અધૂરી નવલકથા - પાર્ટ 10 Pankaj Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

અધૂરી નવલકથા - પાર્ટ 10

ના સૌથી પહેલા તમે ન હતા.
"તમારી પહેલા એક મયંક નામનો છોકરો હતો. તેની સાથે મેં બે દિવસ વાતચીત કરી. તેની સાથે મને પછી ચેટ કરવાનું ગમતું ન હતું. તેનું કારણ આજ સુધી મને ખબર નથી. બસ એક દિલથી જ એવું થતું કે તે છોકરા સાથે હવે વાત નથી કરવી.
"મેં તેની સાથે હજી થોડીક જ વાતચીત કરી હતી ત્યાં તેણે મારો મોબાઈલ નંબર માંગ્યો. મેં ના પાડી. તો તે જેમ તેમ મેસેજ કરવા લાગ્યો. પછી તો હદ થઈ ગઈ. તેણે છેવટે તો ગાળું પણ કહેવા લાગ્યો. હું ખૂબ કંટાળી હતી આથી મેં તેની આઈડી બ્લોક કરી દીધી.
"ત્યાર બાદ તારા આઈડી પરથી જે મને મેસેજ કરતો હતો. તેણે બીજી આઈડી પરથી મેસેજ કર્યો. તેની સાથે થોડી ઘણી વાતચીત કર્યા બાદ મને ખ્યાલ આવી ગયો કે આ તે જ છે જે સૌથી પહેલા બે છોકરાએ મને મેસેજ કર્યો હતો તેમાંથી એક. મેં તેની સાથે થોડા દિવસ વાતચીત કરી. પછી મને વિચાર આવ્યો કે તેની અસલી આઈડી મારે અનબ્લોક કરવી જોઈએ. પણ મને ખ્યાલ ન હતો કે તે બને માંથી કોનું આઈડી અનબ્લોક કરુ."
"મેં ઘણું વિચાર્યા બાદ તારી આઈડીનો અનબ્લોક કરવા નું વિચાર્યું. તારી આઈડી અનબ્લોક કરી ત્યારથી બીજી આઈડી પરથી મેસેજ આવતા બંધ થઈ ગયા. અને પછી તારી આઈડી પરથી મેસેજ આવતા શરૂ થઈ ગયા. ત્યાર બાદ અમારી લાંબા સમય સુધી વાતચીત ચાલતી. અમે બને સારા એવા દોસ્ત તરીકે વાતચીત કરી રહ્યા હતા. મને હંમેશા તારી સાથેની ચેટ એક અલગ જ દુનિયામાં લહી જતી હતી. જ્યારે ઘર કામ કરતી હોવ ત્યારે ફક્ત ને ફક્ત તું જ યાદ આવતો. આવું કેમ થતું હતું તે ત્યારે મને ખબર ન હતી. કદાચ મારી એકલતાના કારણે અથવા કદાચ મને તારી સાથે પ્રેમ થયો હતો. પણ ત્યારે મને એવું લાગ્યું કે આ પ્રેમ ન હતો. હું કોઈ સાથે આટલા ઓછા સમયમાં પ્રેમમાં પડું એ મારું માન્યમાં આવતું ન હતું. પણ એક વાત હું માનતી હતી કે મને તારી સાથે ચેટમાં વાત કરવી ખૂબ ગમતી હતી."
"ક્યારેક પૂરો દિવસ તારી સાથે વાત ન થતી તો જાણે મારા શરીરમાં પ્રાણ નથી તેવું ફિલ થતું. મેં ઘણી વખત આ સબંધ આગળ જતાં મુશ્કેલી ઉભી કરશે. પણ આ મુશ્કેલી આગળ જ મારી આઝાદી હતી. એટલે આ રિસ્ક લેવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો."
"મને મારે જેવો જોઈએ છે તેવો છોકરો મળી ગયો એમ હું વિચારતી હતી. પણ મેં આ વિચે થોડું ઉંડાણ થી વિચાર કર્યો ત્યારે મેં કે નિર્ણય લીધો. હું પહેલા તારી સાથે થોડા મહિના રિલેશનમાં રહીશ. તારી વિશે એક એક બાબત જાણીશ. મને જો તારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવે તો જ હું તારી સાથે ભાગીશ. નહીંતર કોઈ બીજા ને શોધીશ. અને ત્યાં સુધી અહીંજ રહિશ."​
"આથી મેં તારી આઈડી જે ઉપયોગ કરી મારી સાથે કરતો હતો તેની સાથે મેં વાતચીત શરૂ રાખી. એક દીવસ જ્યારે હું ઘરનું કામ કરતી હતી અને મારો ફોન હંમેશની જેમ આરતીના રૂમમાં પડ્યો હતો. કામકાજ પૂરું કરીને બીજે દિવસે જ્યારે મેં ફોન હાથ માં લોધો. ત્યારે રોજની માફક તને મેસેજ કરવાની ઈચ્છા થઈ."
"આથી પહેલા મેં તારી સાથે થોડી વાતચિત કરી. હું બે મહિનાથી તારી સાથે ચેટ કરતી હતી. આથી હવે તને પણ ખ્યાલ આવી ગયો હતો કે હું ક્યારે ઓનલાઈન રહીશ." નવ્યા એકધારું બોલી રહી હતી. તે પોતાની કહાની કહી રહી હતી. મારા મગજમાં પણ એક ફિલ્મ ચાલતું હોય તેમ બધું ચાલી રહ્યું હતું.
"એક મિનિટ." મેં નવ્યા ને બોલતા અટકાવી.
"શું. કોઈ કામ યાદ આવી ગયું." નવ્યા એ કહ્યું. તે જાણવા ઈચ્છતી હતી કે મેં તેને શા માટે અટકાવી.
"ના પણ મને થોડું ઓકવડ ફીલ થાય છે." મેં કહ્યું.
"શેના માટે?" નવ્યા.
"આ તમે જે કહો છો. એમ જે વ્યક્તિ એ મારી આઈડીનો ઉપયોગ કરીને તમારી સાથે ચેટ કરતો હતો તે હું નથી." મેં કહ્યું.
"હા, હું તમારી વાત સમજી શુકી છું કે તમે તે ન હતા." નવ્યા.
"તો પછી તમે જ્યારે તમારી કહાનીમાં જ્યારે મારી આઈડીનો ઉપયોગ કરનાર આવે ત્યારે તમે મારું નામ કહો છો. એ બાબતે થોડું ઓકવડ ફીલ થાય છે." મેં વિસ્તારથી નવ્યા ને સમજાવતા કહ્યું.
"તો પછી હું શું બોલું. તમારી આઈડીનો ઉપયોગ કર્યો છે તે વ્યક્તિ આટલું લાબું બોલવા જાવ તેની કરતા ટૂંકમાં તમારું નામ મને માફક આવે છે." નવ્યા એ કહ્યું.
"તો તમે તે વ્યક્તિના સ્થાને બીજું કોઈ નામ રાખી શકો તો મને સારું ફીલ થશે." મેં કહ્યું.
"તેના સ્થાને કોઈ બીજું નામ શું રાખવું." નવ્યા.
"આઈડી વાળો છોકરો." હું
"લાબું છે." નવ્યા.
"ફેસબૂક." હું.
"મને ન ગમ્યું. આવું તો કોઈ નામ હોતું હશે." નવ્યા.
"ફેસબૂક નામ પસંદ નથી. ગજબ કહેવાય." હું.
"ડૂબલિકેટ અજય." નવ્યા એ એક નામ સજેસ કરતા કહ્યું.
"ડૂબલિકેટ અજયમાં મારું નામ તો આવે છે પણ ડૂબલિકેટ આવવાથી ચાલશે." મેં કહ્યું.
"આ નામ ડન." નવ્યા.
"ઓકે ડન." મેં કહ્યું.
"આથી પહેલા મેં પહેલા ડૂબલિકેટ અજય સાથે વાત કરી. ત્યાર બાદ કોના કોના નવા મેસેજ આવ્યા છે તે ચેક કર્યું. રોજે રોજ કોઈના કોઈ નવા વ્યક્તિના મેસેજ તો આવતાજ પણ હું બધાને નજરઅંદાજ કરવા લાગી હતી. ડૂબલિકેટ અજયના કારણે. પણ હું બધાના મેસેજ વાંચતી. જો કોઈ યોગ્ય લાગે તો રીપ્લાય આપતી. પણ આવું ક્યારેક જ થતું."
"આજે પણ ત્રણ ચાર ના નવા મેસેજ આવ્યા હતા. તે જોયા પણ તેમાં કશું ખાસ ન હોવાના કારણે રીપ્લાય ન આપ્યો. પણ જ્યારે મેં નીચે જોયું તો મારી આંખો ફાટી રહી ગઈ. મને વિશ્વાસ ન આવતો હતો કે મારી સાથે આ શું થઈ રહ્યું હતું."
"બન્યું એવું હતું કે નીચે કોઈ એક વ્યક્તિ સાથે મેં લાંબા સમયથી ઘણી બધી પ્રેમની વાતચીત કરી હતી. પણ મેં આજ સુધી ડૂબલિકેટ અજય સિવાય કોઈ બીજા સાથે વાતચીત કરી ન હતી. તો આ વ્યક્તિ સાથે મારી આઈડી પરથી વાતચીત કેવી રીતે થઈ." નવ્યા એ અચાનક પોતાની કહાનીમાં એક નવો મોડ લાવી દીધો.
"તે મેસેજ કરનાર કોણ હતું." મારાથી સહજતાથી પુછાય ગયું.
"સંકેત." નવ્યા એ કહ્યું.
ક્રમશઃ