થાય એટલું કામ કરીએ, કરીએ એટલું કામ થાય
પ્રિય પરિવારજનો,
દિલથી કરેલા કામનો થાક નથી લાગતો અને વેઠથી કરેલા કામમાં કયારેય આનંદ નથી આવતો. સુખ અને સંતોષની અનુભૂતિ થતી નથી. જે જીવનમાં મૂલ્યોનું જતન કરે તેની જિંદગી ની મંઝિલ આસાન થઈ જાય છે. પ્રસન્નતા સદૈવ તેની પડખે રહે છે. જીવનમાં હંમેશા ગમતું કામ કરો અને જો તે શક્ય ના હોય તે કામને ગમતું કરો. માનવ દેહ સક્રિયતા, સરળતા અને સમર્પિતતા માટે પ્રભુપ્રસાદ રૂપે આપણને સૌને મળ્યો છે. કોઈપણ કાર્ય સિધ્ધ કરવા માટે તન નો તરવરાટ અને મન નો થનગનાટ આવશ્યક છે.
મિત્રો, કોઈ પણ કાર્ય કરવા ખાતર કરવું અને મારા હિસ્સામાં આવેલું કાર્ય હું ઉત્તમ અને શ્રેષ્ઠ પ્રયાસોથી કરીશ તેવો સંકલ્પ અને તેવી ભાવના તે કાર્ય ને સર્વોત્તમ અને શ્રેષ્ઠત્તમ બનાવે છે. આવો આપણે દિલને અસર કરી જાય તેવી વાત જોઈએ.....
એક વટેમાર્ગુ રસ્તેથી પસાર થઈ રહ્યો હતો, જ્યાં પાસે પ્રભુના મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. મજૂરો, કારીગરો અને શિલ્પીઓ પૂરજોશમાં કાર્ય કરી રહ્યા હતા. વટેમાર્ગુ એ ત્યાં કામ કરતા પહેલા કળા નિર્માતા ને પૂછ્યું કે ભાઇ આપ શું કામ કરી રહ્યા છો ? ..મજુરનો જવાબ...ભાઇ સાહેબ અમારા નસીબમાં આ હથોડા અને ટાંકણા સાથે જીવનભર નો પનારો પડ્યો છે અને લમણે આ કાર્ય લખાયું છે. વટેમાર્ગુ આગળ ચાલ્યો અને બીજા કારીગર ને પૂછ્યું કે ભાઇ આપ શું કાર્ય કરો છો...? જવાબ.... આ કાર્યથી મને રોજી મળે છે અને જીવન નિર્વાહ થાય છે માટે આ કાર્ય કરું છું. વટેમાર્ગુ આગળ જતાં ત્રીજા कारीगर ને પૂછ્યું કે મિત્ર આપ આ શું કરી રહ્યા છો ? જવાબ સાંભળો.....
વટેમાર્ગુ ને આંખમાં ખુશી ના આંસુ સાથે કહ્યું ...હે ઈશ્વરના દૂત સમાન રાહદારી....પ્રભુની અસીમ કૃપાથી મને પ્રભુની મૂર્તિ ઘડવાની કારીગરી - કળા પ્રભુએ મને અર્પણ કરી છે, જેનાથી મારા પરિવારનો જીવન નિર્વાહ તો થાય છે પરંતુ મારા એવા અહોભાગ્ય અને પરમ સૌભાગ્ય છે, કે જે પ્રભુ મંદિરમાં બિરાજમાન થવાના છે તેમને ઘડવાનું કાર્ય મારા હાથેથી થઈ રહ્યું છે. આ કાર્યથી તો મારો ભવસાગર સફળ થઈ જશે.
મિત્રો, કહેવાનું તાત્પર્ય એ છે કાર્ય કરવાની લગન, ધગશ અને સમર્પણ સ્વ ને અને સમાજ ના વાતાવરણને સુંદર સ્નેહાભૂતી નો અહેસાસ કરાવે છે. કોઈપણ કાર્ય કરો તો સંપૂર્ણ નિષ્ઠાથી કરો અને એવું માનો કે પ્રભુએ મારું ભૂતલ ઉપર પ્રાગટ્ય સત્કાર્ય કરવા માટે જ કર્યું છે. મિત્રો પછી જુઓ કે એ કાર્ય કેવું નિખરી ઉઠે છે. અથાક પરિશ્રમ, અવિરત ઉત્સાહ અને ભાવસભર ભાવનાનો ત્રિવેણી સંગમ જીવનની ઘટમાળમાં કોઈ પણ અવસરે થાય તો ચોક્કસ સફળતા આપના કદમ ચૂમશે. કાર્ય કર્યાના સંતોષથી આનંદની અનુભૂતિ, પ્રસન્નતાનું પ્રાગટ્ય અને સ્નેહનો સાક્ષાત્કાર જરૂર થશે.
મિત્રો, કોઈ કાર્ય કરવા ખાતર નહી, પરંતુ સત્કાર્ય મારા હિસ્સે આવ્યું છે અને હું સર્વશ્રેષ્ઠ રીતે તેને નિભાવવાનો પ્રયત્ન કરીશ.
એક વખત એક વ્યક્તિ નિરાશ થઇ ને બેઠો હતો અને ભગવાન થી ખુબજ ક્રોધિત પણ હતો તે પોતાના જીવન કંટાળી ને ભગવાન ને કેહવા લાગ્યો ભગવાન ક્યાં છો મને કેમ અસફળતા મળે છે મારા જીવન માંજ એવું કેમ? મારા જીવન ની કિંમત શું છે? તે જ સમયે એ ત્યાં એકદમજ ભગવાન પ્રગટ થયા અને કહ્યું હે માનવ તું નિરાશ ના થા તારે તાર જીવન ની સાચી કિંમત જાણવી છે ને? તો લે આ લાલ પથ્થર તને આપું છું. તેની કિંમત જાણી લાવ અને તને તારા જીવન ની કિંમત સમજાશે. પરંતુ તે ધ્યાન રાખજે તારે આ પથ્થર ને વેચવાનો નથી.
તે વ્યક્તિ તે લાલા પથ્થર લઈને સૌ પ્રથમ એક ફળ વાળા ની પાસે ગયો અને કહ્યું ભાઈ આ પથ્થર હું તને આપું તો કેટલા માં ખરીદીશ?
ફળ વાળા એ લાલ પથ્થર ને ધ્યાન થી જોઈને કહ્યું આ પથ્થર ના બદલ માં તમને હું 10 સફળજન આપી શકું.
તે વ્યક્તિ એ કહ્યું ના હું આ પથ્થર ને વેચી નથી શકતો અને ત્યાંથી આગળ વધ્યો. ત્યાંથી તે એક શાકભાજી વાળા ને ત્યાં ગયો અને કહ્યું આ પથ્થર કેટલા માં ખરીદીશ?
શાકભાજી વાળા એ કહ્યું મારી જોડે થી પાંચ કિલો બટાટા લઇ જાવ અને મને આ પથ્થર આપી દો. પરંતુ ભગવાન ના કહ્યા પ્રમાણે તે વ્યક્તિ એ પથ્થર ને વેચ્યો નહિ અને આગળ વધ્યો.
તેના પછી તે વ્યક્તિ સોની ની પાસે ગયો અને તેજ વાત કહી સોની એ તે પથ્થર ને ધ્યાન થી જોયો અને કહ્યું હું અને 3 કરોડ રૂપિયા આપું તને તું મને આપી દે. સોની ની આ વાત સાભળી તે ખરેખર ચોકી ગયો હતો તે વ્યક્તિ એ માફી માંગી અને કહ્યું ના હું નહિ વેચી શકું અને આગળ વધ્યો.
તે આ લાલ પથ્થર ને લઈને હીરા વેચવા વાળા ની દુકાન માં ગયો. હીરા ના વેપારી ને આજ વાત કહી હીરા ના વેપારી એ તે પથ્થર નું ખુબજ ધ્યાન થી 10-15 મિનિટ નિરીક્ષણ કર્યું. અને એક રેશમી કપડું લીંધુ અને તે લાલ પથ્થર ને તેની ઉપર મુક્યો. અને તે વ્યક્તિ ને નવાઈ પામતા કહ્યું ભાઈ આ તને ક્યાંથી મળ્યો? આ તો આદુનિયા નો સૌથી અનમોલ રત્ન છે. આખી દુનિયા ની દોલત પણ લગાવીએ તો આ પથ્થર ને નહિ ખરીદી શકાય.
આ બધું સાભળી તે એકદમ વિચાર માં પડી ગયો અને સીધો ભગવાન પાસે ગયો અને ભગવાન ને જે થયું તે બધું જણાવ્યું અને કહ્યું હે ભગવાન હવે મને જણાવો કે મારા જીવન નું મૂલ્ય શું?
ભગવાન કહ્યું ફળ વાળા એ, શાકભાજી વાળા એ, સોની એ, અને હીરા ના વેપારી એ તને જીવન ની કિંમત બતાવી દીધી છે. હે માનવ તું કોઈક માટે પથ્થર ના એક ટુકડા સમાન છું તો કોઈક માટે બહુ મૂલ્ય રત્ન.
દરેકે તને તેમની જાણકારી પ્રમાણે પથ્થર ની કિંમત જણાવી પરંતુ સાચી કિંમત તે હીરા ના વ્યાપારી ને તને જણાવી. બસ આજ રીતે અમુક લોકો ને તારી કિંમત નથી ખબર અને માટેજ જીવન માં કોઈ દિવસ નિરાશ નહિ થવાનું. દુનિયા માં દરેક માનવી પાસે કંઈક ને કંઈક આવડત હોય છે જે સાચા સમયે નિખરી શકે છે. અને તેના માટે મેહનત, Mindset અને ધૈર્ય ની જરુરત હોય છે.
સફળતા માટે Mindset બહુ જરૂરી છે, તેના વગર માણસ પાંગળો છે.
Comment કરો
આશિષ શાહ
9825219458