પાર્ટ 09
તમારી નાની નાની ભૂલો પણ ક્યારેક તમને ઊંડી ખાઈ માં ધકેલી દે છે. તેવું જ મારી સાથે થયું હતું. કોઈ યંત્ર નો મોજશોખ માટે વધુ ઉપયોગથી તમારી જિંદગીને અંધારામાં જતી પણ મારી જિંદગી પહેલેથી જ અંધારામાં હતી. પણ હું આ અંધારામાં ભટકી જવાની હતી. ત્યારે તે મને ખ્યાલ ન હતો.
"મેં મેસેજ જોયા તો અજય દવે અને સંકેત ચૌધરીના હતા."
નવ્યા પોતે બોલી જ રહી હતી ત્યાં મારું નામ આવતા હું અચાનક અધવચ્ચે બોલી ઉઠ્યો. "શું કહ્યું અજય દવે."
"તેના મેસેજમાં ખાસ કંઈ નહીં પણ હેલ્લો લખ્યું હતું. અને સાથે સાથે મને ફ્રેન્ડ રિકવેસ્ટ પણ મોકલી હતી. મેં ફ્રેન્ડરીકવેસ્ટ ન સ્વીકારી. મેસેજ જોયો પણ રીપ્લાય ન આપ્યો."
"મેં રીપ્લાય ન આપ્યો અને મેસેજ ડીલીટ કરી નાખ્યો. અતિયારે સુધીમાં મને એટલી તો ખબર પડી સૂકી હતી કે હું જો કોઈને રીપ્લાય આપીશ તો હું મુસીબત માં પડી જઈશ. હું કોઈ પણ આવી બાબત હોય તે આરતીને ચોક્કસ જણાવતી. પછી ભલે નાનામાં નાની વાત હોય કે મોટા મુદ્દાની વાત હોય તે હું સમય મળતા આરતીને જણાવતી. આથી મેં આ બાબત પણ આરતીને જણાવી. આરતીએ મને કહ્યું કે આવા છોકરાના મેસેજ આવતા જ રહેશે તું તેમાં ધ્યાન ન આપ. તે તેને રીપ્લાય નથી આપ્યો આથી તે ફરી વખત તને મેસેજ કરશે. જો હવે ફરી વખત તેનો મેસેજ આવે તો તું તેને બ્લોક કરી નાખજે. જેથી તારો તેનાથી પીછો છૂટી જાય."
"આરતીની સલાહ મને ગમી. મેં પણ આરતીએ કહ્યું તેવું જ કરવાનું વિચાર્યું. એ વાત પાક્કી હતી કે તે બંને નો ફરી વખત મેસેજ આવશે જ. એ પછી હું મારા કામમાં પરોવાય."
"બીજે દિવસે સવારનું કામ પતાવીને આરતીના રૂમમાં સફાઈના ઉદેશથી પહોંચી. ત્યારે મોબાઈલ ચેક કર્યો. ત્યારે પણ તે બંનેના મેસેજ અને ફ્રેન્ડરીકવેસ્ટ આવેલી હતી. તે બંને ના મેસેજ મોકલવાના સમયમાં ખૂબ લાંબો તફાવત હતો. મેં ફરી વખત મેસેજ ડીલીટ કર્યા. ફ્રેન્ડરીકવેસ્ટ અનસ્વીકાર કરી. ત્યારબાદ રૂમ સફાઈ કરી. અને હું મોબાઈલમાં ગેમ રમવા બેચી. ત્યાં બપોરનો સમય થતા બપોરના જમવાની વ્યવસ્થા કરવા રસોડામાં જતી રહી."
"રસોઈ થઈ ગયા બાદ બધાએ જમી લીધું. છેલ્લે હું જમવા બેચી. રસોડાને સાફ કરીને હું ઘરને સાફ કરવા લાગી. સાંજ પડતા આરતી અને હાર્દિક ઘરે આવતા તેની માટે મારે હંમેશા નાસ્તાની વ્યવસ્થા કરવી પડતી. આજે પણ મેં તે જ કર્યું. નયન અને નમ્ય બંને કોલેજમાં હતા. તે ક્યારે આવતા અને જતા તેનું કઈ નક્કી ન હતું. તે બંને જ્યારે આવે તેની માટે નાસ્તાની વ્યવસ્થા કરવી. તે બધાના અલગ અલગ રૂમ હતા. તેની સફાઈ કરવી. પુરા દિવસના લગાતાર કામના કારણે હું ખૂબ થાકી જતી. અને એમાંય તે ક્યારેક સાફ સફાઈ કરતા કશુંક તૂટે અને રસોઈ માં ક્યારેક ખરાબી આવે ત્યારે બધાના મેળા ટોળા સાંભળવા પડતા તે તો અલગ જ"
"હવેલી જેવા દેખાતા તે ઘરમાં મારી દશા સાંભળવા વાળું કોઈ ન હતું. બહારથી આવતા મહેમાન મને ખુશનસીબ ગળતા. પણ તેમને કોણ સમજાવે કે બહારથી દેખાતી ભવ્ય હવેલી મારા માટે એક ઝેલ સમાન છે."
"રાતે પણ તે બંનેના મેસેજ આવ્યા હતા. એકસાથે નહીં પણ અલગ અલગ સમયે. મેં આ વાત આરતીને કહી. તેને મને બ્લોક કરવાની સલાહ આપી. પણ મને બ્લોક લિસ્ટમાં નાખતા આવડતું ન હતું. તેથી મેં આરતીને કહી તે બંને ને બ્લોક લોસ્ટમાં નખાવ્યા."
"મેં જ્યારે બીજા દિવસે જોયું તો કોઈનો મેસેજ ન હતો. હું ખુશ થઈ ગઈ તેનું કારણ હતું કે આજે કોઈનો મેસેજ ન હતો. પણ આ ખુશી લાંબા સમય સુધી ન રહી. બે દિવસ પરથી કોઈ બીજી આઈડી ઓરથી મને મેસેજ આવવાના શરૂ થયા."
"મને પહેલા એમ થયું કે કોઈ બીજા છોકરાએ મને મેસેજ કર્યો. પણ મારી ધારણ ખોટી હત્તી. તે મેસેજ કરવા વાળો તે બંને માંથી એક જ હતો. તેવું મને તેના બ્લોક કેમ કર્યો તેવા મેસેજ પરથી ખ્યાલ આવ્યો. મેં કોઈ જવાબ ન આપ્યો પહેલાની જેમ તેને પણ બ્લોક કરી નાખ્યો. આવી રીતે સાત થી આઠ નવી નવી આઈડી પરથી આવતા મેસેજ ને હું બ્લોક કરતી રહી. તેના પછી બે દિવસથી મેસેજ આવતા બંધ થઈ ગયા. મને લાગ્યું કે હવે તેનો મેસેજ નહીં આવે. ત્રીજે દિવસે પણ મેસેજ ન આવ્યો. આ વિચે મેં આરતીને કહેવાનું વિચાર્યું."
"હું આરતીના રૂમ માં પ્રવેશી તો આરતી કોઈ સાથે વાત કરતી હતી. આ પહેલા પણ મેં આરતીને કોઈ સાથે વાત કરતા જોઈ છે. ત્યારે તે ચેટ દ્વારા કરતી હતી. પણ આજે તે કોલ દ્વારા કરતી હતી."
"મારા આવવાથી તેણે કોલ કટ કરી નાખ્યો. મેં જ્યારે તેને પૂછ્યું તો તે તેનો બોય ફ્રેન્ડ છે તેમ કહ્યું. મેં જ્યારે આ ખોટું છે તેમ કહ્યું ત્યારે તેને મને એક સલાહ આપી. જો નવ્યા કોઈ સારો છોકરો મળતો હોય તો તેની સાથે વાત કરવામાં કશો પ્રોબલમ નથી. મેં તેને કહ્યું કે આગળ જતાં આપના લગ્ન તેની સાથે ન થયા. અને આપણા મેરેજ કોઈ બીજા સાથે થઈ ગયા તો શું કરવાનું."
"આ સાંભળી ને આરતીએ મને જે જવાબ આપ્યો તે સાંભળીને મને આરતી પરથી થોડું ઘણું માન હતું તે પણ જતું રહ્યું. તેને કહ્યું પ્રેમ કરવાનો જ નહીં કે લગ્ન પછી પ્રોબલમ પડે. ફક્ત વાતચીત કરવાની અને આપણો ટાઈમ પસાર કરવાનો."
"મને આરતીની આ બાબત ન ગમી. કોઈ સાથે ફ્રેન્ડશીપ કરવી. તેમાં થોડું આગળ વધવું. અને છેવટે તેને છોડી મેકવાનો. કોઈના દિલ સાથે રમત ન રમાય. જો કોઈ સાથે પ્રેમ થાય તો છેલ્લા શ્વાસ સુધી તેનો સાથ નિભાવાય. જો આ કરવાની ત્રેવડ ન હોય તો આ રિલેશન થી દુર જ રહેવાય. મારી માન્યતા આવી હતી. જે આરતી કરતા સાવ વિપરીત હતી."
"તું સાચું કહે છો. હું પણ તારા વિચાર સાથે સહમત છું." ક્યારની નવ્યા પોતાની કહાની કહી રહી હતી. તે ધ્યાનથી હું સાંભળી રહ્યો હતો. પણ જ્યારે નવ્યા ના પ્રેમ વિચેના વિચાર સાંભળી હું પણ તેને પ્રોત્સાહન આપવા બોલી પડ્યો.
નવ્યા એ મારી સામું જોયું અને ફરી તે પોતાની કહાની કહેવા લાગી. "આરતીએ મને કહ્યું કે આવા ઘણા બધા છોકરા મળી રહેશે જે આપણા એક ઈશારે પર નાચશે. તને શું લાગે છે હું આટલા બધા ઝલસા કરું છું તેના બધા પૈસા પપ્પા આપે છે. ના તેની માટે મેં બહારથી મેં ત્રણ મુર્ગા પકડી રાખ્યા છે. જે મારો ખર્ચ ઉઠાવે છે."
"આરતીની આ વાત મને ગળે ઉતરી. મારા મનમાં એક ભયંકર વિચાર આવ્યો. આ ફેસબુકની મદદથી કોઈ સારા છોકરા સાથે રિલેશન માં આવવું અને તેની સાથે આ ઘર છોડીને ભાગી જવું."
"આરતીએ મને અજાણતા જ એક રસ્તો બતાવ્યો હતો. જે થોડો નહીં પણ ખૂબ મુશ્કેલ હતો. તેની માટે મારે તો સૌથી પહેલા કોઈ સારા એવા છોકરાની જરૂર હતી. મારે તેની માટે હવે છોકરાઓ સાથે વાતચીત શરૂ કરવાની હતી. અને આ વાતચીત પરથી જ કોઈ સાથે રીલેશન માં આવવું કે નહીં તે વિચારવાનું હતું."
"આથી મેં જેટલને પણ બ્લોક કર્યા હતા તેને અનબ્લોક કરવાનું કામ સૌથી પહેલા કર્યું. તેમાંથી કોઈનો પણ તે દિવસે મેસેજ ન આવ્યો. હું કોઈને સામેથી મેસેજ કરવા ઈચ્છતી ન હતી. તેની માટે મારી પાસે કોઈનો મેસેજ આવે તેની રાહ જોવા સિવાય કોઈ રસ્તો ન હતો."
"તો શું સૌથી પહેલા મારી આઈડી પરથી તને મેસેજ આવ્યો હતો." મરાથી ન રહેવાતા હું બોલી ઉઠ્યો. નવ્યા એ મારી સામું જોયું. અને થોડીક સ્માઈલ આપી. તેની કહાની મને હવે ગમી રહી હતી. ધીમે ધીમે મને તેમાં રસ પડવા લાગ્યો હતો. આથી જ હું ક્યારેક ક્યારેક તેની વચ્ચે બોલી ઉઠતો હતો.
નવ્યા એ ટેબલ પરથી ગ્લાસ લહીને પાણી પીધું. નવ્યા શું જવાબ આપશે તેની રાહમાં હું બેઠો હતો. નવ્યા એ સહજતાથી કહ્યું
"ના. સૌથી પહેલા તમે ન હતા."