Adhuri Navalkatha - 4 books and stories free download online pdf in Gujarati

અધૂરી નવલકથા - પાર્ટ 4

પાર્ટ 04
આગળ જોયું કે અજય એક નવલકથા લખવા માટે પ્રસિદ્ધ લેખકની મદદ માટે કોલ કરે છે છતાં કોઈ મદદ મળતી નથી. એક અજાણી છોકરીનો કોલ આવતા અજય અને પ્રતીક તે છોકરીને મળવા પહોંચે છે. તે છોકરી ના ચક્કર મા પ્રતીક હસીનું પાત્ર બને છે. ખૂબ રાહ જોવરાવીને છેવટે તે છોકરી આવે છે. હવે આગળ....
મને પણ હવે ધીરે ધીરે લાગી રહ્યું હતું કે તે કોલ કરવા વાળી છોકરી નહીં આવે. પ્રતીક સાચું બોલી રહ્યો હતો. આમ કોઈના એક કોલ થી કોઈ કેવી રીતે આવે. પણ તેને કહ્યું હતું કે તેણે મારી સાથે જરુરી વાત કરવી હતી. બસ આ જ કારણથી હું અહી આવ્યો હતો.
હું અને પ્રતીક વાતચીત કરી રહ્યા હતા ત્યાં તે કોલ કરવા વાળી ગર્લ આવી. અને મારી અને પ્રતીકના સહેરા પર ચમક આવી.
"હાય, મારું નામ નવ્યા છે." કોલ કરવા વાળી છોકરી કે જેનું નામ નવ્યા હતું તેણે મારી તરફ હાથ લંબાવતા કહ્યું.
મેં હાથ મિલાવ્યો. તે મારી બાજુની ખુરશી મેં મારો અને પ્રતિકનો પરિષય આપ્યો. તેણે પ્રતીક સાથે પણ હાથ મેલાવ્યો.
અમને એમ લાગતું હતું કે અમારી સાથે કોઈકે પ્રેન્ક કર્યો છે. પણ જે છોકરીએ મને કાલે સાંજે કોલ કર્યો હતો તે મને મળવા આવી. નવ્યા દેખાવે ઘઉં વરણી હતી. યલો ડ્રેસમાં તે વધુ સુંદર લાગતી હતી. તેના બ્લૅક વાળ છેક કમર સુધી આવીને તેની શોભા વધારતા હતા.
"મને એમ હતું કે તમે એકલા આવશો." નવ્યા એ કહ્યું.
"હું અને પ્રતીક નવ્યા ની કહેલા શબ્દો સમજી ગયા. આથી હું પ્રતીકને કહું તે પહેલાં તે ફોન કરવાના બહાને ઉભો થઈને જતો રહ્યો.
"સોરી, મારે તમને દિલ દુખાવાનો ઈરાદો ન હતો." પ્રતીક ઉભો થતો હતો ત્યારે નવ્યા એ કહ્યું.
"નહીં, આમ પણ મારે ઘરે જવું પડે એમ છે. હાલ બહેનનો મેસેજ આવ્યો છે." પ્રતિકે કહ્યું. અને તે જતો રહ્યો.
" તમે કઈ લેશો ચા સમોસા કે બીજું કઈ પણ." મેં વિવેક કરતા કહ્યું.

​ "ઓકે, એક પ્લેટ સમોચા અને કોલ્ડરિંગસ." નવ્યા એ કહ્યું
​ "ઓકે." હું ઉભો થઈ ને સમોચા અને કોલ્ડરિંગસ

​લઈ ને આવ્યો.

​"મારું નામ નવ્યા છે. દસ ધોરણ સુધી આ હિયાસ કરેલો છે. ત્યાર બાદ ઘરની પરિસ્થિતિ ને કારણે અભિયાસ છોડી મુક્યો હતો." નવ્યા એ કહેવાનું શરૂ કર્યું. પણ મને એ સમજાતું ન હતું કે તે મને શા માટે આ કહી રહી છે. કોઈ અજાણી છોકરી આવીને કોઈને પોતાના જીવનની ગાથા કહેવાનું શરૂ કરે ત્યારે સામેના નવાઈ લાગે તે સ્વાભાવિક છે.

​ "એક મિનિટ પણ તમે મને શા માટે કહો છો." મેં કહ્યું.

​ "બસ હું તમને સમજાવાની કોશિશ કરું છું. કે જે હું આગળ તમને કહીશ તે તમે સમજી શકો." નવ્યા બોલી. નવ્યા ના આ વાક્યને હું સમજી ન શક્યો. પણ તેનો મીઠો આવાજ સાંભળવાની મજા આવી.

​. "તમે જે પણ કહેવા ઈચ્છતા હો તે બેકિરથી કહો હું તમારી મારાથી બનતી મદદ કરીશ." મેં નવ્યાને આશ્વાસન આપ્યું. જે હું શેના માટે આપતો હતો તેની મને પણ ખબર ન હતી.

​ "આઈ.. આઈ લવ યુ." અચાનક એક ઝાટકે નવ્યા એ કહ્યું. નવ્યા ના આ શબ્દો મને સાંભળીને ઝટકો લાગ્યો. મને તો પહેલા એમ થયું કે કદાચ મારે સાંભળવામાં ભૂલ થઈ છે. પણ નહીં મારે સાંભળવામાં ભૂલ થઈ ન હતી. મેં બરાબર જ સાંભળ્યું હતું. પણ મનને શાંતવાના આપવા મેં એકવાર કંફોર્મ કરવા ખાતર પૂછ્યું. " સોરી પણ મારું ધ્યાન ન હતું તમે શું કહ્યું?"

​ "જે તમે સાંભળ્યું તે જ મેં કહ્યું." નવ્યા એ કહ્યું. નવ્યા ના આ શબ્દો થી મારા મન મા હજારો વિચારો ચાલવા લાગ્યા. કોઈ અજાણી છોકરી કાલે ફોન કરીને તમને મળવા બોલાવે. અને તે જ છોકરી કે તમે તેને જાણતા પણ નથી તે તમને આઈ લવ યુ કહે તો તમને પહેલા કયો વિચાર આવે. બસ એજ મને આવ્યો. મને એમ લાગ્યું કે આ છોકરી મારી સાથે મજાક કરે છે. હું તેને રીપ્લાય આપીશ તો તે મારો મજાક ઉડાડશે.

​ આજ સુધી કોઈ જાણીતી છોકરી એ મને સામેથી હાય નથી કહ્યું તો કોઈ અજાણી છોકરી આવીને મને આઈ લવ યુ કહે તો હું તેને આઈ લવ યુ ટૂ ન કહી શકું. આ કોઈ ગેમ છે. મારે બચીને અને સાવધાનીથી આનો જવાબ આપવો પડશે. તેવા હજારો વિચાર મારા મન મા ચાલતા હતા.

​ પણ સામે નવ્યા મારા રીપ્લાય ની રાહ જોઈ ને બેસી હતી તેવું મને લાગતું હતું. તેનો સુંદર સહેરા પર પોતે પ્રપોઝ કર્યાની સ્ત્રી સહજ શરમ સાફ સાફ વર્તાય રહી હતી. તેના હાવભાવ થી એવું લાગી રહ્યું ન હતું કે નાટક કરતી હોય. તેની આંખોમાં મારા પ્રત્યનો પ્રેમ સાફ સાફ વર્તાય રહ્યો હતો. આજ પહેલા કોઈ છોકરી આંખ આ પ્રકારની ભાવના મેં મારા માટે જોઈ ન હતી. તો શું આ સાચું કહેતી હશે? પણ શા માટે? બસ આ બધા સવાલો ના જવાબ માટે વિચારવા કરતા નવ્યા ને પૂછવાનું ઉચિત સમજ્યું.

​. "મને લાગે છે તમે મજાક કરી રહ્યા છો." મેં કહ્યું.

​ "ના, હું મજાક નથી કરતી. હું તને પ્રેમ કરું છું. મેં આજે તને તારા પ્રપોઝ નો રીપ્લાય આપ્યો છે. અને તું આમ કશું જાણતો જ ન હોય તેવો વ્યવહાર કરે છો. મને તો એમ લાગે છે કે મારી સાથે મજાક તું કરે છો." નવ્યા એક શ્વાસે બોલી રહી હતી. મને કશું સમજાતું ન હતું એમાં તે કહે છે કે મારા પ્રપોઝ નો રીપ્લાય તેણે આપ્યો છે. આ બાબત મારા સમજમાં આવતી ન હતી.

​ આ છોકરીને હું હાલ પહેલી વખત મળ્યો છું. આજે પહેલી વખત જોઈ છે. તો હું કેવી રીતે નવ્યા ને પ્રપોઝ કરી શકું. નવ્યા હવે મને ખુબ વિચિત્ર લાગવા લાગી હતી. એક પછી એક તે નવ નવા પન્ના ખોલીને મને મુજવતી હતી.

​ "એક મિનિટ તમે એમ કહો છો કે મેં તમને પહેલા પ્રપોઝ કર્યો. પણ હું તમને આજ પહેલી મળ્યો છું. તો હું તમને કેવી રીતે પ્રપોઝ કરી શકું. અને જો કદાચ મેં તમને પહેલા ક્યાંક જોયા હોય, તમને જાણતો હોવ તો પણ મારામાં એટલી હિંમત નથી જે હું કોઈ છોકરીને પ્રપોઝ કરી શકું." મેં નવ્યા ને સમજાવતા કહ્યું. નવ્યા મારી સામે ગુસ્સાથી જોઈ રહી હતી. મને સમજાતું ન હતું કે આ શું કરવા ઈચ્છે છે.

​ "અજય મજાક હવે ખૂબ થઈ ગયો. તું તે દિવસનો બદલો અત્યારે લેવાનું છોડ. એમાં દોષ મારી બહેનનો હતો. નહીંતર તે શબ્દ હું તને ના કહેત." નવ્યા જાણે મને વર્ષોથી જાણતી હોય તેમ મારી સાથે વાત કરવા લાગી હતી. મારે એને કોઈ પણ રીતે સમજાવવાનું હતું કે તે જે છોકરા વિશે વાત કરે છે તે હું નથી. પણ કંઈ રીતે તે મને સમજાતું ન હતું.

​ " જો નવ્યા હું તને હવે છેલ્લી વખત કહું છું કે આજ પહેલા મેં તને ક્યારેય જોઈ નથી." મેં થોડા જોર થી કહ્યું. આ સાંભળીને નવ્યા પહેલા ડરી ગઈ. પછી પોતાની જાતને સાંભળીને પોતાના ફોન નીકળીને કશુંક કરવા લાગી.

​ થોડી વાર બાદ ફેસબુકના મેસેન્જરના મેસેજ લિસ્ટમાં મારું નામ નું લિસ્ટ ખોલીને મારા અને તેને કરેલી ચેટ મને બતાવતા કહ્યું. " તો બોલ આ મારી સાથે આજ સુધી કોણ ચેટ કરતું હતું."

​ નવ્યા એ જ્યારે મને મારી અને નવ્યા ની થયેલ ચેટ બતાવી ત્યારે મને પણ ઝટકો લાગ્યો. પહેલા મેં આઈડી ચેક કર્યું. આઈડી મારું જ હતું. ચેટ મારા આઈડી માથી થયેલ હતી. પણ મેં ન હતી કરી. હું થોડી વાર નવ્યા સામે અને થોડી વાર ફોનમાં જોઈ રહ્યો હતો. મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. આ બધું શું ચાલી રહ્યું હતું તે મને સમજાતું ન હતું. જ્યારથી નવ્યા આવી છે ત્યારથી તે એક પછી એક રહસ્ય ખોલતી જાય છે. સવાલોના સવાલો ઉતપન્ન કરતી જાય છે. તેના જવાબ મને મળતા નથી.

​ મારું મન વિચાર કરતુ હતું અને મારી આંગળી નવ્યા ના ફોન પર ચાલતી હતી. ત્યાં અચાનક નવ્યા ના ફોનમાં એક લખાણ વાંચીને મારી આંગળી અને મગજ ચાલતા અટકી ગયા. એક વધુ ઝટકો મને લાગ્યો. નવ્યા સાચું કહેતી હતી. મેં જ તેને પહેલા પ્રપોઝ કર્યો હતો. તેવું હાલ મને યાદ આવ્યું એમ નથી. પણ નવ્યા અને મારી આઈડી પરથી થયેલી ચેટમાં મેં પ્રપોઝ કર્યો છે તેવું સાફ સાફ સાબિત થતું હતું. પણ મેં નવ્યા ને આજ પહેલા ક્યારેય જોઈ નથી. કે નથી કોઈ દિવસ ફેસબુક માં વાત કરી. તો નવ્યા મારી પાસે આવી શા માટે??


​ક્રમશઃ

​ શું અજય પોતાની અધૂરી નવલકથા પુરી કરી શકશે? નવ્યા આખરે છે કોણ? નવ્યા સાથે સાચે જ અજયે ચેટ કરી હતી કે પછી આ અજય ને ફસાવવાનો કોઈ ઈરાદો હતો? આગળ જતાં અજય અને નવ્યા સાથે શું થશે? આવા જ સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો અધૂરી નવલકથા.

​ આ નવલકથા દર શુક્રવારે માતૃભારતી એપ પર પ્રકાશિત થશે તેની નોંધ લેવી. અને આપને આ નવલકથા કેવી લાગે છે તેના પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી. આ નોવેલ અંગે ના પ્રતિભાવ આપ મારા whatsapp નંબર 7043834172 પર પણ આપી શકો છો.



​સદા ખુશ રહો..


​હસતા રહો..


​જય શ્રી કૃષ્ણ..










બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED