મન : સંબંધ મિત્રતા નો - 67 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 67

"હું બહાર જવાની છું. તું આવસે ?" નિયા એ ફોન કરી ને ડાયરેક્ટ કીધું.

" હાઈ હેલ્લો કર્યા વગર ડાયરેક્ટ આમ કોણ પુછે ?" .

" હા કે ના બોલ. ખોટે કામ ની મગજ મારી ના કર તું "

" ઓકે ક્યાં જવાની છે ?" આદિ એ પૂછ્યું.

" કોઈ મસ્ત પ્લેસ પર. શાંતિ મળે એવી જગ્યા એ."

" શું થયું નિયા ? "

" કંઈ નઈ " નિયા ને બોલવું બોવ હતું. પણ અત્યારે એ બોલી શકે એમ નઈ હતી.

" બેબ તું ઠીક નઈ લાગતી મને. આમ તે કોઈ દિવસ નઈ પુછ્યુ" આદિ પણ વિચારતો હતો નિયા ને શું થયું છે.

" તું આવસે કે નઈ એ બોલ "

" કેટલાં દિવસ જવાનું છે ?"

" ત્રણ ચાર "

" ક્યાં જવાનું છે એ કહીશ તું "

" સરપ્રાઈઝ. તું કહી દેજે એક બે દિવસ માં. આવીશ કે નહિ. નઈ તો હું એકલી જઈશ " નિયા બોલી.

" મિયાન ને મૂકી ને જઈશ તું ?" એક દમ માસૂમિયત થી આદિ બોલ્યો.

" લઈ ને જવો છે. પણ હું ફોર્સ ના કરી શકું એને "

" નિયા તું જ બોલે છે ને ?" આદિ એ પૂછ્યું.

" હમ. ચલ કાલે જેવું હોય એવુ કહી દેજે. "

" ઓકે "

નિયા એ તો વિચારી પણ લીધું કે ક્યાં જવાનું છે એ. ખાલી આદિત્ય ની હા કે ના ની રાહ હતી. બાકી નિયા તો જવાની જ હતી.

બીજે દિવસે રાતે ,
દસ વાગ્યે

નિયા કઈક કામ કરતી હતી લેપટોપ માં ત્યાં આદિ નો કોલ આવ્યો.

" હાઈ નિયા "

" હેલ્લો "

" તું મને કહીશ ક્યાં જવાનું છે એ ?" આદિ એ પૂછ્યું.

" તું મને કહે પેલા આવીશ કે નઈ એ ?" નિયા એ પૂછ્યું.

" તું આટલું પ્યાર થી પુછે છે તો હું ના કેમની કહી શકું "

" એટલે તું આવશે ને ?"

" યેસ. પણ પેલા એ કહે ક્યાં જવાનું છે "

" સરપ્રાઈઝ " નિયા ખુશ થતા બોલી.

" તારે બોલવું છે કે પછી હું વીડિયો કૉલ કરું ?"

" ના ના. લાવાસા "

" સરપ્રાઈઝ હતું ને "

" તું સરપ્રાઈઝ ને રેવા ના દે તો હું શું કરું ?"

" બોવ સારું "

નિયા એ તો જે પ્લાન હતો એ બધો કહી દીધો. અને આવતા શનિ રવિ રજા હતી અને આદિ શુક્રવારે સુરત આવવાનો હતો.

નિયા ટ્રેન માં ટિકિટ બુક કરાવી દીધી હતી. અને ત્યાં ક્યાં રેહવાં નું છે એ પણ ફિક્સ થઈ ગયું હતું.

હવે રાહ હતી આવતા શુક્રવાર ની. આદિ ના આવવાની અને એમની ટ્રીપ પર જવાની.

શુક્રવાર,

રાતે નવ વાગે આદિ નિયા ના ઘરે આવી ગયેલો.
એ લોકો જમી ને બેસેલા હતા. નિયા કઈક કામ કરતી હતી. આદિ અને નિયા ના મમ્મી પપ્પા બહાર ટીવી જોતાં હતાં.

નિયા ના મમ્મી પપ્પા કઈક વાત કરતા હતા પણ આદિ ને સમજ ના પડી.

નિયા કામ પતાવી ને જ્યાં બધા બેઠા હતા ત્યાં બેઠી.

થોડી વાર પછી,

કઈક વાત ચાલતી હતી નિયા ના મેરેજ ની ત્યારે નિયા ના મમ્મી એ કહ્યું,

" આજે નઈ તો વર્ષ પછી પણ આવો કોઈ સવાલ આવસે ત્યાર માટે જવાબ વિચારી ને રાખજે "

" હા મમ્મી "

" આદિ ત્યાં આનું ધ્યાન રાખજે. ક્યાંય ખોવાઈ જાય નહીં" નિયા ના પપ્પા મસ્તી માં બોલ્યા.

" સારું ખોવાઈ જાવ તો " નિયા બોલી.

આદિ ને સમજ મા નઈ આવતું હતું નિયા આમ કેમ બોલે છે.

" નિયા સૂઈ જા તું કાલે જલ્દી ઉઠવાનું છે તારે " નિયા ના પપ્પા એ કહ્યું.

આદિ અને નિયા ના મમ્મી થોડી વાર કઈક નિયા ની વાત કરી પછી એ લોકો પણ સૂઈ ગયા.

બીજે સવારે,

નિયા અને આદિ રેલ્વે સ્ટેશન પર એમની ટ્રેન ની રાહ જોતા હતા. થોડી વારમાં ટ્રેન આવી ગઈ.

પણ આજે નિયા ચુપ હતી. આજે નઈ પણ થોડા કેટલાં દિવસો થી એ ચુપ હતી.

એક કલાક પછી,

નિયા આદિત્ય સાથે પણ બોવ બોલી નઈ હતી. આદિ ને લાગ્યું હવે નિયા ચુપ રેશે તો મઝા નઈ આવે. એટ્લે,.

" નિયા હવે તો બોલ શું થયું છે એ ?" આદિ એ પૂછ્યું.

" કઈ નઈ થયું "

" સાચે ને ?" આદિ ને ખબર હતી નિયા કઈક વાત છુપાવે છે.

" હમ "

" તો આંટી એમ કેમ બોલ્યા હતા આજે નઈ તો વર્ષ પછી પણ આવો કોઈ સવાલ આવસે ત્યાર માટે જવાબ વિચારી ને રાખજે "

નિયા કઈ બોલી નઈ. એ બારી ની બહાર જોતી હતી.

આદિ એ નિયા નો હાથ પકડી લીધો.

" નિયા આજે બોલવું જ પડશે "

" પછી કહીશ ને યાર "

" નિયા તું સામે જોઈ ને પણ બોલતી નથી. શું વિચારે છે એટલું બધું તું ?"

" યાર ખબર નઈ પડતી શું થાય છે"

" તું ભલે મને ના કહે પણ તારી આંખ તો બધું કહી દે છે."

" બીજું કંઈ ?"

" ના અત્યારે માટે આટલુ જ. બચાઈ ને રાખવું પડશે ને " આદિ એ કહ્યું.

" કેમ ?"

" બસ એમજ "

" સારું ના બોલીશ. ગુડ નાઈટ " નિયા બોલી.

" ઓ મોહતરમા, તું સૂઈ જસે તો હું શું કરીશ ?"

" આપકો પતા જનાબ "

" નિયા નઈ હો. ઘરે જઈ ને સુઈ રેજે "

" હા બીજું કંઈ ?"

" બીજું તો જીજુ સાથે ક્યારે મલાવે છે ?" આદિ બોલ્યો.

" તને પ્રોબ્લેમ છે હું સિંગલ છું એમાં ? ઘરે આ સાંભળવું ના પડે એટલે ફરવા જવાનું હોય તો અહીંયા પણ તું એજ સવાલ કરે છે " નિયા ગુસ્સા 😡 માં બોલી.

નિયા ગુસ્સા માં બોલી એટલે એની સામે બેસેલા હતા એક આંટી એ પન નિયા ની બાજુ જૉવા લાગ્યા.

" ચિલ બેબ "

" તું છે ને મને ગુસ્સો ના અપાવ યાર "

" તું આવું કહીશ તો હું વધારે ગુસ્સો અપાવીશ " આદિ નિયા ને વધારે ગુસ્સો આપવતો હોય એમ બોલ્યો.

બંને બોલવામાં તો પાછા પડે એમ હતા જ નહિ.

" આદિ બસ. જીજુ આ ચાર દિવસ માં એક પણ વાર બોલશે તો આ તારી સાથે ની છેલ્લી ટ્રીપ હસે " નિયા ઈયરફોન લગાવતા બોલી.

" એક મિનીટ. ઇયરફોન નહિ. પેલા એ બોલ તું ધમકી આપે છે મને ?" આદિ એ પૂછ્યું.

" ના પણ તને એવું લાગતું હોય તો એવું સમજ "

" સારું. એટલે આ છેલ્લી ટ્રીપ છે એમ ને ?" આદિ એ પૂછ્યું.

" હા તારે જો એજ વાત બોલવી હોય તો "

" પણ ટ્રાવેલ પાર્ટનર વગર તને એકલું ફરવા જવા મા મઝા નઈ આવે " આદિ બટર લગાવતો હોય એમ બોલ્યો.

" ચાલશે મને "

" ઓહ્ રીયલી ?"

" હમ "

" વિચારી લેજે હું નઈ આવું કોઈ દિવસ " આદિ એ પાછું કહ્યું.

" હા વિચારી લીધુ "

" સારું. તો પણ હું તો આવીશ જ " આદિ આંખ 😉 મારતાં બોલ્યો.

નિયા આદિ સામે જોવા લાગી.

" આમ ના જો. એક વાર જા તું મને મૂકી ને પછી જો તું "

" ધમકી આપે છે ?" નિયા બોલી.

" તારે જે સમજવું હોય એ સમજ " આદિ થોડુ હસતા હસતા બોલ્યો.

" સારું. હું સમજી ગઈ કે ટ્રીપ પર તું મારી સાથે નઈ આવે" નિયા એ કહ્યું.

" મે એવું ક્યારે કીધું તને ?"

" તને ખબર "

" ફરવા તો હું આવીશ જ તારી સાથે. " આદિ બોલ્યો.

" મારે ના લઈ જવો હોય તો ?"

" તો પણ હું આવીશ. મન કોઈ દિવસ અલગ અલગ ફરવા ના જાય. જોડે જ જાય. સમજી ગઈ ?" મિયાન એ કહ્યું.

" તું કામ માં વ્યસ્ત હોય ક્યાં હેરાન કરવો તને ?" નિયા બોલી.

" બોલી લીધુ તે ?"

" ના હજી બાકી છે " નિયા બોલી.

" તો કહી દે બાકી રાખ્યું હોય તો "

" ના ઈચ્છા નથી બોલવાની " નિયા બોલી.

" તો ઈચ્છા શેની છે ?" આદિ એ મસ્તી 😝 માં પૂછ્યું.

" ટ્રીપ પર તને લીધા વગર જવાની " નિયા બોલી.

" તારી આ વિશ તો કોઈ દિવસ પૂરી નઈ થવા દવ " આદિ એ કહ્યું.

" કેમ ?"

" મારી મરજી "

" હવે મને નીંદ આવે છે " નિયા ઇયર ફોન નાખતા બોલી.

" એ નઈ હો "

" કેમ્ ?"

" તને એકલી મોકલ વાનું રિસ્ક ના લેવાય. જીજુ ને મારે શું કહેવું પછી ? નિયા ખોવાઈ ગઈ એમ ?" આદિ 😝 બોલ્યો.

નિયા એ કઈ જવાબ ના આપ્યો. એટલે આદિ ને યાદ આવ્યુ જીજુ બોલવાની ના પાડી છે.

થોડી વાર સુધી નિયા કઈ ના બોલી એટલે આદિ એ કહ્યું,
" લાવાસા કેમનું યાદ આવ્યું તને ?"

" વિશ લીસ્ટ માં હતું એ "

" ઓહ્ અચ્છા સમજી ગયો. "

નિયા અને આદિ વાત કરતા હતા ત્યાં એમનું સ્ટેશન ક્યારે આવી ગયું એનું પણ ધ્યાન ના રહ્યું.

જ્યાં એમને જવાનું હતું ત્યાં ગયા પછી થોડી માં ફ્રેશ થયા પછી એ લોકો ફરવા નીકળ્યા.

નિયા એ તો ગુગલ પર થી જોઈ ને ક્યાં જવું પહેલા એ પણ નક્કી કરી રાખ્યું હતું.

રાતે જમી ને એ બંને વાત કરતા હતા .
ત્યારે,

" હોરર મુવી જોઈએ " આદિ બોલ્યો.

" ના મને બીક લાગે છે "

" અરે કઈ નઈ થાય "

" તું જો. હું નોવેલ વાંચું " નિયા બોલી.

" ના મૂવી તો જોવું જ પડશે "

" ઓકે પણ હોરર નઈ "

" પ્રોબ્લેમ શું છે તને હોરર મુવી થી. સાચે માં થોડું તારી પાસે આવી જવાનું છે ભૂત "

" આવી જાય તો "

" હું છું ને અહીંયા કેમ ડરે છે તું આટલી ?" આદિ એ કહ્યું.

" આદિ એક વાર કીધું ને. નો હોરર " ગુસ્સા 😡 માં બોલી નિયા.

" ચિલ બેબ "

" શું ચિલ. છેલ્લા એક કલાક થી તું હોરર મૂવી ની પાછળ લાગ્યો છે "

એક કલાક થી નિયા અને આદિત્ય હોરર મુવી જોવું કે નઈ એના પર વાત કરતા હતા.

આદિ એ બધી બ્લેક મેઈલ કરવાની ટ્રિક વાપરી લીધી હતી પણ નિયા એ હોરર મુવી જોવાની હા હજી પણ પાડી નઈ હતી.

" જોઈ લેજે. તારા રીયલ ને પણ હોરર મૂવી ગમતા જ હસે " આદિ બોલ્યો.

નિયા જે પિલો લઈ ને બેસેલી હતી એ ફેંક્યું આદિ પાસે.

" સારું થયું ગ્લાસ નઈ હતો નઈ તો મારી હાલત ખરાબ થઇ જાત " આદિ મસ્તી 😝 મા બોલ્યો.

આ સાંભળી ને નિયા ને ગુસ્સો આવતો હતો. એને પેલા જ કીધું હતું જીજુ ના બોલીશ. પણ આદિ સાંભળે થોડી. માંડ નિયા ને હેરાન કરવાનો ટાઈમ મળતો હોય એ થોડી ના જવાદે એ.

" મઝા આવે ને ગ્લાસ માર્યો હોય તો " નિયા ખુશ થતાં બોલી.

" ઓહ્ આટલી ખુશી કઈ વાત ની છે ?" આદિ એ પૂછ્યું.

" તને ખુશ જોઈ ને ખુશી થઈ ગઈ " નિયા બોલી.

" સામે જોઈ ને બોલ તો "

" કામ કર ને તારું "

" ચલ ને યાર મૂવી જોઈએ. આવું શું કરે છે. મારી એક પણ વાત નઈ માને તું ?" આદિ એ પૂછ્યું.

" કઈ વાત નઈ માની ?"

" કઈ માની છે એ બોલ " આદિ પણ આજે નિયા ને હેરાન કરવાના 😝 મૂડ મા જ હતો.

" એ તો વિચારવું પડશે " નિયા વિચારતા બોલી.

" બોવ ના વિચાર હવે. ચાલ આપડે ગેમ રમીએ " આદિ બોલ્યો.

" હા એ સારો આઈડિયા છે. તારા હોરર મૂવી કરતા "

" હોરર મૂવી તો એક વાર ... " આદિ આગળ કઈ બોલે એ પેલા નિયા એ એક પિલો પાછો ફેક્યો.

" તારે પિલો ફાઇટ કરવી છે ? સાચે ને ?" આદિ એ પૂછ્યું.

" એવું મેં ક્યાં કીધું ?"

" તો શું હતું આ " આદિ પિલો બતાવતા બોલ્યો.

" એને પિલો કહેવાય. તું એને શું કહે છે એ મને નઈ ખબર"

" હું પણ એને પિલો જ કહું છું " કહી ને આદિ એ પિલો નિયા ની બાજુ માં ફેંક્યું.

" નો ફાઇટ " નિયા પિલો સાઈડ માં મૂકતા બોલી.

" આજે તો ફાઇટ થઈ જાય " આદિ એ કહ્યું.

" ના "

" મારે કરવી છે પણ "

" ઓહ્... " નિયા કઈક બીજો મીનીંગ સમજતા બોલી.

" બસ આજ પ્રોબ્લેમ છે. લોકો કઈ બીજું સમજે છે " આદિ એ એની બાજુ માં પિલો પડ્યો હતો એ નિયા ની બાજુ માં ફેંક્યું.

" બસ કર આદિ. નો પિલો ફાઇટ "

" એક શરતે પિલો ફાઇટ નઈ થાય " આદિ કઈક વિચારી ને બોલ્યો.

" કઈ ?"

" મુવી જોવું પડશે અત્યારે તો જ "

" સાડા અગિયાર વાગ્યા છે "

" હા તો ઘરે જઈ ને સૂઇ રેજે " આદિ એ કહ્યું.

" ઓકે "

" હમ એ પણ છે. તારે પિલો ફાઇટ કરવી જ હોય તો હું ના નઈ કહુ " આદિ પિલો ઉંચકતા બોલ્યો.

" મુવી જોઈ લઈશ " નિયા બોલી.

" હોરર ને ?" આદિ એ પૂછ્યું.

" મને નઈ ખબર "

" હોરર જોઈએ મઝા આવશે "

" જે જોવું હોય એ ચાલુ કર " નિયા બોલી.

" એટલે તું હોરર મુવી જોઈશ ?"

" બીજો કોઈ ઓપ્શન છે ?"

" હા પિલો ફાઇટ "

" હોરર મૂવી ચાલશે " નિયા બોલી.

પણ પછી પાછા એ બંને કઈક વાત મા મસગુલ થઈ ગયા એટલે મૂવી બાજુ પર રહી ગયું.

બીજે દિવસે પણ એ લોકો ત્યાં ની બધી પ્લેસ પર ફરવા ગયેલા. બોવ બધા પિક ક્લિક કર્યા હતા. અને નિયા ફોન ના કેમેરા કરતા એની આંખો ના કેમેરા મા બોવ પીક ક્લિક કર્યા હતા.

મસ્તી પણ બધી ટ્રીપ કરતા આ ટ્રીપ માં કઈ વધારે જ કરી હતી. અને એ બંને મસ્તી કરતા હોય એવા પિક પણ આગળ ની ટ્રીપ કરતા આ બે દિવસ માં વધારે પાડ્યા હતા.

રાતે જમી ને એ લોકો આજ ના પિક જોતા હતા. થોડી વાર પછી આદિ ને યાદ આવ્યું કે કાલ નું મુવી તો બાકી જ છે. એટલે,

આદિ મૂવી સર્ચ કરતો હતો ત્યાં એને કઈક યાદ આવ્યું એટલે એને કીધું,

" નિયા તે મને હજી નઈ કીધું ?"

" શું ?"

" જે વાત તારે મને કહેવાની હતી એ " આદિ એ કહ્યું.

" કઈ નઈ "

" નિયા ટ્રેઈન માં તે એમ કીધું હતું ત્યાં જઈ ને પછી કહીશ. બે દિવસ થઈ ગયા આવ્યા ને પણ "

" ઓકે સંભાળ "

" બોલ "

" એક છોકરા ની વાત આવી હતી.
એ લોકો ઘરે પણ આવ્યા હતા જ્યારે હું જોબ પર હતી ત્યારે. છોકરો એક મહિના પછી કેનેડા જવાનો છે. જો નક્કી થાય તો મેરેજ પંદર વીસ દિવસ ની અંદર કરી લેવાના. પછી એ બહાર જતો રહેશે અને મારે અહીંયા રેહવાનું" નિયા બોલતી હતી આગળ એ પેલા આદિ એ પુછ્યું,

" પણ પછી તારે બહાર જવાનું થશે ને ? મતલબ કે એ લઈ જસે ને "

" યાર એની આઈડી જોઈ ને પણ ગલત વાઈબ્સ આવતાં હતાં. અને પંદર દિવસ માં થોડી કોઈ ને ઓળખી જવાય. ?"

" હા એ વાત તો છે. પણ ગલત વાઈબ્સ ?" આદિ એ પૂછ્યું.

" રિયાન અને મે એનું ફેસ બુક જોયું હતું. પિક પણ એવા હતા અમુક "

" પિક જોઈ ને મેરેજ ના થાય નિયા " આદિ નિયા ને સમજાવતાં બોલ્યો.

" હા મને ખબર છે. પણ આમાં તો એવું જ હતું ને એ બહાર જતો રહે તો પિક્સ... " નિયા આગળ બોલતા અટકી ગઈ.

પાંચ મિનિટ માં બંને માંથી કોઈ કઈ ના બોલ્યું.

" એની આઈડી જોઈ ને ગલત વાઈબ્સ આવ્યા હતા એવા વાઈબ્સ બોવ જ રેર કેસ માં આવે છે. એની સાથે લાઈફ ટાઇમ હું કેમની રહી શકું ?" નિયા એ પૂછ્યું.

" તે ના પાડી દીધી ને ?"

" હા મે ના કહી દીધું "

" તો શું પ્રોબ્લેમ છે ?"

" મમ્મી પપ્પા ને બધા એમ કહે છે એ મોટી થઈ ગઈ છે. આમ તેમ. અને મામા લોકો પણ મમ્મી ને કહ્યા કરે છે. અને એ બધા નું કીધેલું લાસ્ટ માં મારા પર ગુસ્સા ના રૂપ માં નિકળે છે. " નિયા આગળ બોલતા ચૂપ થઈ ગઈ.

" આગળ બોલ "

" આઠ વાગે આવું ને જમવા બેસી એ ત્યારે પણ કોઈ પણ રીતે આ ટોપિક આવી જાય છે. અને સવારે જાવ એ પેલા પણ. છેલ્લા બે મહિના થી એક દિવસ એવો નઈ હોય કે મારા પર ગુસ્સો નઈ કર્યો હોય. તે દિવસે જોયું હતું ને મમ્મી બોલ્યા હતા એ ?" નિયા એ પૂછ્યું.

" પેલું ને ? આજે નઈ તો વર્ષ પછી પણ આવો કોઈ સવાલ આવસે ત્યાર માટે જવાબ વિચારી ને રાખજે ?"

" હા એજ. મમ્મી ને કેમની સમજાવું કે હું ના નઈ કહેતી પણ જેને મળી ને પણ કંઇક ગલત ફીલ થતું હોય એની સાથે લાઈફ ટાઈમ કેમનું રહેવાનું ?"

" હા એ તો વાત સાચી છે. પણ પેલા લોકો તારા ઘરે આવ્યા હતા એનું શું થયું ? આઈટી વાળો હતો છોકરો ?"

" એ છોકરો ડ્રીંક કરે છે અને નોન વેજ ખાય છે. નોન વેજ તો એને જોઈએ જ "

" તો એ કેન્સલ "

" અને બીજા નું મે કીધુ હતું ને એના મમ્મી એ એવું કીધું જોબ નઈ કરવાની . "

" કેમ ?"

" એ છે ને તું એને જઈ ને પુછી આવજે " નિયા બોલી.

" ઓકે. તો હવે આગળ શું વિચાર્યું ?"

" શેના માટે ?" નિયા એ પૂછ્યું.

" જીજુ માટે "

" આવશે જીજુ તમારા. પણ થોડી વાર લાગશે. એ પણ જલસા કરતો હસે એની લાઈફ માં "

" તને બોવ ખબર "

" હે...હે... એમજ કહું છું મે તો " નિયા હસતા હસતા બોલી.

" પણ આંટી ને કેમ આટલી ઉતાવળ છે ?" આદિ એ પૂછ્યું.

" મમ્મી પપ્પા ને કઈ નથી. આ લોકો બધા ચમચા થાય ને. આની છોકરી છે. આમ છે ને બીજું બધું એટલે... "

" લોકો ને ગોળી માળ અત્યારે "

" હા " નિયા એ એની બાજુ માં પિલો હતું એ પાછું આદિ પાસે ફેંક્યું.

" નિયા હવે પિલો મારસે ને તો આજે ફાઇટ થઈ જશે એ પાક્કું "

" થઈ જવા દે. શાંતિ મારે. ટ્રીપ પર એકલું તો જવા મળે " નિયા ખુશ થતા બોલી.

" તને લાગે હું તને એકલી જવા દઈશ ?"

" હા ફાઇટ કરું તો તું બ્લોક કરી દેને મને એટલે એકલી ટ્રીપ પર જઈશ "

" ખોટા સપના જોઇશ જ નઈ " આદિ હસતા હસતા બોલ્યો.

" ના સપના તો સાચા જ જોવ છું " નિયા પિલો હાથ માં લેતા બોલી.

" તો એ પણ યાદ રાખજે મન ટ્રીપ પર જોડે જ જસે. એકલું નઈ જાય "

" વિચારીએ " નિયા બોલી.

" વિચારીએ નઈ. સાચે કહું છું. "

" હમ બીજું કંઈ "

" જલ્દી જીજુ ને સર્ચ કર "

" ચલો ગુડ નાઈટ "

" કહા ચલે મુજે અકેલા છોડ કે ?"

" સોને "

" ગુડ નાઈટ " આદિ બોલ્યો.

" ગુડ નાઈટ"

બીજે દિવસે,
આજે ત્રીજો દિવસ હતો એમનો. લાસ્ટ ડે હતો આજે એમનો લાવાસા માં.

નિયા સવાર સવાર માં નાસ્તા માં મેગી ખાતી હતી એ જોઈ ને આદિ બોલ્યો,

" નિયા મેગી સિવાય બીજું પણ મળે છે અહીંયા "

" હા તો "

" એ ખાઈ શકે છે તું ?"

" મારે મેગી જ ખાવી હોય તો ?" નિયા એ પૂછ્યું.

" ખા તું. તને તારા મેરેજ માં એક મોટું બોક્સ મેગી નું જ આપીશ ખાયા કરજે પછી "

" શું છે તને સવાર સવાર માં ?" નિયા સ્માઈલ ગાયબ થઈ ગઈ અને ગુસ્સા મા બોલી.

" ચિલ બેબ. કેમ અચાનક ગુસ્સા માં આવી ગઈ ? "

" મેરેજ ની પાછળ પડયા છો તમે બધા. "

" સારું નઈ બોલું હવે " આદિ એની ચા પીતાં પીતાં બોલ્યો.

" હાસ. શાંતિ "

" એટલે હમણાં થોડી વાર નઈ બોલું. પછી તો બોલીશ જ" આદિ આંખ 😉 મારતા બોલ્યો.

" હે ભગવાન. આ છોકરા ને લઇ જાવ અહીંયા થી "

" ભગવાન એ જ મોકલ્યો છે મને " આદિ એ કહ્યું.

નિયા કઈ બોલી નઈ અને મેગી ખાવા લાગી.

એટલે આદિ એ કહ્યું,
" ભગવાન એ આજે તો કંઈ ખાસ કામ માટે મોકલ્યો છે કોઈ બ્લૂ શોર્ટ્સ અને વ્હાઈટ ક્રોપ ટોપ અને શૂઝ માં છોકરી છે એ કઈ ખોવાઈ ના જાય એટલે એનું ધ્યાન રાખવા "

નિયા મેગી ખાતા ખાતા આજુ બાજુ જોવે છે પણ એવી તો કોઈ છોકરી દેખાય નઈ.

નિયા આજુ બાજુ જોતી હતી એ જોઈ ને આદિ હસતો હતો. એટલે નિયા બોલી,

" લોકો પોતાને આજુ બાજુ શોધે છે. હદ થઇ ગઇ એમ "

એટલે નિયા ને યાદ આવ્યું કે આદિ એને જોઈ ને બોલ્યો હતો. એટલે નિયા પણ હસવા લાગી.

એ દિવસે પણ બોવ બધી મસ્તી કરી અને જે પ્લેસ બાકી ત્યાં ગયા.

રાતે એ બોવ જલ્દી જમી લીધું હતું. નિયા એના મમ્મી સાથે વાત કરતી હતી. અને આદિ નિયા વાત કરી લે એની રાહ જોતો હતો.

નિયા ફોન મૂકી ને કઈ વિચારે એ પહેલાં આદિ બોલ્યો,

" બહાર જઈએ ?"

" અત્યારે ?" નિયા એ કહ્યું.

" કેમ ? કઈ પ્રોબ્લેમ છે તને ?" આદિ એ પૂછ્યું.

" હા "

" શું ?"

" બહાર થોડું અંધારું છે " નિયા બોલી.

નિયા ને જોઈ ને આદિ હસવા લાગ્યો.

" નિયા તને એકલું જવાનું નથી કીધું મે "

" એ તો નઈ જ જાવ. પણ યાર જો ને બહાર અંધારું છે" નિયા એ કહ્યું.

" ચલ તું. આઈસ ક્રીમ ખાઈ ને આવીશું. "

આઈસ ક્રીમ માટે નિયા ના કહી શકે જ નઈ.

નિયા અને આદિત્ય ગયા.

નિયા ને હજી પણ અંધારા થી ડર લાગતો હતો એવું લાગ્યું આદિ ને એટલે એને બોલવાનું શરૂ કર્યું.

કઈક વાત કરતા હતા ત્યાં આઇસ ક્રીમ શોપ દેખાઈ ગઈ.

નિયા અને આદિત્ય ત્યાં થી આઈસ ક્રીમ ખાઈ ને પાછા આવતાં હતાં ત્યાં આદિ ના મગજ માં કઈ ચાલતું હતું.

નિયા એની મસ્તી મા આગળ ચાલતી હતી. આદિ જાણી જોઈ ને થોડું પાછળ ચાલતો હતો. નિયા ને એવુ જ હતું કે આદિ એની બાજુ માં જ ચાલે છે.

પાંચ મિનિટ પછી,

રોડ પર બોવ પબ્લિક નઈ હતી. ત્યાં ઝાડ પર થી પત્તું પડવાનો અવાજ આવ્યો. નિયા ડરી ગઈ. એને બાજુ માં જોયુ તો આદિ પણ નઈ હતો. એટલે એ વધારે ડરી ગઈ.

એને પાછળ જોયુ તો આદિ હતો. એને ડાયરેક્ટ આદિ પાસે જઈ ને હગ કરી લીધું. આદિ સમજી ગયો ઝાડ પર થી પાન નીચે પડ્યું એટલે નિયા ડરી ગઈ.

" શું થયું બેબ?"

" ડયુડ ... " નિયા કઈ નઈ બોલી આગળ.

" બોલ ને પણ "

નિયા કઈ બોલી નઈ અને આદિ નો હાથ પકડી ને ચાલવા લાગી.

પાંચ મિનિટ પછી આદિ બોલ્યો,
" ડરેલી તો ક્યારેય નઈ જોતી તને "

" હા તો બીક લાગે છે મને એમાં હું શું કરું "

" ઓકે. બોવ ના વિચાર હવે " આદિ એ કહ્યું.

" હમ "

" હું વિચારતો હતો ભૂત આવવું જોઈએ પણ હું કઈક કરું એ પેલા જ... " આદિ આગળ ના બોલ્યો. કેમકે નિયા એની સામે જોવા લાગી.

" સારું સારું. હવે ડર નઈ તું " આદિ એ કહ્યું.

થોડી વારમાં એ લોકો એમની હોટેલ પર આવી ગયા. બંને આજે જલ્દી સૂઈ ગયેલા.

બીજે દિવસે ,

ટ્રેન માં નિયા આ ટ્રીપ ના બધા પિક જોતી હતી. આદિ ને એના મમ્મી નો ફોન આવ્યો હતો એટલે એ એમની સાથે વાત કરતો હતો.

થોડી વાર પછી,

આદિ એ જોયું તો નિયા ક્યાર નો એક પિક જોયા કરતી હતી. એટલે એને પૂછ્યું,

" નિયા કઈક વિચારે છે ને તું ?"

" હા "

" શું ?"

" કઈ નઈ "

" જીજુ નું સોચતી હતી ને ?" આદિ એ પૂછ્યું.

" એવું જ કઈક. લાઈફ આખી ચેન્જ થઈ જસે યાર "

" આના થી સારી હસે તારી લાઈફ એના આવ્યા પછી "

" આદિ એ ખાલી મૂવી માં હોય છે પણ રીયલ માં..." નિયા આગળ બોલે એ પેલા આદિ એ એના મોહ પર હાથ રાખી દીધો.

" હવે આગળ એક શબ્દ પણ ના બોલીશ. અને આ વિચારવાનું બંધ કર. " આદિ એ કહ્યું.

" હમ "

" નિયા જે આવસે એ બેસ્ટ આવશે તો અત્યારે એના વિચારો કરવાનું મુક. "

નિયા સૂવા નો ટ્રાય કરતી હતી. પણ નીંદ નઈ આવતી હતી એને.

આદિ ઇયર ફોન નાખી ને સોંગ સાંભળતો હતો એટલે નિયા એ એનો ઇયર ફોન લઈ લીધો.

" તને નીંદ આવતી હતી ને સુઈ જા. હુહ... " આદિ નિયા ને ઇગનોર કરતા બોલ્યો.

" ના. પણ હવે તું મને વધારે ઇગનોર કરે એની પહેલાં હું સૂઈ જાવ " નિયા બોલી.

નિયા આદિ ના ખભા પર માથું મૂકી ને સુઈ ગયેલી. એક ઇયર ફોન એના કાન માં હતો અને એક આદિ ના.

નિયા સૂઈ ગઈ એટલે આદિ એ નિયા નો ઇયર ફોન લઈ લીધો. એ ઈન્સ્ટાગ્રામ પર ક્યો પિક પોસ્ટ કરું એ વિચારતો હતો અને સોંગ સાંભળતો હતો.

નિયા અડધી કલાક પછી ઊઠી.
એટલે આદિ બોલ્યો,

" ભાડું આપવું પડશે અહીંયા માથું રાખી ને સુઈ ગઈ એનું"

" હા સારું બીજું કંઈ ?" પાણી પીતાં પીતાં નિયા બોલી.

" મસ્તી નઈ કરતો બેબ. સાચે કહું છું "

" ઓકે ગુગલ પે કરું છું. ભાડું " નિયા એના ફોન મા ગુગલ પે ખોલતા બોલી.

" બસ પણ. હું મસ્તી કરું છું " આદિ નિયા નો ફોન લેતા બોલ્યો.

" ઓહ્ સાચે ?"

" હા "

નિયા એની બેગ માથી બે પેકેટ કાઢ્યા.
" તને ભૂખ પન લાગી ગઈ ?"

" હા તો શું ?"

" ખાલી કહું છું. એકલી એકલી ના ખાઈશ "

" શેર કરવું પડશે તારી સાથે અફસોસ. નઈ તો તારી નજર લાગી જસે. " નિયા ચિપ્સ ખાતા ખાતા બોલી.

આજે ટ્રેઈન લેટ હતી પણ એ બંને પાસે વાત નો સ્ટોક હતો એટલે કોઈ પ્રોબ્લેમ નઈ હતું.

સુરત
નિયા ના ઘરે,

બે વાગ્યે આદિ અને નિયા નિયા ના ઘરે પોહચ્યા.
ત્યાં રિયા અને એની મમ્મી બેસેલા હતા.
બધા બોવ ખુશ લાગતા હતા.

આદિ એ રિયા ને પુછ્યુ
" કેમ આટલી ફોર્મ માં છે ? ભૌમિક એ ડોઝ આપ્યો લાગે છે ?"




કેમ રિયા આટલી ખુશ છે ?

શું તમે પણ તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે આવી ટ્રીપ પર ગયા છો ?