Pappa books and stories free download online pdf in Gujarati

પપ્પા



"Good Morning, પપ્પા". વિશાલ તેનાં પપ્પા વિરાટભાઈ પાસે જઈને બોલ્યો. વિરાટભાઈ બોલ્યાં, "Good Morning, બેટા. તો આજથી સ્કૂલમાં રજા એમને?" વિશાલ બોલ્યો, "હા પપ્પા! કાલે પરીક્ષા પૂરી થઈ ગઈ હતી એટલે હવે થોડો બ્રેક છે." વિરાટભાઈ બોલ્યાં, "તો પછી 12th ક્યારથી શરૂ થવાનું છે?" વિશાલ બોલ્યો, "આ એક મહિનાનાં બ્રેક પછી." વિરાટભાઈ બોલ્યાં, "તો શું પ્લાન છે વેકેશનનો?" વિશાલ બોલ્યો, "પપ્પા! હું આ વેકેશનમાં એક્ટિંગ શીખવા માગું છું. એનાં માટે મેં કલાસની પણ તપાસ કરી લીધી છે. બાકી જે સમય વધશે, તે હું તમારી અને મમ્મી સાથે પસાર કરીશ. તો પપ્પા! હું એક્ટિંગનાં ક્લાસ કરી શકુંને?" વિરાટભાઈ બોલ્યાં, "જો વિશાલ! તું જો ટીવી સીરિયલ, ફિલ્મો અને અન્ય સોશિયલ મિડીયા પરથી જોઈને, તેનું અનુકરણ કરીને એક્ટિંગ ક્લાસ કરવાં ઈચ્છે છે તો હું તને ના પાડીશ. મારાં મત મુજબ તારે અત્યારે તારાં અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ." વિશાલ બોલ્યો, "પપ્પા! તો હું વેકેશનમાં શું કરું?" વિરાટભાઈ બોલ્યાં, "તું તારી અંગ્રેજી ભાષા વિકસાવવી શકે છે, કોઈ નવી ભાષા શીખી શકે છે." વિશાલ બોલ્યો, "Ok પપ્પા! હું એવું કંઈક કરીશ." વિશાલે તેનાં પપ્પાને માત્ર કહેવા માટે જ કહ્યું હતું, પરંતુ હકીકતમાં તેનું એકિટંગ નું ભૂત ઊતર્યું ન હતું.

વિશાલની 12th ની બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી. તેને વિનયન પ્રવાહ (આર્ટસ સ્ટ્રીમ) સાથે 12th પાસ કર્યુ હતું. વિશાલને 12th ની બોર્ડની પરીક્ષામાં 90% આવ્યાં હતાં.

આજે વિશાલનાં પપ્પા વિરાટભાઈનો જન્મદિવસ હતો. વિશાલ તેનાં પપ્પાને સરપ્રાઇસ આપવાં ઈચ્છતો હતો. વિરાટભાઈ ઓફિસે ગયા હતા. વિશાલે તેનાં ઘરને શણગારી દીધું હતું. વિશાલનાં મમ્મી પુર્વાબહેને ચોકલેટ કેક બનાવ્યો હતો. તેઓ મોટાપાયે ઊજવણી કરવા નહોતાં ઈચ્છતાં એટલે તેઓએ બીજાં કોઈને આવવાં માટે આમંત્રણ નહોતું આપ્યું.

વિરાટભાઈ ઑફિસેથી ઘરે આવ્યાં. તેઓ ઘરને શણગારેલું જોઇને ખુશ થઈ ગયા. તેઓ ફ્રેશ થતાં પછી તેમણે જન્મદિવસની ઉજવણી કરી. પૂર્વાબહેને વિરાટભાઈને એક ઘડિયાળ ભેટ સ્વરૂપે આપી. વિશાલે વિરાટભાઈને ગિટાર ગીફ્ટમાં આપ્યો. વિરાટભાઈ ગિટાર જોઇને આશ્ચર્ય પામ્યાં. તેઓ બોલ્યાં, "વિશાલ! તું મારા માટે આ ગિટાર કેમ લાવ્યો છે? હું આનું શું કરીશ?" વિશાલ બોલ્યો, "પપ્પા! મને ખબર છે કે તમે જયારે કોલેજમાં હતાં ત્યારે તમને ગિટાર વગાડવાનો ખૂબ શોખ હતો." વિરાટભાઈ બોલ્યાં, "તને કેમ ખબર પડી?" વિશાલ બોલ્યો, "Ok પપ્પા! હું તમને કહી દઉં છું. તમને ગિટાર વગાડવો ગમે છે આ વાત મને મમ્મીએ જણાવી." વિરાટભાઈ આશ્વર્ય સાથે બોલ્યાં, "પૂર્વા! તને કેમ ખબર પડી કે મને ગિટાર વગાડવાનો શોખ હતો." પુર્વાબહેન બોલ્યાં, "તમને ગિટાર વગાડવાનો શોખ હતો એટલું જ નહી પણ તમે કોલેજમાં ગિટાર આર્ટિસ્ટ ની સ્પર્ધા જીત્યાં હતાં મને એ પણ ખબર છે, પણ કદાચ તમને ખબર નથી કે હું પણ એ જ કોલેજમાં ભણતી જેમાં તમે ભણતા હતાં."

વિરાટભાઈ વિશાલને ભેટીને બોલ્યાં, "વિશાલ! મને તારું આ ગિફ્ટ ખૂબ જ ગમ્યું. હું પણ તારા માટે એક રિટર્ન ગિફ્ટ લાવ્યો છું." વિશાલ બોલ્યો, "રિટર્ન ગિફ્ટ! શું રિટર્ન ગિફ્ટ લાવ્યાં છો પપ્પા?" વિરાટભાઈ વિશાલને પોતાનો મોબાઇલ દેખાડતાં બોલ્યાં, "આ જો તારા માટે 3 મહિનાનો એક્ટિંગ કોર્સ બુક કરાવ્યો છે. તારે તારા આ વેકેશનમાં આ કોર્સ કરવાનો છે." વિશાલ ખુશ થતાં બોલ્યો, "Thank You, પપ્પા. Thank You Very Much, પણ પપ્પા તમે તો મને એક્ટિંગ શીખવાની ના પાડી હતી ને! તો પછી આ કેમ?" વિરાટભાઈ બોલ્યાં, "વિશાલ! મેં તને ત્યારે એક્ટિંગ શીખવાની ના પાડી હતી, કેમકે હું ઈચ્છતો હતો કે તું પહેલાં તારો 12th સુધી નો અભ્યાસ પૂરો કરે. તને શું લાગે છે? હું નથી જાણતો કે સપનાઓનું મૂલ્ય શું હોય છે? મારું સપનું પણ હતું રોકસ્ટાર બનવાનું, પણ તે સમયે અમારી આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી એટલે પછી મારે મારા સપનાઓનું કતલ કરવું પડયું. હું નથી ઈચ્છતો કે જે મારી સાથે થયું એ તારી સાથે થાય. હું ઇચ્છું છું કે તારા બધાં સપનાઓ પૂરાં થાય. મને તારી ઉપર વિશ્વાસ છે કે તું જીવનમાં ખૂબ આગળ વધીશ અને અમારું નામ રોશન કરીશ."

વિશાલ તેનાં પપ્પાને ભેટતાં બોલ્યો, "Thank You પપ્પા! તમે મારી આટલી બધી ચિંતા કરો છો એ માટે." વિરાટભાઈ બોલ્યાં, "અરે પાગલ! તું મને તારા પપ્પા તરીકે નહિ પણ મિત્ર તરીકે જો." વિશાલ હસીને બોલ્યો, "પપ્પા! તમે નોટીસ કર્યું કે તમે પણ આર્ટસ ની ફિલ્ડમાં જવાં માંગતા હતાં અને હું પણ આર્ટસ ની ફિલ્ડમાં જવા માંગુ છું. આપણા વચ્ચે કેટલી સિમિલારિટી છે!" વિરાટભાઈ બોલ્યાં, "મારી પાસે તો આવા ઘણા મુદ્દાઓ છે કે જેમાં આપણે સિમિલાર છીએ. પહેલી સિમિલારીટી, તારું નામ v થી શરૂ થાય છે અને મારું નામ પણ v થી શરૂ થાય છે. બીજી સિમિલારીટી, તારી જન્મતારીખ છે 8-6-5 અને મારી છે 6-5-81. જો આમાંથી સરખાં આંકડાં કાઢી નાખીએ તો 1 વધે, એટલે કે આપણે બંને એક છીએ." વિશાલ બોલ્યો, "વાહ પપ્પા! તમે તો ઘણું ઊંડાણથી નોટીસ કરો છો!" આ સાંભળી ત્રણેય હસવાં લાગ્યાં.

The End

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED