Yakshi - 35 books and stories free download online pdf in Gujarati

યશ્વી... - 35

(યશ્વી રિસર્ચ કરી 'કેન્સર એટલે કેન્સલ?' નામનું કરૂણ નાટક લખે છે. નાટકનું ગ્રાન્ડ ઓપનિંગ કરવા માટે બધી જ તૈયારી પૂરી થઈ ગઈ. નાટક શરૂ થાય છે. જેમાં માનસ, નમ્યા અને માનસની દાદીના સંવાદો રજૂ થાય છે. હવે આગળ...)


' 【બીજો સીન】

[સ્ટેજમાં ઘર જેવો જ લુક]

નમ્યા: "માનસ...માનસ... તારું હોમવર્ક ફિનિશ કર્યું કે નહીં..."


માનસ: "ઉપ્સ... હું તો ભૂલી જ ગયો."


નમ્યા: "આખો દિવસ રમવા સિવાય કશું સૂઝતું નથી. ભણવા બેસ, હું કીચનમાં જાઉં છું"


(માનસ હોમવર્ક કરવા બેસે છે, અને નમ્યા કીચનમાં જાય છે.)


માનસ: "મોમ... આ મધર ઈન્ડિયા વિશે મને કહેને."


નમન(અચાનક આવે છે): "તે નામનું મૂવી છે. જેમાં મધર ઈન્ડિયા નરગીસ હતી અને આ ઘરમાં મધર ઈન્ડિયા તારી મોમ છે. જે દરેકને..."


(અચાનક નમ્યા આવતા)

નમ્યા: "પણ એ ફાધર ઓફ ઈન્ડિયાની વિશે પૂછે છે. શું તમેય? તમે હંમેશા ફિલ્મો વિશે જ વિચારો છે.

(સોહમને) અને તું હાથે કરીને પપ્પાને ઊંધુ પૂછે છે. તું સ્કુલમાં કે હું ભણાવું તો ધ્યાન આપતો નથી, પછી આ નથી ખબર ને તે ખબર નથી. ચૂપચાપ તૈયાર કરી કાઢ."


નમન(હાથ ઊંચા કરીને): "સોરી.. સોરી, નમ્યા મને ચા આપને."

(નમ્યા કીચનમાં જાય છે એટલે માનસને) અલ્યા માર ખવડાવીશ કોઈ વાર મને."


માનસ: "પપ્પા.. તમે ય ડરો છો મધર ઈન્ડિયા થી. ડોન્ટ વરી એ તો બોલ્યા કરશે."


(નમ્યા ચા લઈને આવે છે)

નમ્યા: "આ પોપસ અને બચ્ચું વચ્ચે શું ચાલે છે? હમમ.. "


નમન: "કંઈ નહીં.. આ તો અમારી ખાનગી વાતો."


નમ્યા: "તમે આ વખતે કંઈ જ ના બોલતાં. આ ખુબજ તોફાની અને રમતિયાળ થઈ ગયો છે."


નમન: "અરે, રમવા દે ને, આ તો ઉંમર છે રમવાની."


નમ્યા: "હું રમવાની કયાં ના પાડું છું, પણ આખો દિવસ રમવાની ના પાડું છું."


(દાદી માળા કરતાં કરતાં આવે છે)

દાદી: "નમ્યા તું મારા બાળકને હેરાન કરે છે હીટલર જેવી માં છે."


નમ્યા: "ના મમ્મીજી, જો હું થોડીક નરમ થાઉં તો તમે અને પપ્પાજી તેને માથે ચડાવો એટલે જ હું સ્ટ્રીક રહું છું."


દાદા: "હા પછી નમ્યા જેવી વહુ આવીને બધાને સીધી કરી દેશે."

(હસવા લાગ્યા)


નમ્યા: "શું તમેય પણ પપ્પા!"


માનસ: "બ્રેવો દાદુ... બ્રેવો"


દાદા: "બેટમજી નોટ ફેર, હું ખાલી દાદુ અને દાદીને સ્વીટી, પપ્પાને પોપસ અને મોમને મધર ઈન્ડિયા આવા સ્વીટ નામ આપ્યા. અને મને..."


નમ્યા: "તો પપ્પાજી મધર ઈન્ડિયા કઈ રીતે સ્વીટ કહેવાય એ કહેશો જરા"

(દાદા, દાદી અને નમન બધાં હસવા લાગ્યા.)


નમ્યા: "માનસ ચાલ હવે સૂઈ જા. સવારે સ્કુલે જવાનું છે."


(થોડી વારમાં નમ્યા બેગ, લંચ બોક્સ લઈને આવે છે.)

નમ્યા: "માનસ ઊઠ હવે, તું જલદી સૂતો નથી અને વહેલો ઊઠતો નથી. પછી હંમેશા તારે સ્કુલબસ મીસ થઈ જાય એટલે મારે મૂકવા આવવાનું."


માનસ: "ઓહ, મોમ મને બસ નથી ગમતી. મને તો તું એકટીવા પર મૂકવા આવે તો બહુ જ ગમે છે. લવ યુ મોમ"


નમન: "લવ યુ મોમ વાળા, આ પોપસને તો કોઈ લવ યુ ફવ યુ કહેતું જ નથી."


માનસ: "લવ યુ પોપસ... બટ પોપસ, આ મારી સ્કેટ સ્કુટી જૂની છે. મારે નવી અને ઈલેક્ટ્રિક લાવી છે. આ બર્થડે પર આ જ ગીફટ પાકીને, પોપસ."


નમ્યા: "ના હો, આ વખતે સ્કેટ સ્કુટી નહીં.. બહુ થયું, આખો દિવસ ઘરને રસ્તો સમજીને ચલાવ્યા કરે છે, અને ઘરમાં જયાંને ત્યાં અથડાવે અને કલર ઉખાડે. એને આ જ કામ છે."


માનસ(દયામણું મ્હોં કરીને): "પોપસ, મને સ્કેટ સ્કુટી ખૂબ ગમે છે. પ્લીઝ પોપસ.."


નમન(આંખ મિચકારીને): "ડોન્ટ વરી, આપણે એ જ લઈશું. હાલ કંઈ ના બોલ, મેં નેટ પર સર્ચ કરી લીધી જ છે. તું સ્કુલે જવા તૈયાર થા."


(માનસ સ્કુલે જવા તૈયાર થાય છે અને પડદો પડે છે.)'

(પડદો પડે છે)


યશ્વી મનમાં બોલી કે, "સોહમ તું આવો જ જીદ્દી હતો ને, મારી ના છતાંય તારી જીદો આગળ અને રમતો આગળ હંમેશા ઝૂકી જતા. અને તારા પપ્પા હંમેશા તારી જીદો પૂરી કરતાં..."




(શું થશે નાટકમાં?

જાણવા માટે જુઓ આગળનો ભાગ...)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED