Happy Birthday books and stories free download online pdf in Gujarati

Happy Birthday




(મંચ ઉપર કાર્યક્રમનું સંચાલન કરતી યુવતી બોલી.)

યુવતી : નમસ્કાર! નવરત્ન પુરસ્કાર સમારોહમાં તમારું સ્વાગત છે. મારું નામ છે આસ્થા પટેલ. આજે આ મંચ પર વિવિધ ક્ષેત્રોમાં પોતાનું વિશેષ યોગદાન આપનારા નવરત્નોને સન્માનિત કરવામાં આવશે. પહેલો નવરત્ન પુરસ્કાર છે સાહિત્ય ક્ષેત્ર માટે. આ ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપવા બદલ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે કેવલ મકવાણાને.

કેવલ મકવાણા એ મંચ ઉપર આવીને મુખ્યમંત્રીશ્રી નાં હસ્તે પુરસ્કાર સ્વીકાર્યો. બધાં તાળીઓ પાડવા લાગ્યાં. કોઈ મોટેથી ચીસ પાડીને બોલ્યું, "હેપ્પી બર્થડે ભાઈ!" ઊંઘમાં સપનું જોઇ રહેલો કેવલ વિચારવા લાગ્યો કે આ એવોર્ડ ફંક્શનમાં "હેપ્પી બર્થડે" કોણ બોલ્યું?

(દર્શ કેવલને ઉડાડતાં બોલ્યો.)

દર્શ : ભાઈ! હેપ્પી બર્થડે.

(કેવલ આંખો ચોળતા, બેઠો થઈને બોલ્યો.)

કેવલ : કેવો બર્થડે? કોનો બર્થડે?

દર્શ : ભાઈ! આજે તારો બર્થડે છે. ચાલ! કેક કાપ.

(દર્શ કેવલ પાસે કેક લઇને ગયો. કેવલે કેક પરની મીણબતી ઓલવી કેક કાપ્યો.)

કેવલ : શું દર્શ તું પણ! આટલી રાત્રે કોઈ ઉઠાડતુ હશે? બર્થડે ઉજવવા માટે કાલનો આખો દિવસ પડ્યો છે.

દર્શ : અરે ભાઈ! તને ખબર છે ને તું મારાં બર્થડેમાં પણ રાત્રે બાર વાગ્યા પછી મને વિશ કરે છે.

કેવલ : Ok, નોટંકી! ચાલ હવે સુઈ જા.

દર્શ : ભાઈ! કાલે સવારે વહેલો ઉઠી જજે. કાલનો આખો દિવસ તારે, હું કહું એમ જ કરવાનું છે.Ok?

કેવલ : હા હવે! ચાલ સૂઈ જા. Good Night.

દર્શ : Good Night.

બીજાં દિવસે સવારે દર્શે કેવલને ઉઠાડ્યો.

દર્શ : Good Morning ભાઈ! જન્મદિવસ મુબારક!

કેવલ : Good Morning.

દર્શ : ચાલ હવે! ઉભો થઇ જા.

કેવલ : અરે! અત્યારમાં ત્યારે ક્યાં જવું છે? તું સૂઈ જા અને મને પણ સુવા દે.

(દર્શ કેવલનો હાથ ખેચી તેને ઉભો કરતાં બોલ્યો.)

દર્શ : ઉઠ હવે! આપણે ક્યાંક જવાનું મોડું થાય છે.

(કેવલ મોઢું બગાડીને ઉઠ્યો અને ફ્રેશ થવા માટે ગયો.)

સવારનાં છ વાગ્યા હતાં. સૂરજ હજી ઊગ્યો ન હતો, પણ તેણે આકાશને પોતાનાં આછા રંગોમાં રંગી નાખ્યું હતું. વહેલી સવાર હતી એટલે રસ્તો સૂમસાન હતો. પક્ષીઓ કલબલ કલબલ કરી રહ્યાં હતાં. દર્શ અને કેવલ સાબરમતી રિવફ્રન્ટ પાસે વોકીંગ કરી રહ્યાં હતાં.

દર્શ : ચાલ ભાઈ! આપણે અહીંની પ્રખ્યાત ચાની ટપરી પર જઇને ચા પીએ. આટલી વહેલી સવારે ચા પીવાની મજા આવશે.

કેવલ : હું ના પાડીશ તો તું ટપરી પર ચા પીવા નહિ જા.

દર્શ : હું તો માત્ર ફોર્મલિટી માટે પૂછતો હતો. બાકી આજનો આખો દિવસ તારે હું કહું એમ જ કરવાનું છે અને રહી વાત ચાની ટપરીએ જવાની તો, ચાની ટપરીએ હું તો જઈશ જ; સાથે તને પણ લઈ જઈશ.

કેવલ : હા, તો ચાલને હવે!

(દર્શ અને કેવલ ત્યાંની ફેમસ ટપરી પર ગયાં અને ચા પીવા લાગ્યાં. કેવલ ચાની પ્યાલી હાથમાં લઈને બોલ્યો)

કેવલ : હવે તું મને ક્યાં લઇ જઇશ?

દર્શ : અહીંથી ચા પીને આપણે ઘરે જશું. ઘરેથી તૈયાર થઇને બીજી એક જગ્યાએ જવાનું છે. એ જગ્યાનું નામ હું તને નહિ કહું, એ સરપ્રાઇઝ છે. પણ રસ્તામાં કદાચ તને અંદાજો આવી જશે.

કેવલ : તારાં સરપ્રાઈઝે બહું કરી.

દર્શ : તારો બર્થડે છે આજે, તને સરપ્રાઈઝ તો મળવી જોઇએ ને!

કેવલ : હા હવે! બહું વધારે હરખ ઘેલો ન થઈશ.

દર્શ : શું ભાઈ, તું પણ!

કેવલ : ચાલ! હવે નીકળીએ.

દર્શ : હા, ચાલ.

દર્શ અને કેવલ ઘરે જઇને તૈયાર થઇ, કાર લઈને નીકળી ગયાં હતાં. દર્શ કાર ચલાવી રહ્યો હતો અને કેવલ તેની બાજુમાં બેઠો હતો.

કેવલ : મને એવું કેમ લાગે છે કે આપણે ચોટીલા જઈ રહ્યાં છીએ?

દર્શ : હા! તને એવું એટલે લાગે છે, કેમકે આપણે ચોટીલા જ જઈ રહ્યાં છીએ.

કેવલ : તે જીવનમાં પહેલી વખત કંઇક સારું કામ કર્યું છે. હું પણ ઘણાં સમયથી ચોટીલા દર્શન કરવાં નહોતો ગયો. આજે મારાં જન્મદિવસનાં બહાને દર્શન પણ થઈ જશે.

દર્શ : હા! ત્યાં હિલસ્ટેશન જેવી મજા પણ આવશે.

કેવલ : ચાલ હવે, સામે જોઇને કાર ચલાવ.

દર્શ : હા હવે!

(કેવલ તેનો મોબાઈલ કાઢીને, કારનાં બ્લૂટૂથ સાથે કનેક્ટ કરી મ્યુઝિક વગાડવા લાગ્યો.)

દર્શ : અરે વાહ! તે તો મોજ પાડી દીધી. આ તો લોગ ડ્રાઇવ થઈ ગઈ અને એમાં સાથે મ્યુઝિક, મજા પડી ગઈ.

દર્શ અને કેવલ ચોટીલાનાં પર્વત ઉપર પહોંચી ગયાં હતાં. તેઓ માતાજીનાં દર્શન કરીને, મંદિરની પાછળની જગ્યા પર બેઠાં હતાં.

કેવલ : આહા! શું આનંદ આવે છે. આવી જગ્યાની મજા જ કંઈક અલગ છે.

દર્શ : હા ભાઈ! અહીંયા ફોટા પણ મસ્ત આવશે.

કેવલ : તું તારાં મોબાઇલને ક્યાંય મૂકતો જ નથી. મને ખબર છે કે તને સારાં ફોટા પાડતાં આવડે છે.

દર્શ : ચાલ! તો ઉભો થા. હું તારાં ફોટા ક્લિક કરું.

કેવલ : ના! મારે કોઈ ફોટા નથી ક્લિક કરાવવા.

(દર્શ કેવલનો હાથ ખેંચીને તેને ઉભો કરતાં બોલ્યો.)

દર્શ : હવે ઉભો થઇ જા. વધારે ભાવ ન ખાઈશ. તું ફોટા નહી પડાવે તો હું સ્ટેટસમાં શું મૂકીશ?

કેવલ : સારું હવે! થાવ છું ઉભો! બસ! ખુશ?

દર્શ : હા.

(દર્શે તેનાં અને કેવલનાં ફોટા પાડ્યાં.)

દર્શ અને કેવલ ચોટીલાથી નીકળી ગયાં હતાં. બપોર થઈ ગઈ હતી એટલે તેમણે રસ્તામાં એક ઢાબા પર જમી લીધું હતું. તેઓ કારમાં બેસીને આગળ જઈ રહ્યાં હતાં.

કેવલ : હવે ક્યાં જવાનું છે?

દર્શ : હવે આપણે રાજકોટનાં લાલપરી તળાવે જવાનું છે.

કેવલ : પણ રાજકોટ કેમ?

દર્શ : અરે આપણે ત્યાં હોટેલમાં રાત રોકાઈને, સવારે પાછા અમદાવાદ આવી જશું.

કેવલ : સારું.

દર્શ : તને ખબર છે લાલપરી તળાવથી સનસેટ નો નજારો ખૂબ મસ્ત દેખાય છે અને ત્યાં બોટિંગ પણ થાય છે.

કેવલ : તું તો મને આજે જ આખી દુનિયા દેખાડી દઈશ.

દર્શ : એ શક્ય નથી. જો શક્ય હોત, તો તને આખી દુનિયા પણ દેખાડી આપું.

કેવલ : બહુ ડાયો! ચાલ હવે, કાર ચલાવવામાં ધ્યાન રાખ.

તેઓ લાલપરી તળાવ પર પહોંચી ગયાં હતાં. ત્યાં પહેલાં તેમણે બોટિંગ કરી, પછી સનસેટ નો નજરો માણ્યો. તેઓ તળાવને કિનારે બેઠાં હતાં.

કેવલ : કુદરતે આ ઢળતાં સૂરજનાં દ્રશ્યને કેટલું મનોહર બનાવ્યું છે.

દર્શ : હા! આ નજારો આપણે ગમે તેટલી વખત જોઈએ, તો પણ આપણું મન ન ભરાય.

કેવલ : મન ક્યાંથી ભરાય? આ નજારો જ એવો છે.

દર્શ : હું તો જ્યારે પણ સનસેટ જોવ, ત્યારે તેનો ફોટો ક્લિક કરી લઉં છું.

કેવલ : આલ્યાં! તું જયારે હોય ત્યારે ફોટા ક્લિક કર્યાં કરે છે. તારાં મોબાઈલની મેમરી ફુલ નથી થઈ જતી?

દર્શ : અરે પણ હું જૂનાં ફોટો ડિલીટ કરી નાખું ને!

કેવલ : આ સારું છે, જૂનું કાઢી નાખવાનું અને નવું લીધાં રાખવાનું!

દર્શ : જૂનું જાય ત્યારે જ નવું આવે ને!

કેવલ : એ બધું મૂક! મને એ જણાવ કે હવે આપણે ક્યાં જવાનું છે?

દર્શ : એ સરપ્રાઈઝ છે.

કેવલ : અરે! આજે તો હું તારાં સરપ્રાઈઝથી કંટાળી ગયો છું.

દર્શ : ભલે કંટાળી ગયો હોય. ચાલ હવે ઉભો થઈ જા, મોડું થાય છે. એમ પણ સનસેટ થઈ ગયો છે.

કેવલ : હા ચાલ.

દર્શ અને કેવલ કારમાં બેસી તેમનાં સફરમાં આગળ વધી રહ્યાં હતાં. દર્શે કેવલની આંખ ઉપર પટ્ટી બાંધી દીધી હતી. દર્શે કાર ઉભી રાખી.

દર્શ : ચાલ હવે, કારમાંથી નીચે ઉતર.

(કેવલ કારમાંથી ઉતરીને બોલ્યો)

કેવલ : પણ ક્યાં જવું છે. એક તો આ તારી પટ્ટીને કારણે કંઈ દેખાતું પણ નથી.

દર્શ : અરે! હું તને લઈ જઇશ.

(દર્શ કેવલને લઈ ગયો. તેણે કેવલની આંખો પરથી પટ્ટી ખોલી દીધી.)

દર્શ : હવે તારી આંખો ખોલ.

(કેવલે આંખો ખોલી તો, તે એક ગાર્ડનમાં હતો. ગાર્ડન લાઈટ અને ફુગ્ગાઓથી શણગારેલ હતું.)

કેવલ : આપણે ક્યાં છીએ?

દર્શ : અરે! આપણે ચોકીધાણી એ આવ્યાં છીએ. તને યાદ છે, એકવાર તે મને કહ્યું હતું કે તારે ચોકીધાણી એ જવું છે.

કેવલ : તને એ વાત હજી સુધી યાદ છે. મને થયું તું ભૂલી ગયો હશે!

દર્શ : અરે! એમ કેમ ભૂલી જઈ શકું? એ બધું મૂક, હવે કેક કાપ.

કેવલે કેક ઉપરની મીણબતી ઓલવી અને કેક કાપ્યો. કેવલે જેવો કેક કાપ્યો કે હેપ્પી બર્થડે નું ગીત વાગવા લાગ્યું. તેણે કેકનો એક ટુકડો લઈને દર્શને ખવડાવ્યો. દર્શે પણ તેને કેક ખવડાવ્યો. તેઓ ત્યાં જમીને પછી આગળ નીકળી ગયાં.

દર્શ કાર ચલાવી રહ્યો હતો. તેણે અચાનક એક પુલ ઉપર કાર થોભાવી.

દર્શ : ચાલ, નીચે ઉતર.

કેવલ : અરે! પણ આ પુલ પર તારે શું કામ છે?

દર્શ : તારી ગર્લફ્રેન્ડ આવી છે, તને મળવાં.

કેવલ : તું શું બોલે છે?

દર્શ : અરે! હું આઈસ્ક્રીમ લાવ્યો છું, તારે ખાવી હોય તો ઉતર. અહીં આઈસ્ક્રીમ ખાવાની મજા આવશે.

કેવલ : તો એમ કે ને!

દર્શ અને કેવલ પુલ ઉપર ઉભા રહીને આઈસ્ક્રીમ ખાઈ રહ્યાં હતાં.

કેવલ : Thank you, તે મારાં બર્થડે ને ખુબ ખાસ બનાવી દીધો છે. મારે જ્યાં પણ જવાની ઈચ્છા હતી, આજે હું તે બધી જગ્યાએ જઈ આવ્યો છું. આ મારાં જીવનનો સૌથી યાદગાર અને બેસ્ટ બર્થડે હતો.

દર્શ : અરે ભાઈ! તું મારી ખુશીઓ માટે કેટલી મહેનત કરે છે. મારો બધો ખર્ચો ભોગવે છે. એના બદલામાં હું તારાં માટે આટલું તો કરી જ શકું ને? અને એમ પણ તારાં સિવાય મારું આ દુનિયામાં કોણ છે? આપણા મમ્મી પપ્પા તો આપણને છોડીને બાળપણમાં જ જતાં રહ્યાં. એ પછી થી તું જ મારું બધું છો.

કેવલ : હવે મુકને એ બધું.

દર્શ : પણ એક કમી રહી ગઈ!

કેવલ : શું?

દર્શ : તારી ગર્લફ્રેન્ડ ન આવી. એ બહાર ગઇ છે ને?

કેવલ : એની જરૂર પણ નથી, તું તો છો મારી સાથે.

(બંને હસવાં લાગ્યાં.)



•~•~•~ સમાપ્ત ~•~•~•













બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED