એક હતું રહસ્યમય જંગલ Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતું રહસ્યમય જંગલ


સવારે સૂરજ ઊઠે છે અને પોતાનો પ્રકાશ પાથરી દુનિયાને ઉઠાડે છે. શહેરનાં ભાગા-દોડીવાળાં જીવનમાં આ પ્રક્રિયા ઊંધી છે. અહીં તો સૂરજ પોતાનો પ્રકાશ સંકેલીને સૂવે છે ત્યારે અહીં નાં માણસો પોતાનો કૃત્રિમ પ્રકાશ પાથરીને ઊઠે છે. અહીં કુદરતી અજવાળાની કોઈ કિંમત નથી હોતી અહીં તો કૃત્રિમ પ્રકાશની કદર થાય છે.

ભાવિન 19 વર્ષનો યુવક છે. તે શહેરની આ જીવનશૈલીથી કંટાળી ગયો હતો. તેણે તેનાં મિત્ર વિશાલને પોતાનાં ઘરે બોલાવ્યો અને તેને આ વાત જણાવી. વિશાલે કહ્યું, "અરે યાર! તું શું વાત કરે છે? આ જ તો સાચી જીવનશૈલી છે. તારે આમાં નવું શું જોઈએ છે." ભાવિને કહ્યું,"નવું કંઈ જ જોઈતું નથી. પણ મને મારાં જીવનમાં હકીકત જોઈએ છે. આ જીવનશૈલી મને કોઈ નાટક જેવી લાગે છે. જેમાં બીજાંને દેખાડવા માટે જીવવાનું હોય. બીજાને સારું લાગે એટલે હસવાનું, બીજાંને આપણું વ્યક્તિત્વ સારું લાગે એટલે સારી રીતે તૈયાર થવાનું. આ ક્યાં પ્રકારનું જીવન છે?" વિશાલ બોલ્યો,"તો તારે શું કરવું છે?" ભાવિને કહ્યું,"જો તું હસતો નહીં હો. હું વિચારું છું કે થોડાંક સમય માટે હું કોઈ પ્રાકૃતિક સ્થળે ફરવા ચાલ્યો જાવ." વિશાલે કહ્યું,"તો તું એકલો શા માટે જઈશ ? હું પણ આવીશ તારી સાથે."

પછી વિશાલ અને ભાવિન એક જંગલમાં જવાનું નક્કી કરે છે. તેઓ પોતાનો સામાન પેક કરીને જીપ લઈને જંગલ તરફ આગળ વધે છે. શહેરનો રસ્તો પૂરો થયો છે એટલે હવે કાચો અને ખરબચડો રસ્તો શરૂ થાય છે. ચોમાસાની ઋતુ છે એટલે રસ્તાઓએ પાણીથી સ્નાન કરી રહ્યાં હતાં. ભાવિને આવાં રસ્તામાં ક્યારેય જીપ ચલાવી ન હતી એટલે તેને આવાં રસ્તામાં ગાડી ચલાવતાં ગુસ્સો આવે એ દેખીતી વાત છે.

તેઓ જંગલમાં એકદમ વચ્ચે આવી ગયાં હતાં. તેમની ચારે બાજુ વૃક્ષો, વેલાઓ, ઝાડી અને ઝાંખરાં હતાં. તેઓ અત્યારે એક‌ તળાવની કાંઠે ઊભાં હતાં. બંનેને ખૂબ તરસ લાગી‌ હતી એટલે તેઓ તળાવમાંથી પાણી પીવે છે. પછી તેઓ ત્યાં જ ટેન્ટ બાંધીને રહે છે. રાત થઈ જાય છે. રાત્રે જંગલમાંથી શિયાળનાં રડવાનો અવાજ આવે છે. ભાવિન અને વિશાલ થોડાં ડરી જાય છે. ભાવિન, વિશાલને કહે છે,"ચાલ! હું તને એક વાર્તા કહું. એક હતું જંગલ..." ભાવિન આટલું બોલ્યો ત્યાં તો તેમને ખૂબ જોરથી ચીસ સંભળાઈ. તેઓ ટેન્ટની બહાર નીકળી જાય છે. તેઓ બહાર આવીને જુએ છે તો એક યુવતી ત્યાં ઉભી હોય છે. તેનાં સ્વાસ ખૂબ ઝડપથી વધી રહ્યાં હતાં. તેઓએ તે યુવતીને બેસાડી અને તેને પાણી આપ્યું. પછી તે યુવતીને તેનું નામ અને તે આ જંગલમાં કેમ આવી તે પૂછ્યું. તેને પોતાનું નામ સમીક્ષા છે અને પોતે ફરવા માટે આવી છે તેમ જણાવ્યું. પછી વિશાલે તેને પૂછ્યું કે તે ચીસ કેમ પાડી ? સમીક્ષા એ કહ્યું કે ત્યાં પેલા જાળી-
ઝાંખરા પાછળ એક સાપ હતો તેને જોઈને મેં ચીસ પાડી. વિશાલ અને ભાવિન ત્યાં જોવા ગયા તો ત્યાં કંઇ જ ન હતું. પછી તે વિશાલ અને ભાવિનનાં ટેન્ટની બાજુમાં પોતાનો ટેન્ટ બાંધીને સૂઈ જાય છે. વિશાલ અને ભાવિન પણ પોતાનાં ટેન્ટ માં સૂઇ જાય છે.

રાતનાં ત્રણ વાગ્યા છે. ભાવિન અને વિશાલ બંને ઊંડી ઊંઘમાં સૂતાં છે. સમીક્ષા તેમનાં ટેન્ટમાં જાય છે અને તેમનાં બંનેનાં થોડાં માથાનાં વાળ કાપે છે અને બંનેનાં હાથમાં કાપો પાડીને બે-ત્રણ લોહીનાં ટીપાં લે છે. પછી તે બહાર જઇ વાળ અને લોહીની તાંત્રિક વિધિ કરે છે. વિશાલ રાત્રે સાડા ત્રણ વાગ્યે તરસ લાગે છે એટલે તે ઉઠે છે. તે ભાવિનને પણ ઉઠાડે છે. જેવાં ભાવિન અને વિશાલ ટેન્ટની બહાર નીકળે છે, તરત જ તેમની આંખો લાલ થઈ જાય છે. તેઓ એકબીજા સામે ખૂબ ગુસ્સામાં જુએ છે. તેઓ એકબીજાંની નજીક જાય છે અને એકબીજાને મારવાં લાગે છે અને એકબીજાને મારતાં મારતાં તેઓ મૃત્યુ પામે છે.

..........................
................
........