મન : સંબંધ મિત્રતા નો - 68 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 68

નિયા અને આદિત્ય ફરવા ગયા હતા.

આ બાજુ રિયા હજી એની જોબ પતાવી ને આવી હતી ત્યાં એના મમ્મી એ કહ્યું,

" રિયા કાલે છોકરા વાળા તને જોવા આવવાના છે. છોકરા નો બાયો ડેટા ત્યાં ટેબલ પર પડ્યો છે જોઈ લેજે "

" મમ્મી મારે નઈ જોવો છોકરો "

" આટલી મોટી થઈ ગઈ હવે તો મેરેજ કરવા પડશે ને "

રિયા ને ગુસ્સો આવતો હતો પણ એને કઈ કીધું નઈ અને જમી ને સૂઈ ગઇ.

પણ એ સૂઈ નઈ ગઈ હતી એ રડતી હતી. આખી રાત એ રડી હતી. ભૌમિક ના ફોન પણ રાતે નઈ ઉપાડયો હતો.

રિયા સવાર મા ઊઠી ને ફ્રેશ થઈ ને નાસ્તો કરતા પણ ચુપ જ હતી બાકી તો દરરોજ એ રિયાન સાથે કઈ ની કઈ તો વાત કરે જ.

રિયાન ને ખબર હતી એ ચુપ કેમ છે. અને એના મમ્મી પપ્પા ને પણ ખબર હતી પણ એ બધા રિયા ને થોડી હેરાન કરવા માંગતા હતા.

રિયા રેડી થઈ ને બેસેલી હતી એને જવાની વાર હતી એટલે. રિયાન રેડી થતો હતો. એના મમ્મી પપ્પા ને આજે મંદિર જવાનું હોવાથી વહેલા જતા રહ્યા હતા.

રિયાન કઈ બોલે એ પહેલા રિયા પર ભૌમિક નો ફોન આવ્યો.

" કેમ કાલે ફોન રેસિવ નઈ કર્યો હતો ?"

" જલ્દી સૂઈ ગયેલી "

" ઓકે. રાતે મળીયે બાય "

" હમ. બાય " કહી ને રિયા એ ફોન મૂક્યો.

આટલી જલ્દી રિયા એ ફોન મૂકી દીધો એટ્લે રિયાન એ પૂછ્યું,

" કેમ ફાઇટ થઈ છે ?"

" ના "

" તો કેમ આટલી ચુપ છે " રિયાન એ શાંતિ થી પૂછ્યું.

અને રિયા પણ રાહ જોતી હતી રિયાન કઈ પૂછે અને એના મગજ માં જે ચાલે છે એ બધું કહી દે.

રિયા કાલ રાતે એના મમ્મી એ કીધું હતું એ બધું રિયાન ને કીધું. રિયાન હસતો આ સાંભળી ને.

" કેમ ભાઈ હસે છે તું ?" રિયા એ પૂછ્યું.

" તું પહેલા બાયોડેટા જો " રિયાન એ કહ્યું.

" જા મારે કોઈ જોડે બોલવું જ નથી " રિયા ગુસ્સા માં બોલી.

" એક મિનિટ " રિયાન પેલો બાયો ડેટા રિયા ને આપતા કહ્યું.

" આમાં એક ફોટો છે જોઈ લે "

" ના "

" મોન્ટુ ના સમ. જોઈ લે " રિયાન એ કહ્યું.

ભૌમિક માટે રિયા કઈ પણ કરવા રેડી હતી.

રિયા એ ફોટો જોયો તો ફોટો ભૌમિક નો જ હતો. રિયા ભૌમિક ના ફોટો ને જોઈ ને એટલી બધી ખુશ થઈ ગઈ કે કોઈ જ હદ નઈ.

" રિયાન આ તો ભૌમિક નો બાયો ડેટા છે." રિયા ખુશી મા બોલી.

" હા ખબર છે અને આજે એના મમ્મી પપ્પા ઘરે આવવાના છે"

" વોટ ?"

" હા કાલે મમ્મી એ કહ્યું હતું ને છોકરા વાળા આવવાના છે એ બીજું કોઈ નઈ ભૌમિક ના મમ્મી પપ્પા જ છે "

" ઓહ્ એમ જી. પણ મે મમ્મી ને તો કીધું નથી કે મને ભૌમિક ગમે છે " રિયા બોલી.

રિયાન હસતો હતો એટલે રિયા ને ખબર પડી જ ગઈ આને કીધું હસે.

" રિયાન તે કીધું ને ?" ગુસ્સા માં બોલી.

" ના અને હા "

" શું બોલે છે ભાઈ તું ?"

" આ પ્લાન મારો અને ભૌમિક નો જ હતો. ભૌમિક એ એના મમ્મી પપ્પા ને કીધું અને મે આપડા "

" એને ઘરે કઈ દીધું ?" રિયા એ આશ્ચર્ય સાથે પૂછ્યું.

" હા પણ તને કહ્યું નઈ હસે હજી"

" ના મને નઈ કીધું " રિયા બોલી.

" પ્લાન હતો રિયા તને નઈ કહેવાનો. બાકી કેવો લાગ્યો પ્લાન મારો અને જીજુ નો "

" શું કેવો લાગ્યો પ્લાન. આજે તો ગયો મોન્ટુ. સવારે પણ બે મિનિટ માં ફોન મૂકી દીધો એને "

" થાય એવું એતો. બેસ્ટ ઓફ લક રાત માટે "

" ભાઈ તું જલ્દી આવી જજે. હવે મને બીક લાગે છે " રિયા બોલી.

" હા. હવે જોબ પર જા લેટ થઈ ગયું છે"

સાંજે,

રિયા ઘરે આવી ત્યારે એકદમ ખુશ હતી એ જોઈ ને તનવી બેન ( રિયા ના મમ્મી) એ પૂછ્યું,
" કેમ આટલી ખુશ ?"

" તમે મને કીધું કેમ નઈ ભૌમિક નું ?"

" તે તો મને ના કીધું "

" હમ. મને બીક લાગતી હતી એટલે ભૌમિક આવે પછી કહેવાની હતી "

" સરસ. પણ મને ભૌમિક એ કીધું બધું જ "

" સોરી "

" સોરી વાળી રેડી થા હમણાં આવશે ત્યારે સાસુ સસરા"

થોડી વાર માં,

ભૌમિક ના મમ્મી પપ્પા આવ્યા અને એમની સાથે ની મુલાકાત પણ સારી રહી.

રિયા કઈ વધારે જ ખુશ હતી. ભૌમિક સાથે પછી વાત થઈ ત્યારે પણ એ બોવ ખુશ હતી. હવે એ કઈ વધારે જ ખુશ રહેવા લાગી હતી. રાહ હતી એને તો ખાલી ભૌમિક ના આવવાની.

રિયાન પણ હવે રિયા ને વધારે ભૌમિક જીજુ કહી ને હેરાન કરતો.

બે દિવસ પછી,

રિયા અને એના મમ્મી ને રજા હતી એટલે બપોરે નિયા ના ઘરે ગયા હતા.

બે વાગ્યે આદિ અને નિયા નિયા ના ઘરે પોહચ્યા.
ત્યાં રિયા અને એની મમ્મી બેસેલા હતા.
બધા બોવ ખુશ લાગતા હતા.

આદિ એ રિયા ને પુછ્યુ
" કેમ આટલી ફોર્મ માં છે ? ભૌમિક એ ડોઝ આપ્યો લાગે છે ?"

" ના એવું કઈ નથી " રિયા એ કહ્યું.

નિયા અને આદિ ફ્રેશ થઈ ને જમી ને બેઠા હતા.

પછી રિયા એ કહ્યું,
" એક મસ્ત ન્યૂઝ કહુ,
મે ભૌમિક ના મમ્મી પપ્પા ને મળી લીધું "

" ઓહ એટલે રિસ્તો ફાઈનલ " નિયા ખુશ થતા બોલી.

" ફાઇનલ જ હતો ને ઑફિસિયલ થઈ ગયો " આદિ બોલ્યો.

" ચાલો પાર્ટી ક્યાં આપે છે ?" નિયા એ પૂછ્યું.

" તારે ક્યાં જોઈએ છે ?"

" કેફે આશિયાના " નિયા કઈ વધારે જ ખુશ થતા બોલી.

આદિ અને રિયા બંને નિયા ની સામે શોક થી જોતા હતા કે આમ કેમ બોલે છે.

" એવું તો શું છે એ કેફે માં હે... ?" આદિ એ નિયા એ અક્રવતા પૂછ્યું.

" આદિ તને ખબર છે નિયા નો ફેવરિટ કેફે છે. કઈ વધારે જ ગમે છે એને એ કેફે " રિયા બોલી.

" ના એવું કઈ નથી " નિયા વિચારતી હતી આદિ સામે ક્યાં બોલાઈ ગયું હવે એ હેરાન કરશે.

" ના ના... કઈક તો છે બોલ ચલ " આદિ એ પૂછ્યું.

" કઈ નથી "

" કઈક તો છે બાકી તને કેફે નઈ ગમતા " આદિ ને ખબર હતી નિયા ને કેફે માં જવાનું બોવ ઓછું ગમતું.

" આદિ ત્યાં ઓપન માઇક માં નિયા જાય છે એટલે એને એ પ્લેસ બોવ ગમે છે " રિયા એ કહ્યું.

" હા એટલે જ મને ગમે છે "

" બાકી નિયા એ ત્યાં ની બધી સેન્ડવિચ ટ્રાય કરી છે એમાંથી એને એક જ ભાવે છે. છેલ્લી બે વાર થી એ જ ખાય છે ત્યાં જઈને " રિયા એ કહ્યું.

" બધી ટ્રાય કરી છે મતલબ ?" આદિ એ પૂછ્યું.

" ત્યાં ના મેનુ માં જેટલા ટાઈપ ની સેન્ડવિચ છે એ બધી. બસ બીજું કઇ ટ્રાય નઈ કર્યું એને " રિયા એ કહ્યું.

" ચાલો ને આજે જઈએ આદિ પણ છે જ ને " નિયા બોલી.

" હા આદિ છે. અને રિયાન ને પણ રજા છે આજે " રિયા બોલી.

" આજે તો ખબર પડી જ જસે કેફે આશિયાના નો રાઝ " આદિ આંખ મારતા બોલ્યો.

" એવું કઈ નથી " નિયા બોલી.

" કઈ પૂછ્યું તને ?" આદિ નિયા ને હેરાન કરતા બોલ્યો.

થોડી વારમાં તો રિયાન આવ્યો નિયા ના ઘરે એટલે આદિ અને રિયાન નિયા ને હેરાન કરતા હતા.

છ વાગ્યા સુધી એ લોકો એ વાતો અને મસ્તી કરી પછી નિયા ના મમ્મી એ પૂછ્યું,

" તમારે જવાનું નથી ?"

" જવાનું છે ને રિયા પાર્ટી આપે છે આજે " રિયાન એ કહ્યું.

" તો રેડી થાવ ને ને આઠ વાગે જવાના બંધ થઈ જાય પછી "

" ઓહ હા. ચાલ નિયા તું અને આદિ રેડી થઈ ને બેસો અમે આવીએ ઘરે જઈ ને " રિયા એ કહ્યું.

દસ મિનિટ પછી,

આદિ તો રેડી થઈ ને બેસી ગયો હતો પણ નિયા હજી વિચારતી હતી શું પહેરવું એ.

આદિ ફોન મા કઈક જોતો હતો ત્યાં નિયા ના મમ્મી એ પૂછ્યું,
" કેવી રહી ટ્રીપ તમારી ?"

" એક દમ મસ્ત "

" નિયા એ હેરાન તો નઈ કર્યુ ને તને ?"

" ના ના "

થોડી વાત કરી નિયા ના મમ્મી એ આદિ જોડે પછી અચાનક બોલ્યા,
" નિયા ના મેરેજ નું ટેન્શન છે હવે બાકી તો શાંતિ છે "

" કેમ ટેન્શન લો છો. થઈ જશે એ પણ એના ટાઈમ પર "

" હા થઈ જશે પણ આ નંગ ને કોઈ ગમવો તો જોઈએ ને "

" હા એ તો છે ?"

ત્યાં નિયા રેડી થઈ ને આવી,

" નાનાં છોકરાં જેવા કપડા પેરી ને જસે તું ?" નિયા ના મમ્મી એ પૂછ્યું.

નિયા એ બ્લુ શોર્ટ્સ અને રેડ ક્રોપ ટોપ પહેર્યુ હતું. અને બ્લૂ આઈ લાઈન કરી હતી.

" મમ્મી સાવ આમ ના બોલો "

" હા હવે મને ખબર છે ફેશન છે. અને તું આમ જ સારી લાગે છે. નજર ના લાગે કોઈ ની " નિયા ના મમ્મી બોલ્યા.

" અરે અરે... એમ થોડી નઝર લાગે મને " નિયા એના મમ્મી પાસે બેસ્ટ બોલી.

" હા "

આદિ નિયા અને એના મમ્મી ને વાત સાંભળતો હતો. ત્યાં નિયા બોલી,

" મમ્મી આદિ ને ત્યાં લાવાસા માં એક છોકરી ગમી ગયેલી ?"

" પછી?"

" પછી શું. એ છોકરી ના મેરેજ થઈ ગયા હતા " નિયા હસતા હસતા બોલી.

" આંટી આ ખોટું ખોટું બોલે છે એવું કંઈ નઈ હતું " આદિ એ કહ્યું.

" એવું જ હતું મમ્મી "

" એવું કંઈ નઈ હતું " આદિ એ કહ્યું.

" નિયા તું મસ્તી કરે છે ને ?" નિયા ના મમ્મી એ પૂછ્યું.

નિયા બોલે એ પહેલાં રિયા નો ફોન આવી ગયો એટલે નિયા બચી ગઈ એના મમ્મી ને જવાબ આપવામાં.

કેમકે એ મસ્તી કરતી હતી આદિ સાથે.

પાંચ મિનિટ પછી,

નિયા ને જોતા રિયાન બોલ્યો,
" બસ અહીંયા જ હરિયાળી દેખાય છે "

" એ બસ પણ... "

એ લોકો કેફે આશિયાના માં ગયા. .
નિયા એ તો એની ફેવરિટ સેન્ડવિચ નો ઓર્ડર આપી દિધો.

" અમે પણ છીએ નિયા અહીંયા ?" રિયાન બોલ્યો.

" હા તો સેન્ડવિચ આવે ત્યાં સુધી નક્કી કરો બીજું શું ઓર્ડર કરવું. રિયાન આજે તો રિયા પાર્ટી આપે છે એટલે તું કંઈ પણ ઓર્ડર કરી શકે છે " નિયા બોલી.

થોડી વાર પછી,

નિયા કોક પીતી હતી ત્યાં આદિ એ નિયા ને ખબર ના પડે એમ પિક પાડી લીધો. ત્યાં એ લોકો દસ વાગ્યા સુધી બેઠા અને મસ્તી કરી. પિક પણ બોવ બધા પાડ્યા.

નિયા એ કઈક સ્નેપ મૂકી અને પછી એ રિયાન અને આદિ સાથે કઈક વાત કરતી હતી ત્યાં કોઈ નો ફોન આવ્યો.
ડિસ્પ્લે પર નામ જોઈ ને નિયા ની સ્માઈલ ગાયબ થઈ ગઈ અને એ ફોન કટ કરવાં જતી હતી ત્યાં આદિ એ ઈશારા થી ફોન ઉચકવાનું કહ્યું.

" નિયા હું કહેતો હતો અને તારું અને આદિ નું કઈક ચાલે છે ? એ બરાબર જ કહેતો હતો ?"

" શું કામ છે માનિક ?" નિયા એ શાંતિ થી પૂછ્યું.

" છેલ્લા એક વીક થી તમે બંને સાથે છો " માનિક બોલ્યો.

" પાંચ દિવસ થી વીક થી નહિ ?" નિયા ગુસ્સા માં બોલી.

" બે દિવસ વધારે કહ્યા બીજું શું? તારા જેવી છોકરી મે આજ સુધી નઈ જોઈ. પહેલા નક્ષ અને ભૌમિક પછી મનન પછી નિશાંત અને કદાચ છેલ્લા એક વર્ષ થી આદિ સાથે " માનિક આગળ બોલતો હતો ત્યાં તો નિયા બોલી.

" ચું** શું કામ મગજ નો અ** કરે છે. હવે કૉલ ના કરીશ મને. અને આદિ ને જોબ અહીંયા મળી ગઈ છે તો એ હવે મારા ઘરે જ રહેવાનો છે " નિયા ગુસ્સા માં બોલી. એની આંખ ગુસ્સા ને લીધે લાલ લાલ થઇ ગઇ હતી.

" શું થયું નિયા ?" આદિ એ પૂછ્યું.

" એક મિનિટ મને પહેલા નંબર બ્લોક માં નાખવા દે " નિયા એ માનિક ના બે નંબર હતા એ બ્લોક કરી દીધા. બધા સોશિયલ મીડિયા માથી પણ નિયા એ એને અન ફ્રેન્ડ કરી દીધો.
આદિ બોલ્યો, " બ્લોક બોવ લેટ કર્યો પણ એટલું પણ લેટ નઈ થયું "

નિયા એ બધા માં બ્લોક કરી દીધો. પણ હજી નિયા કઈક વિચારી રહી હતી. એ જોઈ ને આદિ બોલ્યો,

" બેબ બોવ ના વિચાર. બ્લોક કરી દીધો ને તે હવે તો "

" હમ "

" હમ નઈ. સ્માઇલ ગાયબ થઈ ગઈ છે " આદિ એ પૂછ્યું.

" કઈ નઈ થયું " કહી ને નિયા રિયાન અને રિયા હતા ત્યાં જતી રહી.

પણ આદિ ને ખબર હતી હમણાં થોડી વાર પહેલાં ની સ્માઈલ અને આ સ્માઈલ બોવ જ અલગ હતી. અત્યારે સ્માઈલ ગાયબ જ થઈ ગઈ હતી.

થોડી વાર પછી,
એ લોકો ઘરે પાછા આવતા હતા ત્યારે આદિ પર માનિક નો ફોન આવ્યો.

" ભાઈ તું તો યાદ જ નઈ કરતો " માનિક બોલ્યો.

" કામ માં હોવ છું "

" સારું. સુરત જોબ થઈ ગઈ હવે તો તારે જલસા ને ?"
માનિક કઈક બીજા જ મતલબ માં બોલ્યો.

" શું કામ ફોન કર્યો ?"

" સુરત જોબ મળી એટલે congratulations 🎉 કહેવા માટે " હસતા હસતા માનિક બોલ્યો.

" સારું બાય "

" કેમ બાય નિયા જોડે હોય તો એને કેજે તું જેમ બધા ને બ્લોક કરે છે એમ તને પણ કોઈ બ્લોક કરશે "

" શું પ્રોબ્લેમ છે તને નિયા થી ? કેમ પાછળ પડ્યો છે તું એની ?" આદિ ગુસ્સા મા બોલ્યો.

" મને શું પ્રોબ્લેમ હોવાનો. આ તો ખાલી એના સારા માટે કહું છું "

" નિયા ની ચિંતા કરવાની જરૂર નથી તારે " આદિ એ કહ્યું.

"હા ભૂલી ગયેલો તું છે ને એની જૉડે પછી શું ચિંતા. જોજે ભાઈ કોઈ દિવસ તને પણ બ્લોક ના કરી દે. એને તો એક વાપ... " આગળ કઈ બોલે માનિક એ પહેલા આદિ એ કહ્યું,

" બસ આગળ એક શબ્દ ના બોલીશ હવે તું ચુ**" આદિ નો ગુસ્સો હવે સાતમા આસમાને પોહચી ગયો હતો.

" તને કેમ નિયા નું આટલું બધું લાગી આવે છે ?" નફ્ફટ માનિક હજી પણ હસતા હસતા બોલી રહ્યો હતો.

" માનિક શાંતિ થી કહું છું નિયા ને હેરાન કરવાનું મૂકી દે. બાકી તું હેરાન થઈ જઈશ " આદિ ગુસ્સા મા બોલ્યો.

નિયા આદિત્ય ના આવા ગુસ્સા ને પહેલી વાર જોઇ રહી હતી એને ખબર નઈ પડતી હતી કે શું કરવું? એ આદિ નો ગુસ્સો જોવા મા જ વ્યસ્ત હતી.

ત્યાં રિયા એ કહ્યું,
" જઈએ હવે ?"

" હા "

આદિ હજી ગુસ્સા માં હતો. પણ એને નિયા ને કઈ જ ના કહ્યું.

રિયાન ને કઈક કામ હતું એટલે એ અને રિયા બીજા રસ્તા પર ગયા.

નિયા અને આદિ નિયા ના ઘરે આવતા હતા ત્યારે મનન નો ફોન આવ્યો.

" હા બોલ ને ભાઈ " આદિ કૉલ ઉપાડતાં બોલ્યો.

" ક્યાં છે તું ?" મનન એ પૂછ્યું.

" નિયા ક્યાં છે એ બોલ પહેલા " નિશાંત અને તેજસ એક સાથે બોલ્યા.

" કેમ બધા સાથે ?" આદિ એ પૂછ્યું.

" નિયા ક્યાં છે આદિ ?" મનન એ થોડું મોટે થી કહ્યું.

" નિયા અહીંયા જ છે. ડ્રાઇવ કરે છે. કેમ શું થયું ? " આદિ એ પૂછ્યું.

" માનિક નો ફોન અમારા ત્રણેવ પર આવ્યો હતો એ બોલ્યો કે ... " તેજસ બોલતા બોલતા અટકી ગયો.

" શું થયું ભાઈ ? કેમ અટકી ગયો ?"

" એને ફોન કરી ને એમ કહ્યું,
કે તમારી બેસ્ટ ફ્રેન્ડ ને કહેજો બ્લોક કરે છે તો ક્યારેક એને પણ કોઈ બ્લોક કરશે. અને આદિ ને પણ કહેજો કે સંભાળી ને રહે. બાકી નિયા તો બધા ની લાઈફ બગાડવા મા એક્સપર્ટ છે " મનન પરાણે આટલું બોલી શક્યો.

" શું છે એ ચુ** ને " આદિ બોલ્યો.

" જે હોય એ. અમે ત્રણ એને બધે થી બ્લોક કરવાનું વિચારીએ છીએ " નિશાંત બોલ્યો.

" હા કેમકે એ સુધારવાનો નથી હવે " તેજસ એ કહ્યું.

" હા નિયા એ હમણાં જ કર્યો બ્લોક એટલે એ આવું બધું બોલે છે " આદિ એ કહ્યું.

" સ્વેગ છે બાકી નિયા નો " મનન મસ્તી માં બોલ્યો.

" હા બ્લોક બધા થી પહેલા કર્યો નિયા એ. હવે આપડે ચારેવ પણ બ્લોક કરીયે "

" યેસ ચાલો મળીએ પછી " કહી ને મનન એ ફોન મૂક્યો.

આદિત્ય, નિશાંત, તેજસ અને મનન એ માનિક ને બધે જ બ્લોક કરી દિધો. કેમકે હવે એ લોકો કોઈ પણ માનિક ની હરકતો ને સાંભળવા નઈ માંગતા હતા.

નિયા રસ્તા માં પણ કઈ જ નઈ બોલી હતી.

નિયા નું ઘર આવી ગયું હતું એ લોકો લિફ્ટ ની રાહ જોઈ ને ઉભા હતા ત્યારે આદિ એ કહ્યું,

" થોડી વાર અહીંયા ગાર્ડન મા બેસીએ "

" હમ " નિયા આગળ કઈ ના બોલી.

પાંચ મિનિટ પછી એ લોકો ત્યાં ગાર્ડન મા બેસેલા હતા.
નિયા નાના બાળકો રમી રહ્યા હતા એને જોઈ રહી હતી.
એટલે આદિ એ પૂછ્યું,

" નિયા કેમ હજી વિચારો મા ખોવાયેલી છે ?"

" શું કામ મારી લાઈફ મા જ આવા ભટકાય છે " નિયા બોલી.

" શું ચાલે છે બેબ તારા માઈન્ડ માં " આદિ એ શાંતિ થી પૂછ્યું.

" નઈ સમજ પડતી યાર. કેમ આવું થાય છે એ ?"

" બ્લોક કરી દીધો ને એને. ભૂલી જા હવે. અમે બધા એ પણ બ્લોક કરી દીધો છે એને "

" હમ "

આદિ એ મનન નો કોલ આવ્યો હતો એ વાત કીધી પછી કઈક ટ્રીપ ની વાત કરતા હતા એ લોકો.
પછી એક દમ

" કાલે જાય છે તું ?" નિયા એ પૂછ્યું.

" યેસ "

" સાચે ને ?"

" હા જવું પડશે "

" ઓકે ઓકે "

" જલ્દી મળીશું પાછા " સ્માઈલ આપતા એને કહ્યું.

" આઈ હોપ"

" આઈ વિશ "

નિયા વિચારતી હતી એટલે એને પૂછ્યું,

" હવે શું વિચારે છે ?"

" કઈ નઈ "

" કઈ તો ચાલે છે તારા માઈન્ડ માં "

" હા એજ કે આગળ શું બોલવાનું આવે એ ?" નિયા બોલી.

થોડી વાર પછી એ લોકો ઉપર ગયા.

નિયા ના મમ્મી કઈક ટીવી માં જોતા હતા આદિ પણ ત્યાં જ બેસેલો હતો. પછી કઈક વાત નીકળી તો નિયા ના મમ્મી , નિયા અને આદિ વાત કરતા હતા અને એક કલાક કેમનો નીકળી ગયો એ જ ખબર ના રહી.

આદિત્ય અને નિયા ની તો દરરોજ કઈક ને કઈ વાત તો થઈ જતી.

ત્રણ મહિના પછી,

ઓગસ્ટ મહિના પૂરો થવા માં હવે ખાલી બે દિવસ ની વાર હતી.

રવિવાર હતો આજે. રિયા આજે સવાર થી નિયા ના ઘરે જ હતી.
આજે એ લોકો બહાર નઈ જવાના હતા. અને રાતે પાસ્તા બનાવવાના હતા.

સાંજે એ લોકો ગેલેરી મા બેસેલા હતા ત્યાં રિયા બોલી,
" નિયા મોન્ટુ ની બોવ યાદ આવે છે હવે આવી જાય તો સારું"

" આવી જશે "

" હા. આપડે એને એરપોર્ટ પર લેવા જઈશું"

" હા. પણ તું એને એરપોર્ટ પર જોઈ ને શું કરીશ?" નિયા મસ્તી માં બોલી.

" શું કરીશ એટલે મળીશ એને હું પહેલા "

" અરે એમ નઈ પાગલ. હગ કરી લેશે કે પછી કિસ... " નિયા આંખ મારતા બોલી.

" હરામ ખોર આમ કોણ પુછે ?"

" નિયા સુરતી બીજું કોણ " નિયા ખુશ થતાં બોલી.

" બરાબર "

" પણ હું તો બંને પાસે થી પાર્ટી લઈશ. એક માં નઈ ચાલે "

" તને પાર્ટી તો આપી હતી મે "

" ક્યારે આપી પાર્ટી તે ?" નિયા એ પૂછ્યું.

" આદિ આવ્યો ત્યારે. કેફે આશિયાના માં ગયા હતા ને આપડે લોકો "

" હા નઈ. કંઈ નઈ ભૌમિક પાસે લઈશ "

" જોઈએ "

થોડી વાર પછી રિયા એ પુછ્યુ,

" નિયા ભૌમિક ના મને જોઈ ને રીએકશન શું હસે ?"

નિયા ને ખબર હતી રિયા ને ભૌમિક ની બોવ યાદ આવે છે એટલે ટોપિક ચેન્જ કરવો પડશે હવે કઈ પણ કરી ને.

એટલે નિયા એ ભૂખ લાગી છે પાસ્તા બનાવ રિયા હવે. એમ કહી ને રિયા ના માઈન્ડ ને કઈ બીજી જગ્યા એ ડાઈવર્ટ કર્યું.

એક અઠવાડિયા પછી,

રિયા અને ભૌમિક ની વાત ચાલતી હતી ત્યારે રિયા એ કહ્યું,

" તું ક્યારે આવશે હવે ?"

" બોવ જલ્દી "

" હું આવીશ તને એરપોર્ટ પર લેવા "

" જોઈએ " ભૌમિક હસતા હસતા બોલ્યો.

" ત્યાં થી શું લાવશે મારા માટે ?" રિયા એ પૂછ્યું.

" હું આવું એ કાફી નથી ?"

" એ તો તારે આવવું જ પડશે "

આમ એ લોકો ની હમણાં થી થોડી વધારે જ વાત થતી હતી.

દસ દિવસ પછી,

નિયા જમવા બેઠી હતી જોબ પર થી આવી ને. આજે એ પલક( જોબ પર નિયા ની બનેલી નવી ફ્રેન્ડ ) સાથે બહાર ગયેલી.

ત્યાં બેલ વાગ્યો.
નિયા ના પપ્પા એ જમી લીધું હતું.

" ઓહ તમે " નિયા ના પપ્પા એ કહ્યું.

" નિયા ક્યાં છે બોલતા નઈ અમે આવ્યા છે ?"

નિયા ના પપ્પા એ ઈશારો કર્યો નિયા બાજુ.

નિયા યુ ટ્યુબ માં કઈક જોતા જોતા જમતી હતી એટલે કોણ આવ્યું એનું ધ્યાન નઈ હતું.

નિયા ની આંખ પર કોઈ એ હાથ રાખી દીધો એટ્લે નિયા હાથ ને અડતા બોલી,

" કોણ છે ?"

" વિચાર કર તું " પેલો છોકરો બોલ્યો.

નિયા ને કઈ ખબર ન પડી કોણ છે એટલે પેલા છોકરા એ નિયા ની આંખ પર થી હાથ લીધો.

નિયા તો એને જોઈ ને ખુશ થઈ ગઈ.

" ભૂમિ તું... ક્યારે આવ્યો ?"

" ગઈ કાલ સવારે આવ્યો" ભૌમિક એ કહ્યું.

" તો રિયા એ તો મને કઈ કહ્યું જ નથી " નિયા બોલી.

" હા એને નઈ ખબર " રિયાન બોલ્યો.

" વોટ ?" નિયા ને કઈ સમજ ના પડી.

" રિયા ને સરપ્રાઈઝ આપવાની છે કાલે એટલે " રિયાન એ કહ્યું.

" તો તને કેમની ખબર ?"

" રિયાન અને મે પ્લાન કર્યો છે એક મસ્ત. પણ એમાં તારી થોડી હેલ્પ જોઈએ " ભૌમિક એ કહ્યું.

" શું હેલ્પ કરું બોલો "

એ લોકો પ્લાન બનાવ્યો.

નિયા ને તો રિયા ના રીએકશન જોવા હતા. જ્યારે એ ભૌમિક ને એની સામે જોવે ત્યારે.


શું રીએકશન હસે રિયા ના ?

ભૌમિક ના રીએકશન શું હસે રિયા ને જોઈ ને ?