અનંત સફરનાં સાથી - 20 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનંત સફરનાં સાથી - 20

૨૦.ખુલાસો




બનારસ પોલીસ સ્ટેશન
સમય: રાતનાં ૧૦:૦૦


જ્યાં રાહી શિવાંશનો ફોન બંધ આવવાથી અમદાવાદમાં પરેશાન થઈ રહી હતી. ત્યાં શિવાંશ જેલમાં બંધ હતો. શુભમ પોલીસ કમિશનર સાહેબ સાથે વાત કરી રહ્યો હતો. પોલીસે શિવાંશને ગિરફ્તાર કરી લીધો હતો.
"કમિશનર સાહેબ આપ સમજને કી કોશિશ કિજિયે. માના કી શિવાંશ ને અખિલેશ ચતુર્વેદી કો જાન સે મારને કી ધમકી દી થી. યે બાત આપકો કોમ્પિટિશન કે હી એક પાર્ટીસિપેટર ને બતાયી હૈં. લેકિન શિવાંશ ને ઉનકા મર્ડર નહીં કિયા હૈ." શુભમ કમિશનર સાહેબને સમજાવી રહ્યો હતો.
"લેકિન તુમ ભી તો સમજને કી કોશિશ કરો. અખિલેશ ચતુર્વેદી કા જીસ હોટેલ મેં મર્ડર હુઆ. વહાં શિવાંશ કી રિંગ મિલી હૈ. એક હી સબૂત હૈ. જો શિવાંશ કે ખિલાફ હૈ. અબ તુમ હી બતાઓ મૈં ક્યાં કરું??" કમિશનર સાહેબે શુભમને સમજાવતાં કહ્યું.
"લેકિન સર..."
"શુભમ રહને દો. અભી તુમ મેરા મોબાઈલ કૈસે ભી કરકે ચાલું કરવાઓ ઔર રાહી સે મેરી બાત કરવાઓ. વો વહાં પરેશાન હો રહી હોગી." શિવાંશે શુભમને વચ્ચે જ રોકતાં કહ્યું. શિવાંશે રાહી માટે જે ચીઠ્ઠી મોકલી હતી. એ પરથી તેને ખબર હતી. રાહી તેને ફોન કરવાની કોશિશ કરી રહી હશે. પણ કમિશનર સાહેબે શિવાંશનો ફોન બંધ કરીને પોતાની ગિરફ્તમા લઈ લીધો હતો.
"સર, પ્લીઝ કુછ નાં સહી શિવાંશ કા મોબાઈલ મુજે દે દિજીયે." શુભમે રિકવેસ્ટ કરતાં કહ્યું.
"ઠીક હૈ, શિવા‍ંશને ઈસસે પહલે જગજીવન મહેતા જૈસે લોગો કો ગિરફ્તાર કરને મેં હમારી મદદ કી હૈ. ઈસ લિયે મૈં એક લાસ્ટ બાર મોબાઈલ દેકર તુમ્હારી મદદ કર સકતા હૂં. લેકિન ઉસસે કાર્યવાહી રુકેગી નહીં." એટલું કહીને કમિશનર સાહેબે શુભમને શિવાંશનો મોબાઈલ આપ્યો. શુભમે તરત જ મોબાઇલ ચાલું કર્યો. એ સાથે જ રાહીનાં અને તન્વીનાં કોલ અને મેસેજિસ આવવાં લાગ્યાં. શુભમે તરત જ શિવાંશને મોબાઈલ આપ્યો.
શિવાંશે જેવી મોબાઈલની સ્ક્રીન પર નજર કરી. રાહીનાં મોકલેલા ફોટોઝ તેનાં મેસેજ અને આવેલાં કોલ્સ પર નજર પડતાં જ શિવાંશની આંખોમાં નમી છવાઈ ગઈ. હજું તો બંને વચ્ચે એક નવાં સંબંધની શરૂઆત થઈ હતી. ત્યાં જ રાહી શિવાંશનાં લીધે પરેશાન હતી.
'હાલ થોડાં કામમાં વ્યસ્ત છું. સમય મળતાં જ સીધો અમદાવાદ આવવાં નીકળી જઈશ. એક બે દિવસમાં હાથનો પાટો પણ નીકળી જાશે.' શિવાંશે ડાબા હાથે મેસેજ ટાઇપ કર્યો અને રાહીને મોકલી દીધો. પછી તન્વીને પણ મેસેજ મોકલીને પરેશાન નાં થવા જણાવી દીધું. અને શુભમને ફોન પાછો આપી દીધો. શુભમે ફોન ફરી કમિશનર સાહેબને આપી દીધો.
"અબ આગે ક્યાં કરના હૈ??" શુભમે શિવાંશ પાસે આવીને પૂછ્યું.
"તુમ ઉસ હોટેલ મેં જાકર વહાં કે મેનેજર સે બાત કરો. મર્ડર તો હુઆ હૈ. મૈંને નહીં કિયા લેકિન કિસી ને તો કિયા હૈ. જીસને ભી કિયા હૈ પૂરી પ્લાનિંગ કે સાથ કિયા હૈ." શિવાંશે કંઈક વિચારીને કહ્યું. કમિશનર સાહેબ શિવાંશની વાત સાંભળીને તેની પાસે આવ્યાં.
"તુમ્હારે બનારસ મેં બહુત સે દુશ્મન બન ગયે હૈ. મૈં જાનતા હૂં. તુમને કુછ નહીં કિયા હૈ. ઈસ લિયે મૈં તુમ્હારે સાથ હૂં. અસલી ગુન્હેગાર કો મૈં ખુદ પકડકર તુમ્હે બેગૂનાહ સાબિત કરુંગા." કમિશનર સાહેબે શિવાંશને કહ્યું. પછી કમિશનર સાહેબ ખુદ શુભમની સાથે એ હોટેલમાં ગયાં. જ્યાં અખિલેશ ચતુર્વેદીનું મર્ડર થયું હતું. કમિશનર સાહેબને હોટેલમાં જોઈને મેનેજરનાં ચહેરાનો રંગ તરત જ બદલી ગયો. કમિશનર સાહેબ શુભમ સાથે મેનેજરની પાસે ગયાં.
"સર, આપ ફિર સે યહાં??" મેનેજરે ગભરાયેલા અવાજે પૂછ્યું.
"હાં, કુછ પૂછતાછ કરની હૈ. મુજે યહાં કા રજિસ્ટર દેખના હૈ. અખિલેશ ચતુર્વેદી સે કૌન કૌન મિલને આયા થા. શિવાંશ કબ યહાં આયા કબ ગયાં. સબ જાનના હૈં." કમિશનર સાહેબે કહ્યું.
"લેકિન અચાનક યે સબ આપકો ક્યૂં જાનના હૈં??" મેનેજરનાં માથે પસીનાની બૂંદો છવાઈ ગઈ હતી.
"કમિશનર મૈં હૂં તો મુજે તુમ્હે કુછ બતાને કી જરૂરત નહીં હૈ. મૂજે રજિસ્ટર દિખાઓ." કહેતાં કમિશનર સાહેબ રિસેપ્શન તરફ આગળ વધી ગયાં. તેમણે રજિસ્ટરમાં બધાનાં નામ ચેક કરવાનું શરૂ કર્યું. જેમાં કોમ્પિટિશનની દિવસે સવારે અખિલેશ ચતુર્વેદીની એન્ટ્રીની નોંધ કરવામાં આવી હતી. એ જોયાં પછી કમિશનર સાહેબે રિસેપ્શનિસ્ટને પૂછ્યું, "અખિલેશ ચતુર્વેદી સે કૌન કૌન મિલને આયા થા??"
"જી, કોઈ નહીં." રિસેપ્શનિસ્ટે કહ્યું. તો મેનેજર આંખો ફાડીને તેની સામે જોવાં લાગ્યો.
"કોઈ નહીં કા મૈં ક્યાં મતલબ સમજું?? મેનેજર ને તો કહા થા કોમ્પિટિશન કી દૂસરી રાત કો ઉનકા મર્ડર હુઆ. તબ શિવાંશ ઉનસે મિલને આયા થા." કમિશનર સાહેબે કડક અવાજે કહ્યું. તો રિસેપ્શનિસ્ટ પણ ડરી ગઈ.
"ઈસે કુછ નહીં પતા હૈં. શિવાંશ કી મુજસે બાત હુયી થી. મૈંને હી ઉસે અખિલેશ ચતુર્વેદી કા રૂમ નંબર બતાયા થા." અચાનક જ મેનેજરે વચ્ચે કૂદતાં કહ્યું.
"ઐસા કૈસે હો સકતા હૈ. શિવાંશ આયા તો મેઈન ગેટ સે હી હોગા. તો રિસેપ્શનિસ્ટને તો ઉસે દેખા હી હોગા. વો નાં દેખે ઐસા તો હો હી નહીં સકતા." કમિશનરે મેનેજરની આંખોમાં આંખો પરોવીને કહ્યું. તો મેનેજર વધું ડરી ગયો.
"યે દેખો યે લડકા યહાં આયા થા??" શુભમે પોતાનાં મોબાઈલમાં રિસેપ્શનિસ્ટને શિવાંશનો ફોટો બતાવીને કહ્યું.
"નહીં સર, કુછ હી દિનો પહલે કી બાત હૈ. તો મૈં ભૂલ નહીં સકતી. યે લડકા યહાં કભી નહીં આયા હૈ." રિસેપ્શનિસ્ટે આત્મવિશ્વાસ સાથે કહ્યું.
"તો મેનેજર સાહબ આપકી રિસેપ્શનિસ્ટ બતા રહી હૈ. શિવાંશ યહાં આયા હી નહીં થા. અબ આપ ભી સારી સચ્ચાઈ બતા દિજિયે. વર્ના..." કમિશનર સાહેબે કડક શબ્દોમાં કહ્યું. ત્યારે મેનેજરનો ચહેરો જોવા લાયક હતો. તેની તો હાલત ટાઈટ થઈ ગઈ હતી. ત્યાં જ શુભમની નજર ગેટ પર ઉભાં રહીને બધી વાતો સાંભળી રહેલાં એક વ્યક્તિ પર પડી. જે શુભમની નજર પડતાં જ ભાગવા ગયો.‌ ત્યાં જ શુભમે દોડીને તેને પકડી લીધો.
"સર, મેનેજર ઔર ઈસે પુલિસ સ્ટેશન લેકર ચલિયે. સબ પતા ચલ જાયેગા." શુભમે એ વ્યક્તિનો કોલર પકડીને તેને કમિશનર સાહેબ પાસે લાવતાં કહ્યું. કમિશનર સાહેબને પણ એ જ યોગ્ય લાગતાં તેમણે પણ એ વ્યક્તિ અને મેનેજરને હિરાસતમાં લેવાનું નક્કી કર્યું. કમિશનર સાહેબ પોલીસની જીપમાં બેસીને ફરી પોલીસ સ્ટેશન જવાં નીકળી ગયાં. પોલીસ સ્ટેશનમાં મેનેજર અને એક નવાં વ્યક્તિને જોઈને શિવાંશને કેસ સુલઝાતો જણાયો.
"તો અબ હકીકત બયા કર દો. તુમ વહાં ખડે હમારી બાતે ક્યૂં સુન રહે થે??" કમિશનર સાહેબે અજાણ્યાં વ્યક્તિને પૂછ્યું.
"મૈં દિનેશ હૂં. મુજે વહાં મેનેજર કો પૈસે દેને કે લિયે ભેજા ગયાં થા. ક્યૂંકી અખિલેશ ચતુર્વેદી કો જીસને મારાં ઉસ ઈંસાન કા નામ છુપાને કે લિયે મેનેજર કા મુંહ બંદ કરના થા." દિનેશે કમિશનર સાહેબથી ડરીને પહેલી જ વારમાં બધી હકીકત જણાવી દીધી.
"તો અબ તુમ હી બતાઓ કી અખિલેશ ચતુર્વેદી કો કિસને ઔર ક્યૂં મારાં હૈ?? વો ઇસ વક્ત કહાં હોગા??" કમિશનર સાહેબે દિનેશને જ આગળની હકીકત જણાવવા કહ્યું.
"થોડે દિનો પહલે જીન લડકિયો કો શિવાંશને જગજીવન મહેતા કી ગિરફ્ત સે છૂડવાયા થા. ઉન લડકિયો કો જગજીવન મહેતા લખનૌ કે એક રેડ લાઈટ એરિયામાં મેં ભેજનેવાલા થા. લેકિન લડકિયા વક્ત પર નહીં મિલી ઔર જગજીવન મહેતા ભી પકડા ગયાં હૈ. યે સુનકર ઉસ રેડ લાઈટ એરિયા કો ચલાનેવાલી ચંદાબાઇ બનારસ આ પહુંચી. યહાં આકર ઉસે શિવાંશ કે બારે મેં પતા ચલા. ઉસકી વજહ સે ચંદાબાઈ કા બહુત બડા નુકસાન હુઆ હૈ. યે જાનકર ચંદાબાઈ શિવાંશ કે બારે મેં જાનને કે લિયે રાજુભાઈ કે ઘર કા પતા ઢૂંઢકર વહાં જા પહુંચી. પૂરા કામ કરતે વક્ત મૈં ઉનકે સાથ હી થા. શિવાંશ કે પીછે હમ ઉસ ફેશન ડિઝાઈનિંગ કોમ્પિટિશન મેં ભી ગયે થે. વહી પર ચંદાબાઈ ને શિવાંશ કો અખિલેશ ચતુર્વેદી સે ઝઘડાં કરતે ઔર જાન સે મારને કી ધમકી દેતે સુન લિયા થા. ફિર ઉન્હોંને મૌકા પાકર અખિલેશ ચતુર્વેદી કો માર ડાલા. સાથ હી મેનેજર સે કહકર સારાં ગુનાહ શિવાંશ કે સિર ડાલ દેને કો કહા. અખિલેશ ચતુર્વેદી કો મારકર ચંદાબાઈને શિવાંશ કી રિંગ વહાં રખ દી. જીસે ઉન્હોંને કોમ્પિટિશન હોલ મેં શિવાંશ કે હાથોં સે ગિરતે વક્ત ઉઠા લી થી. ફિર મેનેજર કો સબ સમજા દિયા. તો ઉસને ભી આપસે યહી કહા કી શિવાંશ હોટેલ પર અખિલેશ ચતુર્વેદી સે મિલને આયા થા." દિનેશે પાલતું પોપટની જેમ આખી કહાની સંભાળાવી દીધી.
"ઈસ વક્ત તુમ્હારી ચંદાબાઈ કહાં મિલેગી??" કમિશનર સાહેબે દિનેશની આંખોમાં આંખો પરોવીને પૂછ્યું. એસીપી એ જે રીતે ગદ્દારી કરી. એ પછી હવે આ કેસ કમિશનર સાહેબે જ હેંડલ કરવાનું વિચાર્યું હતું.
"ઉન્હોંને લડકિયો કે બદલે બહુત સે પૈસે ચુકાયે થે. ઉન્હેં બહુત બડા નુકશાન હુઆ હૈ. જીસકા અંદાજા મૈં ભી નહીં લગા સકતા. ઈસ લિયે ઉનકે ધંધે મેં નુકસાન કરવાનેવાલે શિવાંશ કો જેલ કી સલાખો કે પીછે દેખતે હી વો વાપસ લખનૌ ચલી ગયી હૈ. વિશ્વાસ ઈસ ધંધે મેં એક સાલ સે હૈ. ઉસને બહુત બાર ચંદાબાઈ કો લડકિયા ભેજી હૈ. લેકિન જગજીવન મહેતા ઔર બ્રિજેશ મહેતા કા યે સૌદા પહલી બાર કા થા. ઔર પહલી હી બાર મેં ચંદાબાઈ કા બહુત બડા નુકસાન હો ગયાં. ઈસ લિયે અબ વો ઉન દોનોં કો ભી નહીં છોડેગી. લેકિન વો એક સાથ નહીં ધીરે-ધીરે વાર કરેગી. અગર ઈસસે પહલે આપને ઉસે પકડ લિયા તો ઠીક વર્ના આપકો બારી બારી તીન લાશે મિલેગી. જીસકે ઈલ્જામ વો પુલિસ કે સિર પર ડાલેગી. યે ઉસકા અગલા પ્લાન હૈ. ઈસ લિયે હી તો ઉસને શિવાંશ કો ગિરફ્તાર કરવાયા. વર્ના વો ઉસે માર ભી સકતી થી." દિનેશે ચંદાબાઇ વિશે વધું જાણકારી આપીને તેનાં પ્લાન અંગે જણાવતાં કહ્યું.
"પાટિલ પૂરી પુલિસ ફોર્સ તૈયાર કરો. હમ અભી કે અભી લખનૌ જાને કે લિયે નિકલ રહે હૈ. વહાં કે એસીપી રાધેશ્યામ વર્મા કો સારી જાનકારી દે દો. તાકી વો ભી મિશન કે લિયે તૈયાર રહે." કમિશનર સાહેબે તરત જ ઉભાં થઈને કહ્યું.
"બસ આપ પુલિસ લોગોં કા યહીં પ્રોબ્લેમ હૈં. આપ સીધાં પુલિસ ફોર્સ લેકર નિકલ પડતે હૈં. લેકિન ચંદાબાઈ ઐસે આપકે હાથ નહીં આયેગી. વો ઇસ ધંધે મેં દશ સાલ સે હૈ. ઉસકે એરિયા મેં ઉસકી પરમિશન કે બગૈર આપ ઘુસ ભી નહીં સકતે." દિનેશે ચંદાબાઈનાં એવાં વખાણ કર્યા.‌ જાણે એ કોઈ સારું કામ કરી રહી હોય. અને પોલિસ કોઈ કામની જ નાં હોય. જેનાં લીધે કમિશનર સાહેબને ગુસ્સો આવ્યો. તેમણે દિનેશની કોલર પકડીને કહ્યું, "અબ તુ હી હમેં ચંદાબાઈ તક પહુંચાયેગા. વર્ના દૂસરે તો મરતે મરેંગે. પહેલે મૈં તુજે માર દૂગા. ફિર સબ કો બતા દૂંગા. એન્કાઉન્ટર મેં મારાં ગયાં. હિન્દી ફિલ્મે તો તું દેખતાં હી હોગા. તો મુજે તુમ્હે જ્યાદા બતાને કી જરૂરત નહીં હૈ."
દિનેશ કમિશનર સાહેબની વાત સાંભળીને ડરી ગયો. જ્યાં ચંદાબાઈ બેખૌફ બનીને બધાં કામ કરી રહી હતી. ત્યાં તેની જ સાથે કામ કરી રહેલો દિનેશ એક નંબરનો ડરપોક હતો. જેનો ફાયદો કમિશનર સાહેબ ઉઠાવી રહ્યાં હતાં.
"અભી મૈં દિનેશ કે સાથ લખનૌ જા રહા હૂં. લેકિન બિના અસલી ગુન્હેગાર કો પકડે મૈં તુમ્હે છોડ નહીં સકતા." કમિશનર સાહેબે શિવાંશની પાસે જઈને કહ્યું.
"મુજે આપ પર પૂરાં ભરોસા હૈ. આપ ચંદાબાઈ કો પકડકર ઉનકી કેદ સે સભી લડકિયો કો છુડવાકર ચંદાબાઈ કા ધંધા બંદ કરવા દેંગે. ઔર ઉસકે સાથ મિલે સભી લોગોં કો જેલ મેં ડાલેંગે. લેકિન મેરી જગહ શુભમ આપકે સાથ આયેગા." શિવાંશે કંઈક વિચારીને કહ્યું. ચંદાબાઈ શાતિર દિમાગ ઔરત હતી. જે સૌથી મોટો રેડ લાઈટ એરિયા ચલાવતી હોય. જેની મરજી વગર ત્યાં કોઈ જઈ નાં શકતું હોય. તેની પહોંચ બહું દૂર સુધી હોય. એવું શિવાંશનું માનવું હતું. અને પોલીસ એક વખત શિવાંશ સાથે દગો કરી ચુકી હતી. માન્યું કે ત્યારે કમિશનર સાહેબે જ તેની મદદ કરી હતી. છતાંય શિવાંશ હવે કોઈ રિસ્ક લેવાં માંગતો ન હતો. બનારસ આવ્યાં પછી ઓલરેડી ઘણું એવું બની ગયું હતું. જેનાં વિશે શિવાંશે ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું. આ બધાં વચ્ચે બસ એક જ વાત સારી બની હતી. એ હતી રાહી અને શિવાંશનુ મિલન.!!
શિવાંશે શુભમ તરફ નજર કરીને કંઈક ઈશારો કર્યો. શુભમ બધું સમજી ગયો. તે તરત જ કમિશનર સાહેબ અને દિનેશ સાથે લખનૌ જવાં નીકળી ગયો. હોટેલનાં મેનેજરે પોલિસને ગુમરાહ કરી. તેનાં લીધે કમિશનર સાહેબે તેને પણ જેલમાં બંધ કરી દીધો. પછી કમિશનર સાહેબ શુભમ, દિનેશ અને પોતાની ટીમ સાથે લખનૌ જવાં નીકળી ગયાં.
"દિનેશે કોઈપણ પ્રકારની મહેનત વગર ચંદાબાઈ વિશે જણાવી દીધું. મતલબ દાળમાં કંઈક તો કાળું છે. બાકી દિનેશ એટલી આસાનીથી આટલી મોટી વાત નાં જણાવે. જરૂર આ બધાંની પાછળ બીજી કોઈ નવી કહાની કે દિનેશનો કોઈ ફાયદો છુપાયેલો છે." કમિશનર સાહેબનાં જતાં જ શિવાંશ મનોમન વિચારવા લાગ્યો.

આખરે કમિશનર સાહેબ એક નવાં મિશનની તૈયારી લખનૌના પોલીસ સ્ટેશને પહોંચી ગયાં. ત્યાંનાં એસીપી રાધેશ્યામ વર્મા પણ તેમની જ રાહ જોઈ રહ્યાં હતાં. તેમણે પણ તેમની ટીમ તૈયાર જ રાખી હતી. તે આ મિશનની ઘણાં સમયથી રાહ જોઈ રહ્યાં હતાં. પણ કોઈ ચંદાબાઈની ખિલાફ જવાની હિંમત નાં કરતું. જ્યારે આજે એ સમય આવી ગયો હતો.
"આઈયે કમિશનર સાહેબ, આખિર આજ વો વક્ત આ હી ગયાં. જબ ચંદાબાઈ હમારી ગિરફ્ત મેં હોગી." એસીપી રાધેશ્યામ વર્માએ કમિશનર સાહેબ સાથે હાથ મિલાવીને કહ્યું.
"અભી ઉસમેં બહુત દેર લગેગી. લેકિન મિલકર કામ કરેંગે. તો વો વક્ત ભી બહુત જલ્દ આયેગા." કમિશનર સાહેબે કંઈક વિચારીને કહ્યું.
"તો અભી સે તૈયારી શુરૂ કર દેતે હૈ." એસીપી વર્માએ પોતાની ચેર પર બેસીને કહ્યું.
"યે દિનેશ હૈ. યહીં હમે ચંદાબાઈ કે રેડ લાઈટ એરિયા મેં ઘુસને કે લિયે મદદ કરેગા." કમિશનર સાહેબે દિનેશ તરફ હાથ ચીંધીને કહ્યું.
"તો દિનેશ બોલના શુરૂ કરો. હમારે પાસ જ્યાદા વક્ત નહીં હૈ. પીછલે એક સાલ સે ઇસ મૌકે કા ઈંતજાર કર રહા હૂં. લેકિન....તુમ પહલે મુજે યે બતાઓ. જબ એક સાલ પહલે મૈંને તુમ્હે એક લડકી કો ખરીદતે હુયે દેખા થા. તબ મૈંને તુમસે ચંદાબાઈ કો કૈસે પકડા જાયેં. યે ભી પૂછા થા. તો તબ તુમને મુજે કુછ ભી બતાને સે ઈન્કાર કર દિયા થા. તો આજ તુમ સીધાં હમારા સાથ દેને કે લિયે કૈસે તૈયાર હો ગયે??" અચાનક જ એસીપી વર્માને એક વર્ષ જૂની વાત યાદ આવતાં તેમણે પૂછ્યું.
"સાલા વહી સે તો યે સબ શુરૂ હુઆ હૈ. મૈં ચંદાબાઈ કા ખાસ આદમી હૂં. લડકી ખરીદની હો યા દૂસરી જગહ ભેજની હો. સારે કામ મૈં હી કરતાં હૂં. જૈસા આપને કહા ઉસ દિન ભી મૈં લડકી ખરીદને હી વહાં આયા થા. જિસે ઉસકા ખુદ કા પતિ બેચને આયા થા. ક્યૂંકિ વો ગેમ્બલિંગ મેં અપના ઘર ગહને સબ હાર ગયાં થા. તો અપની બીવી કો બેચકર જો દૂસરે પૈસે ચુકાને થે. ઉસે ચુકાના ચાહતાં થા. ફિર આપ બીચ મેં આ ટપકે. ક્યૂંકિ આપ લખનૌ મેં નયે આયે થે. કુછ હી દિનો પહલે આપકા યહાં ટ્રાન્સફર હુઆ થા. તો આપ ચંદાબાઈ કો નહીં જાનતે થે. ઈસ લિયે આપ મેરે સાથ હાથાપાઈ પર ઉતર આયે. ફિર આપકે હી એક ઓફિસર કે સમજાને સે આપને મુજે જાને દિયા. ક્યૂંકિ ઉસ વક્ત કોઈ આપકે સાથ નહીં થા. તો આપ ચંદાબાઈ કા કુછ બિગાડ નહીં સકતે થે. ફિર...."
"અબે રુક, યે સબ તો મૈં બહુત ટાઈમ સે જાનતા હૂં. સુની સુનાઈ બાતે છોડ ઔર મુદ્દે કી બાત પર આ." એસીપી વર્માએ કંટાળીને દિનેશને વચ્ચે અટકાવીને કહ્યું.
"જબ ઉસ ઔરત કો મૈંને ઉસકે પતિ સે ખરીદા. તબ વો બહુત રો રહી થી. અકસર હમારે ધંધે મેં પાંવ રખનેવાલી ઔરત પહલે ઐસા હી કરતી હૈ. તો તબ મુજે કુછ નયા નહીં લગા. લેકિન જબ એક મહિને બાદ ભી ઉસમેં કોઈ બદલાવ નહીં આયા. વો કિસી ભી કસ્ટમર કો પાસ આને નહીં દેતી. તબ મૈંને ચંદાબાઈ કે કહને પર ઉસે સમજાને કી કોશિશ કી થી. ઉસસે બાત કરકે મુજે ઉસકે સાથ અપનાપન સા મહસૂસ હોને લગા. ફિર મૈં હર બાર ઉસસે બાત કરને કે બહાને ઢૂંઢતા રહા. ઉસી બીચ સાલા લડકિયો કો ખરીદને વાલે દિનેશ ને ઉસ ઔરત કો અપના હી દિલ કબ બેચ દિયા? કુછ પતા નહીં ચલા." દિનેશ એકીશ્વાસે બધું બોલી ગયો. જેમાં તેની છેલ્લી લાઈન સાંભળીને શુભમ તરત સમજી ગયો કે દિનેશે જે સ્ત્રીને તેનાં પતિ પાસેથી ચંદાબાઈનાં કહેવાથી ખરીદી હતી. એ સ્ત્રીને દિનેશ પ્રેમ કરવાં લાગ્યો હતો. જેનાં લીધે દિનેશ ચંદાબાઈ સાથે બગાવત કરવાં ઉપર ઉતરી આવ્યો હતો. પ્રેમ વ્યક્તિને ગમે તે કરાવી શકવા સક્ષમ છે. એ વાત તો શુભમ પણ જાણતો હતો. એટલે દિનેશ તરત જ પોલિસની મદદ કરવાં કેમ તૈયાર થઈ ગયો. એ પણ શુભમ સમજી ગયો.
"સર, અબ હમ ઈસ પર આંખ બંદ કરકે ભરોસા કર સકતે હૈં. ઈસસે પૂછિયે હમેં આગે ક્યાં કરના હોગા. યે અભી પ્યાર મેં હૈં. તો યે હમારી મદદ જરૂર કરેગા." શુભમે કમિશનર સાહેબનાં કાનમાં ધીરેથી કહ્યું.
"તો દિનેશ અબ તુમ યે બતાઓ તુમ ચંદાબાઈ કે ખિલાફ ક્યૂં હો ગયે?? જબ કી તુમ ઉસકે ખાસ આદમી હો." કમિશનર સાહેબને દિનેશ તેમની મદદ શાં માટે કરી રહ્યો હતો. એ સમજમાં આવી ગયું હતું. છતાંય તે દિનેશનાં મોંઢે સાંભળવાં માંગતા હતાં.
"હમ વિભૂતિ સે પ્યાર કરતે હૈં. જીસ ઔરત કો હમને ઉસકે પતિ સે ખરીદા. ઉસકા નામ વિભૂતિ હૈં. હમને ચંદાબાઈ સે ઇસ બારે મેં બાત ભી કી થી. હમને ઉન્હેં કહા આપ વિભુતિ સે મેરી શાદી કરવાં દિજીયે. બાત સિર્ફ હમ દોનોં કે બીચ હી રહેગી. હમ ઈસ બાત કો ઈસ રેડ લાઈટ એરિયા સે બહાર નહીં જાને દેંગે. ફિર વિભુતિ કો યહાં આયે એક હી મહિના હુઆ હૈ. તો જ્યાદા કોઈ ઈસકો જાનતા ભી નહીં હૈ. લેકિન ચંદાબાઈને મેરી બાત નહીં સુની. ઉન્હોંને કહ દિયા, 'યહાં લોગ બસ એક દો ઘંટે મજે કરને આતે હૈ. જીસકે વો પૈસે ચુકાતે હૈ. ફિર મૈંને તુમ્હારી શાદી ઉસ વિભુતિ સે કરવા દી. તો દૂસરે દિન કોઈ દૂસરા આકર ઐસા કહેગા. ઐસે તો યે રેડ લાઈટ એરિયા મેરેજ બ્યુરો બન જાયેગા. તુમ્હે વિભુતિ પસંદ હૈં. તો રોજ ઉસકે સાથ મજે કરો. લેકિન શાદી કી બાત મેરે સામને મત કરના. વર્ના વિભુતિ કો યહાં સે ઈતના દૂર ભેજ દૂંગી કિ તું અગલે સાત જન્મો તક ઉસે ઢૂંઢ નહીં પાયેગા' બસ ઉનકી ઈસી ધમકી કી વજહ સે મૈં એક સાલ સે કિસી મૌકે કી તલાશ મેં થા. એક સાલ બાદ મુજે યે મૌકા મિલ ગયા. મૈં મેનેજર કો પૈસે દેને ગયાં. તબ આપને મુજે દેખ લિયા ઔર પકડ લિયા ઐસા નહીં હૈં. મૈં જાન બુજકર આપકી પકડ મેં આયા થા. ક્યૂંકી ઈસ બાર મુજે પક્કા પતા થા. મેરા કામ હો જાયેગા. મૈં વિભૂતિ કો ચંદાબાઈ કી કેદ સે છુડવા લૂંગા." દિનેશે પોતાનો પ્લાન અને ચંદાબાઈએ વિભુતિ અને દિનેશનાં પ્રેમ અંગે શું કહ્યું. એ વિશે બધું જ જણાવતાં કહ્યું.
કમિશનર સાહેબ અને એસીપી વર્મા માટે દિનેશની આ છેલ્લી વાત સાંભળ્યાં પછી તેનાં પર ભરોસો કરવો શક્ય બન્યું હતું. આમ પણ દિનેશ સિવાય તેમની પાસે કોઈ ઓપ્શન પણ ન હતો. છતાંય દિનેશ વિશે બધું જાણવું જરૂરી હોવાથી કમિશનર સાહેબે પૂરતી પૂછપરછ કરી લીધી. આખરે પૂછપરછ પછી દિનેશ ભરોસાપાત્ર જણાયો.
"તો અબ આગે ક્યાં કરના હૈ??" આખરે એસીપી વર્માએ પૂછ્યું.
"આગે યે હમારે મિશન મેં હમારી મદદ કરેગા." અચાનક જ દિનેશે શુભમ તરફ આંગળી ચીંધીને કહ્યું.
"મૈં કૈસે??" શુભમ અચાનક જ દિનેશે કરેલો નિર્ણય સાંભળીને અવાક્ રહી ગયો.
શુભમનો સવાલ સાંભળીને દિનેશે બધાંને આખો પ્લાન સમજાવી દીધો. તેનો પ્લાન સાંભળ્યાં પછી બધાનાં ચહેરા પર ખુશી ફરી વળી. પણ શુભમનો ચહેરો થોડો ગંભીર અને પરેશાન થઈ ગયો. કારણ કે દિનેશે આ મિશનમાં શુભમને મુખ્ય ભુમિકા જો આપી હતી.



અમદાવાદ
રાહીનું બુટિક
સમય: સવારનાં ૦૯:૦૦


શિવાંશનો મેસેજ આવ્યાં પછી રાહીની થોડી ચિંતા દૂર થઈ હતી. પણ શિવાંશનો હાથ હજું સાજો થયો ન હતો. છતાંય એ કેવાં કામમાં વ્યસ્ત હતો? કે કોલ પણ ઉપાડતો ન હતો. એ વિચાર રાહીને હજું પણ પરેશાન કરી રહ્યો હતો. રાહી હજું પણ શિવાંશનો આવેલો મેસેજ વાંચી રહી હતી. જાણે એક જ મેસેજ વારંવાર વાંચવાથી મેસેજ બદલી જવાનો હોય કે શિવાંશ અમદાવાદ આવી જવાનો હોય.
"આજે ફરી બુટિક બંધ કરીને આઇસક્રીમ ખાવાં જઈએ??" રાહી શિવાંશનો મેસેજ જોતી બેઠી હતી. ત્યાં જ રચનાએ આવીને પૂછ્યું.
"સ્યોર, પેલી ખાવાની શોખીન મારી બહેન રાધિકા અને કાર્તિક અને સ્વીટીને પણ બોલાવી લેજે. આજે બધાં સાથે જાશું." રાહીએ મોબાઈલ બંધ કરીને ટેબલ પર મૂકતાં કહ્યું. રચના ખુશ થતી દરવાજેથી જ બહાર જતી રહી. રાહીએ તેની આજુબાજુ પડેલાં ફુલોના બુકે પર નજર કરી. જે તેને બુટિકમાં કામ કરતાં લોકોએ આપ્યાં હતાં.
રાહી એક કોમ્પિટિશન જીતી તેનાં લીધે બધાં ખુશ હતાં. પણ જ્યારે શિવાંશની જાણ મહાદેવભાઈને થાશે. ત્યારે ઘરમાં કયું નવું તોફાન આવશે? એ વાતે રાહી અજાણ હતી. શિવાંશ અને રાહીની જાણ બધાંને થતાં જ અનેક મુસીબતો આવવાની હતી. જેનાંથી રાહી બિલકુલ અજાણ હતી.
રાધિકા કોલેજ કેમ્પસમાં બેઠી હતી. રચનાનો આઈસ્ક્રીમ ખાવાં જવાં માટેનો મેસેજ વાંચીને તે ખુશ થતી હતી. એ સાથે જ શ્યામ ત્યાં આવી પહોંચ્યો. તો તેનાં ચહેરાની ખુશી ડબલ થઈ ગઈ. રાધિકા બેન્ચ પરથી ઉભી થઈને તરત જ શ્યામ પાસે ગઈ. શ્યામે તરત જ રાધિકાને પોતાની બાહોમાં સમાવી લીધી. રાધિકા જાણી જોઈને શ્યામથી દૂર થવાની કોશિશ કરવાં લાગી.
"હેય, કોણ છે તું? રાધુને છોડ. નહીંતર એક પંચ મારીને ધૂળ ચાટતો કરી દઈશ." અચાનક જ રશ્મિએ શ્યામને રાધિકાથી દૂર કરતાં કહ્યું. તેણે શ્યામને રાધિકાથી દૂર કરીને રીતસરનો ધક્કો જ મારી દીધો. શ્યામ જેમતેમ પોતાની જાતને સંભાળીને નીચે પડતાં બચ્યો. ત્યાં જ આકાશ તેનાં મિત્રો સાથે ત્યાં આવી પહોંચ્યો.
"હેય બ્રો, તમે લોકો આવી ગયાં બનારસથી. કેવી રહી બધાંની સફર??" આકાશે શ્યામનાં ખંભા પર હાથ મૂકીને પૂછ્યું. આકાશ હવે સુધરી ગયો હતો. તેણે રાધિકાને બચાવવાં જે મદદ કરી. એ પછી રાધિકા પણ તેનાંથી ગુસ્સે ન હતી.
"તો તું આકાશનો ફ્રેન્ડ છે. ચાલ રાધિકા અહીં રહેવાની કોઈ જરૂર નથી." અચાનક જ રશ્મિએ રાધિકાનો હાથ પકડતાં કહ્યું.
"રિલેક્સ યાર, આકાશ હવે સુધરી ગયો છે. અને આ શ્યામ છે. હું બનારસ જે અંકિતાનાં લગ્નમાં ગઈ હતી. તેનો માસીનો છોકરો.. આ પણ અમદાવાદ જ રહે છે." રાધિકાએ રશ્મિને રોકીને શ્યામનો હાથ પકડીને કહ્યું. રાધિકાનાં મોંઢેથી આકાશ અને શ્યામ વિશે એવી વાતો સાંભળીને રશ્મિની તો આંખો જ ફાટી રહી. પછી રાધિકાએ રશ્મિને બનારસમાં બન્યું. એ બધું વિગતવાર સમજાવ્યું. ત્યારે રશ્મિને કંઈક શાંતિ થઈ. બાકી આકાશ સુધરી ગયો. એ જાણીને તો રશ્મિને ચારસો ચાલીસ વોલ્ટનો ઝટકો લાગ્યો હતો.
"હેય, પણ તું અહીં શું કરે છે??" રશ્મિને બધું સમજાવ્યાં પછી રાધિકાએ શ્યામ પાસે જઈને પૂછ્યું.
"મેડમ, હમ ઈસી કોલેજ મેં પઢતે હૈં. બીબીએ ઈન લાસ્ટ ઈયર." શ્યામે હિન્દીમાં થોડાં એટિટ્યૂડ સાથે કહ્યું. આ વખતે રાધિકાનાં હોંશ ઉડી ગયાં. શ્યામ અને તે છેલ્લાં બે વર્ષથી એક જ કોલેજમાં હતાં. છતાંય એકબીજાને મળ્યાં ન હતાં. શ્યામે બનારસમાં સાચું જ કહ્યું હતું. બંને અમદાવાદનાં હોવાં છતાં બનારસમાં મળશે. એવું કોઈએ વિચાર્યું નહીં હોય. એટલે એ વાત પોતાનામાં જ અજીબ હતી. પણ બે પ્રેમી પ્રેમીઓનાં શહેર બનારસમાં મળે. એ વાત બિલકુલ અજીબ ન હતી. ત્યાંની તો મહેંદીવાળીએ પણ કહ્યું હતું, "યહાં તો હર ગલી મેં પ્યાર કી હવા ચલતી હૈ ઔર હર ઘાટ પર પ્યાર હી પ્યાર બહતા હૈ. પ્યાર કરનેવાલો કો કિસી ના કિસી ગલી યા ઘાટ પર અપના પ્યાર મિલ હી જાતા હૈ."
"આપણે એક જ કોલેજમાં હોવાં છતાં ક્યારેય આમનો સામનો નાં થયો. ઈટસ્ સ્ટ્રેન્જ ના." રાધિકાએ કંઈક વિચારીને કહ્યું.
"તે મને નહીં જોયો હોય. પણ મેં તો તારાં વિશે બહું સાંભળ્યું હતું. હાં, એ વાત અલગ છે કે તને ક્યારેય મળી નાં શક્યો. હું કોલેજમાં ક્યારેક જ આવતો. જરૂરી લેક્ચર અટેન્ડ કરીને તરત જ પપ્પાની દુકાને જતો રહેતો. એટલે કદાચ આપણી ક્યારેય મુલાકાત નાં થઈ‌. બીજું કારણ તું બી.કોમ કરે છે અને હું બીબીએ એટલે ક્લાસ અલગ હતાં. એમ પણ મુલાકાત નાં થઈ‌ શકી." શ્યામે ચોખવટ કરતાં કહ્યું.
"પણ તે કોની પાસે મારાં વિશે સાંભળ્યું હતું??" રાધિકાએ આંખો મોટી કરીને પૂછ્યું.
"એક્ચૂયલી તારાં વિશે નહીં તારાં બોક્સિંગ પંચ વિશે સાંભળ્યું હતું. પણ પંચ મારનાર છોકરી આટલી બ્યુટીફુલ હશે. એવું વિચાર્યું ન હતું." શ્યામે ફ્લર્ટ કરતાં આંખ મારીને કહ્યું. તો રાધિકા આંખો ફાડીને હથેળીની મુઠ્ઠી વાળીને શ્યામને બતાવવા લાગી. શ્યામે તરત જ પોતાનાં કાન પકડી લીધાં.
"ચાલો, તો હવે હું નીકળું. મારે લેટ થાય છે." કહેતાં શ્યામ જતો રહ્યો.
"આમ તો બ્યુટીફુલ કહે છે. પણ બ્યુટિફૂલ છોકરી સામે ઉભી હોય. છતાં આ છોકરાંને ક્યાં જવાં માટે લેટ થતું હોય છે. એ જ નથી સમજાતું." રાધિકા મોં ફુલાવીને મનોમન વિચારવા લાગી. ત્યાં જ શ્યામે પાછળથી આવીને તેનાં કાનમાં કહ્યું, "એક સમયે આ બ્યુટીફુલ છોકરીનાં નામે હું મારી આંખી જીંદગી કરી દેવાનું વિચારી રહ્યો છું. જો તેની હાં હોય તો હું પણ આગળ વિચારું." શ્યામની વાત સાંભળીને રાધિકાએ સાઈડમાં જોયું. તો શ્યામ સ્માઈલ કરી રહ્યો હતો. રાધિકાનાં ચહેરાં પર પણ મોટી સ્માઈલ આવી ગઈ. પછી શ્યામ જતો રહ્યો.




(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ