મનનો મોગરો jigar bundela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મનનો મોગરો



મારી સંવેદનાઓનું કુરિયર દેવા આવ્યોતો હુ
તે તારી લાગણીઓનો પોસ્ટમેન બનાવી દીધો
પ્રેમના પાર્સલની ડિલિવરી કરવી હતી મારે
તે મૃત સંબંધોની ચિઠ્ઠીનો ચાકર બનાવી દીધો.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

તાજમહેલ ભલે હો ઉત્કૃષ્ટ પ્રેમનો નમૂનો
મારો તો પ્રેમ જ ઉત્કૃષ્ટ છે. શું આપુ નમૂનો?

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

આપણાં સબંધની વિશિષ્ટતા એ હતી
બધું જ હતું ,પણ પ્રેમ હતો?
ખબર નહીં.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

એવી ચાલાકીથી એણે મને એનો કરી લીધો
પુછ્યું કોઇએ કેમ છો?
ખબર પડી હવે હું મારો જ નથી રહ્યો.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆●◆●◆◆◆◆◆◆◆◆◆

જ્યોતિષ જોઇ કહ્યું હતું મને પાણીની ઘાત છે
રોજ તણાંવુ છું, ડુબુ છું ને બચું છું લાગણીના પૂરમાં.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

પૈસાથીય કિંમતી મારો પ્રેમ આપુ છું
રૂપિયાની ક્યાં વાત કરે? હુ તને ઋદિયૂ આપુ છું

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

ત્યજી દીધી તારી તમન્ના મેં એમ સમજી,
લાયક નહીં હોય પ્રેમ મારો કદાચ તારા.
ન જતી દુર મારાથી દુષ્ટ રાવણ સમજી,
કૃષ્ણ થઈ વસવું હતુ હ્રદય મહી તારા.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

તને કામચલાઉ વસ્તુઓની આદત હતી,
ને પ્રેમ મારો સસ્તો ને ટકાઉ હતો.
દેશી ગુલાબમા પતી જતો,
જેની ખુશ્બુ આજે પણ ડાયરીમાં આવે છે.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

તને પ્રેમ કરવાનું પાપ કર્યું હતુ મે ક્યારેક
રોજ તારી યાદ રૂપી પસ્તાવો કરું છુ હું.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

ઊભા છે કતારમાં કઈ કેટલાય તારા રૂપને પામવા
લઇ ઉભો છું દિલ મારૂ હું માત્ર જીંદગી તને પામવા.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

મારા પ્રેમને બોજો સમજી એણે હૈયેથી ઉતારી મુક્યો
સારું થયું, આમ પણ મારો પ્રેમ કમજોરને લાયક ન્હોતો.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

બેવફા તારા પ્રેમની કેવી રીતે કરું વસિયત
તારાં પત્રો - મુલાકાતો ને યાદોનો વારસો થઈ ગયો.
લઇ લીધુ મારૂ ને આપ્યું નહીં તારું હ્ર્દય
મારી લાગણીઓના ખૂન નો કારસો થઈ ગયો.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

કાચ પર પડેલા પાણીની જેમ અસ્પષ્ટ હતું બધુ
શબ્દોના વાઈપરથી ગેરસમજણો ધોવાઈ ગઇ.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

દયા તો હું ખુદની પણ નથી ખાતો
તારી પાસે કેવી રીતે ભીખ માંગુ.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

પ્રેમ કરવાની સજા કોને મળી
દોષારોપણ કોની ઉપર કરુ,
આમ જોઈએ તો,
હું ને તું એક જ છીએ.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

પ્રચલિત રીતથી તો પ્રેમ સૌ કરે
ફુલ જાય સુકાઈ, ચોકલેટ જાય ખવાઈ
બલૂન નો પ્રેમ હવા થઈ જાય,
મારી રીત છે થોડી અપ્રચલિત
શબ્દો જાય હ્રદયે અંકાઇ.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

રમત રમશો તો ખેલાડી માહિર છું હું

એ વાત અલગ છે કે હારવું ગમે છે મને.

💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮

ગણિતમાં ભલે કાચો છું પણ હિસાબમાં પાકો છું
આપશો મળશે એવું ભગવાન જેવો સ્વભાવ રાખું છુ.

💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮

પીઠ ફરે ને શબ્દ ફરે એ કલા હસ્તગત નથી
એટલે જ કદાચ ઘણાંને પસંદ હું નથી.

જીતી લેતા આવડે છે મને જીગર સૌના
એટ્લે જ કોઈની બાદશાહતનો ગુલામ હું નથી.

💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮

ના હિસાબ માગું છું ના હિસાબ રાખું છું
ગણિતમાં કાચો છું એટ્લે બધુ બેહિસાબ રાખું છું.

💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮

કતારમાં ચાલવું ગમતું નથી ટોળાનાં ઘેટાની જેમ
ઓળખ મારી છે અલગ જઁગલનાં સિંહની જેમ

💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮

તે આપેલાં દુઃખોનાં રોજ ચટાકા લઉં છું
ને જીંદગીને મારી સ્વાદિષ્ટ કરી લઉં છું

💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮

કલાકાર છું લાગણીઓ વેચું છું જીગર નહીં
નેતાની જેમ માણસ વેચી નાખું એટલો દુષ્ટ નહીં

💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮

બ્રાન્ડેડ કપડાં પહેરનાર બ્રાન્ડેડ નથી હોતાં
જેમ દરેક ચળકદાર પથરા હીરા નથી હોતાં.

💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮

કતારમાં ઉભા છે લઇને કંઈ કેટલાય કાતર
ડર નહીં, નસીબની દોરી ઈશ્વરના હાથમાં છે.

💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮

કોઈને પણ છેતરી શકુ એ કળા હસ્તગત નથી
પ્રેમ કરું છું પ્રેમી છુ કરામાતી કારીગર નહીં

💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮

એકજ વ્યક્તિમાં બહુવિધ વ્યક્તિત્વો મળે પણ,
શોધવા છતાં અસલી માણસ કદી કોઈ દી નાં મળે.

💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮

ઠઠ્ઠો કરે દુનિયા તો શરમાશો કે ડરશો મા,
લોકો ભગવાન પર પણ જોક મારે છે.

💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮

તરંગી છુ,અતરંગી છુ, મનરંગી છુ,નટરંગી છુ,
છું રંગીન પણ કાચીંડા જેવો બહુરંગી નથી.

💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮

મહેનતની ચાવીથી નસીબના તાળા ખુલે છે,
પણ હોય નસીબ તો જ મહેનતની ચાવી જડે છે.

💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮

આગળ વધ્યા પછી હું પાછળ જોતો નથી,
જે રહી ગયું બાકી એનાં માટે રોતો નથી.

-જીગર બુંદેલા