મન : સંબંધ મિત્રતા નો - 72 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 72

નિયા એ હજી ફાઇનલ નક્કી નઈ કર્યું હતું ભાવિન ને હા પાડવી કે ના.

એ એની જાત સાથે વાત કરતી હતી.
" એ ખરાબ નઈ લાગતો "

" તું કઈ રીતે બોલી શકે નિયા આ. "

" હા એ પણ છે. પણ બધા છોકરા સરખાં નઈ હોતા ને " નિયા એની જાત ને સમજાવતાં બોલી.

" હા પણ હોય પણ શકે "

" તને એવું નઈ લાગતું તું બોવ વધારે પડતું વિચારે છે "

" હા "

" શું એ પણ મારા માટે વિચારતો હસે ?"

" એ કેમ વિચારે એ તો ફરતો હસે બર્ફીલી વાદીઓ માં" મોઢું બગડતા નિયા બોલી.

" કદાચ તારા માટે વિચારતો પણ હોય "

" હસે મને શું છે ?" નિયા એની જાત સાથે વાત કરવા માં વ્યસ્ત હતી.

ત્યાં કોઈ એ કહ્યું

" નિયા ક્યાં ધ્યાન છે તારું ?" પલક બોલી.

પલક નિયા સાથે જોબ કરતી. અને નિયા નું એની સાથે થોડું વધારે બનતું.

" ક્યાંય નઈ "

" તો હસતી હતી પછી અચાનક સ્માઈલ ગાયબ પછી હસતી હતી એવું તો શું વિચારતી હતી હે.. " પલક એ પૂછ્યું.

" કઈ નઈ કામ કર. હમણાં આવશે સર શું કર્યું તમે ?" નિયા બોલી.

" હા "

સાંજે નિયા જોબ પતાવી ને ઘરે જતી હતી ત્યાં પલક એ કીધું

" નિયા કાલે જોબ પર થી છૂટી ને પિત્ઝા ખાવા જઈશું "

" કેમ ?"

" મને બોવ મન છે ના નઈ પાડતી "

" હા સારું "

નિયા આજે થોડી થાકી ગઈ હતી એટલે ખાઈ ને સૂઈ ગઈ થોડી વારમાં.

બીજે દિવસે સવારે જોબ પર જવા નીકળતી હતી ત્યાં યાદ આવ્યું કઈ એટલે પ્રિયંકા બેન પાસે ગઈ

" મમ્મી આજે જમવાનું ના બનાવતા મારું. હું પલક સાથે પિત્ઝા ખાઈ ને આવવાની છું. "

" સારું. કેટલાં વાગે આવસે ?"

" નવ. છેલ્લા સાડા નવ એ પેલા આવી જઈશ "

" સારું જય શ્રી કૃષ્ણ "

" જય શ્રી કૃષ્ણ. " કહી ને નિયા નીકળી ગઈ.

સાંજે સાડા સાત વાગ્યે,

પ્રિયંકા બેન રસોઈ બનાઇ ને બેસેલાં હતા. પિયુષ ભાઈ ના આવવાની તૈયારી હતી.

થોડી વાર પછી

પિયુષ ભાઈ આવ્યા. નિયા દેખાઈ નહિ એટલે એમને પૂછ્યું

" નિયા ક્યાં છે ?"

" એ પલક સાથે પિત્ઝા ખાવા ગઈ છે. એટલે મોડી આવસે "

" એ છોકરી પણ "

નિયા ના મમ્મી પપ્પા વાત કરતા હતા. ત્યાં કોઈ એ બેલ માર્યો.

પિયુષ ભાઈ એ દરવાજો ખોલ્યો.

" જય શ્રી કૃષ્ણ આવો " પિયુષ ભાઈ એ કહ્યું.

" જય શ્રી કૃષ્ણ. ઓળખાણ પડી ?"

" હા "

થોડી વાર એ લોકો એ વાત કરી પછી કીધું,
" અમે નિયા માટે વાત લઈ ને આવ્યાં છે અમારા છોકરા ની "

નિયા ના મમ્મી પપ્પા બંને એક બીજા ની સામે જોતા હતા. કેમકે નિયા ની વાત ભાવિન સાથે ચાલતી હતી.

" પણ નિયા ની વાત બીજે ચાલે છે " નિયા ના પપ્પા એ કહ્યું.

" ભાવિન સાથે ને ?" પેલા અંકલ બોલ્યા.

" હા પણ તમને કેમની ખબર ?" નિયા ના મમ્મી એ પૂછ્યું.

" ભાવિન મારા નાના ભાઈ નો છોકરો છે "

નિયા ના મમ્મી પપ્પા બને વિચારતા હતા કે ભાવિન ના કાકા ને તો ખબર જ હસે કે ભાવિન ની વાત નિયા સાથે ચાલે છે તો પણ કેમ એ એમના છોકરા ની વાત કરવા આવ્યા છે.

પેલા છોકરા ના મમ્મી પપ્પા એ એમના છોકરા નું ઘણું બધું કીધું અને ખુદ ની પણ થોડી તારીફ કરી લીધી. એમના ફેમિલી ની પણ વાત કરી.

પણ નિયા ના મમ્મી ને તો ભાવિન જ ગમી ગયેલો હવે ખાલી નિયા ના જવાબ ની રાહ જોતા હતા એ. પણ આ લોકો ને જવાબ શું આપવો એ વિચારતા હતા.

એ લોકો વાત કરતા હતા ત્યારે નિયા આવી.
" જય શ્રી કૃષ્ણ " એટલું જ કીધું અને પછી નિયા તો એના રૂમ માં જતી રહી.

કેમકે એને આ લોકો ને પહેલી વખત જોયા હતા એટલે કોણ છે એ નિયા ને ખબર નઈ હતી. અને એમ પણ નિયા રેલેટિવ થી દુર જ રહેતી વધારે.

નિયા ના આવ્યા પછી પેલા છોકરા ની મમ્મી એ કહ્યું,

" નિયા કઈ બોલી પણ નઈ "

" નિયા બોવ ઓછું બોલે છે " નિયા ના મમ્મી એ કહ્યું. પણ નિયા ના મમ્મી ને આ સવાલ ના ગમ્યો.

થોડી વાર પછી ,
" તમે નિયા સાથે વાત કરી જોજો મીત માટે ની. પછી ફોન કરજો " પેલા છોકરા ના પપ્પા એ કહ્યું.

" હા જરૂર " નિયા ના પપ્પા એ કહ્યું.

નિયા હા પાડશે જ નહિ એ મને ખબર છે. નિયા ના મમ્મી મન માં બોલ્યા.

એ લોકો ગયા પછી નિયા ના મમ્મી પપ્પા વાત કરતા હતા. અને કઈક સિરિયસ વાત ચાલતી હતી એટલે નિયા એ પૂછ્યું,

" કોણ હતા એ લોકો ? અને જમ્યા કેમ નથી તમે "

" જમી લઈએ પહેલા " નિયા માં મમ્મી એ કહ્યું અને એ રસોડા માં જતા રહ્યા.

" પપ્પા શું થયું છે મમ્મી ને કેમ આટલા ગુસ્સા માં છે ?" નિયા એ પૂછ્યું.

" જમી લેવા દે મને પછી કહું "

નિયા વિચારતી હતી એવી તો કઈ વાત હસે કે એના મમ્મી પપ્પા આમ બોલે છે કઈ ખુશ ના હોય એમ.

જમી ને નિયા ના પપ્પા એ કહ્યુ,

" નિયા એ તારા માટે એમના છોકરા ની વાત લઈ ને આવ્યા હતા"

" વોટ " નિયા સોફા પર પિલો લઈ ને રમત કરતી હતી. પણ એના પપ્પા બોલ્યા ત્યારે પિલો નીચે પડી ગયું.

" વોટ નઈ . સાચે નિયા " નિયા ના પપ્પા એ કહ્યું.

" તું પહેલા એ કહે ભાવિન માટે શું વિચાર્યું ?" નિયા ના મમ્મી એ પૂછ્યું.

" કહી દઈશ મમ્મી તમને આ સવાલ નો જવાબ પણ " નિયા એ કહ્યું.

" બેટા અઠવાડિયું થયું. એમને કઈક તો જવાબ આપવો પડશે ને. અને આ ભાવિન ના કાકા નો જ છોકરો હતો " નિયા ના પપ્પા એ કહ્યું.

" મને તો એ નઈ ખબર પડતી ભાવિન માટે નિયા ની વાત ચાલે છે એ એમને ખબર હતી તો પણ કેમ એમના મીત ની વાત લઈ ને આવ્યા " નિયા ના મમ્મી બોલ્યા પણ થોડું ગુસ્સા મા.

નિયા પ્રિયંકા બેન ને ગુસ્સા મા જોઈ ને બોલી,
" ચિલ મમ્મી "

" શું ચિલ નિયા. ભાવિન ક્યાં અને મીત ક્યાં ?" નિયા ના મમ્મી બોલ્યા.

" એટલે કહેવા શુ માંગે છે પ્રિયંકા " નિયા ના પપ્પા એ પૂછ્યું.

" મીત નો ફોટો બતાવ્યો કેવો લાગતો હતો જોયો નઈ " નિયા ના મમ્મી એ કહ્યું.

" કેવો લાગતો હતો ?" નિયા મસ્તી કરતા બોલી.

" વાળ પેલું ગમ નાખી ને ઉચા કરેલા હતા. ફાટેલું પેન્ટ પહેર્યું હતું. શર્ટ એ કઈક વિચિત્ર હતો " નિયા ના મમ્મી એ કહ્યું.

નિયા અને નિયા ના પપ્પા આ સાંભળી ને હસતા હતા. એ જોઈ ને નિયા ના મમ્મી ગુસ્સા માંબોલ્યા,

" નિયા તું હસ નહિ.
ભાવિન માટે હા કે ના કહી દે "

" કહી દઈશ મારો જવાબ તમને "

" કેટલા દિવસ પછી ?" નિયા ના મમ્મી ગુસ્સા માં બોલ્યા.

" થોડા દિવસ માં "

" તને કોઈ બીજો ગમતો હોય તો કહી દેજે તો તારા માટે છોકરો જોવા નું બંધ કરી દઈએ " નિયા ના મમ્મી હજી ગુસ્સા માં જ હતા.

" મમ્મી મને કોઈ ગમતું હોત તો કહી દેત ને તમને " નિયા એ કહ્યું.

" તો પછી ભાવિન માટે હા કે ના કેમ નઈ કહેતી ? બે દિવસ મારે જવાબ જોઈએ તારો. હા કે ના એમ " કહી ને એના મમ્મી ગુસ્સા માં એમના રૂમ માં જતાં રહ્યા.

" બેટા તું વિચારી ને જવાબ આપજે " કહી ને નિયા ના પપ્પા પણ ગયા.


નિયા ના મગજ માં બોવ બધા સવાલો એક સાથે આવી ગયેલા. શું કરવું એ એના સમજ માં નઈ આવતું હતું અને ઉપર થી એના મમ્મી પણ ગુસ્સે થઈ ને જતા રહ્યા એમના રૂમ માં.

નિયા થોડી વાર પછી એના રૂમ માં ગઈ. સૂઈ જવાની ટ્રાય કરતી હતી પણ એને ઊંઘ નઈ આવતી હતી.

એને એનો ગુસ્સો એની ડાયરી પર ઉતાર્યો. અને પછી એને એનું જ લખી ને વાંચી ને રડવા લાગી. રડી ને નિયા ની આંખ લાલ ચોળ થઈ ગઈ હતી. એને જે લખ્યું હતું એ પેજ પણ ફાડી નાખ્યા પણ એનો ગુસ્સો હજી ઓછો નઈ થયો હતો.

થોડી વાર પછી,

નિયા ગુસ્સા માં હતી. એક બે વાર તો રડી પણ લીધું હતું મેડમ એ.

શું કરવું એ નિયા ના સમજ મા નઈ આવતું હતું. નિયા ના મગજ માં એટલા બધા સવાલ આવતા હતા કે ક્યાંથી જવાબ મળે એના માટે વિચારતી હતી.

થોડું વધારે વિચાર્યા પછી એને વોટ્સ એપ ખોલ્યું અને મેસેજ કર્યો

" હેય
કેન આઈ કૉલ યુ ?"

દસ મિનિટ થઈ ગઈ પણ હજી નિયા ના આ મેસેજ નો જવાબ નઈ આવ્યો હતો. નિયા ચેક કર્યા કરતી હતી મેસેજ જોયો કે નઈ ?


નિયા એ કોને મેસેજ કર્યો હસે ?

નિયા હા કોને કહેશે ભાવિન કે મિત?