... તે શેરીઓ Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

... તે શેરીઓ



"Hello ક્રિશ! તારી ફ્લાઈટ લેન્ડ થઈ ગઈ?" ફોનમાં વાત કરતાં મનાલી બોલી. ક્રિશ બોલ્યો, "ના, હજી ફ્લાઇટ લેન્ડ નથી થઈ. દસ મિનિટ પછી થઈ જશે." મનાલી બોલી, "Ok, તો હું ઘરેથી એરપોર્ટ માટે નીકળું છું." ક્રિશ બોલ્યો, "Ok, Bye." મનાલી બોલી, "Bye, See You" આટલું બોલી મનાલીએ ફોન મૂકી દીધો.

મનાલી એરપોર્ટ પર વેઇટિંગ એરિયામાં ક્રિશ ની રાહ જોતી હતી. ક્રિશ ની ફ્લાઈટ લેન્ડ થઈ ગઈ હતી. તે વેઇટિંગ એરિયા તરફ જઈ રહ્યો હતો. તે મનાલીને જોઇને ખૂબ ખુશ થઈ ગયો. બંને એકબીજાને જોતાં જ ભેટી પડ્યા. મનાલી અને ક્રિશ બાળપણનાં મિત્રો હતાં. ક્રિશ તેનું હાઈસ્કૂલનું ભણતર પૂરું કરી વધુ અભ્યાસ માટે વિદેશ ચાલ્યો ગયો હતો. મનાલી એ પોતાનો અભ્યાસ ભારતમાં જ પૂરો કર્યો હતો.

ક્રિશ બોલ્યો, "મનાલી તું તો પહેલાં કરતાં પણ વધારે સુંદર થઈ ગઈ છે." મનાલી બોલી, "Thanks. સાચું કહું ને તો તારામાં પણ ઘણો બદલાવ થયો છે." ક્રિશ બોલ્યો, "વિદેશની અસર થઈ છે." મનાલી બોલી, "તો હવે ચાલ! ઘરે જઈએ." ક્રિશ બોલ્યો, "પણ મેં તો હોટેલમાં રૂમ બુક કરાવ્યો છે!" મનાલી બોલી, "શું ક્રિશ તું પણ! તારી ફ્રેન્ડના ઘરને મૂકીને તું હોટેલમાં રહીશ? મને બહુ ખરાબ લાગશે; અરે તું મને છોડ! મારાં કરતાં મારાં મમ્મીને વધારે ખરાબ લાગશે. એમને તો જ્યારથી ખબર પડી છે કે તું આવવાનો છે ત્યારથી એમનો તો હરખ નથી સમાતો." ક્રિશ બોલ્યો, "આંટી મારાં આવવાથી એટલાં બધાં ખુશ છે?" મનાલી બોલી, "ખુશ તો હોય જ ને. 7 વર્ષ પછી મારા મમ્મી તેનાં ગટ્ટુને મળશે અને હા! Please તું એમને આંટી કહીને ન બોલાવતો. આ આંટી શબ્દમાં પારકા જેવી લાગણી થાય છે. તું માસી કહીને જ બોલાવજે, તારા માટે માસી જ બરાબર છે." ક્રિશ બોલ્યો, "હા! હું એમને માસી કહીને જ બોલાવીશ. બસ...! ખુશ...!" મનાલી બોલી, "હા! અને બીજી એક વાત, તું તારી અંગ્રેજી ભાષાને એરપોર્ટ પર જ મૂકીને મારી સાથે આવજે. આપણે ગુજરાતી છીએ અને તું હવે ગુજરાતમાં છે; અને એમાં પણ રાજકોટમાં, તો આ અંગ્રેજી ભાષાને એરપોર્ટ પર મૂકી દેજે અને જ્યારે પાછો જા ત્યારે સાથે લઇ જજે." ક્રિશ હસીને બોલ્યો, "જો હૂકમ મહારાણી સાહિબા!" પછી બંને કારમાં બેસી મનાલી નાં ઘરે ચાલ્યાં ગયાં.

ક્રિશ અને મનાલી, મનાલી નાં ઘરે પહોંચી ગયા હતા. મનાલી નાં મમ્મી ઇન્દુબહેન તો ક્રિશ ને જોઈને રડી પડ્યા અને ક્રિશને ભેટી પડ્યા. ક્રિશ પણ તેમને જોઈને ખુશ થઈ ગયો. ક્રિશ માટે ઇન્દુબહેન માં સમાન હતાં. પછી ઇન્દુબહેન ક્રિશને ઘરમાં લઈ ગયા, તેને બેસવાનું કહ્યું અને તેને પાણી આપ્યું. ઇન્દુબહેન બોલ્યાં, "મનાલી! ક્રિશનો સામાન ઉપરનાં રૂમમાં મૂકાવી દે અને ક્રિશ તું આરામ કર, આટલી લાંબી મુસાફરીમાં તું થાકી ગયો હશે." ક્રિશ બોલ્યો, "હા! માસી" આટલું બોલીને ક્રિશ આરામ કરવા માટે ચાલ્યો ગયો.

રાત્રે જમ્યા પછી; ઇન્દુબહેન, મનાલી અને ક્રિશ અગાસી ઉપર બેસીને જૂની યાદો તાજી કરી રહ્યાં હતાં. મનાલી બોલી, "ક્રિશ! તું અહીંયાં આવ્યો જ છે તો આપણે કાલે જૂનું ઘર અને આપણી સ્કૂલ જોવા જઈશું." ક્રિશ બોલ્યો, "હા! અને મારે તો પેલી મયુર ભજિયાંની દુકાનનાં ભજિયાં ખાવાં છે." મનાલી બોલી, "હા અને પેલાં જલારામ ગાંઠિયા વાળાનાં ગાંઠિયા." ક્રિશ બોલ્યો, "કાલે તો મજા પડી જશે. માસી તમે પણ આવજો ને!" ઇન્દુબહેન બોલ્યાં, "હા! હું તો જરૂર આવીશ. મેં પણ ઘણાં સમયથી યાદોની યાત્રા કરી નથી. તારાં લીધે કાલે હું પણ યાદોની એ શેરીઓમાં ફરી લઈશ." મનાલી બોલી, "ચાલો! તો હવે સૂઈ જઈએ. કાલે ખૂબ ફરવાનું છે. ફરવા માટે એનર્જી તો જોઈશે ને?" ક્રિશ બોલ્યો, "હા! ચાલો સૂઈ જઈએ." પછી તેઓ સૂઈ ગયાં.

બીજાં દિવસે સવારે ફ્રેશ થઈને ઈન્દુબહેન, મનાલી અને ક્રિશ કારમાં નીકળી પડ્યા યાદોની શેરીઓમાં ફરવા. મનાલી બોલી, "મને ખૂબ ભૂખ લાગી છે તો સૌથી પહેલાં આપણે જલારામ ગાંઠિયા વાળાને ત્યાં ગાંઠિયા ખાવાં જઈએ." ક્રિશ બોલ્યો, "હા! મને પણ ખૂબ ભૂખ લાગી છે અને સવારમાં ગાંઠિયા ખાઈશું તો મજા પડી જશે... અને ગાંઠિયા પણ જલારામનાં હોય તો સ્વર્ગ મળી જાય." પછી તેઓ જલારામનાં ગાંઠિયા ખાઈને આગળ જવા માટે નીકળી ગયા. ક્રિશ બોલ્યો, "હવે આપણે જૂનાં ઘરે અને સ્કુલે જઈએ."

તેઓ તેમનાં જૂનાં ઘરે પહોંચી ગયા હતા. ક્રિશ બોલ્યો, "આ શેરીઓ તો પહેલા જેવી જ છે." મનાલી બોલી, "હા! એ જ હસતી-રમતી, કદી શાંત ન હોય એવી આ શેરીઓ આજે પણ બદલાઈ નથી." ઇન્દુબહેન બોલ્યાં, "ચાલો! આપણાં ઘરમાં જઈએ." પછી તેઓ ઘરમાં ફરે છે. મનાલી ફળીયામાં જઇને બોલી, "ક્રિશ! તને યાદ છે? આપણે બધાં આ ફળિયામાં ચાર ચોકડી રમતાં." ક્રિશ હસીને બોલ્યો, "હા! અને તું એમાં હંમેશા હારી જતી." મનાલી ચિડાઈને બોલી, "હું હારતી ન હતી. તમે બધાં ચિટિંગ કરતાં હતાં." પછી બંને ઝઘડવા લાગ્યા. ઇન્દુબહેન બોલ્યાં, "તમે તો બાળપણની જગ્યાએ આવીને બાળક જેવા બની ગયા. બસ હવે! ઝગડો ન કરો." પછી તેઓ તેમની જૂની સ્કૂલે ગયાં. મનાલી તેનાં ક્લાસમાં જઈને બોલી, "ક્રિશ આ જો આપણો ક્લાસરૂમ." ક્રિશ બોલ્યો, "હા! ત્યારથી અત્યાર સુધીમાં કેટલો બદલી ગયો છે." મનાલી બોલી, "સ્કૂલનાં દિવસો મારાં જીવનનાં સૌથી સુંદર દિવસો હતાં, જ્યારે સ્કૂલમાં ભણતી ત્યારે એમ થતું કે કયારે અહીંથી બહાર નીકળીશ. હવે એવું થાય છે કે પાછું એ દિવસોમાં જવું છે." ક્રિશ બોલ્યો, હા મનાલી! મને પણ યાદ છે એ દિવસો. તને યાદ છે સ્કૂલનાં છેલ્લાં દિવસે આપણે કેટલાં રડ્યાં હતાં." મનાલી બોલી, "હા! એ દિવસ કેમ ભુલાઈ શકે!" પછી તેઓ ઉદાસ ચહેરે સ્કૂલની બહાર નીકળી ગયા.

બપોર થઈ ગઈ હતી. તેઓએ એક રેસ્ટોરન્ટમાં જમી લીધું હતું. પછી તેઓ રામકૃષ્ણ આશ્રમ, વોટ્સન મ્યુઝિયમ અને ડોલ મ્યુઝિયમ જોવાં ગયાં. સાંજ થતાં તેઓ લાલપરી તળાવે ગયાં, ત્યાં તેમણે બોટીંગની મજા માણી. પછી તેઓ મયુર ભજિયાંની દુકાને ભજિયાં ખાવાં ગયાં. પછી તેઓ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયાં. રાત્રે તેઓએ આશાપુરા માતાનાં મંદિરે આરતી લીધી. રાતનું ભોજન એક હોટલમાં લઈ તેઓ ઘરે ગયાં.

ઘરે આવી ફ્રેશ થઈને તેઓ વાતો કરતા હતા. ક્રિશ બોલ્યો, "કાલે સવારે 9 વાગ્યે મારી ફ્લાઇટ છે." મનાલી બોલી, "ક્રિશ! આવ્યો એનો હજુ એક જ દિવસ થયો છે. Please રોકાઈ જા ને!" ક્રિશ બોલ્યો, "જાવું જરૂરી છે. મારે કાલ ત્યાં જઈને જોબ જોઈન કરવાની છે. આ તો બે દિવસની રજા હતી એટલે તમને મળવાં આવ્યો હતો." મનાલી બોલી, "Ok તને જેમ યોગ્ય લાગે તેમ." પછી તેઓ સૂઈ ગયાં.

બીજાં દિવસે સવારે મનાલી ક્રિશને મૂકવાં તેની સાથે એરપોર્ટ પર ગઇ. ફ્લાઈટને ઉપાડવામાં 10 મિનિટની વાર હતી. ક્રિશ બોલ્યો, "Ok મનાલી! જવાનું મન તો નથી થતું, પણ જવું જરૂરી છે. તો તું તારું અને માસીનું ધ્યાન રાખજે. આપણે જલ્દી પાછા મળીશું. Ok, Bye." મનાલી બોલી, "તું પણ તારું ધ્યાન રાખજે. Ok, Bye." ક્રિશ એરપોર્ટની અંદર ચાલ્યો ગયો. મનાલી પણ એરપોર્ટ પરથી ઘરે જવા નીકળી ગઇ. બંનેએ એકબીજાને ભીની આંખે વિદાય આપી.


The End