્યા . *મારી માતાને આશ્ચર્ય થયું? કેમ રૂ. 500 / -? ખૂબ જ શાંતિથી તેણે જવાબ આપ્યો - દીદી, મેં તમારી પાસેથી લીધેલું પેન્ટના એકના ખિસ્સામાંથી મને આ 500 / - રૂપિયાની નોટ મળી. - હું તેને પાછી આપવા આવી છું. આ તમારા પૈસા છે.* કૃપા કરીને તે લઇ લો .

મારા માતૃશ્રી એ કહ્યું - ના - આ પૈસા તમારા છે કારણ કે મેં તમને પેન્ટ આપી દીધુ હતું. તેથી હવે તે તમારું છે. *મહિલાએ જવાબ આપ્યો-માફ કરજો દીદી...જો હું એવું કંઈપણ લેઉં જે મારું નથી તો ભગવાન મને ક્યારેય માફ નહીં કરે !!* કૃપા કરીને આ પૈસા લઈ લો. તેમ કહી તેણે રૂ. 500 / - ટેબલ પર મૂકી ખુશીથી જતી રહી.

*આપણે બધાએ આ અભણ મહિલા પાસેથી એક મહત્વપૂર્ણ શીખ લેવા જેવી છે.*

આજે, કોવિડના સમય દરમિયાન - એવા વ્યવસાયિક માનસિકતા વાળા લોકો છે કે જેઓ અસરગ્રસ્ત અને જીવન માટે સંઘર્ષ કરી રહેલા લોકોનો અયોગ્ય લાભ લઈ રહ્યા છે.

*કૃપા કરીને કોઈ જોડે છેતરપીંડી ન કરશો જે તમારા પર વિશ્વાસ કરે છે. આપણે બધા એક દિવસ આ દુનિયા છોડીને જઈશું અને આપણે આપણી સાથે કંઈપણ વસ્તુ કે પૈસા લઇ જઈ શકતા નથી.*
બદલો લેવા કરતા બદલાઈ જવામાં વધારે મજા.

દિલ જેનું "PURE", તેને
સફળતા મળે "SURE".. અને
દૃષ્ટિ જેની "CLEAR",
તે સહુના બને "DEAR"... અને
રહે સહુની ...."NEAR"...
બદલો લેવાની ભાવનાથી ચિત્ત વ્યગ્ર બની જાય છે, મનની પ્રસન્નતા ચાલી જાય છે. ભીતરની ખુશી ઝૂંટવાઈ જાય છે. બદલો લેવાની ભાવના આજના આનંદ અને વર્તમાનના સુખ ને ભોગવવા દેતી નથી. શાંતિની સમાપ્તિ અને ક્રોધ, અગ્નિ, ગુસ્સો અને કલેશ નું પ્રાગટ્ય મન પ્રવેશ કરે છે.
બદલાઈ જવાની વૃત્તિ એ પરિવર્તનનો સહજ સ્વીકાર છે. જતું કરવાની કે ચલાવી લેવાની ઉદારતા જીવન ઘટમાળમાં મન શાંતિને પ્રવેશ કરાવે છે. ઘણીવાર જીવનમાં એવું લાગે છે કે બધું ગુમાવી દીધું છે, કશું બચ્યું નથી પરંતુ યાદ રાખો...ઝાડ પાનખરમાં વર્ષ મા એકવાર તેની લીલાશ ગુમાવી દે છે, તેના પાંદડા ગુમાવે છે, છતાં તે ટટ્ટાર ઉભુ રહે છે અને વસંતના આગમનની પ્રતિક્ષા કરે છે. માનવીએ જીવન વસંતના આગમનની સારા દિવસો માટે પ્રતીક્ષા કરવી જ રહી.
મિત્રો, જીવનયાત્રામાં લકીર, લીટી, લાઈન અને રેખા ની વાત પણ અજબ - ગજબ છે........
જો આ લકીર માથા ઉપર ખેંચાય તો કિસ્મત બની જાય છે, જો આ જ લકીર જમીન ઉપર ખેંચાય તો સરહદ બની જાય છે. જો ચામડી ઉપર ખેંચાય તો લોહી નીકાળે છે, અને જો સંબંધો ઉપર લકીર ખેંચાય તો સંબંધોમાં આડશ રૂપી દિવાલનું નિર્માણ થઇ જાય છે. માટે હંમેશા જીવનમાં પ્રેમનો પથ, લાગણીની લાઈન, હૂંફની હૈયા લીટી અને સ્નેહની સરિતા નો ઉદભવ થાય તો સફળતા નો રાજ માર્ગ ખુલી જશે. સફળ અને નિષ્ફળ લોકોમાં ફરક પાવર નો નહી પરંતુ વિલપાવરનો હોય છે. ઇચ્છાશક્તિ થી સંકલ્પશક્તિ નું પ્રાગટ્ય થાય છે. સંકલ્પથી કાર્યશક્તિ માટેના ઇરાદા મજબૂત થાય છે. આમ સત્કાર્ય કરવાથી અહમ્, ઇગો અને ઈર્ષા ની મનોવૃત્તિ અંકુશમાં રહે છે. જીવનમાં કાંટાને દોષ દેવો વ્યર્થ છે, કારણકે આપણે પગ ખોટી જગ્યાએ મૂક્યો છે કારણકે કાંટો તો તેની જગ્યા એ જ છે. આપણે સાવધાની વર્તવાની જરૂર છે.
મિત્રો, જીવનમાં લોકો ટીકા કરેતો તમે દુઃખી અને નિરાશ થઈ જાવ છો અને લોકો જો પ્રશંસા કરે તો ખુશ અને પ્રસન્ન થઈ જાવ છો તેનો અર્થ એ થયો કે તમારા સુખ - દુઃખ , રાજી - નારાજી અને શોક - આનંદ ની સ્વીચ લોકોના હાથમાં આપી છે. પ્રયત્ન એ કરો કે ઉપરોક્ત સ્વીચ, ધીરજ અને સ્વસ્થતા ધારણ કરવાથી તમારી પાસે અને તમારા હાથમાં રહે. આ જ સુખી થવાની સોનેરી ચાવી છે.
અરીસો અને આત્મા બે જ વસ્તુ સત્યની પ્રતીતિ હંમેશા કરાવે છે. અંતરના - ભીતરના અવાજ ને ઓળખો.
મિત્રો, ઊંચે ઊડવા માટે પાંખોની જરૂર પક્ષી ને પડે છે. માનવીને ઊંચે ઊડવા માટે, પદ અને કદ વધારવા માટે અને માન - સન્માન ની પ્રાપ્તિ કરવા માટે નમ્ર બનવાની જરૂર છે, ઝૂકવા ની જરૂર છે અને જતું કરવાની જરૂર છે. આપોઆપ પ્રતિષ્ઠા, ગૌરવ અને ગરિમા આવશે. ખમીર અને ખુમારી ભર્યું જીવન સ્વાભિમાની બનાવશે.
આપ સૌ બદલો લેવાની નકારાત્મકતા મા પડ્યા વિના બદલાઈ જઈને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરો તેવી શુભેચ્છા.
આશિષ અને બીના 🙏
9825218458