પ્રેમનાં પારિજાત jigar bundela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 12

    ચેતવણીમમ્મી સાંજનાં ટિફિનની તૈયારી કરવામાં લાગી જાય છે. તે ફ...

  • નાયિકાદેવી - ભાગ 40

    ૪૦ જોગનાથની ટેકરી! મહારાણીબા નાયિકાદેવીની વાત જ સાચી નીકળી....

  • લાભ પાંચમ

              કારતક સુદ પાંચમ  અને દિવાળીના તહેવારનો  છેલ્લો દિવ...

  • ભાગવત રહસ્ય - 100

    ભાગવત રહસ્ય-૧૦૦   આ શરીરને સ્પર્શ કરવાથી કાંઇ આનંદ મળતો નથી,...

  • ખજાનો - 67

    "હર્ષિત...! પેલાં દિવસે..તે કાગળનો ટુકડો તું કેમ સંતાડતો હતો...

શ્રેણી
શેયર કરો

પ્રેમનાં પારિજાત

પાસે હોવા છતાં સાથે નથી
દુર હોવાં છતા આઘે નથી
ક્ષિતિજ જેવો સબંધ છે આપણો
અંતર હોવાં છતાં વચ્ચે અંતર નથી.

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

હૈચામાં ગુપ્ત ખજાનો લાગણીઓનો છુપાવીને રાખો છો તમે
હોઠનાં દરવાજા વાખી ચાવીઓ આંખોની કાં રેઢી મુકો છો તમે

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

શબ્દ પોતે જ અધુરો શબ્દ છે
કેમ કરી પુર્ણ કરે લાગણીઓને.

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

કાર્ડીયૉગ્રામ ક્યાંથી બતાવે હલચલ લાગણીઓની, અફસોસ
તમે જ ડૉક્ટર હતાં મારા રોગના છતાં લક્ષણ ના પારખી શક્યા

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

પોસ્ટમેન બનીને આંખો તમારી સંદેશો આપતી હતી
ને અમે અભણ એ ભાષાને વાંચી ન શક્યા.

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

તારી લાગણીઓની અસ્પષ્ટતાઓ વચ્ચે અટવાવું ગમે છે મને,
એક આશ તો રહે છે કે તું ક્યારેક તો સ્પષ્ટ કહીશ મને

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

તમારી એક હા પર નિર્ભર છે સઘળું
કહી દો, તમારુ ને મારૂ થાશે સહિયારું

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

તુ અને હું કાફી છીએ બીજાની જરૂર નથી
લાગણી પહોચે તો શબ્દોની જરૂર નથી
કેટલાંક સબંધ વિશિષ્ટ હોય છે જીગરનાં
હેઝટેગની દુનિયામાં જેને ટેગની જરૂર નથી.

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

કોઈ પૂછે કોની સાથે તારે પ્રેમ છે?
આવીને હોઠ પર તારું નામ અટકી જાય છે
ક્યાંક તું બદનામ ન થઈ જાય એ બીકે.
કેમ કરી કહું સૌને જે વહેમ છે એ જ પ્રેમ છે.

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

મુશ્કેલ હતું કહેવું તને મે કહી દીધું
મોંઘી જણસ હતી હૈયું તને દઇ દીધું

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

જીગરની થઈતી ચોરી એવી કમાલથી
મુશ્કેલ હતુ કહેવું કે ચોર કોણ છે
ન્યાયની અપેક્ષાએ અમે કેસ કરી દીધો
જજની ઉપર જ સીધો આરોપ મુકી દીધો.

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

ખુશ હોવું ને ખુશ રહેવું બેયમાં ફર્ક છે,
જેટલો તારું હોવું ને સાથે હોવામાં છે.

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

કહેતાં કહેતાં શબ્દ અટકી જાય
મન મારૂ ક્યારેક ભટકી જાય
તું સમજી ન શકી મને તો? ક્યાંક,
સબંધ આપણો બટકી ન જાય.

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

બોલ્યા વીના પણ ઘણી વાતો થાય આપણી વચ્ચે
એ જોઇ જગ વાતોડિયું થાય.

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

હૈયાનાં મઁદિરમાં એક દેરી તારી પણ છે
જયાં આવીને સઘળી મનોકામના પુર્ણ થાય છે.


●◆●◆●◆●◆●◆●◆●◆●◆●◆●◆●◆●◆●◆●◆●◆●

જશે લાગણીઓ જો વેન્ટિલેટર પર

સંબંધોમાં શ્વાસ ને વિશ્વાસ બન્ને તુટી જશે.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

લાગણીઓ ચોકલેટ જેવી હોય છે,
થીજી ગયેલી.
કોઈનો હુંફાળૉ સ્પર્શ મલે તો તરત જ પીગળવા લાગે.
ને પીગળી ગયેલી ચોકલેટને જો સમયસર ના ખાઈએ,
તો ?
કાં તો એ ડસ્ટબીનમાં જાય
અથવા
એને પાછી ફ્રિજમાં મુકવી પડે.

કોઇના હુંફાળા સ્પર્શની રાહ જોવા.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

સ્પર્શરૂપી ટપાલી શબ્દરૂપી લાગણી વહેંચે તો પહોંચે
બાકી સાહિત્યકારો ખોટુ કે છે
કે લાગણી વાચા વગર પણ પહોચે.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

મારી લાગણીઓને લીલીછમ રાખે છે તું
કવિતા થઈ શબ્દ રૂપે અવતરે છે તું

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

માનવા ન માનવા પર આધારિત નથી મારી હયાતી તારા હ્ર્દયમાં,
એમ તો ઘણાં લોકો ભગવાનનું અસ્તિત્વ સ્વીકારતા નથી.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

ડાયરીનાં સુકા ફૂલો થકી
હ્રદયમાં સ્પંદનો ખીલી જાય છે,
આવે છે વસંત ને
યાદોની પાનખર શરુ થાય છે.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

એ કહે છે મારા કરતાં તારો જીવ તને વ્હાલો છે,
કોણ સમજાવે એને કે જીવ એ જ તો છે.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

પથ્થર પર પડેલી લીલની જેમ બાઝુ છું હું,
સાચવીને મુકે પગ એને પણ લપસાવું છું હું.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

વિશ્વસનીયતા તો શ્વાસની પણ નથી
ને તું પ્રેમના પુરાવા માંગે છે.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

ચુંબક જેવો પ્રેમ તારો
હું લોહનો ટુકડો,
જઉં જેટલો દુર તારાથી
આવી જાઉં ઢૂક્ડો.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆●●◆◆◆◆

ફરીયાદ કરવાની રીત પણ એની અનોખી છે,
યાદ કરીને કે' છે કે તારી યાદ નથી આવતી.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

સાવધાની હટી દુર્ઘટના ઘટી સાચું પડયું,
વાંક આંખોનો હતો ને સજા દિલને મળી.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

રાહ જોવામાં જીંદગી વીતી જશે
લાગણીઓ બર્ફની જેમ થીજી જશે
એ રાહ શું કામની જે જોવામાં
રાહ પર હમસફર ઘણાં છૂટી જશે

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

મળવું હોય દિલથી તો જોજનોનું અંતર છુમઁતર થઈ જાય
નહીતો એક ડગલાનુ અંતર પણ જોજન થઈ જાય.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

એનું નામ દઇ પૂછપરછ નાં કરતાં મારા ઘરમાં
મારા પહેલા ઘરની દરેક વસ્તુ એની સાબિતી આપશે.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆