હર્ષ હેતા ચાલો ઉપર આવી જાવ, બેટા બોવ તડકો થઈ ગયો છે તમને લું લાગી જશે. મમ્મી બસ થોડીક વાર કહી હર્ષ અને હેતા પાછા રમવા લાગ્યા. બસ થોડીક જ વાર હો કહી રિયા અંદર વહી ગઈ.
હર્ષ અને હેતા રિયા ના જોડિયા બાળકો હતા. હર્ષ જેટલો શાંત એટલી જ હેતા ચંચળ હતી. પણ બંને થી આખું ઘર મહેકી ઉઠ્યું હતું. હજી આં વર્ષે જ બંને ને રિયા એ શાળા માં બેસાડ્યા હતા. પરંતુ ઉનાળુ વેકેશન પૂરું થવામાં હજી થોડી વાર હતી.
રિયા તું સમાજ તી કેમ નથી , હજી આં બાળકો નાના છે તેમણે નવા માહોલ માં વાંધો નહિ આવે તું તારું જીવન ફરી શરૂ કરી લે.
મમ્મી તમે પાછા શરૂ થઈ ગયા ને , મે એક વાર કહી દીધું ને મારે આં વિશે કોઈ વાત કે વિચાર નથી કરવો. હું અહી જેમ છું તેમ બોવ જ ખુશ છું. એમ કહી રિયા અોફિસે જવા નીકળી ગઈ.
અરે બેટા નાસ્તો તો કરતી જા પણ રિયા એ કઈ સાંભળ્યું નહિ અને ખીજતી આંખ માં આંશુ સાથે તે બહાર નીકળી ગઈ.
રિયા એક સિંગલ મધર હતી. તે એક સારી એવી કંપની માં સી. ઇ. ઓ ની પોસ્ટ પર જોબ કરતી હતી. અને તેનું ગુજરાન સારુ એવું ચાલતું. વડોદરા ની બેરી જેવા આલીશાન વિસ્તાર માં તેનો ફ્લેટ હતો. અને આં નાનકડા પરિવાર માં તે ખૂબ જ ખુશ હતી. હર્ષ અને હેતા માટે તે એક આદર્શ માતા બની ઊભરી હતી. સામાન્ય બાળકો કરતા હર્ષ અને હેતા ની પરવરિશ કઈક અલગ જ હતી. સામાન્ય આદર ,રીત ભાત અને બોલવાની છટા જુદી હતી. શાળા માં ગયા પેહલા જ બંને ને થોડું પોતાના વિશે સામાન્ય જ્ઞાન હતું અને આં બધું રિયા ના લીધે જ હતું.
રિયા ની માતા જમના બહેન ને તેની ખૂબ જ ચિંતા હતી. તેમની સહેલી ગીતા કાકી ને તે કહેતા આમ એકલા જીવન કેમ વિતે હજી શું તેની ઉંમર છે. બાળકો અત્યારે નાના છે એટલે સમય વયો જાઈ છે પણ કલ બાળકો મોટા થઈ જશે .પોતાની દુનિયા માં વ્યસ્ત થઈ જશે પછી તો મારી રિયા એકલી જ ને .પોતાનું સુખ દુઃખ વેચવા કોઈ સાથી તો જોઈએ ને . ખબર નહિ મારી રિયા ક્યારે આદર્શ ને ભલી આગળ વધશે. હજી ભૂતકાળ ની છાપ તેના મન પરથી વીસરી નથી. બાળકો પણ નાના છે તો બોવ તકલીફ નહીં થાઇ પણ જો એક વાર મોટા થઈ ગયા તો તેમણે પણ તકલીફ થશે. પણ ગીતા કાકી તેને આશ્વાસન આપી ધીરજ રાખવાનું કહેતા. તેમને તો મનમાં એમ કે આં રિયા બોવ હુશિયાર અને ચાલક છે. આટલો બધો વૈભવ પૈસો અને આલીશાન બંગલો બધું જ તો છે રિયા પાસે હવે તેને શી જરૂર છે કોઈ ની ગુલામી કે કોઈના ઘરે જઈને પોતાની આઝાદી છોડવાની.
જોકે જેટલા મુખ તેટલી વાતો. પણ રિયા ને આનાથી કોઈ ફરક પડતો ન હતો. રિયા જમના અને કિંજલ ભાઈ ની એક ની એક સંતાન .ખૂબ લાટ કોટ માં ઉછેર કરી.ભણાવી ને સારી એવી જોબ પણ મેળવી લીધી .ઉંચી પોસ્ટ પર સારા પગાર પર જોબ કરતી રિયા ઘણી વિનમ્ર અને લાગણીશીલ હતી. તેનું કોઈ સપનું એવું ન હતું કે તે બાકી રહ્યું હોય.
આમ દિવસો અને મહિનાઓ વિત્વા લાગ્યા. મુક્ત મને જીવતી રિયા આદર્શ ના પ્રેમ માં પડી .આદર્શ પણ એક તેના જીવી કંપની નો સી. ઈ .ઓ હતો. બંને ની મુલાકાત એક કંપની ના પ્રોજેક્ટ દરમિયાન થઈ અને વારંવાર મળવાનું થયું. કામ માટે તેમને અવારનવાર બહાર તો કઈક ટૂર માટે પણ જવાનું થતું અને આમ બંને ની નજદીકી વધી ગઈ. સમય વીતતો ગયો તેમના આં સંબંધ ને એક વર્ષ થવા આવ્યું . બંને એક બીજા ને પુરતો સમય આપતા. બંને વચ્ચે સારી સમજણ હતી. પરિવાર ની સંમતિ થી લગ્ન કર્યા. બધું જ સારું ચાલતું હતું. આદર્શ નું વતન તો ભરૂચ હતું પણ અહી જ તે જોબ માટે સ્થાયી થયો હતો. થોડોક સમય ભરૂચ રહ્યા પાછી બંને પાછા વડોદરા ફર્યા.
બંને પોતાના કામ અને જીવન માં ખુબ જ મશગૂલ હતા. આગળ ના ભવિષ્યના સપના જોતા બંને ના સંબંધ ને ત્રણ વર્ષ થઈ ગયા . જોત જોતા માં હવે તો રિયા અને આદર્શ જીવનના બીજા ચરણમાં માં પોહચ્યા. અને આં ખુશી બમણી થઇ ગઇ જ્યારે રિયા અને આદર્શ પર ખબર પડી કે તેઓ બન્ને જોડિયા બાળકો ના પેરેન્ટ્સ બનવાના છે .કેટકેટલા સપના જોતા બંને બોવ જ ખુશ હતા. એક નાની એવી ફેમિલી પાર્ટી પણ આપી જાતજાતની ના ગિફ્ટ અને પાઠ પૂજા થી બંને નું જીવન મહેકવા લાગ્યું .આવનારા બાળક માટે આદર્શ ના ઘણા પ્લેન અને વિચારો હતા. જે રિયા ને રોજ કહેતો. બસ તે પોતાના બાળકો માટે બધું જ કરવા માંગતો હતો.
પરંતુ સમય ને આમ મંજૂર ન હતું. હસતી ખેલતી રિયા અને આદર્શ ની જિંદગી માં વળાંક આવ્યો. રિયા નો છઠ્ઠો મહિનો જતો હતો. તેણે ઓફિસ નું કામ ઘરે થી જ કરવાની રજા લીધી હતી . આથી તે ઘરે જ હતી અને આદર્શ સવારે કોઈ સાઇડ ના કામ થી બહાર જાઈ છે તેમ કહી ને નીકળ્યો અને પાછો જ ન આવ્યો .રસ્તા માં તેની ગાડી નું એક્સીડન્ટ થયું અને તત્કાલીન કોઈ સારવાર ન મળતાં તે ત્યાજ મૃત્યુ પામ્યો. આમ એક હસતા અને સપના ને પૂરા કરવાની આશ માં જીવતો પરિવાર તૂટી ગયો.
આદર્શ ના મૃત્યુ થી રિયા ભાંગી પડી. શોક એટલો બધો કે જીવવાની આશા જ મરી ગઈ. આમ ને આમ સમય વીત્યો ને નવ મહિના પૂરા થઈ ગયા અને તેની ડિલિવરી નો સમય નજદીક આવી ગયો. અને એક સુંદર, સ્વસ્થ અને જોડિયા દીકરા અને દીકરી નો જન્મ થયો પરિવારો માં ખુશી ની લહેર દોડી ગઈ. અને રિયા ને જાણે જીવવાની નવી આશા. પોતાના બાળકો માટે તે ફરી સ્વસ્થ થઈ અને રોજિંદા જીવન માં ઢાળવાનો પ્રયત્ન કરવા લાગી પરંતુ આદર્શ ને તે ગમે તે રીતે ભૂલી શક્તિ ન હતી. હેતા ને જોતા જ તેને આદર્શ દેખાતો અને તે રડી પડતી. જોબ ને કારણે રિયા ને અહી જ રેહવુુ પડે તેમ હતું પરંતુ રજા માં તે બાળકો ને લઇ ને ભરૂચ જતી.
દીકરી ના દુઃખ થી કિંજલભાઈ એ બીમારી પકડી અને બે જ વર્ષ માં તેઓ મૃત્યુ પામ્યા . અને જમના બહેન ની જવાબદારી રિયા પર આવી . પોતાના પરિવાર ની જવાબદારી કુશળતાથી નિભાવતી રિયા આદર્શ ની મોત ના છ વર્ષ પછી પણ તેને ભૂલી નથી શકી તેના પ્રેમ ની હૂંફ અને સપના ને પૂરા કરવા ની હોડ માં જ છે. હજી તેની આંખ સામે એક છાપ ભૂતકાળ ની છે જે વીસરી શકાતી નથી.
આ બધું યાદ આવી જતા આંખમાંથી આંશુ પડતા વાર ન લાગી. તે ફરી ને ટેબલ પર પડેલા ફોટા ને જોઈ રહી. જેની છાપ હંમેશ ને માટે તેની સાથે હસે.