મન : સંબંધ મિત્રતા નો - 66 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 66


સવા છ થયા હસે ત્યાં આદિ પણ ઊઠી ગયો એને બહાર જોયું તો નિયા ગેલેરી મા ઊભી હતી.

આદિ એ નિયા ને મેસેજ કર્યો .
" નિયા ટેરેસ પર જઈએ ?"

" અત્યારે અંધારું છે અને ત્યાં શું કામ છે તને ?"

" કામ છે ચલ ને " આદિ એ કહ્યું.

" ના બોવ અંધારું છે " નિયા ને અંધારા થી બીક લાગતી હતી એટલે એને જવાની ના પાડે છે.

" હું આવું છું ને તારી સાથે તો કેમ ડરે છે તું ?" આદિ એ પૂછ્યું

" ઓકે ચલ " હવે નિયા પાસે ના પાડવાનો કોઈ જ રસ્તો નઈ હતો.

ટેરેસ પર બોવ જ અંધારું હતું. એટલે નિયા ચાલતા ચાલતા અટકી ગઈ.

" હું છું ને બેબ. કેમ બીક લાગે છે તને હજી ?" આદિ બોલ્યો.

નિયા કઈ ના બોલી આદિ નો હાથ પકડી ને ચાલવા લાગી.

" બસ અહીંયા ઊભી રહે "

" કામ શું હતું તારે? અહીંયા અંધારા માં ઊભી રેહવા લઈ ને આવ્યો. એક તો બીક લાગતી હોય અને તું... " નિયા આગળ કઈ બોલે એની પહેલા આદિ એ કહ્યું,
" આમ જો "

જ્યારે આદિ એ આમ જો એવું કીધું ત્યારે થોડું અજવાળું થતું હતું. એ બાજુ પહાડ દેખાતો હતો. અને એની વચ્ચે થી સૂરજ ઉપર આવતો હોય એવું દેખાતું હતું.

જેમ અજવાળું થતું હતું. અને સૂરજ ઉપર આવતો હતો.

નિયા એ બાજુ જોતી હતી. એક એક સેકેન્ડ માં એની સ્માઈલ કઈક વધારે અલગ થઈ રહી હતી. અને આદિ(મિયાન) નિયા ની આ બદલાયેલી સ્માઈલ ને જોઈ રહ્યો હતો.

આદિ ને સ્માઈલ જોઈ ને નિયા ની વિશ લિસ્ટ માં લખ્યુ હતું એ યાદ આવ્યુ,

" એક એવી સવાર જ્યારે ઉગતા સૂરજ ને હું જોઈ શકુ અને આજુ બાજુ નું વાતાવરણ પણ ખુશનુમા હોય "

નિયા એની આંખો માં આ નજારો કેદ કરવામાં વ્યસ્ત હતી અને આદિ નિયા ની સ્માઈલ ને કેદ કરવામાં વ્યસ્ત હતો.

પાંચ મિનિટ પછી,

" તને ખબર છે આ મારી વિશ લિસ્ટ માથી એક વિશ હતી" નિયા ખુશ થતા બોલી.

" હા મને ખબર છે " આદિ હસતા હસતા બોલ્યો. પણ આ હસી એની અલગ હતી.

" તને કેમની ખબર ?"

" તારી વિશ લિસ્ટ મે વાંચી લીધી છે. જ્યારે તું અમદાવાદ આવવની હતી એના આગળ દિવસે મળવા આવ્યો હતો ત્યારે તે ડાયરી ના લાસ્ટ પેજ કોઈ એ મને વાંચવા નઈ દીધા હતા. પણ એને નઈ ખબર હું થોડો વધારે જ સ્માર્ટ છું " આદિ એના વાળ સરખા કરતા બોલ્યો.

" એટલે તે એમાં લખેલી બધી વિશ વાંચી લીધી હતી ?"

" યેસ. બ્લુ લેન્સ પછી બીજું શું હતું... " આદિ આકાશ સામે જોતા બોલ્યો.

" હવે તે એ વિશ લિસ્ટ વાંચી જ લીધી છે તો હું કઈ નઈ કહી શકું " નિયા બોલી.

" કહી પણ ના શકે તું સમજી ગઈ "

" કોણ તમે ?" નિયા એ પૂછ્યું.

" એ કહેવાની જરૂર મને નથી લાગતી કે હું કોણ છું એ " આદિ એ કહ્યું.

" હા એ બી છે " નિયા હસતા હસતા બોલી.

" હવે તો તારી બધી વિશ મને ખબર પડી ગઈ છે "

" અફસોસ "

" આ એક થઈ એમ બીજી પણ થઈ જશે " આદિ એ કહ્યું.

આદિ અને નિયા આ વિશ લિસ્ટ અને લાઈફ પર વાત કરતા હતા અને ક્યારે ટાઈમ જતો રહ્યો એ પણ ખબર ના પડી.

સાડા સાત વાગ્યા હસે. આદિ અને નિયા છેલ્લા દોઢ કલાક થી ટેરેસ પર હતા.

રિયા ઊઠી પણ એને નિયા ને ના જોઈ એટલે કૉલ કર્યો.

" ક્યાં છે નિયા તું ?"

" આવું જ છું. ટેરેસ પર આવી હતી "

" સારું આવ "

" જઈએ હવે. દોઢ કલાક થી આપડે અહીંયા છે " નિયા એ કહ્યું.

" હા "

નિયા આજુ બાજુ જોતા જોતા ચાલતી હતી.
ત્યારે આદિ એ કહ્યુ,

" ખબર નઈ પણ તારી સાથે હોવ ત્યારે સમય કેમનો જતો રહે છે "

" હા... હા... સમય સમય નું કામ કરે આપડે આપડું કરવાનું "

" શેનું કામ ?" આદિ એ મસ્તી માં પૂછ્યું.

" ચાલો બાય. રેડી થઈ ને મળીએ" નિયા એના રૂમ માં જતા બોલી.

થોડી વાર પછી,

નિયા અને રિયા તૈયાર થતા હતાં. આજે બંને એ સેમ જેવું જ પહેર્યુ હતું. ડાર્ક બ્લુ જીન્સ અને વ્હાઇટ ટીશર્ટ અને ઉપર ડેનિમ જેકેટ. ખાલી બંને ના જેકેટ નો કલર અલગ હતો. નિયા નું બ્લેક કલર નું જેકેટ હતું અને રિયા નું લાઈટ પિંક.

આ બાજુ આદિત્ય અને રિયાન પણ રેડી થતા હતા.
ત્યારે રિયાન એ આદિત્ય ને પૂછ્યું,

" સવારે ક્યાં ગયેલો ?"

" ટેરેસ પર " આદિ એના વાળ સરખા કરતાં બોલ્યો.

" ઓહ નિયા સાથે "

" હમ. તને કેમની ખબર? "

" મે જોયુ તું રૂમ માં નઈ હતો એટલે લાગ્યું ક્યાંક ગયો હસે"

" અચ્છા "

થોડી વાર પછી એ લોકો એ નાસ્તો કરી ને જયપુર ફરવા નીકળ્યા.

સિટી પેલેસ અને હવા મહેલ ફરી ને આવતા જ એ લોકો ને બે વાગી ગયા. ત્યાં થી આવી ને જમી ને થોડી વાર આરામ કરી એ લોકો જોહરી બજાર ફરવા ગયા.

નિયા ત્યાં કઈક કપડા જોતી હતી એ જોઇ ને રિયાન બોલ્યો,
" તારે શું કરવું આવા કપડા લઈ ને ?"

એ સાંભળી ને રિયા હસવા લાગી. આદિ આજુ બાજુ ના ફોટા ક્લિક કરતો હતો.

" તને ગિફ્ટ માં આપવા કપડા લેવાનું વિચારું છું " નિયા બોલી.

" ચલ ચલ પાર્ટનર બોવ ના કર શોપિંગ "રિયાન મસ્તી માં બોલ્યો.

થોડી વાર ત્યાં ફરી ને એ લોકો હોટેલ આવ્યા. આજે એ લોકો દાલ બાટી ખાવાના હતા.

" મારા થી બોવ નઈ ખવાય " નિયા બોલી.

" મને તો બોવ ભૂખ લાગી છે હું તો ખાઈશ " રિયા બોલી.

" હા મને પણ બોવ ભૂખ લાગી છે " રિયાન એ કહ્યું.

" હું આદિ ની પ્લેટ માંથી ખાઈ લઈશ " નિયા બોલી.

" પણ એને પુછ પેલા. ખાઈ લઈશ એની પ્લેટ માથી " રિયાન બોલ્યો.

" ખાઈ લેજે તું મારી પ્લેટ માથી " આદિ એ કહ્યું.

" શું આદિત્ય, થોડી હેરાન કરવાની હતી નિયા ને " રિયાન એ કહ્યું.

" ખાઈ ને પછી આપડે એ જ કામ છે નિયા ને હેરાન કરવાનું " આદિ મસ્તી મા બોલ્યો.

" યેસ ભાઇ " રિયાન એ કહ્યું.

એ લોકો એ જમી ને ત્યાં હોટેલ ના ગાર્ડન મા થોડી મસ્તી કરી. આદિત્ય અને રિયાન એ બંને નિયા ને હેરાન કરતા હતા અને રિયા ભૌમિક સાથે વાત કરતી હતી.

બીજે દિવસે એ લોકો જયપુર થી જોધપુર ગયા. ત્યાં સવારે સિટી પેલેસ જોયો. પછી જમી ને ત્યાં ની બજાર માં ફરવા ગયા. આજે બોવ વધારે જગ્યા એ ના ગયા. કેમકે એ લોકો થોડા થાકી ગયેલા.

એ પછી ના દિવસે એ લોકો ફતેહ સાગર લેક જોવા ગયા. બોવ બધા ફોટા આ પ્લેસ પર એ લોકો એ પાડ્યા. બોવ મસ્તી પણ કરી. પછી આજુ બાજુ જે જોવા જેવું હતું એ જોઈ ને એ લોકો હોટેલ પર આવી ગયા.

હવે બે દિવસ બાકી હતા. એ બે દિવસ માં કુંબલ ગઢ ફરવાના હતા.

બીજે દિવસે સવારે એ લોકો કુંબલગઢ જવા માટે નીકળી ગયા. બપોર થઈ ગઈ ત્યાં પોહચતાં. થોડો આરામ કરી એ લોકો ફરવા નીકળ્યાં.

બીજે દિવસે એ લોકો એ લોકો કુંબલ ગઢ નો કિલ્લો જોવા ગયા. અને આજુ બાજુ માં જે જોવાનું હતું એ જોઈ ને રાતે હોટેલ પર આવ્યા.

ત્યાં ફ્રેશ થઈ ને જમી ને એ લોકો એ પેકિંગ કરી દીધું. કેમકે કાલે સવારે નીકળવાનું હતું. પેકિંગ કરી ને એ લોકો વાતો કરતા હતા.

અગિયાર વાગ્યા હસે ત્યાં રિયા એ કીધું,
" સૂઈ જાવ હવે. કાલે જલ્દી ઉઠવાનું છે "

" હા "

થોડી વાર પછી,

નિયા ને ઊંઘ નઈ આવતી હતી એટલે એને રિયા ને કીધું,
" રિયા હું થોડી વાર નીચે જાવ છું. હમણાં આવી જઈશ "

" સારું જલ્દી આવજે "

નિયા નીચે આવી ને હોટેલ ના ગાર્ડન મા બેસેલી હતી. કોઈ બોવ પબ્લિક નઈ હતી. અને વાતાવરણ પણ એક દમ શાંત હતું. ઠંડો પવન વાતો હતો. નિયા ત્યાં બેસી ને ઇયર ફોન નાખી ને સોંગ સાંભળતી હતી. અને આકાશ ના તારા ગણવાનો ટ્રાય કરતી હતી કદાચ.

થોડી વાર પછી,

આદિ અને રિયાન સૂઈ ગયા હતા.કેમકે આજે ફરી ને એ લોકો થાકી ગયા હતા.
ત્યાં આદિ ને એના મમ્મી નો ફોન આવ્યો. રૂમ માં નેટવર્ક નઈ આવતું હતું એટલે આદિ નીચે ગયો વાત કરવા.

વાત કરી ને એ ઉપર જતો હતો ત્યાં એને નિયા ને બેસેલી જોઇ. એટલે નિયા પાસે જઈ ને પૂછ્યું,

" કેમ મોહતર્માં આમ એકલા એકલા બેસેલા છો ?"

" કેમ એકલું ના બેસાય? "

" બેસાય ને પણ તું કઈક વિચારી રહી છે ?" આદિ એ પૂછ્યું.

" ના હવે. તું અહીંયા કેમનો ?" નિયા એ પૂછ્યું.

" મારી બેબ અહીંયા એકલી બેસે તો હું એને પૂછી પણ ના શકું કેમ અહીંયા બેસેલી છે ?"

" બોવ બટર ના લગાવ. કેમ અહીંયા આવ્યો હતો એ બોલ "

" તું અહીંયા કેમ બેસેલી છે એ બોલ ?" આદિ એ કહ્યું.

" બસ એમજ " નિયા ને કહેવું નઈ હતું કે એના માઇન્ડ માં શું ચાલી રહ્યું છે.

" હા તો હું પણ બસ એમજ આવ્યો "

આદિ પણ નિયા સાથે બેસીને કઈ વાત કરતો હતો ત્યારે એને કહ્યું,

" નિયા શું વિચારે છે ?" એક દમ શાંતિ થી પૂછ્યું.

" ડ્યુડ નઈ સમજ પડતી શું કરું એ "

" કેમ શું થયું ?"

નિયા એના મમ્મી સુરત આવી જવાનું કહે છે એ બધું કહે છે આદિત્ય ને.

" તારે સુરત કેમ નઈ જવું ?"

" જવું નથી એમ નથી યાર " નિયા બોલતા બોલતા અટકી ગઈ.

" નિયા શું થયું છે ?"

" મમ્મી એવું બોલે છે ને તું હવે થોડો ટાઈમ જ અમારી પાસે છે. એ મને નઈ ગમતું. બસ આજ રિઝન છે બીજું કંઈ નઈ "

" ઓકે. તો પણ એક વાર વિચારી લેજે "

" એ જ વિચારું છું "

" શાંતિ થી વિચાર જે " આદિ એ કહ્યું.

" હમ "

થોડી વાર એ લોકો ત્યાં બેઠા પછી એ લોકો ઉપર આવી ગયા.

બીજે દિવસે,

ટ્રેન માં એ લોકો આ પાંચ દિવસ ની ટ્રીપ ની બેસ્ટ મૂવમેન્ટ યાદ કરતા હતા. આટલા દિવસ જોડે હતા પણ એમની વાતો ખૂટતી નઈ હતી.

" આદિ હવે સુરત ક્યારે આવીશ તું ?" રિયા એ પૂછ્યું.

" તારા મેરેજ માં. જો બોલાવે તો " આદિ મસ્તી મા બોલ્યો.

" હું મસ્તી નઈ કરતી. સાચે માં પૂછું છું ક્યારે આવીશ. તું આવે પછી આપડે સુવાલી બીચ જઈશું " રિયા નિયા ની સામે જોતા બોલી.

" જો નિયા સુરત મા જોબ સુરત મા લે તો એને મળવા આવવાનું થસે. બાકી તો નઈ આવવાનું થાય " આદિ એ કહ્યું.

" જો નિયા હવે તો આદિ પણ કહે છે સુરત આવી જા તું" રિયા બોલી.

નિયા એ ફેંક સ્માઈલ કરી અને બીજી વાત કરવા લાગી. આદિ ને ખબર હતી નિયા ની સ્માઈલ ગાયબ થઈ ગઈ છે પણ અત્યારે એ પૂછવાનો કોઈ જ મતલબ નથી.

થોડી વાર પછી,

આદિ નું સ્ટેશન આવવાની હવે થોડી જ વાર હતી.
આદિ એની બેગ લઈ ને જતો જ હતો ત્યારે નિયા એ કહ્યું,
" બસ જવું જ છે "

નિયા નો એ ફેસ જોઈ ને આદિ ને શું બોલવું કઈ સમજ ના પડી. પણ એને કીધું,
" જલ્દી મળીશું પાછા "

" આઈ વિશ " નિયા મસ્ત સ્માઈલ આપતાં બોલી.

" આઈ પ્રે " આદિ એ કહ્યું.

આદિ ના ગયા પછી નિયા, રિયા અને રિયાન લોકો રિયા ના મેરેજ ની વાત કરતા હતા અને કેમના વાત મા બે ત્રણ કલાક નિકળી ગયા એનું ભાન ના રહ્યું.

રાતે નિયા ના ઘરે,

નિયા ના મમ્મી એ પાવ ભાજી બનાવી હતી. નિયા ફ્રેશ થઈ ને જમવા બેસી ગઈ.

જમી ને એના મમ્મી પપ્પા ને ત્યાં થી જે લાવી હતી એ આપ્યું. અને જલદી સૂઈ ગઈ.

બીજે દિવસે દસ વાગ્યે ઊઠી એ.

પ્રિયંકા બેન નિયા ને જોતા બોલ્યાં,

" સોના ફ્રેશ થઈ જા. નાસ્તો કરી લે પહેલાં "

" કેમ શું બનાવ્યું છે ?"

" લોચો "

" વાહ... નસીબ મારા "

આજે આખો દિવસ નિયા એ પાંચ દિવસ માં શું કર્યુ, ક્યાં ફર્યા એમની મસ્તી બધું કીધું. એ લોકો ફોટો પણ બતાવ્યા.

પ્રિયંકા બેન નિયા ને આમ ખુશ જોઈ ને ખુશ હતા. પણ નિયા ની ખુશી ને જલ્દી નઝર ના લાગી જાય એવી ભગવાન ને પ્રેય કરી.

બે ત્રણ દિવસ પછી નિયા પાછી અમદાવાદ આવી ગઈ. એની જોબ સ્ટાર્ટ થઈ ગઈ હતી.

જાનવી દીદી હવે એમના ઘરે જતા રહ્યા હતા. નિયા એના ફોઈ ફુઆ બસ આટલા જ હોય ઘર માં. નિયા રજા હોય ત્યારે જાનવી દીદી ના ઘરે જતી આરવ ને રમાડવા.

નિયા ને ફોઈ ને નિયા ઘરે હોય એટ્લે ગમતું. દરરોજ રાતે બધા સાથે બેસી ને ટીવી જોતા.

નિયા કઈક અલગ ખાવાનું બનાવવાની ટ્રાય કરતી. કોઈ વાર સરખું થતું કોઈ વાર બગડી પણ જતું. પણ એના ફોઈ નિયા શીખતી હતી એટલે કઈ ના કહેતા.

ડિસેમ્બર મહિનો ચાલુ થઈ ગયો હતો હવે.
નિયા ની આદિ સાથે અમુક વાર વાત થઈ જતી. મનન, તેજસ અને નિશાંત સાથે પણ ગ્રુપ માં વાત થઈ જતી.

થોડા દિવસ પછી,

ડિસેમ્બર મહિનો હવે પતવા માં અઠવાડિયાની વાર હતી અને નિયા ના બર્થડે ની પણ.

નિયા એ આજે આદિ ને ફોન કર્યો. પણ આદિ એ
" થોડી વારમાં કોલ કરું " એમ કહી ને ફોન મૂકી દીધો.

થોડી વાર પછી આદિ એ ફોન કર્યો.

" બોલો મોહતરમાં કેમની યાદ આવી મારી "

" યાદ આવે ત્યારે જ કૉલ કરવાનો ?" નિયા એ પૂછ્યું.

" ના. પણ હમણાં થી તે ફોન કર્યો નઈ એટલે "

" તો તું ફોન કરી શકે છે મને "

" હા સારું કરીશ "

" ઓકે. આદિ હું જાવ છું " નિયા બોલી.

" ક્યાં જાય છે ?" આદિ ને સમજ ના પડી એટલે પૂછ્યું.

" સુરત "

" કેમ વેકેશન કરવા " આદિ ને લાગ્યું રજા હસે એટલે નિયા જતી હસે.

" ના. કાયમ માટે " નિયા બોલી.

" તું મસ્તી ના કર નિયા "

" સાચે કહું છું "

" તો જોબ?"

" ત્યાં મળી ગઈ. 1 જાન્યુઆરી થી જોઈનીંગ છે " નિયા બોલી.

" વાહ. તે કીધું પણ નઈ મને "

" બોવ જલ્દી જલ્દી માં બધું નક્કી થઈ ગયું એટલે "

" સારું. ક્યારે જાય છે સુરત ?"

" પરમ દિવસે "

" અને તું મને આજે કહે છે "

" હમ " નિયા આટલું જ બોલી.

" મારે મળવું હોય તો ?" આદિ એ પૂછ્યું.

" સુરત આવવું પડશે "

" કેમ તું મને મળવા નઈ આવે ?" આદિ એ પૂછ્યું.

" આવીશ મન થશે તો "

" સારું. બેસ્ટ ઓફ લક ફોર ન્યુ જોબ "

" Thank you "

થોડી વાર વાત કરી ને નિયા એ ફોન મૂક્યો.

બે દિવસ પછી,

નિયા એની બેગ લઈ ને નીચે આવી. ત્યારે એના ફોઈ એ કીધું,

" નિયા નઈ ગમે મને તારા વગર "

" હા નિયા બોવ યાદ આવશે. રાતે ટીવી જોતાં ટાઈમ પર તો કઈ વધારે જ " ફુઆ એ કહ્યું.

" વીડિયો કૉલ કરી લેજો યાદ આવે તો " નિયા એ કહ્યું.

નિયા ના ફુઆ એને રેલ્વે સ્ટેશન પર મૂકવા ગયા.

નિયા એ એના મમ્મી પપ્પા કે કોઈ ને કહ્યું નઈ હતું સુરત ની જોબ વાળું.

નિયા ઘરે પોહચી.

" નિયા તું ? કીધું નઈ તે તું આવવાની છે એમ ?" પ્રિયંકા બેન એ પૂછ્યું.

" સરપ્રાઈઝ આપવી હતી મારે તમને " નિયા બોલી.

નિયા ના આટલા બધા બેગ જોઈ ને એના મમ્મી એ પુછ્યુ,
" નિયા તું ક્યાંય ફરવા જાય છે ?"

" ના મમ્મી "

" તો આટલા બધા બેગ "

" હવે અહીંયા આવવાનું હોય તો બેગ લાવવા પડે ને " નિયા બોલી.

" નિયા શું બોલે છે તું ? સાચું બોલ ક્યાં જાય છે તું ? " નિયા ના મમ્મી થોડા ટેન્શન મા પૂછ્યું.

" ચિલ મમ્મી. " નિયા એ એના મમ્મી ને સોફા પર બેસાડતા કહ્યું અને પછી કહ્યું,

" બસ હવે તમારી પાસે રહેવા આવી ગઈ છું "

" જોબ ?"

" સુરત મા મળી ગઈ. 1 જાન્યુઆરી થી જવાનું છે નવી જગ્યા એ "

" એટલે તું હવે અહીંયા જ રૅશે. અમારી પાસે " પ્રિયંકા બેન એ પૂછ્યું.

" હા "

નિયા ના મમ્મી એ એને ગળે લગાવી દીધી. નિયા એ જોયું તો એના મમ્મી ના આંખ મા આંસું હતા.

" મમ્મી હવે કેમ રડો છો? હું આવી એ માં ગમ્યું હોય તો પાછી જતી રહું અમદાવાદ " નિયા બોલી.

" હવે તે ક્યાંય જવાનું નામ લીધુ છે તો મારા હાથ નો મેથીપાક ખાવા તૈયાર રહેજે " ધીમે થી ગાલ પર મારતા પ્રિયંકા બેન બોલ્યા.

હજી નિયા ના પપ્પા ને ખબર નઈ હતી. નિયા એ જ્યારે રાતે એના પપ્પા આવ્યા ત્યારે કીધું તો એના પપ્પા પણ ખુશ થઈ ગયા.

બીજે દિવસે જમી ને નિયા અચાનક રિયા ના ઘરે ગઈ. રિયા ના ઘરે બધા ને એમ જ હતું નિયા અમદાવાદ છે.

" ઓહ પાર્ટનર તું ?" નિયા ને જોતા રિયાન બોલ્યો.

" યેસ. તને મારા વગર મેગી ભાવતી જ નથી તો વિચાર્યું આવી જ જાવ "

" ઓહ નિયું ક્યારે આવી તું ?" રિયા ના મમ્મી એ કહ્યું.

" બસ કાલે જ આવી "

" કેટલા દિવસ રોકાવાની છે ?" રિયા ના પપ્પા એ પૂછ્યું.

" હવે અહીંયા જ રેહવા ની " નિયા બોલી.

" વાહ. સરસ મારે મેગી ખાવાનું મન થાય ત્યારે આવી જાય" રિયાન બોલ્યો.

થોડી વાર નિયા ત્યાં રહી પછી એના ઘરે આવી ગઈ.

ત્રણ દિવસ પછી,

આજે નિયા નો બર્થડે હતો. નિયા ઊઠી ને રેડી થઈ ને એના મમ્મી સાથે મંદિર ગઈ હતી. પછી તો બધા ના ફોન ચાલુ જ હતા.

નિયા નો અડધો દિવસ તો બધા ને thank you કહેવામાં જ જતો રહ્યો. એના મમ્મી એ પણ એને ભાવતું જમવાનું બનાવ્યું હતું. રાતે નિયા રિયા અને રિયાન સાથે ફરવા ગઈ હતી.

દસ વાગ્યે એ આવી ને હજી ફ્રેશ થઈ ત્યાં ફોન ની રિંગ વાગી.

નિશાંત નો વિડિયો કૉલ હતો.

" બોલ " નિયા ફોન ઉપાડતાં બોલી.

" હેપ્પી બર્થડે નિયા " આદિ, મનન, તેજસ અને નિશાંત બધા એક સાથે જ હતા.

" Thank you. તમે લોકો એક સાથે ?" નિયા એ પૂછ્યું.

" હા 31સ્ત છે એટ્લે "

થોડી વાર એ લોકો એ વાત કરી પછી નિયા સૂઈ .

બાર વાગવા માં દસ મિનિટ ની વાર હતી ત્યારે કોઈ નો ફોન આવ્યો.

નિયા નીંદ માં હતી પણ ડિસ્પ્લે પર નામ આદિ જોયું એટલે એને ફોન ઉપાડ્યો.

" બોલો જનાબ "

" હેપ્પી બર્થડે બેબ "

" Thank you"

" સવારે કૉલ કરવાનો હતો પણ કામ માં હતો એટ્લે રહી ગયું"

" હા તો શું થયું ?"

" કઈ નઈ ખાલી કહું છું "

" ઓકે. પછી વાત કરીએ મને નીંદ આવે છે " નિયા એ કહ્યું.

" હા બેસ્ટ ઓફ લક કાલ માટે "

" હમ. Thanks "

અઠવાડિયા પછી,

નિયા ને ન્યૂ જોબ સ્ટાર્ટ થઈ ગઈ હતી. ત્યાં એની નવી ફ્રેન્ડ બની ગઈ હતી પલક.

નિયા ના મમ્મી પપ્પા ખુશ હતા નિયા સુરત આવી ગઈ એટલે. રિયાન અને રિયા લોકો સાથે શનિવાર રાતે બહાર જતી નિયા એ ફિક્સ હતું. અમુક વાર રવિવારે પણ જતી.

જોબ થી છૂટી ને અમુક વાર નિયા અને પલક બહાર જમવા પણ જતા. નિયા ત્યાં ના એક કેફે માં ઓપન માઇક માં અમુક વાર જતી. મહિના મા એક વાર.

એની ડાયરી માં લખવાનું જેટલું વધી ગયું હતું એટલું જ એનું નોવેલ લખવાનું અને વાંચવાનું પણ વધી ગયું હતું. માતૃસભારતી પર પણ નિયા ને બ્લૂ ટિક આવી ગઈ હતી.

નિયા હવે ખુશ રહેતી. અમુક વાર એને કોલેજ ફ્રેન્ડ એટલે કે આદિ લોકો યાદ આવી જતા ત્યારે એ ફોન કરી લેતી એમની.

રિયાન અમુક વાર મેગી ખાવા આવતો એટલે નિયા ને આમ કંટાળો નઈ આવતો.

એક મહિના પછી,

નિયા જમી ને ટીવી જોતી હતી ત્યારે એના મમ્મી એ કહ્યું,

" નિયા કાલે છોકરા વાળા આવવાના છે ?"

નિયા ના હાથ માથી રિમોટ નીચે પડી ગયું.
" વોટ ?"

" હા બેટા " નિયા ના પપ્પા એ કહ્યું.

" તમે મને પૂછો તો ખરા " નિયા બોલી.

" એમાં શું પૂછવાનું. હવે મેરેજ માટે છોકરો જોવાનો જ હોય ને. તું નાની નથી "

નિયા કઈ બોલી નઈ ગુસ્સા માં એના રૂમ માં જઈ ને સુઈ ગઈ. આજે એને નીંદ નઈ આવતી અને એ રડતી પણ હતી. એને ડાયરી માં કઈક લખ્યુ અને પછી સોંગ સાંભળતા સાંભળતા સૂઈ ગઈ.

બીજે દિવસે સાંજે,

છોકરા વાળા ગયા પછી નિયા શાંતિ થી બેસેલી હતી.
નિયા ના મમ્મી એ પુછ્યુ,
" તારી ના જ હસે બરાબર ને ?"

" ના હોય કે ના હોય નિયા ની પણ મારી ના છે" નિયા ના પપ્પા એ કહ્યું.

" હા મારી પણ. છોકરો બરાબર નઈ લાગતો મને " નિયા ના મમ્મી બોલ્યા.

" હા બોવ જ ગલત વાઈબ આવતા હતા મને તો " નિયા બોલી.

" એ શું હોય વાઇબ ?"

" ખોટું લાગતું હતું એમ " નિયા હસતા હસતા બોલી.

" કાલે ફોન કરી ને ના પાડી દઈશ હું " નિયા ના પપ્પા બોલ્યા.

" સારું. પણ અત્યારે તો શાંતિ થી નાસ્તો કરો " નિયા ના મમ્મી સમોસા આપતા બોલ્યા.

" હા એમાં થોડી ના પાડવાની " નિયા સમોસા ખાતા બોલી.

અમુક વાર આમ વાત મા નિયા ના મેરેજ ની વાત આવી જાય. નિયા ને હજી એની લાઈફ મા કોઈ ને આવવા દેવું નઈ હતું. એને એક બે વર્ષ એની મરજી થી જીવવા હતા.

બે મહિના પછી,

એપ્રિલ મહિનો સ્ટાર્ટ થઈ ગયો હતો.

એક દિવસ નિયા એની જોબ પરથી ઘરે આવી ત્યારે મહેમાન બેસેલા હતા. કોઈ દિવસ જોયા નઈ હતા એટલે નિયા એમને ઓળખતી નઈ હતી એટલે ખાલી જ્ય શ્રી કૃષ્ણ કહી ને નિયા એના રૂમ માં જતી રહી.

નવ વાગ્યા હસે નિયા ને ભૂખ બોવ લાગી હતી પણ હજી મહેમાન બેસેલા જ હતા.

થોડી વાર પછી એ લોકો એટલે નિયા ના મમ્મી એ જમવા માટે બોલાવી.

" કોણ હતા એ લોકો ?" નિયા એ પૂછ્યું.

" છોકરા વાળા " નિયા માં મમ્મી ખુશ થતા બોલ્યા.

નિયા એ હજી જમવાનુ સ્ટાર્ટ કર્યું જ હતું પણ ખાવાનું ગળે ઉતરતું બંધ થઈ ગયું.

" છોકરો સારો છે અને મહિના પછી એ બહાર જતો રહે વાનો છે પાછો " નિયા ના મમ્મી એ કહ્યું.

" તો ?"

" તો કાલે સાંજે તારે એને મળવા જવાનું છે. અને જો હા હસે તો થોડા દિવસ માં મેરેજ " નિયા ના મમ્મી એ કહ્યું.

" મમ્મી આટલું જલ્દી ?"

" હા. બેટા એ છોકરો પછી બહાર જવાનો છે "

" તો આટલી જલ્દી મેરેજ ના હોય ને ?" નિયા ને હવે ગુસ્સો આવતો હતો.

" તું બોવ નાટક કરે છે નિયા બધા માં. જે હોય એમાં ના ના "

નિયા એ થોડું જમી ને સુઈ ગઈ.

બીજે દિવસે સવારે જ્યારે નિયા જોબ પર જતી હતી ત્યારે પણ એના મમ્મી એ આજ કહ્યું,

" નિયા છોકરો સારો છે. વિચારજે "

એક અઠવાડિયા પછી,

છેલ્લા એક અઠવાડિયાથી નિયા સરખી રીતે હસી નઈ હતી. જમતી પણ સરખું નહિ. એના મમ્મી ના બોવ કહેવા થી એ છોકરા ને તો મળી આવી. પણ નિયા ને જેવો છોકરો જોઈતો હતો એવો નઈ લાગ્યો.

નિયા ને આમ ચુપ જોઇ ને એના પપ્પા એ આ છોકરા માટે ના તો કહી દીધી પણ નિયા હજી ક્યાંક ખોવાયેલી હતી.

નિયા અને એના મમ્મી વચ્ચે હજી અમુક વાર ફાઇટ થઈ જતી.

છેલ્લા દસ દિવસ માં પાંચ વાર તો નિયા રાતે રડી જ હસે.

એક દિવસ જમતાં ટાઈમ પર નિયા એ કહ્યુ,
" મારે કઈક ફરવા જવું છે."

" તો જઈ આવ " નિયા ના મમ્મી બોલ્યા.

" ના એકલી નઈ જવા દવ તને " નિયા ના પપ્પા એ કહ્યું.

" હા નિયા એકલું નઈ જવાનું. " નિયા માં મમ્મી એ કહ્યું.

" સારું વિચારી ને કહીશ " નિયા એ કહ્યું.

બે દિવસ વિચાર્યા પછી નિયા એ આદિત્ય ને ફોન કર્યો.

" હું બહાર જવાની છું. તું આવસે ?" નિયા એ ફોન કરી ને ડાયરેક્ટ કીધું.

" હાઈ હેલ્લો કર્યા વગર ડાયરેક્ટ આમ કોણ પુછે ?" .

" હા કે ના બોલ. ખોટે કામ ની મગજ મારી ના કર તું "

" ઓકે ક્યાં જવાની છે ?" આદિ એ પૂછ્યું.

" કોઈ મસ્ત પ્લેસ પર. શાંતિ મળે એવી જગ્યા એ."

" શું થયું નિયા ? "

" કંઈ નઈ " નિયા ને બોલવું બોવ હતું. પણ અત્યારે એ બોલી શકે એમ નઈ હતી.

" બેબ તું ઠીક નઈ લાગતી મને. આમ તે કોઈ દિવસ નઈ પુછ્યુ" આદિ પણ વિચારતો હતો નિયા ને શું થયું છે.

" તું આવસે કે નઈ એ બોલ "

" કેટલાં દિવસ જવાનું છે ?"

" ત્રણ ચાર "

" ક્યાં જવાનું છે એ કહીશ તું "

" સરપ્રાઈઝ. તું કહી દેજે એક બે દિવસ માં. આવીશ કે નહિ. નઈ તો હું એકલી જઈશ " નિયા બોલી.

" મિયાન ને મૂકી ને જઈશ તું ?" એક દમ માસૂમિયત થી આદિ બોલ્યો.

" લઈ ને જવો છે. પણ હું ફોર્સ ના કરી શકું એને "

" નિયા તું જ બોલે છે ને ?" આદિ એ પૂછ્યું.

" હમ. ચલ કાલે જેવું હોય એવુ કહી દેજે. "



શું આદિ નિયા સાથે ટ્રીપ પર જસે ?

નિયા નો dream boy કેવો હસે ?

આદિ અને નિયા ક્યાં જસે ટ્રીપ પર ?

નિયા અને આદિત્ય ની દોસ્તી મા કઈ ટવીસ્ટ આવવો જોઈએ કે નહીં ?