હાલના જમાનામાં દરેક પ્રેમની શરૂઆત દેખાવ થી થાય છે. પોતાનો સહેરો અરીસામાં પોતાને જોવો ગમતો ન હોય તેવા લોકો અપ્સરા જેવી છોકરી ના સ્વપ્ન જોતા હોય છે. આ એક સત્ય હકીકત છે. દેખાવ થી આકર્ષણ ઉત્પન્ન થાય છે.
લોકો આ આકર્ષણ ને પ્રેમ સમજી એકબીજા સાથે લગ્ન ગ્રંથી માં બંધાય છે. જ્યારે આકર્ષણ રૂપી પ્રેમમાં દેખાવ રૂપી નકાબ અમુક સમયે નહિવત થાય છે. ત્યારે અમૃતના પ્યાલા સમાન લવબર્ડ એકબીજાને નફરત કરવા લાગે છે. અથવા તો આ આકર્ષણ રૂપી પ્રેમમાં કોઈ ત્રીજું પાત્ર વધારે સુંદર આવે છે ત્યારે આ પ્રેમમાં એક તિરાડ પડે છે.
મારા માટે સંકેત મને પ્રેમ કરે છે. તે તેનું આકર્ષણ છે. પણ હું ડૂબલીકેટ અજયને પ્રેમ કરું છું. તે એક મારા માટે સાચો પ્રેમ છે. જે મેં સમીર અને આ સંકેત સાથે લગ્ન ના કરીને સાબિત કરી દીધું હતું.
નવ્યા એ પોતાની આપવીતી કહેતા થોડી વાર અટકી.
@@@@
નવ્યા ની વાત મારા દિલોદિમાગ માં વ્યાપી ગઈ હતી. તેણે કહેલી આકર્ષક અને પ્રેમની બાબત ને હું એક વાર વિચાર કરવા મજબુર થયો હતો.
આજકાલ પ્રેમ ને કપડાં સમાન કરી મુક્યો છે. જૂનો થતા અને નવું જીવનમાં આવતા પ્રેમ બદલી જાય છે. આકર્ષણ માં વિશ્વાસ અને સ્વતંત્રતા બને મળે તો તે આકર્ષણ પ્રેમમાં પરિવર્તન પામે છે.
નવ્યા ની વાત સાચી હતી. સંકેત નવ્યા ને આકર્ષણ થવાને કારણે લગ્ન કરતો હતો. પણ નવ્યા ડૂબલિકેટ અજયને સાચા દિલથી પ્રેમ કરતી હતી. આજ સુધી આવી સુંદર સંસ્કારી છોકરીએ મારા આઈડી સાથે કોઈ બીજા સાથે વાત કરી હતી. તે વાત નું મને દુઃખ હતું.
નવ્યા લગાતાર બોલી રહી હતી. એટલે તેને તરસ લાગી હશે તેવું મેં વિચાર્યું. તેવું મને નવ્યા નો સહેરો જોતા ખ્યાલ આવી ગયો હતો. એટલે તે કહે તે પહેલાં મેં મારી બેગ માંથી પાણી ની બોટલ બહાર કાઠીને નવ્યા ને આપી. નવ્યા એ પાણી ની બોટલ લહીને અડધી બોટલ પાણી ઘટઘટાવી ગઈ. બાકીની અડધી બીટલનું પાણી માંથી મેં થોડું પીધું. બાકીનું મેં પ્રતીક અને જ્યોતિને પીવા માટે આપ્યું. નવ્યા ને પાણી પીધા પછી ગળા મા રાહત થઈ હતી તેવું તેના પ્રસન્ન સહેરો જોઈને લાગતું હતુ. નવ્યા એ પોતાની વાત આગળ કહેવાનું શરૂ કર્યું.
@@@@@
હું નફરત અને પ્રેમ વચ્ચેનું વિશ્લેષણ સમજી રહી હતી. ત્યારે આરતીએ મને કહ્યું કે આ સંકેત છે અને અહીંથી તારું કામ શરૂ થાય છે.
આરતીએ એ રસ્તામાં મને બધું સમજાવ્યું હતું. કેવી રીતે સંકેત નો વિશ્વાસ જીતવાનો છે અને તે વિશ્વાસ નો કેવી રીતે ઉપયોગ કરવાનો છે.
આરતીનો મુખ્ય ઉદ્દેશ સંકેત ના ઘરેથી જેમ બને એમ વધુ ઘરેણાં અને પૈસાની ચોરીનો હતો. પણ મને આ યોગ્ય લાગતું ન હતું. આ વિશે મેં આરતીને ખૂબ સમજાવી હતી. પણ આરતી માનવા તૈયાર ન હતી. તે કહેતી હતી કે આ ચોરી ચોરી ન કહેવાય. ચોરના ઘરે ચોરી કરવી એ કોઈ ગુનો નથી.
સંકેત અને તેના પિતા રાજકારણ સાથે જોડાયા હતા. તે કોઈ સારા નેતા ન હતા. સંકેત ના પિતા દસ વર્ષ માટે ધારાસભ્ય તરીકે રહી શુકયા હતા. ત્યારે તેમણે ખૂબ પૈસા બનાવ્યા હતા. જેનાથી હાલ તેઓ જલસા કરી રહ્યા હતા.
આરતીએ મને કહ્યું હતું કે તું પહેલા તારો વિચાર કર. આટલા વર્ષ તું એક ગુમનામ જિંદગી જીવી રહી છો. તારે આ ગેંડા સાથે આખી જિંદગી વિતાવાની નથી. બસ જ્યાં સુધી આપણી યોજના સફળ ન થાય ત્યાં સુધી આ ગેંડા સાથે રહેવાનું છે.
બસ આ જ વાત થી હું તૈયાર ન હતી. હું આરતી સાથે ચોરી કરવા તૈયાર હતી. મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. પણ મેં આ કામ કરવા માટે એક શરત આરતી સામે મૂકી હતી. હું તેની માટે સંકેત ના ઘરેથી ચોરી, લગ્નના દિવસે જ કરીશ. હું મારું શરીર કોઈ બીજા વ્યક્તિને સોંપવા ઈચ્છતી ન હતી.
આરતીએ પહેલા આ વિશે ના કહ્યું. તેના પ્લાન પ્રમાણે મારે દસ કે પંદર દિવસ સંકેત સાથે રહેવાનું હતું. પણ હું તે કરવા તૈયાર ન હતી. આરતી એક સ્ત્રી હોવાથી મારી સાથે સહમત થઈ. તેણે પોતાનો પ્લાન બદલ્યો. પણ તેના બદલામાં મને પૈસા આપવાની ના કહી. મેં એ સ્વીકારી લીધું.
સંકેત આજે જ મારી સાથે કોર્ટ મેરેજ કરવાની બધી તૈયારી કરી ને આવ્યો હતો. સંકેત જો ધારેત તો તે ધામધૂમથી લગ્ન કરી શકે એમ હતો. હાલ ચૂંટણી નજીક હોવાથી તે કોઈ ચર્ચા માં પડવા ઈચ્છતો ન હતો.
સંકેત આરતી કરતા પણ વધુ ઝડપી હતો. આરતીએ મારી આઈડી પરથી તે અમદાવાદ આવે છે અને તેની સાથે લગ્ન કરવા તૈયાર છું તેવું કહ્યું હતું. આથી સંકેતે અહીં નો અડ્રેસ આરતીને આપ્યો હતો.
આરતી બે દિવસ મારી સાથે રહેશે અને દિવ્ય તેના દોસ્ત ના ઘરે રહેશે તેમ નક્કી થયું હતું.
સંકેત પોતાની સાથે એક વકીલ લાવ્યો હતો.મને એમ હતું કે અમે કોર્ટે જશું પણ અહીં ખુદ વકીલ આવ્યા હતા. મને હવે ખૂબ ડર લાગી રહ્યો હતો. થોડીવારમાં હું કાયદેસર સંકેત ની પત્ની થવાની હતી. મને ખુબ ડર લાગી રહ્યો હતો. મારી ધડકન તેજ થઈ રહી હતી.
સંકેત અમારી પાસે આવ્યો તે સીધો જ મને ગળે મળ્યો. તે મને પસંદ ન આવ્યું. મેં પણ હસતા હસતા તેને શક ન પડે એ માટે આભાર વ્યક્ત કર્યો. તેને એમ જ હતું કે આટલા દિવસ તે જે નવ્યા સાથે વાત કરે છે તે હું જ છું. પણ તેને સત્ય હકીકત જાણ ન હતી. મારી આઈડીનો ઉપયોગ કરી આરતી તેની સાથે વાત કરી રહી હતી. જો કદાશ તેને એ વિશે થોડો પણ અંદાજ હોત તો તે અહીં ન આવ્યો હોત.
મેં આરતી અને દિવ્ય નો પરિચય સંકેત સાથે કરાવ્યો. સંકેતે તે બને સાથે હાથ મેળવીને સંબોધન કર્યું. તેણે વકીલ ને કહીને અહીં જ કોર્ટ મેરેજ કરવાનું કહ્યું. વકીલ પોતાની સાથે લાવેલા બેગમાંથી બે ચોપડા બહાર નીકળ્યા. હું હસતા હસતા સંકેત ના સવાલ નો જવાબ આપી રહી હતી.
સંકેતના માણસો હાર અને ફૂલની વ્યવસ્થા કરી લાવ્યા હતા. સંકેત આરતી અને દિવ્ય ને આજે રાતે તેને પાર્ટી માટે આમંત્રણ આપ્યું હતું. વકીલ પોતાના ચોપડા ખોળી રહ્યા હતા. બસ આ વખતે મેં અહીંથી ભાગવાનું વિચાર્યું હતું. હું ભાગીને ક્યાં જઈશ તે બધું મેં ભગવાન પર છોડી દીધું હતું.
મેં એક મક્કમ નિર્ણય કરી લીધો હતો કે જયારે મોકો મળે એટલે અહીંથી ભાગી જવું એ માટે મેં થોડા પૈસા આરતીના પર્સ માંથી લહી લીધા હતા. મારે બસ જરૂર હતી એક મોકાની. પણ તે અહીં મળે એવું મને લાગતું ન હતું. અહીં સંકેત ના ચાર ચાર બોડીગાર્ડ હતા. તે મને પાંચ ડગલાં પણ ભાગવા નો મોકો ન આપે તો અહીંથી ભાગવું એક મૂર્ખામી ભર્યું હતું.
હું અહીંથી ભાગવાનો વિચાર કરતી હતી ત્યાં સંકેત સાથે આવેલા વકીલે કહ્યું કે મેરેજ રજીસ્ટરના ચોપડો લાવવાના બદલે બીજો ચોપડો આવી ગયો છે. તે ચોપડો લેવા જવું પડશે.
તે વકીલ કોઈને તેનો ચોપડો લેવા જવાનું કહેતો હતો ત્યાં સંકેતે કહ્યું આપણે કોર્ટે જઈને જ મેરેજ કરીએ. આ સાંભળીને મારા જીવમાં જીવ આવ્યો. કોર્ટે જતા પહેલા કોઈ સારો મોકો શોધીને આ બધાની આંખમાં ધૂળ નાખી હું ભાગી જઈશ. તેવું મેં મનોમન નિર્ણય કરી લીધો હતો.
(વધુ આવતા અંકે)