નિયા ફોન એક બાજુ મૂકી ને એની ડાયરી માં કઈક લખતી હતી. ત્યાં નોટિફિકેશન આવી.
" થોડી વારમાં માં કરું "
આ મેસેજ જોઈ ને નિયા નો ગુસ્સો થોડો ઠંડો થયો.
થોડી વાર પછી
ફોન આવ્યો. જેને નિયા એ મેસેજ કર્યો હતો. નામ જોઈ ને જ નિયા ના દિલ ની ધડકનો થોડી વધારે થઈ ગઈ હતી.
કુલ નિયા કુલ. નિયા એ એની જાત ને થોડી શાંત કરી અને ફોન ઊંચક્યો.
" હાઈ " સામે થી અવાજ આવ્યો.
" હેય "
" બોલ હવે. સોરી થોડું કામ માં હતો એટ્લે મેસેજ જોયો નઈ હતો "
" ઓકે નો પ્રોબ્લેમ "
" કેમ આટલો સ્લો અવાજ છે ? બીમાર છે તું ?"
" ના "
" તો ?"
" કઈ નઈ. મારે કંઈ ક પૂછવું હતું તને " નિયા બોલી.
" હા બોલ"
નિયા એ ભાવિન ને મેસેજ કર્યો હતો. અને ભાવિન એ કીધું હતું થોડી વારમાં ફોન કરું. નિયા ક્યારની રાહ જોતી હતી ભાવિન ના ફોન ની.
" મીત કોણ છે ?" નિયા એ થોડી હિંમત કરી ને પૂછ્યું.
" મારા કોન્ટેક્ટ માં બે ત્રણ મીત છે તું ક્યાં મીત ની વાત કરે છે ?" ભાવિન એ પૂછ્યું.
" ફેમિલી "
" અચ્છા. મારાં અંકલ ના છોકરા નું નામ પણ મીત છે પણ શું થયું ?"
નિયા આજે એ ઘરે આવી પછી જે બન્યું એ કહ્યું.
" ઓહ્ ગોડ. તારા માટે તો ઈજી થઈ ગયું ને ?"
" વોટ ?"
" બે ઓપ્શન મળી ગયા ને. હું અને મીત એમ " થોડું હસતાં હસતાં બોલ્યો ભાવિન.
પણ ભાવિન રીયલ માં તો નિયા એ કહ્યું એ સાંભળી ને બોવ જ દુઃખી હતો. પણ નિયા સામે એ કઈ જ કહેવા નઈ માંગતો હતો.
" કઈ પણ બોલે છે "
" તો હું શું કહું એમાં " ભાવિન ફેક સ્માઈલ સાથે બોલ્યો.
" કઈ નઈ. ભૂલ માં કહી દીધું મે " નિયા થોડું ગુસ્સા મા બોલી.
ભાવિન ને તો એવું કહેવું હતું કે નિયા એ છોકરો તારા માટે બેસ્ટ નથી પણ ભાવિન એવું ના કહી શક્યો.
" એક મિનીટ. નિયા તારા માઈન્ડ માં શું ચાલે છે એ મને નઈ ખબર. અને તારો જવાબ શું હશે એ પણ નઈ ખબર પણ આ વાત મમ્મી ને ના કહેતી " ભાવિન બોલ્યો.
" કેમ ?"
" લોંગ સ્ટોરી છે પછી કોઈ વાર કહીશ પણ મમ્મી પપ્પા ને આ વસ્તુ ખબર ના પડે તો સારું. એટલી હેલ્પ કરજે તું"
" ઓકે "
" મીત મારા કરતાં વધારે સારો છે. થોડું વિચારી ને પછી જવાબ આપજે "
" કઈ રીતે તું કહી શકે ?" નિયા એ પૂછ્યું.
" એનું ફેમિલી મારા ફેમિલી કરતા થોડુ વધારે રિચ છે. અને એનું ઘર પણ અમારા કરતા વધારે સારું છે. અને એ જોબ પણ સુરત મા જ કરે છે. "
" ઓકે બાય "
" હમ "
ભાવિન ફોન મુક્યા પછી બોલ્યો,
" કેટલી એક્ઝામ લેશો ભગવાન હજી.
મારી લો છો એ ઓછી છે કે પેલી છોકરી ની પણ લેવા લાગ્યાં.
નિયા ને કઈ ખબર નથી. એ કેમ એમાં ફસાઈ ગઈ "
ભાવિન ને આટલા દિવસ એટલે કે જ્યાર થી એના ઘરે નિયા ની વાત ચાલતી હતી ત્યાર થી લઇ ને આજ સુધી મા કોઈ દિવસ નિયા માટે જેટલું નઈ વિચાર્યું હતું એટલે આજે એ વિચારવા લાગ્યો હતો.
હજી સુધી નિયા ભાવિન ના એક પણ સોશિયલ મીડિયામાં એડ નઈ હતી એટલે નિયા ની આઇડી તો ભાવિન જોઈ ના શક્યો. કેમકે ભાવિન એ ચેક કર્યુ તો નિયા ની આઇડી બધે લોક હતી. અને ભાવિન હમણાં રેકવેસ્ટ મોકલવા માંગતો નઈ હતો.
એટલે એને ફોન મુકી ને શાંતિ થી બેસેલો હતો ત્યા એને યાદ આવ્યું,
નિયા કોઇ એપ પર લખે છે. એની લિંક ભૌમિક એ મોકલી હતી.
ભાવિન એ લિંક શોધી અને ઓપન કરી.
થોડુ લોડ થયા પછી નિયા ની આઇડી ઓપન થઈ.
નિયા સુરતી. અને બાજુ માં બ્લૂ ટિક હતી.
" ઓહ્ એકાઉન્ટ વેરીફાઈ છે " ભાવિન બ્લૂ ટિક જોતાં બોલ્યો.
" ઓહ્ એમ જી. બે નોવેલ. અને 3 શોર્ટ સ્ટોરી " ભાવિન બોલ્યો.
ભાવિન એ નિયા નું એકાઉન્ટ જોવાનું ચાલું કર્યું. ત્યાં કંઇક યાદ આવતા એને નિયા ના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લિંક મૂકી હતી એ ઓપન કરી.
ત્યાંથી પ્રતિલિપી માં નિયા નું એકાઉન્ટ ઓપન થયું.
એમાં પણ નિયા એ 2 નોવેલ. અને બીજી એક નોવેલ સ્ટાર્ટ હતી. ઘણી બધી શોર્ટ સ્ટોરી. અને બીજું બોવ બધું પોસ્ટ કર્યું હતું.
નિયા એ લખેલી એક રચના #unknown ભાવિન એ ઓપન કરી.
ભાવિન એ આખું વાંચ્યા પછી બોલ્યો
" અબે આ તો સોલીડ લખે છે. બોવ લકી હસે એ બોય જેની લાઈફ મા નિયા હસે એ "
ભાવિન એ રાતે અગિયાર વાગ્યે નિયા ની પ્રતિલિપિ પ્રોફાઇલ ઓપન કરી હતી. એક પછી એક રચના જે નિયા એ મૂકી હતી એ વાંચવાની શરૂ કરી.
આ બાજુ નિયા ની હાલત બોવ ખરાબ હતી.
ભાવિન અને મીત ના વિચારો યુદ્ધ કરી રહ્યા હતા નિયા ના મગજ મા.
નિયા એના મીનીયન ને હગ કરી ને સુઈ ગઈ. પણ નીંદ થોડી આવે. આટલા બધા સવાલ મગજ માં ચાલતા હોય તો.
નિયા પાછી વિચારવા લાગી. બે કલાક ના વિચાર કર્યા પછી એને આંખ મા આંસું આવી ગયા હતા. આંસુ લૂછી ને એની ડાયરી માં દસ મિનિટ સુધી લખ્યું એને પછી ડાયરી સરખી રીતે મૂકી ને સૂઈ ગઈ.
ભાવિન ત્રણ વાગ્યા તો પણ હજી નિયા એ લખેલું વાંચવામાં નઈ પણ નિયા ને સમજવામાં પુરે પુરો વ્યસ્ત થઈ ગયો હતો. અને વાંચતા વાંચતા ક્યારે સૂઇ ગયો એ ભાવિન ને પણ ના ખબર રહી.
બીજે દિવસે સવારે,
નિયા દરરોજ કરતા જલ્દી ઊઠી ને રેડી થઈ ગઈ હતી. થોડું ફંકી સ્કાય બ્લ્યુ જીન્સ અને વ્હાઇટ કુર્તી પેહરી ને રેડી થતી હતી. વાળ હજી હમણાજ ધોઈ ને આવી હતી એટલે થોડા ભીના હતા.
સાત વાગવામાં નિયા ને આવી રીતે તૈયાર થતા જોઈ ને પ્રિયંકા બેન એ કહ્યું
" નિયા આટલી બધી ખુશ ? વાત શું છે ?"
" કઈ નઈ મમ્મી. મંદિર એ જાવ છું. આવી ને કહું "
" ઓહ્ સાચે. ભગવાન ના નસીબ આજે તો નિયા મંદિર જાય છે "
" જાવ જ છું. મમ્મી દર રવિવારે. તમારે આવવું હોય તો ચાલો" નિયા એ કહ્યું.
" ના તું જઈ આવ. પણ આજે શનિવારે કેમ મંદિર જાય છે " પ્રિયંકા બેન એ પૂછ્યું.
" પિયુ બોવ સવાલ કરે. ચલ મારા માટે મસ્ત નાસ્તો બનાવી રાખ. હું આવી ને કહુ કઈક મસ્ત "
નિયા બોવ ખુશ હોય ને ત્યારે એના મમ્મી ના પિયુ કહેતી.
નિયા મંદિર એ ગઈ. પ્રિયંકા બેન નિયા ને આટલી ખુશ જોઈ ને નાસ્તા માં નિયા ને ભાવે એવું એટલે કે લોચો બનાવ્યો હતો.
થોડી વાર પછી ,
" નિયા મંદિર જઈ આવી હવે તો કેહ વાત શું છે એ ?"
પિયુષ ભાઈ એ કહ્યું.
" પપ્પા મમ્મી ... "
" હા આગળ બોલ "
" મને ખાઈ લેવા દો પહેલા. પછી કહું "
" આ છોકરી એ તો બોવ કરી ". પ્રિયંકા બેન બોલ્યા.
" નિયા મને અત્યાર થી અમારા જમાઈ ની ચિંતા થાય છે. બિચારો કેમનો તને સહન કરશે " પિયુષ ભાઈ બોલ્યા.
" તમે મમ્મી ને કરો છો એમ " નિયા ધીમે થી બોલી.
" શું કહ્યું તે ? " પિયુષ ભાઈ એ પૂછ્યું.
" ના કઈ નઈ. હું ક્યાં કોઈ ને કઈ કહુ છું " નિયા બોલી.
" હા બોવ સારું જલ્દી બોવ હવે તારો નાસ્તો પતી ગયો હોય તો " પ્રિયંકા બેન બોલ્યા.
પાંચ મિનિટ પછી
" ચાલો મારો નાસ્તો થઈ ગયો હું જાવ જોબ પર " નિયા ડાઇનિંગ ટેબલ પર થી ઉભી થતાં બોલી.
" નિયા ચલ બોલ ને બોવ ગુસ્સો ના કરાવ " પ્રિયંકા બેન ગુસ્સા માં બોલ્યો.
" હા બોલી દે. નઈ તો આના ગુસ્સા માં આપડા ને જમવાનું સારું નઈ મળે " પિયુષ ભાઈ એ કહ્યું.
" મમ્મી પપ્પા તમને જે જવાબ જોઈતો હતો એ આપવો છે મારે "
" હા બોલ ને પણ " પ્રિયંકા બેન એ કહ્યું.
" એ બોલે છે ને શાંતિ રાખ " પિયુષ ભાઈ એ કહ્યું.
પ્રિયંકા બેન તો આંખ બંધ કરી ને બધા ભગવાન ને યાદ કરી લીધા.
" ભાવિન છે ને "
" શું મને સંભળાય એમ બોલ ને " પ્રિયંકા બેન બોલ્યા.
" ભાવિન માટે મારી હા છે " નિયા બોલી.
" નિયા કઈ સમજ ના પડી મને સરખું બોલ " મસ્તી કરતા હોય એમ નિયા ના પપ્પા એ કહ્યું.
" તમારા બંને ના કાન ચાલતા નથી આજે. તો કઈ નઈ. હું હવે પાછું એ નઈ કહેવાની " નિયા બોલી.
પ્રિયંકા બેન ઊભા થઈ ને નિયા ની પાસે આવી ને બોલ્યા
" નિયા છેલ્લે તે અમારો જવાબ આપી દીધો. થોડી રાહ જોવડાવી ને પણ "
" હા અમે ખુશ છે તારા જવાબ થી. હું હમણાં જ ભાવિન ના ઘરે ફોન કરું છું અને એમને પણ આ વાત કહું છું " પિયુષ ભાઈ બોલ્યા.
નિયા તો જોબ પર જતી રહી. પણ પ્રિયંકા બેન અને પિયુષ ભાઈ હજી વાત કરતા હતા.
ભાવિન ના પપ્પા ને ફોન કર્યો હતો બે રીંગ વાગી પણ એમને ઉપાડયો નઈ એટલે સાંજે ફોન કરશે એમ વિચારી ને રેહવા દીધું.
ભાવિન જોબ પર કામ તો કરતો હતો પણ બ્રેક માં પાછું જ્યાં થી વાંચવાનું બાકી હતું ત્યાંથી વાંચવાનું સ્ટાર્ટ કર્યું.
એને બ્રેક ક્યારે પૂરી થઈ એનું પણ ભાન ના રહ્યું. એ જલ્દી થી છૂટવાનો ટાઈમ થાય અને ઘરે જઈ ને પાછું વાંચવા બેસે એની રાહ જોતો હતો અને કામ કરવાં લાગ્યો.
સાંજે સાત વાગ્યે
ભાવિન ના ઘરે
ભાવિન ના મમ્મી પપ્પા વાત કરતા હતા. ત્યાં ભાવિન ના પપ્પા એ કહ્યું
" નિયા ના પપ્પા નો ફોન આવ્યો હતો પણ હું તો કામ માં ભૂલી ગયો "
" તો કરો તમે રાહ શેની જોવો છો "
" હા કરું છું " કહી ને ભાવિન ના પપ્પા એ પિયુષ ભાઈ ને ફોન લગાવ્યો.
પિયુષ ભાઈ હજી ઘરે આવી ને બેસેલા હતા. નિયા આજે કઈક બનાવતી હતી. અને પ્રિયંકા બેન પણ બેસેલા હતા શાંતિ થી કેમકે નિયા એ રસોડા માં આવવાની ના કહી હતી.
ત્યાં રીંગ વાગી
" જય શ્રી કૃષ્ણ " પિયુષ ભાઈ ફોન ઉપાડતાં બોલ્યા.
" હા જય શ્રી કૃષ્ણ. તમારા મીસ કૉલ જોયા હતા પણ કામ માં હતો એટ્લે ભુલાઈ ગયું "
થોડી આમ તેમ વાત ચાલી પછી પિયુષ ભાઈ એ કહ્યું
" અમારી હા છે "
" ચાલો સરસ અને નિયા ની ?"
" હા એની હા એટલે અમારી હા " હસતા હસતા પિયુષ ભાઈ બોલ્યા.
ભાવિન ના પપ્પા એ ભાવિન ના મમ્મી ને કહ્યું
" નિયા ની હા છે "
ભાવિન ના મમ્મી તો સાંભળી ને ખુશ થઈ ગયા. એમને ફોન લીધો અને કહ્યું
" જય શ્રી કૃષ્ણ પિયુષ ભાઈ "
" જય શ્રી કૃષ્ણ. આપુ પ્રિયંકા ને "
નિયા ના મમ્મી ને ફોન આપ્યો પિયુષ ભાઈ એ.
" કેમ છો ?"
" બસ મઝામાં "
પછી તો એમની વાત સ્ટાર્ટ થઈ ગઈ. નિયા ની રસોઇ બની ગઈ પણ એમની વાત ના પૂરી થઈ.
નિયા એ બે વાર ઈશારો કરી ને કહ્યું પણ નિયા નું સંભાળે કોણ ?
નિયા થી ભૂખ તો સહન થાય નહિ. ચાલો કોઈ વાર થઈ જાય પણ આજે એને જાતે કાજુ કરી બનાવી હોય અને પછી કોઈ મોડું કરે એ તો નિયા ને ના ચાલે.
નિયા તો જમવા બેસી ગઈ. નિયા નું અડધું જમવાનું પતી ગયું ત્યારે પિયુષ ભાઈ અને પ્રિયંકા બેન જમવા આવ્યા.
" બોવ ભૂખ લાગી હતી ?" મસ્તી માં નિયા ના પપ્પા એ પૂછ્યું.
" હા "
" સાસરે જઈશ પછી છેલ્લે ખાવાનું થસે. તો અત્યાર થી થોડી પ્રેક્ટિસ કરવા ની ચાલુ કરી દે " પ્રિયંકા બેન બોલ્યા.
" મમ્મી એવું ના હોય "
" હા મસ્તી કરે છે એ "
" કાલે એ લોકો સવારે આવવાના છે " પ્રિયંકા બેન એ કહ્યું.
" કેમ ?"
" એમની વહુ ને મળવા " પ્રિયંકા બેન એ કહ્યું.
" બસ મમ્મી "
" સાચું કહે છે તને મળવા જ આવવાના છે"
" મે કીધુ બપોરે જમી ને જજો. પણ ના પાડી "
" કેટલાં વાગે આવવાના છે ? " નિયા એ પૂછ્યું.
" સાંજે આવસે એવું કીધું છે સવારે નઈ" નિયા ના પપ્પા એ કહ્યું.
" કેટલાં વાગે પણ ?" નિયા એ પૂછ્યું.
" તું ફોન કરી ને પુછી લેજે " પ્રિયંકા બેન એ કહ્યું.
" હું કેમ પૂછું ?"
" એમના છોકરા ની વહુ નહિ તું "
" આ મમ્મી નું મગજ હવે ગયું છે " નિયા ઊભી થતાં બોલી.
આ બાજુ ભાવિન જમી ને ફ્રી થઈ ને બેઠો હતો ત્યાં એના મમ્મી નો વિડિયો કૉલ આવ્યો.
" ઓહો તમે વિડિયો કૉલ કર્યો ?" ભાવિન ફોન ઉપાડતાં બોલ્યો.
" હા યાદ આવે તો કરવો પડે. તું તો યાદ કરે નહિ "
" કરું જ છું. બે દિવસ પહેલા તો ફોન કર્યો હતો "
" હા સારું "
" જે વાત કહેવાની છે એ તો કેહ " ભાવિન ના પપ્પા એ કહ્યું.
" તમે બંને બોવ ખુશ દેખાવ છો આજે " ભાવિન એ કહ્યું.
" હા હોય જ ને. અમે જેની રાહ જોતા હતા એનો જવાબ આવી ગયો " ભાવિન ના મમ્મી બોલ્યા.
" કોનો ?"
" નિયા નો "
" શું થયું ? ના કહ્યું " હસતા હસતા ભાવિન બોલ્યો.
" ના એની હા છે "
" મસ્તી ના કરો તમે બંને "
" બેટા સાચું કહું છું. કાલે અમે એના ઘરે જવાના છે "
" કેમ લેવા નિયા ને ?" ભાવિન બોલ્યો.
" એ તો તારે જવું પડશે ભાવિન દીકરા " ભાવિન ના પપ્પા બોલ્યાં.
" તો ?"
" એને મળવા "
" ઓહ્ અચ્છા " ભાવિન એ કહ્યું.
થોડી વાર એ લોકો વાત કરતા હતા ત્યારે એના પપ્પા એ કહ્યું
" હવે તો આવવું પડશે ને તારે સુરત મહિના મા એક વાર "
" કેમ પપ્પા ?"
" નિયા ને મળવા "
" જરૂરી છે મળવું " ભાવિન બોલ્યો.
" ના પણ મળ્યા વગર થોડી ઓળખવાના તમે એક બીજા ને."
" ઓકે જોઈશ "
" સારું સૂઈ જા તું " ભાવિન ના મમ્મી એ કહી ને ફોન મૂક્યો.
ફોન મુક્યા પછી ભાવિન એટલો ખુશ હતો કે કોઈ હદ નહિ. કેમકે કાલે નિયા એ મીત નું પુછ્યુ એ પરથી તો ભાવિન ને એ જ લાગતું હતું નિયા હા નઈ કહે.
પણ સાચું કહું તો ભાવિન ને તો નિયા જ્યારે એ લોકો પહેલી વાર મળ્યા ત્યાર થી જ ગમી ગઈ હતી. એટ્લે જ્યારે ભૌમિક ના મેરેજ માં રિયા ની બાજુ માં નિયા બેસેલી ત્યારે જ ભાવિન ને તો એ ગમી ગયેલી.પણ ભાવિન એવું ત્યારે તો ના કહી શકે ને.
ભાવિન અત્યારે જ નિયા ને ફોન કરવા માંગતો હતો પણ એને કંઇક વિચારી ને ફોન ના કર્યો. એ એના ફ્રેન્ડ સાથે બહાર ફરવા નીકળી ગયો.
ફરવું તો બહાનું હતું આઈસ ક્રીમ ખાવા ગયો હતો એ.
આ બાજુ નિયા
સાડા દસ થાય હતા.
એ કઈક લખતી હતી ત્યાં આદિ ફોન આવ્યો.
" બોલો કેમ અત્યારે ફોન કર્યો ?" નિયા ફોન ઉપાડતાં બોલી.
" મારી મરજી. મારે જ્યારે ફોન કરવો હોય ત્યારે કરું "
" બીજું કંઈ ?"
" હા એકલા એકલા આઈસ ક્રીમ ખાવા ગઈ તું મને કીધું પણ નઈ " આદિ મસ્તી માં બોલ્યો.
" શું બોલે છે તું ?"
" એ જ કે. એકલી એકલી આઈસ ક્રીમ ખાઈ આવી " આદિ એ કહ્યું.
" લોડ નાં લે સૂઈ જા "
" મને પેહલા કેહ એકલી એકલી ગયેલી કે કોઈ આવેલું ?"
" હું આજે ક્યાંય નઈ ગઈ " નિયા ચિડાઈ ને બોલી.
" કેમ જોબ પર પણ નહિ ?"
" ત્યાં તો જવુ પડે " નિયા બોલી.
" સારું પણ આઈસ ક્રીમ ક્યો હતો ?"
" અબે શું બોલે છે તું ?" નિયા હવે થોડી વધારે જ ચિડાઈ ને બોલી.
" આ તો તમારા ઈ ની સ્ટોરી જોઈ એટલે પુછ્યુ ?"
" તું ફોન મુક. શું બોલે છે કઈ સમજ મા નઈ આવતું " નિયા એ કહ્યું.
" જો એક ફોટો મોકલ્યો છે વોટ્સ એપ માં "
" હા એક મિનીટ " કહી ને નિયા એ ફોટો જોયો.
" વાઉ યાર. મસ્ત આઈસ ક્રીમ છે. ખાવાનું મન થઈ ગયું મને તો " નિયા એ કહ્યું.
" તો કહી દે મોકલાવી દેશે"
" કોણ ? શું બોલે છે તું ?"
" ભાવિન એ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી છે. એટલે મને લાગ્યું તમે સાથે હસો "
" બસ આદિ આ વધારે વિચારી લીધુ તે. "
" પણ આમ એકલો એકલો આઈસ ક્રીમ ખાવા ગયો. તને લઈ પણ ના ગયો "
" એ જ ને " નિયા એ કહ્યું.
" બિચારી હવે શું થશે ? "
" એટલે તે આ કહેવા ફોન કર્યો હતો ?" નિયા એ પૂછ્યું.
" હા મને બોવ બધી છોકરીઓ ના નામ થી હેરાન કરતી હવે મારો વારો "
" ઓકે. પણ એક વાત તને કિધી નથી " નિયા બોલી.
" દોસ્ત દોસ્ત ના રહા ... " આદિ આગળ કઈ બોલે એ પેલા નિયા બોલી.
" ચુપ... ચુપ... ચુપ...
હવે પેલા સાંભળી લે પછી તારે જે બોલવું હોય એ બોલજે "
" હા તમે કહો એમ "
નિયા કાલે જે રીતે મીત લોકો ઘરે આવ્યા. એની ભાવિન સાથે ની વાત અને આજ સવાર ની વાત, સાંજે જે ભાવિન ના મમ્મી સાથે વાત થઈ એ બધું કીધું.
" ઓહ્ એટલે ભાવિન પાર્ટી કરવા ગયો એ પણ એકલો એકલો "
" એ મને નઈ ખબર "
" કેમ ? વાત નઈ થઈ ?"
" ના "
" આમ થોડી ચાલે નિયા " આદિ બોલ્યો.
" તો કેમ ચાલે "
" કઈ નઈ "
" બાય ધ વે. Congratulations 🎉 નિયા. ફાઇનલી તારો હીરો મળી ગયો "
" Thank you પણ ડ્રીમ બોય છે કે નઈ એ મને ખબર નથી "
" હસે જ. તે વિચાર્યું હતું એના કરતાં સારો હસે "
" જોઈએ એ તો "
" તો પાર્ટી ક્યારે આપે છે ?" આદિ એ પૂછ્યું.
" આવ સુરત પાર્ટી જોઈતી હોય તો "
" એવું ના ચાલે. તું આવ અહીંયા "
" ના ત્યાં નઈ આવવું "
" આવવાનું છે "
" જોઈએ "
" હા. ચલ ગુડ નાઈટ "
" ગુડ નાઈટ "
નિયા ખુશ હતી એટલે બોવ જલ્દી સૂઈ ગઈ.
બીજે દિવસે રવિવાર હતો એટલે એક દમ શાંતિ થી ઊઠી એ. કામ પતાવી. બપોરે જમી ને ક્યાંક બહાર ગયેલી પલક સાથે. અને આવી ત્યારે સાડા ત્રણ થયા હતા. એટલે આવી ને સૂઈ ગઈ.
સાડા ચાર વાગ્યે
ડોર બેલ વાગી.
" આવો આવો. જય શ્રી કૃષ્ણ " પ્રિયંકા બેન એ કહ્યું.
" જય શ્રી કૃષ્ણ " ભાવિન ના મમ્મી એ કહ્યું.
આવી ને બેઠા એ લોકો અને વાતો કરતા હતા ત્યાં ભાવિન ના મમ્મી એ કહ્યું
" નિયા ક્યાં છે ? "
" નિયા " બોલી પ્રિયંકા બેન એ પિયુષ ભાઈ સામે જોઈ ને બોલ્યા.
" નિયા ઘરે નથી ?" ભાવિન ના મમ્મી એ કહ્યું.
" છે જ સૂતી છે "
" હું આવું એને ઉઠાડી ને " પ્રિયંકા બેન નિયા ને ઉઠાડવા ગયા.
નિયા તો મસ્ત એના સપના ની દુનિયા માં હતી ત્યારે પ્રિયંકા બેન બોલ્યા,
" નિયા ઊઠ. ભાવિન ના મમ્મી પપ્પા આવ્યા છે અને એની દીદી પણ આવી છે "
" વોટ ? આટલી જલ્દી આવી ગયા એ લોકો " નિયા એક દમ ઉઠતાં ની સાથે બોલી.
" હા બહાર આવ "
નિયા ફ્રેશ થઈ ને બહાર આવી. ભાવિન ના મમ્મી, પપ્પા ને પગે લાગી અને એની બહેન એટલે કે માનસી દીદી ને પગે લાગવા જ જતી હતી ત્યાં માનસી દીદી બોલ્યા
" ના નિયા આ નઈ "
નિયા એ ખાલી સ્માઈલ આપી. એ લોકો નિયા સાથે વાત કરતા હતા ત્યાં માનસી દી નું બેબી રડવા લાગ્યું.
" આ ભાઈ નું ચાલું રડવાનું . એની સાથે કોઈ રમે નહિ એટલે" ભાવિન ના મમ્મી બોલ્યા.
" નિયા એને ગેલેરી મા લઇ જા ગમશે ત્યાં " નિયા ના મમ્મી એ કહ્યું.
નિયા એને લઈ ને એના રૂમ માં ગઈ.
નિયા ના રૂમ માં મીનીયન અને ટેડી તો હતું. એ ભાઈ એ તો અંદર જઈ ને ઊઠાવી લીધું. નિયા કબાટ માથી કઈક કાઢતી હતી ત્યાં માનસી અંદર આવી.
" હું આવી શકું ?"
" હા આવો ને " નિયા રમકડાં નું બેગ પેલા બેબી ને આપતા બોલી.
રમકડાં જોઈ ને બેબી તો સાઈડ માં બેગ લઈ ને બેસી ગયું.
" રમકડાં પણ રાખે છે તું ?"
" બોવ પહેલા ના છે. પણ મુકી રાખ્યા છે " નિયા એ કહ્યું.
" સરસ"
" આનું નામ શું છે ?" નિયા ને એ બેબી નું નામ ખબર નઈ હતું એટલે પૂછ્યું.
" યુગ "
" ગુડ નેમ "
" શું કરે ભાવિન ?" માનસી એ પૂછ્યું.
" મને નઈ ખબર ?"
" કેમ વાત નઈ થતી ?"
નિયા એ એક સ્માઈલ 😊 આપી અને કહ્યું " ના હજી તો કઈ વાત નઈ થઈ "
" કહેવું પડશે મારે એને "
" એક મિનીટ " કહી ને નિયા રસોડા માં ગઈ.
નિયા ડિશ માં કંઇક લઈ ને આવી અને યુગ ને આપ્યું.
" આટલી બધી ચોકોલેટ ક્યાં આપે છે તું એને ?" માનસી એ કહ્યું.
" કઈ નઈ થાય ઘરે જ બનાવેલી છે " નિયા એ કહ્યું. અને થોડી માનસી ને પણ ચોકોલેટ આપી.
યુગ તો ચોકલેટ જોઈ ને ખાવા લાગ્યો.
" આને ભાવિન એ ટેવ પાડી છે ચોકોલેટ ની "
" મામા " યુગ બોલ્યો.
ભાવિન નું નામ સાંભળી ને યુગ મામા બોલ્યો.
" મસ્ત છે ચોકોલેટ " માનસી એ કહ્યું.
થોડી વાર પછી એ લોકો ગયા.
નિયા ફોન મા કઈક જોતી હતી. પિયુષ ભાઈ કઈક કામ થી બહાર ગયા હતા. પ્રિયંકા બેન નિયા ની બાજુ માં જ બેસેલા હતા.
" નિયા બોવ ખુશ છું હું "
" કેમ શું થયું ?"
" નિયા તું ફોન મૂકીશ થોડી વાર "
" હા મમ્મી બોલો "
" હવે મઝા આવસે વાત કરવાની " ખુશ થતા બોલ્યા પ્રિયંકા બેન બોલ્યા.
" બોલો તો. જમવાનું તો પપ્પા બહાર થી લઇ આવસે. દોઢ કલાક છે આપડે તો વાત કરીએ " નિયા બોલી.
" હા બોવ દિવસ પછી તું નવરી થઈ નઈ "
" મમ્મી એક મિનિટ " નિયા ચોકોલેટ ને બેસી ગઈ.
" હું એજ વિચારતી હતી ચોકોલેટ લઈ ને કેમ ના બેઠી " પ્રિયંકા બેન બોલ્યા.
" ચાલો બોલો હવે "
" બાકી મારો જમાઈ મસ્ત શોધ્યો તે "
" મમ્મી... "
" બસ બોવ ગુસ્સો ના કર. અમે શોધ્યો છે બસ "
" હા "
થોડી વાર પછી
નિયા અને એના મમ્મી વાત કરતા હતા ત્યારે એના મમ્મીએ કહ્યું,
" નિયા તું જતી રહીશ પછી તો હું એકલી ઘરે "
" તમે પણ આવજો મારી જોડે "
" એમ ના અવાય ને "
" તો ?"
" કઈ નઈ તું ફોન કરતી રેહજે યાદ આવે ત્યારે "
" હા એ થોડી કેહવાનું હોય મમ્મી "
" નિયા મને ખબર છે તું ગુસ્સો બીજા પર નઈ ઉતારતી. પણ જો કદાચ ભાવિન કઈ બોલી જાય તો ગુસ્સે થઈ ના જઈશ "
" આવું કેમ કહો છો મમ્મી "
" નિયા તને ખબર હસે હું કેમ કહું છું "
" ઓકે " નિયા એ શાંતિ થી કહ્યું.
" પણ મારે એને કેહવુ પડશે ચોકોલેટ બોવ ના લઈ આપતો "
" મમ્મી હું જાતે લઈ શકું છું ચોકોલેટ "
" મઝાક કરું છું પણ "
એ લોકો વાત કરતા હતા ત્યાં પિયુષ ભાઈ પણ આવી ગયા.
" બોવ વાત ચાલે છે અહીંયા તો ?" નિયા ના પપ્પા એ કહ્યું
" તમે જમવાનું શું લાવ્યા ? મને ભૂખ લાગી છે " નિયા એ પૂછ્યું.
" પંજાબી " નિયા ના મમ્મી એ કહ્યું.
" ના . પાવ ભાજી " નિયા ના પપ્પા એ કહ્યું.
નિયા ને તો ભૂખ લાગી હતી એટલે એ જમવા બેસી ગઈ.
રાતે નિયા એ બોવ દિવસ પછી પેલી ડાયરી ખોલી જેમાં એને એના ડ્રીમ બોય માટે લખ્યું હતું.
" કાલે મે ભાવિન ને હા તો કહી દીધી પણ એ સાચે માં ડ્રીમ બોય જેવો છે કે એના થી વધારે સારો છે ખરાબ છે એ મને નઈ ખબર.
પણ એની સાથે એક જ વાત મુલાકાત થઈ છે પણ હજી સુધી કોઈ જ ખરાબ ફિલ નઈ થયું.
મને ખબર નથી એની સાથે હવે ક્યારે વાત થશે અને ક્યારે ફરી મુલાકાત થશે એ.
પણ એક વાત ની મઝા આવવાની છે એને પણ સ્ટ્રીટ ફૂડ બોવ ભાવે છે.
એને શું ગમે છે એ તો મને નઈ ખબર પણ એને ફરવાનો અને ખાવાનો બોવ જ શોખ છે એ પહેલી મુલાકાત માં એના ફોન ની ગેલેરી જોઈ ને ખબર પડી.
મિસ્ટર ભાવિન જરીવાલા તમારી સાથે ની બીજી મુલાકાત ની રાહ જોવ છું ?
અને તારી સાથે વાત કરવાની પણ ... "
નિયા એ આ લખ્યું પછી થોડી વાર માં સુઈ ગઈ.
બીજે દિવસે સવારે નાસ્તો કરવા બેઠા ત્યારે નિયા ના મમ્મી અને પપ્પા બોવ ખુશ દેખાતા હતા. અને એમને નિયા ના જવાબ ની ખુશી હતી.
ભાવિન નિયા ને કૉલ કરશે કે નિયા ભાવિન ને ?