Happy Birthday books and stories free download online pdf in Gujarati

Happy Birthday

આદર્શ પુસ્તકાલય ને આજે કોઈ નો ઇંતજાર હતો. પ્રાચીન સમય ની ઝાંખી બતાવતી, પુસ્તકોથી સંઘારેલી, બાકડા અને બેઠક થી શોભતી પુસ્તકાલય આજે ઉદાસ હતી. પોતાના જન્મદિવસે શુભેચ્છાઓ ની આશા થી ભરેલી તે દરવાજે કોઈ ના આવવાની રાહ માં હતી. પણ દૂર સુધી કોઈ દેખાયું ન હતું.
સાંજ થવા આવી હતી છતાં કોઈ આજે આવ્યું ન હતું. સવારથી હર્ષ અને ઉલ્લાસ ની રાહ માં તેણે પોતાની પલખો બિછાવી હતી. ખબર નહિ આજે ન તો કિરણ આવી કે ન બંસી વળી રાજ અને મયંક કાકા પણ નથી દેખાયા.અને મંગુ કાકી તો કેટલાય દિવસ થી ડોકાયા નથી. તેઓ શું ભૂલી તો નહિ ગયા હોય ને.આજે તેને વીસ વર્ષ પૂરા થયા.તે આજે વીસ વર્ષની થઈ ગઈ.પણ આં શું તે કોઈ ને યાદ નહિ હોય ?
શરૂઆત માં તો લોકો ની ચલપહલ થી હું ઘેરાયેલી રેહતી પણ હમણાં તો લોકો મારી સામું પણ જોઇને મોઢું ફેરવી લે છે.પુસ્તકાલય ઉદાસ મને પોતાના જૂના યાદો ના સફર માં ખોવાઈ ગઈ. શું તે દિવસો હતા ને મયંક કાકા રોજ સવારે આવી ને મારો દરવાજો ખોલતા. મારા બારી બારણાં ખોલી મને સવાર નીતાજગી થી ભરી દેતા. અને પછી જાતે જ મારા ટેબલ અને ખુરશી ની સફાઈ કરતાં . સમય ના કેવા પાબંધ તેઓ હંમેશા મારી કાળજી રાખતા. આડી અવળી પુસ્તકો ને ફરી ગોઠવતા .મારી એક એક ખૂણે રહેલી વસ્તુ અને પુસ્તકો પર તેમની નજર પાક્કી હોય. મારા દરેક અંગો ની પૂરતી દેખરેખ રાખે. મંગુ કાકી પણ રોજ આવી ને મારી જમીન ને સાફ કરતા કબાટો ના કાંચ્ ને ઘસી ને લુંછે અને પાછા બબડે કે,મયંક ભાઈ તમે આં છોકરાવ ને ક્યો જરા ઓછું બગાડે ,કેટલો કચરો ભેગો થાય છે. " અને મને બોવ હસવું આવે ..આં જ તેમનો નિત્ય ક્રમ..
સ્થાનિક વિદ્યાર્થીઓ, યુવાનો અને વૃદ્ધો ની મને હંમેશા રાહ હું કેવી તેમની સાથે આખો દિવસ પસાર કરતી, તેમની આવર જવર ,મારા પ્રત્યેનો પ્રેમ મને હમેંશા ભીંજવી જતો.મને આજે પણ યાદ છે અહીંના લોકો એ કેવી મારી દીવાલો પર જાતે રંગ કરેલો અને બેસતા વષૅ મને રંગીન ફુગ્ગા થી સંગારેલી હતી. પણ હવે તો જો આં દીવાલો પણ ભાંગી પડી છે. તેના રંગો પણ ફિક્કા પડી ગયા છે. ટેબલ ખુરસી ખાલી જ રહે છે. મયંક કાકા પણ હવે ક્યારેક જ આવે છે. મારી દેખરેખ માટે તો નહિ પણ હવે કોઈ અહી મને જોવા પણ ડોકયું કરતું નથી. પુસ્તકો થી ભરેલા મારા કબાટોએ હવે ધૂળ સાથે મૈત્રી કરી લીધી છે.બાવા જાળ અને નતનાવા જીવ જંતુ ઓ માટે તો હવે આં જ ઠેકાણું છે. અને હું પણ તેમની જ સાથે આસપાસ ના રસ્તા અને લોકો ની આવર જવર જોઈ ને સમય પસાર કરી લવ છું.
મારા જન્મ વખતે તો કોઈ મોટા નેતા આવેલા અને મને કેટકેટલી કિતાબો ની ભેટ આપી ગયેલા અને આજ સિલસિલો વર્ષો સુધી ચાલ્યું. પછી તો મારા મિત્રો પણ બનવા લાગ્યા હતા. કેવા તે દિવસો હતા ને બધા વાચકો રોજ મને મળવા આવે અહી બેઠી મારી પુસ્તકો ને વાંચે અને સમય તો જાણે હવા બની ને ઉડી જાય. પણ ધીરે ધીરે આં બેઠકો ઓછી થવા લાગી વાચક રસ્યા જાણે ખોવાય જ ગયા. મોબાઈલ અને વ્યસ્ત થતી આં દુનિયા માં હું તો જાણે ખોવાઈ જ ગઇ. અને હવે તો કોઈ મને પ્રેમ કરવા વાળું રહ્યું જ નથી. હવે કોઈ ને મારી જરૂર જાણે રહિજ નથી .

ખબર નહિ મારી કિસ્મત માં શું આજે જન્મદિવસ ઉજવવાનું નહિ થાય. કેમ કોઈ હજી નથી આયું. બંસી, રાજ ક્યાં છે બધા ?

અરે આં શું આં કેવો આવાજ છે, આં કોણ આવ્યું છે ? એટલો બધો આવાજ! કોઈએ મારી સામે એટલું મોટું વાહન કેમ રાખ્યું છે ? લાગે છે બધા મને કોઈ ખાસ ભેટ આપવા જઈ રહ્યા છે. મતલબ કે બધા ને યાદ છે અને હું જો ક્યારની ...

પણ ખબર છે કે મને આવાજ પસંદ નથી તો શું કામ એટલો બધો આવાજ કરતા હસે? લે મયંક કાકા! અરે આં તો મયાંકાકા છે .બધા મારો જન્મદિવસ ભૂલી જાય પણ મયંક કાકા તો ન જ ભૂલી શકે. પણ કેમ એટલા મોડા આવ્યા ? પણ કઈ નહિ,મોડા તો મોડા પણ આવ્યા ખરા . પણ આં કોણ સાથે આવ્યું છે. ? ત્યાં જ કાકા એ ઇશારો કર્યો અને આંગળી ચીંધતા મશીન નું કામ શરૂ થયું.અરે કાકા આં શું કરો છો ? ઉભાર્યો કાકા તમે આં શું ...અને બુંલ્ડોઝરે પુસ્તકાલય ની દીવાલ તોડી નાખી .








બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED