Adhuri Navalkatha - 18 books and stories free download online pdf in Gujarati

અધૂરી નવલકથા - પાર્ટ 18

મારે હવે શું કરવું તે મને સમજાતું ન હતું. એક પછી એક નવી મુસીબત મારી પર આવતી હતી. અને જેને હું મારા ભાઈ બહેન સમજતી હતી તે જ મારી મુસીબતનું આમંત્રણ આપીને મારી સુધી પહોંચાડતા હતા. હું એકલી હતી. પણ મેં નક્કી કર્યું હતું કે હવે જે પણ થાય પણ છેલ્લાં શ્વાસ સુધી લડી લેવું છે.
મને કશું પણ સમજાતું ન હતું. બસ એટલું હું સમજી શુકી હતી હું સમીર સાથે નિકાહ કરું તો જ સમીર તેની બહેનના લગ્ન મારા ભાઈ નમ્ય સાથે કરશે. નમ્ય આવી રીતે મને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરશે તે મેં સ્વપનય વિચાર્યું ન હતું. આનાથી સારા મારા કાકા હતા. જે મારો આવી રીતે ઉપયોગ તો કરતા ન હતા.
મને હજી પણ નમ્યએ આવું કર્યું તેનો વિશ્વાસ આવતો ન હતો. હું સમજી શક્તિ ન હતી એક બહેન કરતા નમ્ય એક બહારની પર ધર્મ વાળી છોકરી માટે આટલું નીચ કામ કરશે. મને કાકાના ઘરેથી નમ્ય સાથે ભાગવાનો પછતાવો થતો હતો. પણ હવે કશું થઈ શકે એમ ન હતું. નમ્ય કરતા આરતી સારી હતી. તેણે તો ફક્ત તેના માટે મારે ચોરી જ કરવાની હતી. બાકી તે મને સેફ રહેવાની બાંહેધરી આપી હતી. અને તે મારા અજય સાથે ના સંબધ માં પણ રાજી હતી. ફક્ત આરતી માટે મારે સંકેત ના ઘરમાં ચોરી કરવાની હતી.
અહીં સમસ્યા જુદી હતી. જો હું સમીર સાથે નિકાહ કરું તો મારે ધર્મ પરિવર્તન કરવો પડે. જે હું કરવા ઈચ્છતી ન હતી.
"જુ અહીં કોઈ સાથે નિકાહ નથી કરવાની." મેં ખૂબ વિચાર્યા બાદ સાફ સાફ શબ્દોમાં કહ્યું. મારા આ વાક્ય સાંભળીને ત્રણેય ચોકી ઉઠયા.
"તારે તો ખુશ થવું જોઈએ કે તને ઝેલ માંથી આઝાદી મળી. અને મારા જેવા પૈસા વાળા સાથે તારા નિકાહ થવાના છે." સમીરે કહ્યું. સમીરના કહેવા પરથી લાગી રહ્યું હતું કે તે પૈસા વાળો છે. તે પહેલાં પણ મને થોડો અંદાજ લાગી આવ્યો હતો. તેનો પહેરવેશ અને બાઈક જોઈને. જો મને પહેલા ખબર હોત કે સમીર પૈસા વાળો છે તો પણ હું નિકાહ માટે ના કહેત. કારણ કે હું ડૂબલિકેટ અજય ને પ્રેમ કરતી હતી.
"નવ્યા મારી વાત સમજ અને થોડું વિચાર કે તારા સમીર સાથે નિકાહ થવાથી તું અને હું બંને ખુશ રહેશું." નમ્ય એ મને સમજાવતા કહ્યું. નમ્ય ની વાત તેના માટે સત્ય હતી. પણ મારા માટે તે મિથ્યા હતી.
"વાત લગ્ન ની નથી વાત છે પ્રેમ ની મારા ભાઈ" મેં કહ્યું.
"હું તને પ્રેમ કરીશ. તને કોઈ દિવસ ફરિયાદનો મોકો નહીં આપું આ મારું વચન છે." સમીર આગળ આવીને કહ્યું.
"હું પ્રેમની વાત કરું છું સમીર કોઈ રમત કે વ્યાપારની નહીં. મને કોઈ સાથે પ્રેમ થયો છે જે હવે કોઈ બીજા સાથે નહીં થાય." મેં કહ્યું.
"પ્રેમ એ પૈસા જોઈને બદલી જાય છે. તને જ્યારે ખબર પડશે કે મારી પાસે કેટલા પૈસા છે. મારું ઘર કેટલું મોટું છે. તારી જિંદગી બની જશે." સમીરે કહ્યું.
"જીવનમાં થયેલો કોઈ ને સાચો પ્રેમ કરોડો રૂપિયા જોઈને પણ બદલાતો નથી. સાચા પ્રેમ સામે કરોડો રૂપિયા પણ રતી સમાન છે. સાચા પ્રેમમાં એટલી તાકાત છે કે તે ઝૂંપડા માં પણ સ્વર્ગ ઉભું કરી શકે." મેં કહ્યું.
"આ બધી ફિલ્મી વાત છે. અસલ જીવનમાં પૈસા વગર સારી જિંદગી અશક્ય છે. મારી સલાહ માન તું સલીમ સાથે નિકાહ કરવામાં જ તારી ભલાય છે." નમ્ય એ કહ્યું.
નમ્ય ની આ પ્રકારની વાત થી મને ગુસ્સો આવતો. તે આ પ્રકારે બોલી જ કેવી રીતે શકે. તેણે પણ નૂર ને પ્રેમ કર્યો હતો. તે પણ એક પ્રેમી હતો. તેની પાસે પ્રેમની પરખ હતી. હું જે પ્રકારે પ્રેમ વિશે વિચારતી હતી તેનાથી સાવ ઊલટું નમ્ય પ્રેમ વિશે વિચારતો હતો.
"હવે આ નવ્યા નું શું કરવાનું છે."ક્યારની શાંત ઉભી ઉભી બધું સાંભળી રહેલી નૂર બોલી.
"કરવાનું શું હોય આની સાથે જબરદસ્તી નિકાહ કરવા પડશે." સમીરે કહ્યું.
"જો સમીર તું પૈસા વાળો છો. તને હું નહીં તો કોઈ પણ મળી જશે. એટલે તું મને જવા દે તો તારો ખુબ ખૂબ આભાર." મેં કહ્યું.
"એવું હું ના કરી શકું. સવાલ મારા નિકાહ નો નથી સવાલ છે મારા બદલાનો." સમીરે કહ્યું.
"બદલાનો તારે કોની સાથે બદલો લેવો છે જે પણ મારી સાથે નિકાહ કરીને." મેં કહ્યું.
"એ હું તને હાલ નહીં જણાવી શકું." સમીર
"નમ્ય તું તો મારો ભાઈ છો. તું મને બચાવ." મેં નમ્ય પાસેથી મદદ માંગતા કહ્યું.
"જો બહેન તારી અને મારી ભલાય સમીર સાથે નિકાહ કરવામા છે. આમ પણ તારું સંકેત સાથે લફરું ચાલતું હતું તે વાત જાણ છતાં સમીર તારી સાથે નિકાહ માટે તૈયાર છે તો તારે ખુશ થવું જોઈએ." નમ્ય એ કહ્યું.
"એક મિનિટ તે શું કહ્યું. નવ્યા નું કોઈ સંકેત સાથે લફરું છે. તું એ વાત મને હાલ કરે છો." સમીરે કહ્યું.
"મને પણ આજે સવારે જ ખબર પડી છે તો તને પહેલા ક્યાંથી કહી શકું." નમ્ય એ કહ્યું.
"જો સમીર મારું કોઈ સાથે લફરું છે એ જાણી ને પણ તું મારી સાથે નિકાહ કરવા તૈયાર છો?" મેં કહ્યું.
"મને કોઈ ફર્ક નથી પડતો કે તારે કોની સાથે અને કેવા પ્રકારના સબંધ છે. હું તારી સાથે નિકાહ માટે તૈયાર છું." સમીરે કહ્યું.
સમીર કોઈ પણ રીતે મારી સાથે નિકાહ કરવા ઈચ્છતો હતો. અને તે કોઈ બદલાની વાત કરતો હતો. તે મને સમજ માં ન આવ્યું. નમ્ય મારી તરફ ન હતો. તેને ફક્ત નૂર જોઈતી હતી. તે નૂર માટે મારી બલી ચડાવા તૈયાર હતો. મને હવે અહીંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો મળતો ન હતો.
મારી અને સમીર વચ્ચે લાંબી બોલાચાલી ચાલી હતી. નમ્ય મને કોઈ પણ રીતે સમજાવા માટે નવી નવી લાલસ આપતો હતો. નૂર તેના ભાઈ સમીર ના સ્વભાવ, વ્યવસાય અને પૈસાના વખાણ કરતી હતી
સમીર કોઈ પણ રીતે મારી સાથે નિકાહ કરવા ઈચ્છતો હતો. તેના પરથી એવું લાગી રહ્યું હતું કે સમીર આ માટે કોઈ પણ હદે જઈ શકે એમ છે.
આ બધામાં મને નૂર અને નમ્ય ના પ્રેમ પ્રકરણ વિશે સમજાતું ન હતું. નૂર નમ્ય ને પ્રેમ કરતી હતી. તે એક મુસ્લિમ છોકરી હતી અને તે એક હિન્દૂ છોકરા સાથે પ્રેમ કરી તેની સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. અને બીજું એ કે નૂર પૈસાદાર ઘર માંથી આવી રહી હતી. અને તે તેનાથી ઓછા પૈસા વાળા ઘરમાં લગ્ન કરવા જઈ રહી હતી તે પણ પોતાનો ધર્મ બદલીને એ થોડું નવાઈ પમાડે એવું હતું.
હું આ વિશે વિચાર કરી રહી હતી. નમ્ય અને સમીર બને મારા અંગે ચર્ચા કરી રહ્યા હતા. ત્યાં અચાનક અમે જ્યાં રૂમ માં ઉભા હતા ત્યાં અચાનક ધુમાડો આવવા લાગ્યો. ધુમાડો ઝડપથી રૂમમાં વ્યાપી ગયો. કોઈને કશું દેખાતું ન હતું. કોઈ કશું બોલી રહ્યું ન હતું. બધા ઉધરસ ખાઈ રહ્યા હતા. એટલામાં કોઈએ મારો હાથ પકડ્યો અને મને બહાર ખેંચી લીધી.
(વધુ આવતા અંકે)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED