ટોમ એન્ડ જેરી Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટોમ એન્ડ જેરી



"મમ્મી! હું સ્કૂલે જાઉં છું અને આજે એક્સ્ટ્રા ક્લાસ છે એટલે ઘરે આવવામાં મોડું થઇ જશે." હર્ષ સાઇકલ સાથે ઘરની બહાર નીકળતાં બોલ્યો. હર્ષનાં મમ્મી હિનાબહેન બોલ્યાં, "હર્ષ! તું તારી સાથે કૌશલને પણ સ્કૂલે લઈ જા. તમે બંને એક જ સ્કૂલમાં ભણો છો તો તેને પણ સાથે લઈ જા." હર્ષ ગુસ્સામાં બોલ્યો, "મમ્મી! એ કંઈ નાનો છોકરો નથી, હવે તે છઠ્ઠા ધોરણમાં આવ્યો અને મારી સાથે મારાં ફ્રેન્ડ્સ હોય છે તો હું તેને મારી સાથે નહીં લઇ જાવ. તમે તેને વૈદેહી સાથે મોકલી દો. એમ પણ વૈદેહીની કોઈ ફ્રેન્ડ પણ નથી અને તે સ્કૂલે એકલી પણ નહીં જાય, તો તમે કૌશલને તેની સાથે મોકલી દો." હિનાબહેન બોલ્યાં, "સારું! તું જા, હું કૌશલને વૈદેહી સાથે મોકલી દઇશ." પછી હર્ષ સ્કૂલે ચાલ્યો ગયો અને કૌશલ પણ વૈદેહી સાથે સ્કૂલે ચાલ્યો ગયો.

આજે એમની સ્કૂલમાં વકૃત્વ સ્પર્ધા હતી. કૌશલ વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયો હતો. તેને એવોર્ડ આપીને તેનું સન્માન કરવામાં આવ્યું. બધાં શિક્ષકો અને આચાર્યશ્રીએ કૌશલને શુભેચ્છાઓ આપી. કૌશલ ઘરે આવ્યો અને તેને હિનાબહેનને એવોર્ડ દેખાડીને કહ્યું, " મમ્મી! આજે વકૃત્વ સ્પર્ધામાં મેં પ્રથમ ક્રમ મેળવ્યો છે." આ સાંભળી હિનાબહેન ખુશ થઈ ગયા. હર્ષને કૌશલથી ઈર્ષ્યા થઈ અને તેને ગુસ્સામાં આવીને કૌશલને તમાચો મારી દીધો. હર્ષ બોલ્યો, "આજ પછી તારે કોઈ પણ સ્પર્ધામાં ભાગ નથી લેવાનો!" કૌશલ રડવા લાગ્યો. હિનાબહેને હર્ષને તેનાં આવા વર્તન બદલ તમાચો માર્યો અને બોલ્યાં, "આજ પછી કોઈ દિવસ તું કૌશલ પર હાથ ન ઉપાડતો. એ તારો નાનો ભાઈ છે એટલે તું તેને આમ મારી ન શકે. તને કૌશલને મારવાનો હક ત્યારે જ છે જ્યારે તે કંઈ ખોટું કામ કરે. કૌશલ વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવ્યો એટલે તને ઈર્ષ્યા થઈ અને તે કૌશલને થપ્પડ મારી, આ તો ખોટું છે ને?" હર્ષ બોલ્યો, "હા મમ્મી! તમે પણ એનો જ પક્ષ લો. કૌશલ અને વૈદિક મારાથી નાનાં છે એટલે તમે તેને તો કંઈ નહીં કહો, બધો વાંક મારો જ કાઢશો." આટલું બોલીને હર્ષ પોતાનાં રૂમમાં ચાલ્યો ગયો.

સાંજે હર્ષ તેનાં રૂમની બારી પાસે ઉભો રહીને કોફી પીતો હતો. બારીમાંથી ઠંડી હવા આવતી હતી. સૂરજ આથમી રહ્યો હતો. કૌશલ હર્ષની પાસે આવ્યો અને તેને જાણી જોઈને હર્ષને ધક્કો માર્યું. ધક્કો લાગવાથી હર્ષનાં હાથમાંથી કોફીનો કપ નીચે પડી ગયો અને તૂટી ગયો. કપ તૂટવાનો અવાજ સાંભળીને હિનાબહેન ત્યાં આવ્યાં. કૌશલ બોલ્યો, "મમ્મી, હું અહીંયા ભાઈ સાથે રમવા આવ્યો હતો પણ ભાઇએ મારાં પર ગુસ્સો કર્યો અને આ કપ તોડી નાખ્યો. આ સાંભળીને હિનાબહેનને ગુસ્સો આવ્યો, હર્ષ કંઇ બોલે એ પહેલાં હિનાબહેન સાવરણી લઈ તેને મારવાં લાગ્યાં.

થોડાં દિવસો પછી સ્કૂલમાં વેકેશન પડ્યું હતું. હર્ષનાં ફઇનો છોકરો મિત અને તેની બહેન સ્તુતિ હર્ષનાં ઘરે રોકાવા માટે આવ્યા. હર્ષ, મિત, કૌશલ, વૈદેહી અને સ્તુતિ રોજ રાત્રે જમ્યા પછી બહાર જઇને જુદી જુદી રમતો રમતાં. હર્ષ અને મિત હંમેશા એકસાથે જ રહેતા હતા. હર્ષ તેનાં સગાં ભાઇ-બહેન કરતાં મિત અને સ્તુતિને પોતાનાં ભાઈ-બહેન માનતો. આ જોઈને કૌશલ અને વૈદેહીને ખરાબ લાગતું.

એક વખત હર્ષ અને મિત સાંજે અગાસી ઉપર બેસીને વાતો કરતા હતા. હર્ષ બોલ્યો, "મિત! હું તને એક વાત કહું?" મિત બોલ્યો, "હા, બોલ." હર્ષ બોલ્યો, "તું કોઈને કહીશ તો નહીં ને?" મિત બોલ્યો, "હા, હું કોઈને કંઈ નહીં કહું." હર્ષ બોલ્યો, "સામેનાં ઘરમાં જે મેઘના નામની છોકરી છે તે મને ખુબ ગમે છે." મિત બોલ્યો, "ઓહો...! તો ભાઈ પ્રેમમાં પડી ગયો છે." હર્ષ બોલ્યો, "પ્રેમ છે કે નહીં એ તો નથી ખબર, પણ અટ્રેક્શન જરૂર છે." પછી તેઓ કૌશલ, વૈદેહી અને સ્તુતિ સાથે ગાર્ડનમાં રમવા ગયાં.

હર્ષ, મિત, કૌશલ, વૈદેહી અને સ્તુતિ ગાર્ડનમાં ક્રિકેટ રમતા હતા. મેઘના પણ ગાર્ડનમાં આવી હતી. થોડીવાર પછી મીત હર્ષ પાસે જઈને બોલ્યો, "હર્ષ! હું વોશરૂમ જાવ છું. હમણાં આવું." હર્ષ બોલ્યો, "Ok જલ્દી આવજે." પછી મિત ત્યાંથી નીકળી ગયો.

મિત મેઘના પાસે જઈને બોલ્યો, "Hi! મારું નામ મિત છે." મેઘના બોલી, "હા તો‌. હું શું કરું?" મિત બોલ્યો, "તું મને ઓળખી નહીં. Let me introduce myself. તારી સામે જે હર્ષ રહે છે હું તેનાં ફઇનો છોકરો છું." મેઘના બોલી,"હા તો, હું તારી શું મદદ કરી શકું." મિત બોલ્યો, "હું મદદ લેવા નહીં આપવા આવ્યો છું. મારે તને કંઇક કહેવું છે." મેઘના બોલી, "શું કહેવું છે તારે?" મિત બોલ્યો, "હર્ષ મને કહેતો હતો કે તું ખૂબ ખરાબ છોકરી છે, તારું ચરિત્ર સારૂં નથી અને તું જૂનાં જમાનાની ગામઠી છોકરી છે." મેઘના બોલી, "શું? હર્ષ મારાં વિશે આવું બોલતો હતો. તેને કોઈ જ હક નથી મારાં વિશે બોલવાનો!"

મેઘના ને ગુસ્સો આવતાં તેણે હર્ષ પાસે જઈને તેને થપ્પડ મારી દીધી અને તે હર્ષને ખરૂં ખોટું સંભાળાવવા લાગી. મેઘનાએ બધાની સામે હર્ષને થપ્પડ મારી એટલે હર્ષ શર્મસાર થઈ ઘરે ચાલ્યો ગયો. હર્ષનાં ગયાં પછી મિત મેઘના પાસે જઈને બોલ્યો, "હર્ષ તારાં વિશે ભલે ગમે તેટલું ખરાબ વિચારે, પણ મને તો તું એક સુંદર અને સંસ્કારી છોકરી લાગે છે." મેઘના બોલી, "Thank You." આટલું બોલીને મેઘના ત્યાંથી નીકળી ગઇ. પછી મિત પોતાની સાથે વાત કરતો હોય એમ બોલ્યો, "ચાલો... મારૂં કામ તો થઈ ગયું. હર્ષ અને મેઘનાની લવસ્ટોરી શરૂ થાય એ પહેલાં જ મેં પૂરી કરી નાખી." પછી મિત હસતાં હસતાં ઘરે ચાલ્યો ગયો. કૌશલ આ બધું જોઈ ગયો હતો, પણ કંઇ ફાયદો ન હતો. કેમકે જો તે હર્ષને આ બધું કહી દે તો પણ હર્ષ તેનો વિશ્વાસ નહોતો કરવાનો.

સ્કૂલ નું વેકેશન પૂરું થવાને એક દિવસ બાકી હતો. કાલે મિત અને સ્તુતિ પોતાના ઘરે પાછા ચાલ્યા જવાનાં હતાં. અત્યારે બધાં અગાસી ઉપર સૂતાં હતાં. હર્ષનાં મમ્મી અને પપ્પા તો સૂઈ ગયાં હતાં, પણ હર્ષ, મિત, કૌશલ, વૈદેહી અને સ્તુતિને ઊંઘ આવતી ન હતી. આવે પણ કેમ? આજે તેમની સાથે સૂવાની છેલ્લી રાત હતી. તેઓ આખી રાત જાગ્યા આને બહું બધી વાતો અને મસ્તી કરી.

સવારે મિત અને સ્તુતિ પોતાના ઘરે પાછા ચાલ્યા ગયા. વેકેશન પછી આજે સ્કૂલનો પહેલો દિવસ હતો. આજે સ્કૂલમાં ઘણા નવાં વિધાર્થીઓ આવ્યા હતા. કૌશલ નાં ક્લાસમાં યશ નામનો એક નવો વિધાર્થી આવ્યો હતો. તેનાં પપ્પા ખૂબ મોટા માણસ હતાં. આ વાતનું યશને ખૂબ ઘમંડ હતું.

રિસેસ પડતાં યશ કૌશલ પાસે જઈને બોલ્યો, "તો તું છે ક્લાસનો ટોપર." કૌશલે તેને કોઈ જવાબ ન આપ્યો. યશ રૂઆબથી બોલ્યો, "એ ટોપર... સાંભળ. આજથી તારે મારાં બધાં પ્રોજેક્ટ અને અસાઈમેન્ટ કરવાનાં છે અને હા! પરીક્ષામાં મને ચોરી પણ કરાવવાની છે." કૌશલ બોલ્યો, "તું પણ સાંભળી લે. હું તારો નોકર નથી. તે કહ્યું એવું હું કંઈ કરવાનો નથી. તારાં પપ્પા મોટાં માણસ છે એનો મતલબ એ નથી કે તું દાદાગીરી કરીશ અને તારે જો દાદાગીરી કરવી જ હોય તો બીજા સામે કરજે, મારી સામે નહીં." આ સાંભળી યશને ગુસ્સો આવ્યો અને તેને કૌશલને થપ્પડ મારી દીધી. યશે કૌશલને થપ્પડ મારી એ હર્ષ જોઈ ગયો. હર્ષને યશ પાસે જઈને તેને એટલી જોરદાર થપ્પડ મારી કે હર્ષનાં આંગળા યશનાં ગાલ પર છપાઈ ગયાં. હર્ષ બોલ્યો, "આજ પછી કોઈ દિવસ મારાં ભાઈને હાથ પણ લગાવ્યો છે ને તો તારો હાથ કાપી નાખીશ."

યશે આચાર્ય પાસે જઈને કૌશલ અને હર્ષની ફરિયાદ કરી દીધી. આચાર્યે હર્ષનાં મમ્મી-પપ્પાને સ્કૂલે બોલાવ્યાં અને યશ, હર્ષ તથા કૌશલને પણ પોતાની ઓફિસમાં બોલાવ્યાં. આચાર્ય બોલ્યાં, "મિસ્ટર એન્ડ મિસિસ મહેતા! તમારાં હર્ષે આ યશને એટલી જોરદાર થપ્પડ મારી દીધી કે એનાં યશનાં ગાલ પર હર્ષનાં હાથનાં આંગળાં છપાઈ ગયાં છે. તમે જ જુઓ." હર્ષનાં પપ્પા ગુસ્સામાં હર્ષની પાસે ગયાં અને તેઓ હર્ષને થપ્પડ મારવાનાં જ હતાં કે ત્યાં કૌશલ બોલ્યો, "પપ્પા! આ ઘટનામાં ભાઇનો કોઈ વાંક નથી. હું તમને આખી ઘટના જણાવું છું." પછી કૌશલે તેનાં પપ્પાને આખી ઘટના જણાવી. વાસ્તવિક ઘટના જાણ્યા પછી આચાર્ય યશને એક અઠવાડિયા માટે સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દીધો અને હર્ષને બીજી વખત આવુું કંઇ થાય તો ફરિયાદ કરવાની સૂચના આપી. હર્ષનાં મમ્મી-પપ્પા સ્કૂલમાંથી ચાલ્યા ગયા.

સ્કૂલે થી છૂટ્યાં પછી કૌશલ અને હર્ષ મળ્યા. બંને એકબીજાને જોતાં જ ખૂબ જોર જોરથી હસવા લાગ્યા. પછી કૌશલ બોલ્યો, "Thank You ભાઈ!" હર્ષ બોલ્યો, "અરે પાગલ! એમાં શું? તું મારો ભાઈ છે. કોઈ તને હાથ પણ લગાવશે તો હું તેનાં હાથ તોડી નાખીશ." પછી હર્ષ અને કૌશલ આખાં રસ્તામાં વાતો કરતા કરતા ઘરે ચાલ્યા ગયા.

The End