Adhuri Navalkatha - 8 books and stories free download online pdf in Gujarati

અધૂરી નવલકથા - પાર્ટ 8

પાર્ટ 08
આગળ આપણે જોયું કે અજય એક નવલકથા લખવા માટે અમુક નામી લેખક ને કોલ કરે છે. તેને એક છોકરી કે જેનું નામ નવ્યા હોઈ છે તે તેને મળવા બોલાવે છે. ત્યાં તેને જાણ થાય છે કે નવ્યા તેને પ્રેમ કરતી હોય છે. કોઈકે અજય ની ફેસબૂક આઈડી યુઝ કરીને નવ્યા ને ફસાવી હોય છે. નવ્યા અજય માટે ઘર છોડી ને આવી હોય છે. નવ્યા પણ અજય ની માફક નવલકથા લખતી હોય છે. સંજોગો વસાત તે બંનેની નવલકથાનું નામ પણ સરખું હોય છે.
નવ્યા હાલ મને તેની આપવીતી કહેતી હતી. તેના પરિવર વિચે જણાવતી હતી. ત્યાં અચાનક પ્રતીક આવીને અમને કઈંક દેખાડવા કહે છે. હું અને નવ્યા ઉભા થઈ ને પ્રતીક પાછળ જઈએ છીએ.
મારા કાકાને અમારા ગામમાં એક અમિર ખેડૂત નું ખેતર ખેડવા માટે મળ્યું. તેમાં સારી એવી આવક થવા લાગી હતી. બે વર્ષમાં અમારી ઝૂંપડું એક સારા એવા મકાનમાં પરિવર્તન પામી ઉઠયું હતું. પણ મારા કાકા અને કાકી ના સ્વભાવમાં રતી ભર પણ ફેરફાર થયો ન હતો. આ સમયે મારી ઉંમર પંદર વર્ષની થવા આવી હતી. તે મકાન માં એક નોકરાણી તરીકે જીવન જીવી રહી હતી. પૈસા આવતા બધા ના જીવનમાં પરિવર્તન આવ્યો હતો સિવાય મારા.
"ત્યારે મને મારી કિસ્મત પર ભારે ગુસ્સો આવતો હતો. ક્યારેક ક્યારેજ મરી જવાનું પણ વિચાર આવતો. પણ મારી દાદીની એક શિખામણના કારણે હું અડગ રહી હતી. ત3 કહેતા સમય ગમે તેવો ખરાબ હોય કે સારો હોય તે જતો રહેવાનો છે. આજે દુઃખ છે તો કાલે સુખ આવશે. બસ તે કાલ ના સુખની રાહમાં તે મહેલમાં એક ગુલામ બનીને જીવતી રહી. મને આશા હતી કે કાલે જરૂર પડશે."
આરતી અભ્યાસ કરતી હતી. તે મારો ખ્યાલ પણ રખાતી હતી. તે અભ્યાસ માં હોશિયાર હતી. આરતીનો સાથ તેનો નાનો ભાઈ હાર્દિક આપતો.
હાર્દિક એ મારા કાકાનો સૌથી નાનો દીકરો હતો. મારા કાકાને ત્રણ દીકરા હતા. તેમાંથી સૌથી નાનો અને સમજુ હાર્દિક હતો. તે મારી પરિસ્થિતિ સમજતો. મારી હેલ્પ કરવા હંમેશા તે તત્પર રહેતો. ઘરે કોઈ ના હોય તો તે મારા કામમાં પણ મદદ કરતો. .અને એક ભાઈ રૂપે હાર્દિક આપીને ભગવાને મારા દુઃખમાં થોડો ઘટાડો કર્યો હતો.
મારા કાકાના મોટા બને દીકરાને હું જરા પણ પસંદ ન હતી. તે બંને નયન અને નમ્ય મને નફરત કરતા. નયન મોટો હતો અને તેનાથી નમ્ય નાનો હતો. અને નમ્ય થી હાર્દિક નાનો હતો. આરતી હાર્દિક કરતા મોટી અને નમ્ય કરતા નાની હતી.
તે બંને એ કેટલીક વખત મને અનાથ આશ્રમ મુકવાની કાકા જોડે વાત કરી હતી. પણ કાકા લોકો શું કહેશે અને મારા કાકીના મારી પાસે કામ કરવાના સ્વાર્થ પાછળ તેમનું કઈ ન ચાલ્યું.
"મારા કાકાને પાંચ વર્ષની ખેતી કામમાંથી સારી એવી આવક થઈ હતી. પછી તેમને કપાસથી દલાલીમાં હાથ અજમાવ્યો હતો. તેમાં પણ તેવો સફળ થયા હતા. લક્ષ્મી જ્યારે કાકાને પ્રસન્ન થઈને આપતી હોય તેવું લાગી રહ્યું હતું.
"ત્યારબાદ ત્રણ વર્ષ બાદ આરતીના બર્થડે પર તેની સાથે મારો પણ જન્મદિવસ ઉજવાનું આરતીએ નક્કી કર્યું. મારો જન્મદિવસ મને યાદ ન હતો. આથી આરતીએ તેના જન્મદિવસે જ મારો જન્મદિવસ ઉજવાનું નક્કી કર્યું. અમે ફક્ત ત્રણ ભાઈ બહેન જ મારા જન્મદિવસ ઉજવાના હતા. બાકી ઘરના કોઈ પણ સભ્ય આમાં શામિલ કરવાના નન હતા. આ જન્મદિવસે મારી પાસે આરતીને આપવા માટે કશું ન હતું. પણ આરતીએ મને એક ફોન ગિફ્ટ કર્યો. કોઈને ખબર ન પડે તેનું ધ્યાન રાખવાનું કહ્યું."
"મારો જન્મદિવસ રાતે આરતીની જન્મદિવાની પાર્ટી ને પૂર્ણ કરીને ઉજવાયો હતો. આરતીના બર્થડે ની પાર્ટીમાં ઘણા મહેમાન આવ્યા હતા. તેમનો એક છોકરો મારી તરફ ખૂબ તાકી તાકીને જોઈ રહ્યો હતો. જ્યારે મારા ભાઈ નયન અને નામયના દોસ્ત પણ હાજર હતા. તેના દોસ્ત માથી એક મારી સામે થોડું અલગ ભાવથી જોઈ રહ્યો હતો. તે મને પસંદ ન આવ્યું. મેં આ વિશે આરતી સાથે વાત કરવાનું વિચાર્યું. પણ હાલ નહીં કાલે."
"આરતીને બર્થડે પાર્ટી ધારા કરતા વધુ લાંબી ચાલી. બધાએ મળીને આરતીને બર્થડે વિશ કરી. તેમાં હું પણ સામીલ હતી. મોટાઓએ આરતીને આશીર્વાદ આપ્યા. છેવટે બધા છુટા પડ્યા. પછી મારા બર્થડે ની ઉજવણીનો સમય આવ્યો. ઘરના બધા સભ્ય થાકી ગયેલા હોવાથી બધા પોતાની રૂમમાં જઈ ને સુઈ ગયા. અડધી કલાક બાદ આરતી, હાર્દિક અને હું. આરતીના રૂમ માં મારા બર્થડેની કેક કાપી. મને તે બંને એ વિશ કરી. મને ત્યારે ખૂબ આનંદ થયો કે મારૂ પણ કોઈ છે. મારો ખ્યાલ રાખવા વાળા હજી પણ જીવંત છે."
"હાર્દિકે મને કાંડા ઘડિયાર ગિફ્ટ કરી. આરતીએ મને એક એન્ડ્રોઈડ ફોન ગિફ્ટ કર્યો. આજ પહેલા મેં કદાપિ ફોને યુઝ કર્યો ન હતો. અને આજે મારી લાઈફ માં એક ફોન આવ્યો હતો. તે પણ મારી બેન આરતીના લીધે."
"મારી તીવ્ર યાદશક્તિના કારણે હું આરતી કરતા વધુ ઝડપી કોઈ પણ વસ્તુ શીખી જતી. આનાથી આરતીને થોડી ઈર્ષા થતી. તે હું જાણતી હતી. હું સ્કુલે જતી ન હતી. આરતી જતી હતી. તે સ્કુલે થી આવીને ફ્રીના સમયમાં તે મને અભ્યાસ કરાવતી. તેમાં તેનો મુખ્ય ઉદ્દેશ મારી પાસેથી તેનું સ્કુલનું હોમવર્ક કરાવાનો હતો.”
“મારી જિંદગી બસ આમ સુખ શાંતિથી ચાલી રહી હતી ત્યાં મારી લાઈફમાં તુફાનની માફક બે લોકોનો પ્રવેશ થયો.” નવ્યા એકધારું બોલી રહી હતી. તે થોડી અટકી અને ટેબલ પરથી પાણીના ગ્લાસ વડે પાણી પીધું.
મને નવ્યા ની જીવન સ્ટોરીમાં ઈન્ટર્સ્ટ પાડી રહ્યો હતો. તે જે પણ કહી રહી હતી તે મારા મનમાં ફિલ્મ સમાન ચાલી રહ્યું હતું. તેના એક એક વાક્યને હું બારીકાઈથી સાંભળી રહ્યો હતો.
“એકને મેં મારી મરજીથી મારી લાઈફમાં આવવા દીધો હતો.” નવ્યા એ કહેવાનું શરૂ કર્યું. “ બીજો ના સૂટકે મારી લાઈફમાં આવ્યો હતો.”
“આરતીએ મને ફોન આપ્યો હતો. પણ તે ફોન આરતીના રૂમમાં જ રહેતો હતો. તેનું કારણ એ હતું કે કદાચ કોઈ દિવસ કાકા અથવા કાકી ના હાથમાં આવી જાય તો તે ફોન આરતીનો છે તેમ કહીને હું છૂટી જાવ.”
“આરતીએ મને ફેસબૂક એપ વિચે થોડી માહિતી આપી હતી. અંર મેં ઇન્સ્ટોલ કરી પણ હતી. મને ફેસબૂક ચલાવતા આવડતું ન હતું. ફેસબૂક વિચે ઘણી વખત સાંભળ્યું હતું. મારા મોટા ભાઈ ને ફેસબૂક ચલાવતા જોયા પણ હતા. ત્યારે મારા મનમાં બસ એક જ ઈચ્છા થતી કે આ વિચે જાણવું છે. બસ તે ઈચ્છા હવે પૂર્ણ થઈ હતી. તે પણ આરતીના કારણે તે હજી પણ મને વિશ્વાસ આવતો ન હતો.”
“મેં ફેસબૂક ઇન્સ્ટોલ કર્યું. તેમાં મારી આઈડી બનાવી. મારા ફોટા ના સ્થાને કોઈ હીરોઇનનો ફોટો આરતીએ પ્રોફાઈલમાં રાખ્યો. મારું નામ એ જ રહ્યું પણ સરનામું બદલી નાખ્યું. અને મારી ફેસબૂક આઈડી તૈયાર થઈ ગઈ. બસ આજ મારી ભૂલ કે મેં ફેસબૂક આઈડી બનાવી. તેના કારણે આગળ જતાં મારે ઘણી મુસીબતનો સામનો કરવો પડ્યો.”
ક્રમશઃ
શું અજય પોતાની નવલકથા પૂર્ણ કરી શકશે. અજય અને નવ્યની પ્રેમ કહાની આગળ વધશે કે નહીં. આખરે નવ્યની જિંદગી માં એવું તો શું થયું હતું કે તેને પોતાનું ઘર છોડવું પડ્યું હતું. આવાજ સવાલોના જવાબ માટે વાંચતા રહો અધૂરી નવલકથા.
આ નવલકથા દર શુક્રવારે માતૃભારતી એપ પર પ્રકાશિત થશે.
આપ આપના અમૂલ્ય પ્રતિભાવ પણ આપી શકો છો.

જય શ્રી કૃષ્ણ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED