૮. સંગીત સંધ્યા
રાહી પોતાનાં રૂમમાં બેસીને હાથમાં શિવાંશનુ નામ જોઈ રહી હતી. તેનાં મનમાં અલગ પ્રકારની દુવિધા ચાલી રહી હતી. જે રાહી સમજી શકવા સક્ષમ ન હતી. "હું તો અહીં કંઈક બીજું જ શોધવાં આવી હતી. તો આ તમે મને ક્યાં ફસાવી દીધી છે મહાદેવ??" રાહીના મનમાં એક સવાલ ઉત્પન્ન થયો. જેનો જવાબ તેની ખુદની પાસે જ ન હતો.
મહેંદી સુકાઈ જતાં રાહીએ તેનાં પર લાગેલ સૂકી મહેંદીની પોપડીઓ દૂર કરી. મહેંદી એકદમ ઘેરાં લાલ-મરુન રંગની ચડી હતી. જેમાં 'શિવાંશ' નામ એક અલગ જ ચમક પકડી રહ્યું હતું.
"દીદુ, સાંજના ફંકશન માટે મને તૈયાર કરી આપો ને." અચાનક જ રાધિકાએ આવીને કહ્યું.
રાધિકા આવીને કપડાં અને બીજી વસ્તુઓ તૈયાર કરવાં લાગી. બહાર થોડું થોડું અંધારું થવા લાગ્યું હતું. સૂરજ ઢળી રહ્યો હતો. તેની કેસરી લાલીમા આકાશમાં દૂર સુધી પથરાઈ હતી. રાહી વિન્ડો પાસે ઉભી એ બધું જોઈ રહી હતી. ત્યાં અચાનક જ ગાર્ડનની લાઈટો ચાલું થઈ. ચારેતરફ એ લાઈટોની રોશની છવાઈ ગઈ.
"તમારે તૈયાર નથી થવું?" તન્વીએ પાછળથી રાહીના ખંભે હાથ મૂકીને પૂછ્યું.
"પહેલાં રાધિકા અને તું તૈયાર થઈ જાવ. હું પછી થઈ જઈશ." રાહીએ ખોવાયેલાં સ્વરે કહ્યું.
તન્વી ડોકું હલાવીને કપડાં તૈયાર કરવાં લાગી. રાધિકા કપડાં ચેન્જ કરીને આવી ગઈ. પછી તન્વી ચેન્જ કરવાં જતી રહી. રાહીએ રાધિકાને ડ્રેસિંગ અરિસા સામે બેસાડીને તેને મસ્ત હેર સ્ટાઇલ ગુંથી આપી. પછી ડોકમાં પતલી એવી સફેદ મોતીની સેર અને કાનમાં તેને મેચિંગ મોતી પહેરાવી દીધાં. બીજી વસ્તુઓ રાધિકા જાતે જ પહેરવાં લાગી. ત્યાં સુધીમાં તન્વી આવી ગઈ.
તન્વીને તૈયાર થવાનો જબરો શોખ.... એ આવીને ખંભાથી થોડાં નીચે સુધીનાં વાળ છૂટાં જ રાખીને મેક-અપ, લિપસ્ટિક અને જ્વેલરી વડે પોતાને શણગારવા લાગી. રાહી ક્યાંક ક્યાંક તેની મદદ કરી આપતી. અચાનક જ બહારથી મ્યુઝિક સિસ્ટમ ચેક કરવાં માટે સોંગ પ્લે થયું. તો રાધિકા અને તન્વી દોડીને બહાર જતી રહી.
રાહી કંઈક વિચારતી પોતાનું બેગ લઈને એમાંથી ગોલ્ડન કલરનો લહેંગો કાઢીને બાથરૂમ તરફ જતી રહી. લહેંગો પહેરીને રાહીએ પણ પોતાનાં લાંબા વાળમાંથી આગળની તરફથી એક લટ લઈને તેને પાછળથી પિન અપ કરી. પછી એમાંથી જ એક પતલી લટ કાઢીને બધાં વાળ ખુલ્લાં છોડી દીધાં. રાહીને મેક-અપ પહેલેથી જ કંઈ ખાસ પસંદ ન હતો. તો હોંઠો પર માત્ર પિંક કલરની લિપસ્ટિક લગાવીને એક હાથમાં થોડી પિંક અને ગોલ્ડન કલરની બંગડી પહેરી અને બીજાં હાથમાં આજે પણ લહેંગાને મેચિંગ ગોલ્ડ અને પિંક ડાયમંડ જડેલી વોચ પહેરીને ડોકમાં પિંક પતલી સેરનો ડાયમંડ નેકલસ અને કાનમાં તેને મેચિંગ એક એક પિંક ડાયમંડની નીચે ગોલ્ડન મોતી લટકતી બૂટી પહેરી લીધી. બધી વસ્તુ પહેર્યા પછી ખંભે નેટનો બનેલો આછાં પિંક કલરનો દુપટ્ટો નાંખી લીધો.
રાહીએ પૂર્ણપણે તૈયાર થયાં પછી એક નજર અરીસામાં કરી. તો એ ખૂદ જ ખુદને ઓળખી નાં શકી. કારણ.. તે આજ પહેલાં આટલી બધી ક્યારેય તૈયાર થઈ ન હતી. અમદાવાદમાં રોજ જીન્સ, લેગિઝ અને કુર્તીમા ફરતી. જ્યારે એક-બે દિવસથી લહેંગો અને ડ્રેસ પહેરીને રાહીને બધું નવું લાગી રહ્યું હતું. એમાંય બનારસની અંદર ગુજરાતી અને હિન્દી મિક્ષ વેડિંગ પોતાનામાં જ અલગ તરી આવતું હતું.
રાહી તૈયાર થઈને બહાર ગઈ. બહાર મહેમાનો આવવાં લાગ્યાં હતાં. હોલમાં કોઈ નજર આવતું ન હતું. રાહી બસ દરવાજા તરફ આગળ વધી જ હતી. ત્યાં જ એક અવાજ તેનાં કાને પડ્યો. જેનાંથી તેનાં કદમ આપોઆપ જ રોકાઈ ગયાં.
"એક્સક્યુઝ મી." રાહીએ અવાજની દિશામાં પાછળની તરફ નજર કરી. જ્યાંથી અવાજ આવ્યો હતો. પાછળ શિવાંશ ઉભો હતો. તે હજું સુધી તૈયાર થયો ન હતો. ટી-શર્ટ અને પાયજામો પહેરીને ઉભેલો શિવાંશ રાહીને જ જોઈ રહ્યો હતો.
રાહીએ એક આંગળી પોતાની જ તરફ કરતાં શિવાંશ સામે જોઈને તે પોતાને જ બોલાવી રહ્યો છે. એમ પૂછ્યું. તો શિવાંશે ડોક હલાવી હાં નો ઈશારો કર્યો. રાહી પોતાનો લહેંગો સંભાળતી શિવાંશ તરફ આગળ વધી.
"મેરે કુર્તે કા બટન તૂટ ગયાં હૈ. સૂઈ ધાગા ઢૂંઢ દોગી પ્લીઝ. " રાહી જેવી શિવાંશની નજીક પહોંચી. શિવાંશે કુર્તો ઉંચો કરીને કહ્યું. શિવાંશ મુંબઈનો ટોપ બિઝનેસમેન હતો. મુંબઈમાં હિન્દી અને અંગ્રેજી ભાષા જ વધારે પડતી બોલાતી. તો શિવાંશને એ જ બોલવાની આદત પડી ગઈ હતી. તન્વીના મમ્મી અમદાવાદનાં હતાં. તન્વીને ગુજરાતી ભાષા ગમતી. તેને ગુજરાતી બોલતી વખતે અલગ જ આનંદ થતો. તો તે વધું પડતું ગુજરાતી જ બોલતી. બહાર જ એ હિન્દી બોલવાનો આગ્રહ રાખતી. જેથી મુંબઈની પબ્લિક સમજી શકે.
રાહી કંઈ પણ બોલ્યાં વગર હોલના બધાં ડ્રોવર ખોલીને સોય-દોરો શોધવાં લાગી. શિવાંશ ઉભો જોઈ રહ્યો હતો. રાહીની ઘણી કોશિશ છતાંય સોય-દોરો નાં મળ્યો. તેણે હોલની વિન્ડોમાથી બહારની તરફ નજર કરી. બધાં પોતાનામાં જ વ્યસ્ત હતાં. રાહી શિવાંશ પાસે આવી. તેણે શિવાંશના હાથમાંથી કુર્તો લઈને જોયો. શિવાંશ અવાક બનીને રાહીને જોઈ રહ્યો. તે કરવાં શું માંગતી હતી. શિવાંશ સમજી નાં શક્યો.
"ઈસે પહન લો." રાહીએ કુર્તો શિવાંશ તરફ લંબાવીને કહ્યું.
"વ્હોટ?? હાઉ ટુ વેર ધીઝ?? બિના બટન કા કુર્તા કૈસે પહન લૂ?? અલ્ટિમેટલી વ્હોટ યુ વેન્ટ ટુ ડુ??" શિવાંશે એક સાથે કેટલાંય સવાલ પૂછી લીધાં.
"પહલે પહન લો. બાદ મેં સબ સમજાતી હૂં." રાહીએ કોઈ પણ પ્રકારનાં ભાવ વગર કહ્યું.
શિવાંશ હાથ ઉંચા કરીને પગ પછાડતો અંદર ગયો. થોડીવારમાં તે કુર્તો પહેરીને બહાર આવ્યો. રાહી અંદર જઈને કંઈક શોધવાં લાગી. તેણે શિવાંશની બેગ લીધી. બેડ પર મૂકીને તેને ફંફોસવા લાગી. શિવાંશ હજું પણ કંઈ સમજી શક્યો ન હતો. આખરે રાહીએ એક રેડ કલરની કોટી કાઢીને બેગ બંધ કરી દીધી. શિવાંશનો કુર્તો ગોલ્ડન કલરનો હતો. રાહીએ કોટી ખોલીને એમ જ શિવાંશ આગળ કરીને કહ્યું, "પરફેક્ટ."
"વ્હોટ ડુ યુ મીન??" શિવાંશે એક ઝટકા સાથે પૂછ્યું.
"ઈસે ઈસ પર પહન લો. ઈસકે કોલાર સે તૂટા બટન નહીં દિખેગા ઔર યે ઈસ પર અચ્છા ભી લગેગા." રાહીએ કહ્યું.
"લેકિન યે ઈસ કુર્તે પર પહનને કે લિયે નહીં હૈ. ધીઝ આઈ બ્રોટ ટુ વેર ઈન ટુમોરોસ વેડિંગ."
"કલ કુછ ઔર પહન લેના. અભી તો યહી પહનના હોગા. આઉટસાઈડ ફંકશન હેઝ સ્ટાર્ટેડ. નાઉ ધેયર ઈઝ નો ઓપ્શન. યા તો યે પહન લો. યા ફિર ઐસે હી બાહર આકર અપની હંસી ઉડવા લો. અબ મુંબઈ કા ટોપ બિઝનેસમેન બિના બટન કે કુર્તે મેં સબકે સામને આયેગા. વો ભી શાદી કે સંગીત ફંકશન મે..તો લોગ તો હસેંગે હી ના." રાહી હાથમાં કોટી રાખીને બોલવાં લાગી. શિવાંશે કોઈ પ્રતિક્રિયા નાં આપી. તો રાહી કોટીને ફરી બેગમાં મૂકવાં જવાં લાગી. ત્યારે જ શિવાંશે રીતસરની રાહીના હાથમાંથી કોટી ખેંચતા કહ્યું, "ઓકે, આઈ વિલ વેર ધીઝ. નાઉ યુ કેન ગો."
"હેલ્પ કરી. બદલામાં એક થેંક્યું તો કહેવાય ને." રાહી મનમાં જ બોલી.
"ક્યાં??" શિવાંશે નેણ ઉંચા કરીને પૂછ્યું.
રાહી ડોક નકારમાં હલાવીને જવાં લાગી. શિવાંશ અરીસા સામે ઉભો રહીને કોટી પહેરવાં લાગ્યો. રાહી ગાર્ડનમાં આવી. બધાં હજું પણ ડાન્સ પ્રેક્ટિસ કરી રહ્યાં હતાં. રાહી બધાંની વચ્ચે આવીને ઉભી રહી ગઈ. રાધિકાનો પગ પ્રેક્ટિસ દરમિયાન લપસી ગયો. ત્યારે જ રાહીએ તેનો હાથ પકડી લીધો.
"યે આપ સબ સે નાં હો પાયેગા. હમ બનારસવાલો કો તુમ અહમદાબાદવાલે ક્યાં હરા પાઓગે." શુભમે હાંસી ઉડાવતા કહ્યું.
"હમ અહમદાબાદ વાલે કિસી સે કમ નહીં. નાચને મેં હમેં કોઈ નહીં હરા સકતા. ક્યૂં દીદુ!?" રાધિકાએ રાહી સામે જોઈને કહ્યું. રાહી કંઈ સમજી નાં શકી. તો એ રાધિકા સામે જોવાં લાગી.
"તો હો જાયેં ડાન્સ કા મુકાબલા. બનારસ ઔર અહમદાબાદ વાલો કે બીચ??" શુભમે મોકાનો લાભ ઉઠાવતાં કહ્યું.
"હાં, હો જાયેં. દીદુ ચલો ઈનકો દિખા દેતે હૈ." રાધિકાએ રાહીનો હાથ પકડતાં કહ્યું.
"તુમ હમારે સાથ હો ના?" શુભમે તન્વી સામે જોઈને પૂછયુ.
"વો હમારી ટીમ મેં હૈ. તુમ કોઈ ઔર ઢૂંઢ લો." રાધિકાએ તન્વીને પોતાની તરફ ખેંચતા કહ્યું.
તન્વીએ પણ પોતાનાં ખંભા ઉછાળી દીધાં. આ વખતે એ ગુજરાતીઓ તરફ રહેવા માંગતી હતી. વાત અમદાવાદની જો હતી. અંકિતા પણ રાહીની ટીમમાં જ જતી રહી.
"તુમ ચાર ઔર હમ દો હી હૈ." શુભમે લટકેલા મોંઢે કહ્યું. તે અને શ્યામ બે જ બાકી બચ્યાં હતાં.
"તું અમદાવાદનો છે. તો તેની ટીમમાં કેમ?" રાધિકાએ શ્યામને ઘુરતા પૂછ્યું.
"એ એકલો છે. આમ પણ તમારી ટીમ છોકરીઓની છે. તો હું તમારી સાથે શું કરીશ." શ્યામે કહ્યું.
"જવા દે ને. આમ પણ એની ટીમમાં એ બે જ છે." અંકિતાએ હસીને કહ્યું. ત્યાં જ અંદરથી શિવાંશ અને મેઈન ગેટની બહારથી અભિનવ અને તેનાં મમ્મી-પપ્પા આવ્યાં.
"અમારી ટીમ બની ગઈ." શ્યામે ખુશ થતાં કહ્યું.
અભિનવના આવતાં જ અંકિતા અને તેનાં મમ્મી-પપ્પા તેમનાં સ્વાગત માટે ગયાં. બંને પરિવાર બનારસમાં જ રહેતાં હોવાથી સંગીત ફંકશન સાથે જ રાખવામાં આવ્યું હતું. જેનાંથી લોકો વધી જાય. તો મજા આવે.
"અભિનવ, આ મારી ફ્રેન્ડ રાહી અને તેની બહેન રાધિકા અને તન્વીને તો તમે મળી જ ચૂક્યાં છો વિડિયો કોલ પર." અંકિતાએ કહ્યું. અભિનવે રાહી અને રાધિકા સાથે શેક હેન્ડ કર્યું. પછી અંકિતાએ શ્યામ સાથે અભિનવનો પરિચય કરાવ્યો. શ્યામ દામિનીબેનની બહેનનો દીકરો હતો. તેમને ત્યાં પણ એક પ્રસંગ હોવાથી શ્યામ એક જ અહીં આવ્યો હતો.
"જીજુ, આપ હમારી ટીમ મેં રહકર પરફોર્મન્સ દોગે ના??" અચાનક જ શુભમે વચ્ચે કૂદતાં પૂછ્યું.
"યા, અફકોર્સ. તુમ્હારી બહન દૂસરી તરફ હો જાયેં. તો મુજે તો તુમ્હારી તરફ હોના હી પડેગા. આખિર સવાલ બનારસ કા જો હૈ." અભિનવના કહેવાથી હવે શુભમની ટીમમાં ત્રણ લોકો હતાં. પણ હજું એક વ્યક્તિ ઘટતો હતો. ત્યાં શિવાંશ બધાંની પાસે આવ્યો. અભિનવ અને શિવાંશ ગળે મળ્યાં. ત્યાં જ શુભમે શિવાંશને પોતાની તરફ ખેંચતા કહ્યું, "યે હમારી ટીમ કા ચૌથા મેમ્બર હોગા." શિવાંશ કંઈ સમજી નાં શક્યો.
"વ્હોટ?? કૌન સી ટીમ?? કિસ બાત કી ટીમ??" શિવાંશે આશ્ચર્ય સાથે પૂછ્યું.
"આજ સંગીત ફંકશન હૈ. તો ઉસી કી ટીમ કી બાત ચલ રહી હૈં. યે ચારો એક ટીમ મેં હૈ." શુભમે અંકિતા, તન્વી, રાહી અને રાધિકા તરફ હાથ કર્યો. "હમારી ટીમ મેં એક મેમ્બર કમ હૈં. તો પ્લીઝ તુમ હમારી તરફ સે પરફોર્મન્સ દે દો." થોડીવાર રોકાઈને શુભમે શિવાંશ સામે રિકવેસ્ટ કરતાં કહ્યું.
"નહીં, યે નહીં હો સકતા." અચાનક જ તન્વી ચિલ્લાઈને બોલી.
"તને શું થયું?" રાધિકાએ તેનો હાથ પકડીને પૂછ્યું.
"ભાઈ ડાન્સમાં પાવર ફૂલ છે. ઋત્વિક રોશન પણ તેમની સામે પાની કમ ચાય છે. એ શુભમની ટીમમાં રહેશે. તો આપણે નક્કી હારી જઈશું." તન્વી મોં લટકાવીને બોલી.
"હું કોઈ પરફોર્મન્સ જ નથી આપવાનો." શિવાંશે થોડાં સખ્ત અવાજે કહ્યું.
"યાર, એસા નહીં ચલતા. ઐસે તો હમ હાર જાયેંગે. મુકાબલા બરાબરી મેં હી હોતાં હૈ." શુભમે ફરી રિકવેસ્ટ કરતાં કહ્યું.
"ક્યાં શિવાંશ...યહી તો મૌકા હૈ હસી મજાક ઔર એન્જોય કરને કા. વરના તુમ તો બસ પૂરાં વક્ત ઓફિસ ઔર ફાઈલો મેં હી ઉલજે રહતે હો. આજ મૌકા મિલા હૈ. તો થોડાં વક્ત ખુદ કે સાથ ભી બિતા લો." અભિનવે શિવાંશના ખંભે હાથ મૂકીને કહ્યું.
ટોપ બિઝનેસમેન...એ પણ મુંબઈનો ટોપ બિઝનેસમેન હોવું કોઈ નાની વાત ન હતી. સતત કામ પર જ ફોકસ કરવો પડે. દિવસ-રાત ફાઈલો અને કેટલાંય પ્રકારનાં લોકોથી ઘેરાયેલું રહેવું પડે. ભગવાનનાં નામની માળા જપતી વખતે એક જ નામનું રટણ કરવું પડે. એમ બિઝનેસમાં ઉંચાઈ હાંસિલ કરવાં કામ કામ અને કામની જ માળા જપીને તેનું જ રટણ કરવું પડે. ત્યારે બિઝનેસની સ્પર્ધામાં એક ઉંચાઈ સુધી પહોંચી શકાય. આમ તો કોઈ પણ કામ માટે પૂરતું ધ્યાન આપવું પડે. ત્યારે જ મુકામ હાંસિલ થાય. એમ શિવાંશ પણ પોતાનું પૂરું ધ્યાન બિઝનેસ પર આપી રહ્યો હતો.
મુંબઈમાં સતત કામ કર્યા પછી આજે ખરેખર તેને થોડાં રિલેક્સ થવાનો મોકો મળ્યો હતો. એટલે તેને પણ અભિનવની વાત યોગ્ય લાગતાં અંગૂઠો બતાવી ગ્રીન સિગ્નલ આપી દીધો.
"હવે હાર પાક્કી." તન્વી ધીરેથી બબડી.
"નો ચાન્સ, મારી દીદુ પણ કોલેજ સમયમાં ટોપ ડાન્સર પણ રહી ચુકી છે. એ તારાં ભાઈને હેંડલ કરી લેશે." રાધિકાએ રૂઆબદાર અવાજમાં કહ્યું. તેને રાહી ઉપર પૂરો વિશ્વાસ હતો. તે રાધિકાને હારવા નહીં દે.
"ડાન્સ નથી કર્યો તેને ઘણો સમય થઈ ગયો. હવે તો ઘણું ભૂલાઈ પણ ગયું છે. એમાં રાધુએ એટલાં કોન્ફિડન્સ સાથે શરૂઆત કરી દીધી છે, કે હવે મારી વાતની તો કોઈ ઉપર કોઈ અસર જ નહીં થાય. બચાવી લેજો મહાદેવ." રાહી મનોમન જ વિચારવા લાગી.
અમદાવાદ
નિલકંઠ વિલા
મહાદેવભાઈ દાદીના રૂમની બહાર ચક્કર લગાવી રહ્યાં હતાં. આજે ફરી તેમની તબિયત લથડી હતી. તાત્કાલિક જ ડોક્ટરને બોલાવી તેમનો ઈલાજ શરૂ કરવામાં આવ્યો હતો. અંદર ડોક્ટર ઇલાજ કરી રહ્યાં હતાં. મહાદેવભાઈ અને ગૌરીબેન બંને ચિંતિત નજર આવતાં હતાં.
"તમે થોડીવાર બેસી જાઓ. ડોક્ટર છે ને..એ બધું સંભાળી લેશે." ગૌરીબેને મહાદેવભાઈને દિલાસો આપતાં કહ્યું.
"જોયું ને... જોયું ને તમે?? ફરી બાની તબિયત લથડી ગઈ. હવે તો તમને મારાં નિર્ણય પર વિશ્વાસ આવી ગયો હશે. મેં કંઈ ખોટું નથી કર્યું." મહાદેવભાઈએ સખ્ત અવાજે પણ પરેશાનીના ભાવ સાથે કહ્યું.
ગૌરીબેન કંઈ બોલે. એ પહેલાં જ દાદીના રૂમમાંથી ડોક્ટર બહાર આવ્યાં. તેમનો ચહેરો ગંભીર હતો. મહાદેવભાઈ તરત જ એમની સામે જઈને ઉભાં રહી ગયાં.
"તેમનું શરીર કમજોર પડવાં લાગ્યું છે. બી.પીનો પ્રોબ્લેમ ધીરે-ધીરે વધી રહ્યો છે. ક્યારે શું થાય..." ડોક્ટર કહેતાં કહેતાં અટકી ગયાં. પણ મહાદેવભાઈ બધું સમજી ગયાં.
"મારે કાલે રાતે તેમને કંઈ કહેવાની જરૂર જ ન હતી. મને પરેશાન જોઈને એ પણ પરેશાન થયાં. એમાં આ બધું..." ગૌરીબેન મનોમન જ વિચારતા ખુદને કોસી રહ્યાં હતાં.
"મેં અમુક દવાઓ બદલી આપી છે. રેગ્યુલર બી.પીની જે દવા છે. એ તો ચાલુ જ રાખવાની રહેશે. બાકી તેમની ખાણીપીણી ઉપર પણ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બી.પી વધે એ એક ગંભીર બિમારી છે. એક ઉંમર પછી દવા પણ કંઈ ખાસ અસર કરતી નથી." ડોક્ટરે સલાહ આપી. પછી પોતાની સુટકેસ લઈને ચાલતાં થયાં. મહાદેવભાઈ તેમને દરવાજા સુધી મૂકવાં ગયાં.
ગૌરીબેન મહાદેવભાઈની ચિંતા અને વ્યથા બંને સમજી શકતાં હતાં. પણ તેમણે લીધેલો નિર્ણય હજું પણ તેમને યોગ્ય લાગતો ન હતો. મહાદેવભાઈ અંદર આવીને સોફા પર બેઠાં. કંઈક વિચારીને તેમણે કોઈકને ફોન જોડ્યો.
"હાં બોલ મહાદેવ, તો શું નક્કી કર્યું તે??" સામેથી એક સ્ફૂર્તિ ભર્યો રોબિલો અવાજ મહાદેવભાઈના કાને પડ્યો.
"મારી હાં જ છે. હવે મારે બીજાં કોઈને કંઈ પૂછવાની પણ જરૂર નથી." મહાદેવભાઈએ એક નજર કિચનના દરવાજા પાસે ઉભેલાં ગૌરીબેન તરફ કરતાં કહ્યું.
"વાહ દોસ્ત, મને પણ આ જ ઉમ્મીદ હતી. તો હવે જલ્દી મળીએ." સામેથી ફરી એ જ અવાજ થોડી ખુશીના ઉમળકા સાથે સંભળાયો. પછી ફોન કટ થઈ ગયો. મહાદેવભાઈ ફરી એક નજર ગૌરીબેન તરફ કરીને ઘરનાં દરવાજેથી બહાર નીકળી ગયાં.
ગૌરીબેન ચહેરા પર અનેક ચિંતાની રેખાઓ સાથે મહાદેવભાઈને જતાં જોઈ રહ્યાં. પછી એ જ ચિંતિત ચહેરે કામે લાગ્યાં. દાદીમા પણ પોતાનાં રૂમમાં સૂતાં હતાં. બંધ આંખોએ પણ તેમનાં ચહેરા પર ચિંતા નજર આવતી હતી. જે તેમનાં ચહેરા પર વૃધ્ધાવસ્થાના કારણે પડેલી કરચલીઓમા વધારો કરી રહી હતી. નિલકંઠ વિલામાં અચાનક જ વાતાવરણ તંગ બની ગયું હતું. રાહી અને રાધિકાના ગયાં પછી અચાનક જે બન્યું. તેનાં લીધે બધાં ચિંતિત હતાં.
મહાદેવભાઈ અમદાવાદની સડક પર ચાલ્યાં જતાં હતાં. ચહેરા પર કોઈ પણ પ્રકારનાં ભાવ નજર આવતાં ન હતાં. પણ દિલને એક શાંતિ પ્રદાન થઈ હતી. જે કેટલો સમય રહેશે. એ નક્કી ન હતું. મહાદેવભાઈ ચાલતાં ચાલતાં વસ્ત્રાપુર તળાવ પાસે આવી પહોંચ્યાં. તે ત્યાં બાંકડા પર બેસીને શાંત પાણીને નીરખી રહ્યાં. જ્યાં બેસીને થોડાં દિવસો પહેલાં વહેલી સવારે રાહી એ શાંત પાણીને જોઈ રહી હતી. ત્યાં જ આજે મહાદેવભાઈ બેઠાં હતાં.
મહાદેવભાઈનુ મન અનેક વિચારોએ ઘેરાયેલું હતું. એક નિર્ણય...કદાચ બહું મોટો નિર્ણય તેમણે એકલાં હાથે જ લીધો હતો. પરિણામની કોઈ ચિંતા ન હતી. છતાંય મનમાં એક ડર હતો. જે તેમને કદમ પાછળ ખેંચવા જણાવી રહ્યો હતો. પણ મહાદેવભાઈ પોતાનાં વિચાર પર અડિગ હતાં. તેમણે પોતાનાં મનમાં રહેલાં સવાલોનું પૂર શાંત કર્યું. પછી ઉભાં થઈને ઘર તરફ આગળ વધ્યાં.
ગૌરીબેને જમવાનું તૈયાર કરીને દાદીને જમાડી સૂવડાવી દીધાં હતાં. મહાદેવભાઇના આવતાં જ તેઓ તેમને પણ જમવાનું પરોસવા લાગ્યાં. મહાદેવભાઈ કોઈ પણ પ્રકારનાં ભાવ વગર જમતાં હતાં.
"એક વાર ફરી વાત કરી જોવ. કદાચ તેમનો નિર્ણય બદલી જાય." ગૌરીબેન મનમાં જ વિચારી રહ્યાં. ત્યાં જ મહાદેવભાઈની નજર તેમનાં ચહેરાં પર પડી.
"વાત કરવાનો કોઈ ફાયદો નથી. હું કહું ત્યાં સુધી તમે તમારું આપેલું વચન પાળો. બીજું હું સંભાળી લઈશ." મહાદેવભાઈએ ગૌરીબેનના ચહેરાં પરનાં ભાવ અને મનમાં ચાલી રહેલાં સવાલો કળી લેતાં કહ્યું.
મહાદેવભાઈ જમીને પોતાનાં રૂમમાં જવાં સીડીઓ તરફ આગળ વધી ગયાં. ગૌરીબેન ચહેરાં પર એ જ ચિંતાની રેખાઓ સાથે તેમને જતાં જોઈ રહ્યાં.
બનારસ
ભોજુવીર, મિશ્રા નિવાસ
સંગીત સંધ્યા
બનારસ અને અમદાવાદ બંને ટીમ વચ્ચે બરાબરીનો મુકાબલો ચાલી રહ્યો હતો. રાધિકા અને શ્યામ પછીની ટર્ન શિવાંશ અને રાહીની હતી. એક તરફથી શિવાંશ અને એક તરફથી રાહી સ્ટેજની ઉપર આવી.
"કમ ઓન દીદુ, આજ તો ઈન બનારસ વાલો કો અપના જલવા દિખા હી દો." સ્ટેજની નીચેથી રાધિકાએ રાહીનો હોંસલો વધારતાં કહ્યું.
"આમ્હી મુંબઈચે રહિવાસી આહોત. (અમે મુંબઈનાં રહેવાસી છીએ.) મલા કમી લેખૂ નકા. (મને ઓછો નાં આંકતી.)" શિવાંશે જોશમાં આવીને મરાઠી ભાષામાં કહ્યું. જે આપણી ગુજ્જુ રાહીની સમજમાં નાં આવ્યું.
શુભમે બધાંની વાતો ઈગ્નોર કરતાં મ્યુઝિક સિસ્ટમ પર શ્યામનાં કહેવાથી 'પાક્કી અમદાવાદી' સોંગ પ્લે કર્યું. રાહીએ તેનાં પર ડાન્સ કરવાનું શરૂ કર્યું. અમદાવાદ શબ્દ વારેવારે ગીતમાં વપરાવાથી રાહીમા એક જોશ આવી રહ્યો હતો. પણ ત્યાં મોજુદ બનારસના હિન્દી ભાષી લોકો એ ગુજરાતી ગીત કંઈ ખાસ સમજી નાં શક્યાં. બસ અમદાવાદી શબ્દ જ તેમને સમજાતો હતો.
રાહીએ એક અલગ જ સ્ફૂર્તિ સાથે ડાન્સ પૂરો કર્યો. છેલ્લે જ્યારે દિલિપ દવે દ્વારા લખાયેલ અને સિદ્ધાર્થ ભાવસારના અવાજમાં ગાયેલ ગીતની છેલ્લી કડી પાક્કી અમદાવાદી ગવાઈ. ત્યારે રાહી શિવાંશ સામે હાથ કરીને ઉભી રહી ગઈ. એક ડાન્સ પૂરો થતાં નીચે સ્ટેજ પાસે મ્યુઝિક સિસ્ટમ પર ગીત પ્લે કરી રહેલાં શુભમે બીજું સોંગ પ્લે કર્યું.
"હાં....ઓયે ઓયે ઓયે બનારસિયા
હાયે બનારસિયા
આ...બનારસિયા
હાયે બનારસિયા
રંગ મેં ભંગ યા ભંગ મેં રંગ
બનારસિયા....હાયે બનારસિયા
જંગ મેં સંગ યા સંગ મેં જંગ
બનારસિયા....હાયે બનારસિયા"
શુભમે એ જ સોંગ પ્લે કર્યું. જે તેનાં મોબાઈલની રિંગ ટોન હતી. શિવાંશ શ્રેયા ઘોષાલના અવાજમાં ગાયેલાં એ સ્લો મોશન સોંગ ઉપર પણ સારો ડાન્સ કરી રહ્યો હતો. બંને વચ્ચે તગડી ટક્કર હતી. રાહી અને શિવાંશ બંનેનો ડાન્સ સારો હતો.
એમનાં પછી છેલ્લે અંકિતા અને અભિનવની ટર્ન આવી. કાલે બંને ચાંદની રાતમાં લગ્નનાં પવિત્ર બંધનમાં બંધાઈ જવાનાં હતાં. એ ખુશી બંનેના ચહેરા પર નજર આવી રહી હતી. એ જ ખુશી સાથે બંનેએ ડાન્સ પણ કર્યો. "તું બન જા ગલી બનારસ કી, મેં શામ તલક તુઝમે ભટકું" ગીત સાથે અંકિતાએ ડાન્સ કર્યો. ગીતનાં એક એક શબ્દ વખતે તેની નજર અભિનવ ઉપર જ હતી. ત્યાં જ બીજું ગીત પ્લે થયું. "પલ ભર ઠહર જાઓ, દિલ યે સંભલ જાયે, કૈસે તુમ્હે રોકા કરું, મેરી તરફ આતા હર ગમ ફિસલ જાયે, આંખો મેં તુમકો ભરું, બિન બોલે બાતે તુમસે કરું, ગર તુમ સાથ હો"
અભિનવ ડાન્સ કરતી વખતે અંકિતા પાસે આવીને તેની સાથે ડાન્સ કરવા લાગ્યો. અંતે બંને વચ્ચે કોમ્પિટિશન જેવું કાંઈ રહ્યું જ નહીં. આમ પણ બે દિલ એક હોય. ત્યાં બધી વસ્તુઓ ઉપર બંનેનો સમાન હક હોય છે. તેમાં હાર જીત જેવું કંઈ હોતું જ નથી. અંકિતા અને અભિનવ વચ્ચે પણ એવું જ હતું.
બંને ડાન્સ કરીને નીચે ઉતર્યા. રાતનાં અગિયાર થઈ ગયાં હતાં. બધાં બહું થાકી ગયાં હતાં. બધાંએ એન્જોય પણ ખૂબ કર્યું હતું. ફંકશનની શરૂઆત જે કોમ્પિટિશનથી થઈ હતી. એ હવે રહ્યું જ ન હતું. બધાંની ખુશી વચ્ચે હાર જીત હવામાં જ ઓગળી ગઈ હતી. ફંકશન પૂરું થયાં પછી અભિનવ અને તેનાં પરિવારે વિદાય લીધી.
આજે કામ પૂરતું જ બોલવાવાળી રાહી થોડી ખુશ જણાતી હતી. તેનાં ચહેરા પર આજનાં ફંકશન પછી એક ગ્લો નજર આવી રહ્યો હતો. ધીરે-ધીરે બધાં મહેમાનો અને શુભમ સહિત શ્યામ પણ જતાં રહ્યાં. બધાં થાકી ગયાં હતાં. તો ઘરમાં જેટલાં બાકી બચ્યાં હતાં. એ પણ ઘરની અંદર જઈને પોતપોતાનાં રૂમમાં સૂઈ ગયાં. કાલે લગ્ન હતાં. તો થોડાં મહેમાનો વધી જવાનાં હતાં. પણ કાલે લગ્ન ઘરે નહીં. એકતા નગર કોલોનીના ચંદ્ર વાટિકા મેરેજ હોલમાં હતાં. એટલે કોઈ ચિંતા ન હતી.
દામિનીબેન અંદર આવીને કાલની થોડી તૈયારી કરવા લાગ્યાં. રાહી, રાધિકા અને તન્વીએ તેમની મદદ કરી આપી. કાલે મેરેજ હોલ પર લઈ જવાનો જરૂરી સામાન પેક કરીને દામિનીબેન પણ સૂવા જતાં રહ્યાં. રાધિકા અને તન્વી પણ બગાસું ખાતી રૂમમાં જતી રહી. રાહી રૂમ તરફ આગળ વધી. ત્યાં જ શિવાંશ રાહી પાસેથી પસાર થયો.
"થેંક્યું." અચાનક જ રાહીએ કહ્યું.
"મુજે કહા?" શિવાંશે રાહી તરફ ફરીને આજુબાજુ નજર દોડાવતાં પૂછ્યું.
"યસ,બિકોઝ આજ તુમને ડાન્સ કે લિયે હાં કહા તો મુજે ભી એક બાર ફિર ડાન્સ કરને કા મૌકા મિલ ગયાં." રાહીએ સહજતાથી કહ્યું.
"ઈટસ્ ઓકે." શિવાંશે કોઈ પણ પ્રકારનાં ભાવ વગર કહ્યું.
રાહી તેને જોઈ રહી. શિવાંશ ફોન મચેડતો તેની સામે ઉભો હતો. અચાનક જ શિવાંશે રાહી સામે જોઈને પૂછયું, "ઔર કુછ?"
"ન... નહીં." રાહીએ લથડતાં શબ્દોએ કહ્યું. શિવાંશ ફરી નજર મોબાઈલમાં નાંખીને ચાલતો થયો.
"ચાય મીઠી પીતાં હૈ. લેકિન બાતે તીખી કરતાં હૈ." અચાનક જ રાહી બોલી ઉઠી. સાવ ધીમાં સ્વરે બોલાયેલા શબ્દો પણ શાંત વાતાવરણનાં કારણે શિવાંશના કાને પડી ગયાં. તેણે પાછળ ફરીને પૂછ્યું, "કુછ કહા ક્યાં?"
"નહીં... નહીં તો." રાહીએ ફરી લથડતાં સ્વરે કહ્યું. શિવાંશ કંઈ કહે એ પહેલાં જ તે પોતાનાં રૂમમાં જતી રહી.
"અજીબ લડકી હૈ. લેકિન ઉસને કુછ તો કહા થા. ચાય.. મીઠાં... તીખાં...ઐસા હી કુછ." શિવાંશ વિચારતો વિચારતો પોતાનાં રૂમ તરફ આગળ વધી ગયો.
(ક્રમશઃ)
_સુજલ બી.પટેલ