અધૂરી નવલકથા - પાર્ટ 7 Pankaj Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

અધૂરી નવલકથા - પાર્ટ 7

પાર્ટ 07
આગળ આપણે જોયું કે અજય એક નવલકથા લખવા માટે અમુક નામી લેખક ને કોલ કરે છે. તેને એક છોકરી કે જેનું નામ નવ્યા હોઈ છે તે તેને મળવા બોલાવે છે. ત્યાં તેને જાણ થાય છે કે નવ્યા તેને પ્રેમ કરતી હોય છે. કોઈકે અજય ની ફેસબૂક આઈડી યુઝ કરીને નવ્યા ને ફસાવી હોય છે. નવ્યા અજય માટે ઘર છોડી ને આવી હોય છે. નવ્યા પણ અજય ની માફક નવલકથા લખતી હોય છે. સંજોગો વસાત તે બંનેની નવલકથાનું નામ પણ સરખું હોય છે.
નવ્યા એ જ્યારે મને કહ્યું કે તે પણ નવલકથા લખી રહી હોય છે ત્યારે એટલું બધું આશ્ચર્ય ન થયું. પણ જ્યારે તેને તેની નવલકથાનું નામ આપ્યું ત્યારે મને દુનિયાભર નું આશ્ચર્ય થયું. કેમ ન થાય. મારા સ્થાને કોઈ પણ હોય તેને પણ આશ્ચર્ય થવું કોઈ નવીન બાબત નથી.
મારી નવલકથા નું અધૂરી નવલકથા હતું. બસ સેમ જ તેની નવલકથાનું નામ પણ અધૂરીનવલકથા હતું.
"શું કહ્યું તમારી નવલકથાનું નામ અધૂરી નવલકથા છે." નવ્યા એ સહજતાથી કહ્યું.
મેં હકાર માં માથું હલાવ્યું. "તમારી પણ." મેં કહ્યું.
"હા," નવ્યા.
આ કેવી રીતે શક્ય છે. અમારી બનેની નવલકથા ના નામ સેમ હતા. આજ પહેલા હું નવ્યા ને મળ્યો નથી. ક્યારેય નવ્યા ને જોઈ નથી. નથી કે ક્યારે મને નવ્યા જેવી છોકરી મારી લાઈફ માં આવશે તેવો વિચાર કર્યો. પણ આજે એક અજાણી છોકરી કે જે મને પ્રેમ કરતી હોય છે. જે એક લેખક પણ હોય છે. અને તેમાં પણ તેની નવલકથા નું નામ મારી નવલકથા સાથે મેચ થતું હોય છે. આ એક અજીબ સંજોગ હતો.
મેં પછી આના વિચે વધુ વિચાર કરવાનું ટાળ્યું. બની શકે. આ દુનિયામાં એક સહેરા વાળા લોકો પણ મળી આવે છે તો પછી એક સરખા નામ વાળી નવલકથા હોવી તે સામાન્ય બાબત છે. મારા આ વિચે વધુ સર્ચા કરવા કરતાં નવ્યા સાથે નવલકથા પ્રતિયોગીતા વિચે જાણવું હતું. મેં આજ પહેલા આવી પ્રતિયોગીતા વિચે ક્યારેય સાંભળ્યું કે વાંચ્યું ન હતું.
"આપણી નવલકથાના નામ સરખા છે તે એક સંજોગ હોઈ શકે. તમે કહ્યું કે નવલકથા પ્રતિયોગીતા એ શું છે?" મેં કહ્યું. મારે હવે આ પ્રતિયોગીતા વિશે જાણવું હતું.
"તમને આ પ્રતિયોગીતા વિશે જાણ નથી. એ એક નવાઈ પમાડે તેવી બાબત છે." નવ્યા એ કહેવાનું શરૂ કર્યું.
"આ વખતે ગુજરાતની એક સાહિત્ય સંસ્થા દ્વારા એક કોમ્પિટેશન યોજવામાં આવી છે. ગુજરાત રાજ્ય માં આ પ્રતિયોગીતા આ વર્ષથી શરૂ થાય છે. તેમાં ગુજરાતી ભાષાના લેખકને પ્રોત્સાહન મળે અને તેમનું નામ પુરા ગુજરાત ભરમાં ફેલાય તેવો મુખ્ય ઉદ્દેશ છે."
"આ સ્પર્ધામાં કોઈ પણ ભાગ લહી શકે છે. વિજેતા એક સારી એવી ઘન રાચીનું ઈનામ પણ મળી શકે છે."
"તમે આ નવલકથાની પ્રતિયોગીતા માટે નવલકથા લખી રહ્યા છો." મેં કહ્યું.
"હા, અને ના પણ. મારી નવલકથા લખવાનું કારણ ફક્ત આ નવલકથા પ્રતિયોગીતા નથી."આ કહેતી વખતે તેની આંખોમાં પાણી આવ્યું. નવ્યા જાણે ખૂબ દુઃખી હોય તેવું મને લાગી રહ્યું હતું. મારે તેને ઘર કેમ છોડ્યું તે વિચે જાણવું હતું. પણ અમારી બંને ની વાત કંઈક અલગ જ પાટા પર ચડી ગઈ હતી.
"એક હોય છે મુસીબત અને બીજી હોય છે મહામુસીબત. મુસીબતમાં ફસાવાથી આપણે એટલા બધા ભાંગી પડીએ છીએ તો મહામુસીબત માં પડવાથી આપણી શું હાલત થતી હોય છે તે વિચાર સુધાથી હું કંપી ઉઠું છું. અને હું આ મહામુસીબત માં ફસાઈ છું." નવ્યા એ પોતાની વિતગ કહેવાનું શરૂ કર્યું.
"મારા મમ્મી પપ્પાનું અવસાન ક્યારે થયું તે મને યાદ નથી. ત્યારે હું ખૂબ નાની હતી. મને તો મારા મમ્મી પપ્પા નો સહેરો પણ યાદ નથી. અને નથી જોયો ક્યારેય તેમનો ફોટો. સાયદ હું આ દુનિયાની સૌથી મોટી કમનસીબ છોકરી હોઈશ કે જેણે પોતાના માતા પિતાનો ફોટો પણ નથી જોયો."
"મારા દાદી જ્યાં સુધી હતા ત્યાં સુધી મારી પરવરીશ માં કોઈ કમી ન હતી. હું સાત વર્ષની થઈ ત્યારે મારા નસીબ માં મારા દાદી નામનું સુખ જતું રહ્યું. તેમનું અકાળે અવચાન થયું. દાદીમા ગયા પછી મને આશા હતી કે મારા કાકા કાકી મને તેમના દીકરાની જેમ સાચવશે. પણ મારી આશા નિરાશામાં પલ્ટી. અમારું પરિવાર ગરીબી રેખાથી નીચે જીવતું હતું. આ ગરીબીએ મારો અભિયાસ છીનવ્યો. મારા રમવાની ઉંમરે મારે કામ કરવું પડ્યું."
"કાકા આમ તો સારા હતા પણ કાકીને કારણે તે મને પસંદ ન હતા કરતા. કાકાને ચાર દીકરા દીકરી હતા. એક ઉપરથી ગરીબી. કાકા મજૂરી કરવા જતાં. આવા મજૂર માટે જ્યારે પોતાના છોકરા પણ ભારી પડતા હોય તો હું તો તેમના ભાઈ ની છોકરી હતી."
"મને મારું જીવન અંધારમય લાગતું હું મારા ભવિષ્ય વિચે વિચાર પણ કરતી બંધ થઈ ગઈ હતી. દિવસ રાત ગામના કામ કરવાના, ક્યારેક મજૂરીએ તો ક્યારેક કોઈના ઘરે વાસણ સાફ કરવા જવાનું. અને જો અમારા ઘરે બધા જમી લે પછી જમવાનું બચતુ તો મને જમવાનું મળતું. આમ તો સપ્તાહમાં હું ત્રણ દિવસ ભૂખી સૂતી. મારા કાકા એટલા બધા પણ ક્રૂર ન હતા પણ અમારી પાસે ખાવા માટે અનાજ ખૂબ ઓછું હતું."
"આરતી મારું દુઃખ સમજી શક્તિ હતી. કરણ કે ક્યારેક ક્યારેક મારા જેવું દુઃખ તેના ભાગમાં પણ આવતું. તે પણ મારી જેમ છોકરી હતી. મારા કાકાની એક લોતી છોકરી આરતી. તે કશું બોલી ન શક્તિ. અને મારી પાસે બોલવાનો હક્ક કે હિંમત ન હતી. પણ આરતી મારા કરતાં સુખી હતી. તે સોરી છુપીથી મને સારું સારું ખવરાવતી. મને સદાય સહાય કરતી. ફ્રી સમયે તે મને તેના અભ્યાસ માં આવતું તે જ્ઞાન પણ આપતી. આરતી સ્કુલે જતી. પણ તેને સ્કુલે જવું પસંદ ન હતું. તે મારી પાસે તેનું સ્કૂલનું હોમવર્ક કરાવતી. તેનું હોમવર્ક કરવાથી મને પણ ઘણો ખરો અભ્યાસ માં ફાયદો થતો."
"સમય ધીમે ધીમે જતો રહેતો હતો. મને ક્યારેક ક્યારેક એવું લાગતું કે આ ગરીબી જ મારી આ પરિસ્થિતિનું કારણ છે. જો અમે થોડા પૈસા વાળા હોત તો મારા કાકા મારું સારું એવું ધ્યાન રાખેત. એક દીવસ અમારી કિસ્મત ચમકી અને ....."
નવ્યા પોતાની કહાની આગળ કહેવા જતી હતી ત્યાં અચાનક ક્યાંથી પ્રતીક આવી પહોંચીયો. અને અમારી વાત વચ્ચે બોલી ઉઠ્યો.
"અજય તને ખબર છે આજે શું થયું." પોતાના હસમુખા સ્વભાવે તે બોલી ઉઠ્યો.
"મને તો શું ખબર તું જણાવ." મેં કહ્યું.
"એમ નહીં ચાલ મારી સાથે હું તને રૂબરૂ મેળવું. તમે પણ આવો." ઉત્સાહિત સહેરે પ્રતીક આગળ ચાલવા લાગ્યો.
ક્રમશઃ
શું અજય પોતાની નવલકથા પૂર્ણ કરી શકશે. અજય અને નવ્યની પ્રેમ કહાની આગળ વધશે કે નહીં. આખરે નવ્યની જિંદગી માં એવું તો શું થયું હતું કે તેને પોતાનું ઘર છોડવું પડ્યું હતું. આવાજ સવાલોના જવાબ માટે વાંચતા રહો અધૂરી નવલકથા.
આ નવલકથા દર શુક્રવારે માતૃભારતી એપ પર પ્રકાશિત થશે.
આપ આપના અમૂલ્ય પ્રતિભાવ પણ આપી શકો છો.

જય શ્રી કૃષ્ણ