અમારી બધાની ચર્ચા ચાલી રહી હતી. બધા મને સમીર સાથે નિકાહ કરવા મનાવી રહ્યા હતા. પણ હું કોઈનું માનવા તૈયાર ન હતી. મારે કોઈ પણ સંજોગોમાં સમીર સાથે નિકાહ કરવા ન હતા. ત્યાં અચાનક રૂમમાં ધુમાડો આવવા લાગ્યો હતો. ધુમાડો ક્યાંથી આવતો હતો તે કોઈ ને ખ્યાલ ન હતો. બધા ઉધરસ ખાઈ રહ્યા હતાં
રૂમમાં ધુમાડો ધુમાડો વ્યાપી ઉઠ્યો હતો. ધુમાડો તીખો હતો. જેનાથી નાક અને આંખમાં બળતરા થવા લાગી હતી.
મને લાગ્યું કે હમણાં મારા પ્રાણ જતા રહશે. અને હું અહી પડી જઈશ. ત્યાં કોઈકે મારો હાથ ખેસીને મને રૂમની બહાર લઈ લીધી. હું બેહોશ થવાની તૈયારીમાં હતી. જો એક મિનિટ પણ લેટ થાત તો હું ત્યાંજ બેહોશ થઈ જાત. પણ મને કોઈએ બચાવી લીધી હતી. તે હાથ કોઈ છોકરીનો હતો. તેથી મને થોડી સાંત્વના હતી.
અર્ધ બેહીશ હાલતમાં મને કારમાં બેચાડી હતી. મારી બાજુમાં કોઈ આવીને બેસયું હતું. તે મને કોઈ છોકરી લાગી રહ્યું હતું. થોડી વારમાં કોઈ છોકરો તેના હાથમાં મશીન સાથે આવીને કારમાં બેઠો. મશીન તેણે બાજુની સીટ માં મૂક્યું. અને કારને સ્પીડ આપીને ભગાવી. આ બધું હું અર્ધખુલ્લી આંખે જોઈ રહી હતી.
આશરે અડધી કલાક પછી હું જાગી હતી. હજી પણ મારી આંખો બળતી હતી. મને કોણે બચાવી તેને જોવા અને તેનો આભાર કહેવા મેં મારી બાજુમાં જોયું. મેં બાજુમાં જોયું તો મારી આંખો પહોળી થઈ ગઈ. મારી આંખોને ભરોસો આવતો ન હતો કે હું જેને જોઈ રહી છું તે ખુદ અહીં હતી કે મને ભાસ થાય છે.
"એમ મને કેમ જુવે છો. ભૂત જોઈ લીધું કે શું?" મારી બાજુમાં બેઠેલી આરતીએ કહ્યું. મને વિશ્વાસ આવતો ન હતો કે આરતી અહીં આવી. તેને ખબર કેમ પડી કે નમ્ય મને અહીં લહીને આવ્યો હતો. શું આરતીએ મારો પીછો કર્યો હશે. કે પછી કોઈ બીજું કારણ હશે.
"હજી શાનો વિચાર કર છો. હું તને એમ નહીં છોડું. તું ચાવી છો મારા તિજોરીની. તને પાતાળ માંથી પણ ગોતી લઈશ. આખરે અમારી જિંદગીનો સવાલ છે." આરતીએ કહ્યું.
એક વાર તો મને આભાર કહેવાનું મન થયું. પણ તે સ્વાર્થી હતી. તે જરૂર તેના સ્વાર્થ માટે મારો ઉપયોગ કરશે. એ બધું તો હું વિચારતી જ હતી ત્યાં મને એ વિચાર આવ્યો કે આરતી પાસે કાર ક્યાંથી આવી. હું કારમાં હતી. જેમાં આરતી અને કોઈ છોકરો કાર ચલાવી રહ્યો હતો. આરતી પાસે ઘરે એક્ટિવા પણ ન હતી. કાકાને પાસે કાર હતી પણ તે આ કાર ન હતી.
"તું નમ્ય સાથે જતી હતી ત્યારે તને દિવ્ય એ જોઈ લીધી હતી. તું બુર્ખા માં હતી પણ જ્યારે તે નમ્ય સામે બુર્ખો ખોલ્યો ત્યારે દિવ્ય એ તારો સહેરો સાફ સાફ જોયો હતો. દિવ્ય એ ત્યારેજ મને કોલ કરી તારા વિચે જણાવ્યું. દિવ્ય એ તેના દોસ્તરને કહીને નમ્ય નો પીછો કર્યો. દિવ્ય ત્યારે મને ઘરે લેવા આવ્યો. હું ઘરેથી દિવ્ય સાથે અહીં આવવા નીકળી. પણ તારી સાથે નમ્ય અને તેના દોસ્તાર પણ હતા. આથી મારે કોઈ પ્લાન વિચારવો પડ્યો. ત્યારે મને એક વિચાર આવ્યો. કોઈ પણ રીતે નમ્ય અને તેના દોસ્તારને બેહોશ કરી શકાય તો આસાનીથી તને છોડાવી શકાય."
"બેહોશ કરવા માટે નો આઈડિયા દિવ્ય એ આપ્યો. તેના ગેરેજમાં એક ધુમાડો નીકળે તેવું મશીન પડ્યું હતું. અને તેના જ ગેરેજ માંથી આ કાર લહીને અમે આવ્યા." આરતીએ કહ્યું.
આરતીએ મને તેને કેવી રીતે ખબર પડી કે હું નમ્ય પાસે છું. અને કેવી રીતે મને ત્યાંથી બહાર નીકાળી. તે બધું મને આરતીએ વિસ્તારથી સમજાવ્યું. મને એ વાત ની ખુશી હતી કે હું સમીરથી બચી ગઈ હતી. પણ મારી સામે એક મુસીબત ઉભી જ હતી. એ હતી આરતી રૂપે. હવે આરતી મારો ઉપયોગ કરીને સંકેત ના ઘરે ચોરી કરવાની યોજના પર કામ શરૂ કરશે.
સમીર પાસેથી તો હું બચી ગઈ હતી. પણ
હવે સંકેત પાસે થી કેવી રીતે બચીસ. મને સો ટકા વિશ્વાસ હતો કે આરતીએ મારા અને સંકેત વિશે વિચાર કર્યો હશે
"દિવ્ય આ કાર કોની છે?" આરતીએ ડ્રાઇવિંગ કરતા
દિવ્ય ને પૂછ્યું.
"હું જે ગેરેજ માં કામ કરતો હતો ત્યાં રીપેર
માટે આવી હતી. મેં હજી કાલ સાંજે જ આ કાર ને રીપેર કરી હતી. તેનો માલિક આજે કાર લેવા આવવાનો હતો ." દિવ્ય એ કહ્યું.
"આ કારનો માલિક પૈસાદાર છે?" આરતી.
"હા, તે ખૂબ પૈસાદાર છે." દિવ્ય એ આરતીને જવાબ આપ્યો.
"તો તે હવે કાર નવી ખરીદી લેશે. તું કાર ને અમદાવાદ તરફ ભગાવ." આરતીએ કહ્યું..
"મતલબ. આપણે કરી શું રહ્યા છીએ." દિવ્યએ કહ્યું.
"આપણો સમય હવે આ શહેર છોડી ને જવાનો આવી ગયો છે. મારી પાસે એક બીજો પ્લાન છે." આરતીએ કહ્યું ત્યારે તેની આંખોમાં એક અનેરી ચમક હતી.
લગભગ ચાર કલાક કાર ચલાવ્યા બાદ આખરે અમદાવાદ શહેર આવ્યું. ભવ્યતા થી ભવ્ય બિલ્ડીંગ, પહોળા અને મોટા રોડ, જનગણની મહત્તમ સંખ્યા, ખુલ્લું વાતાવરણ, વાહનના શોર બકોરથી એક પલની પણ નહિવત શાંતિ આ બધો અનુભવ મારા માટે નવીન હતો. હું આજે પહેલી વખત આટલી દૂર આવી હતી.
હું આજ સુધી એક ઘર માં કેદ રહી હતી. અચાનક કોઈ મને પુરી દુનિયા દેખાડવા લહી જાય અને બધું જ વસ્તુ આ કલ્પનિય મને લાગતું હતું. આ બધી દુનિયાને મારી આંખો અને દિલમાં સમાવી લેવા ઈચ્છતી હતી. આ બે પળ ની આઝાદી ખુલ્લા દિલે માળવા ઈચ્છતી હતી.
ધીમે ધીમે અમદાવાદ શહેરની ગલીઓ માંથી થઈને શહેરના છેવાડે આવેલા એક જુના અને બંધ કારખાને આવીને અમારી કાર ઉભી રહી.
પહેલા જોતા મને આ કોઈ કંપની લાગી. પણ નહીં આ એક કારખાનું હતું. જે ઘણા વર્ષો થી બંધ હોય તેવું લાગતું હતું.
અમે ત્રણેય કાર બહાર નીકળીને ઉભા રહ્યા. દસ કે બાર મિનિટ એમ જ ઉભા રહ્યા એટલે એક વાઈટ કલરની ચાર બંગડી વાળી ઓડી આવીને ઉભી રહી. ઓડીને મેં ફક્ત ટીવીમાં જ જોઈ હતી આજે હું રૂબરૂ ઓડી કાર ને જોઈ રહી હતી.
તે કાર માંથી ત્રણ બોલીગાર્ડ જેવા માણસો બહાર આવ્યા. તેમાંથી એક પાછળની બાજુનો દરવાજો ખોલ્યો. તેમથી એક મોટુ કદ, એક હાથમાં ગોલ્ડન વોશ, બીજા હાથમાં ગોલ્ડન કડું, ગળામાં બે ત્રણ સોનાના હાર, સ્ટાઈલિશ પહેરવેશ, ડામર ને પણ સારો કહેડાવે તેવો કાળો સહેરો અને તે ઓછું હોય તો યે કાળા સહેરા પર કાળા ચશ્માં સાથે સંકેત કારમાંથી બહાર આવ્યો.
તેને જોતા જ હું ઓળખી ગઈ હતી કે તે સંકેત હતો. તેની પ્રોફાઈલ મેં જોઈ હતી. તેમાં જેવો ફોટો હતો તેનાથી સો ગણો ખરાબ તે હાલ દેખાય રહ્યો હતો.
મને તેનો સહેરો જોઈને ગંદી ફીલિંગ આવતી હતી. તેનો દેખાવ શ્યામ છે તેમા તેનો કશો વાંક ન હતો. મને ભગવાને સુંદર સહેરો આપ્યો છે તેજ ભગવાને તેને આવો સહેરો આપ્યો છે.
મને તેનો દેહ જોઈને ગુસ્સો આવતો ન હતો. તેના વિચાર થી હું તેના પર ગુસ્સો કરતી હતી. તેના વિચાર સારા વ્યક્તિ જેવા ન હતા. તેના વિચાર મારી સાથે લગ્ન કરવાના હતા. એ વિચાર મને આવતા જ મને ઘીણા ઉત્પન્ન થતી હતી. પણ મારે તેની સાથે લગ્ન કરી પુરી જિંદગી રહેવાનું ન હતું. ફક્ત ચોરી કરીને જતું રહેવાનું હતું. પણ જ્યાં સુધી હું તેના ઘરે ચોરી ન કરું ત્યાં સુધી આ સંકેત સાથે રહેવું પડે એ બાબત થી મારું મન ડરી રહ્યું હતું.
આમ જોઈએ તો આ બધામાં સંકેત નો પણ કોઈ ભૂલ ન હતી. આ બધું કરી રહી હતી આરતી. તેની પૈસા માટેની લાલસ જ મને અહીં સુધી લહીને આવી હતી. આરતીની લાલસ ના કારણે આ સંકેત મારી સામે હાલ ઉભો હતો. પણ હવે કશું થઈ શકે એમ ન હતું. મારે આરતીના પ્લાન મુજબ ચાલવું પડે એમ હતું. મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. મેં આરતીના પ્લાન માંથી છટકવાનો ખૂબ વિચાર કર્યો. પણ મને કોઈ એવો રસ્તો દેખાતો ન હતો કે જેનાથી હું આરતી થી બચી શકું. મારી લાઈફ માં હવે જે થઈ રહ્યું હતું તે બધું મેં ભગવાન પર છોડી દીધું. જે થશે તેમાં મારા ભગવાન મને બચાવશે.
(વધુ આવતા અંકે)