Anant Safarna Sathi - 13 books and stories free download online pdf in Gujarati

અનંત સફરનાં સાથી - 13

૧૩.મદદગાર આકાશ



શ્યામ, શુભમ અને શિવાંશ ત્રણેય આખી રાત ટેરેસ ઉપર જ બેસી રહ્યાં. શિવાંશે અભિનવની મદદથી બધાં જાણીતાં પોલીસ ઓફિસરોને જાણ કરીને રાધિકાને શોધવાં માટે લગાવી દીધાં હતાં. લગભગ બનારસની અડધી પોલીસ ફોર્સ રાધિકાને શોધી રહી હતી. એક રાત પસાર થઈ ગઈ હતી. છતાંય રાધિકાનો કોઈ પત્તો ન હતો લાગ્યો. હવે તો પોલીસને પણ કંઈક અજુગતું ઘટવાની સંભાવના લાગી રહી હતી.
સવારનાં પાંચ વાગ્યે શિવાંશ નીચે જઈ રહ્યો હતો. ત્યારે ટેરેસની સીડીઓ પર જ તેને તન્વી મળી ગઈ. એ બહું ડરેલી જણાતી હતી. તો શિવાંશે પૂછ્યું, "શું થયું?? રાહી ક્યાં?? તે સૂતી છે કે..." શિવાંશ આગળ કંઈ બોલે એ પહેલાં જ તન્વીએ તેની વાત વચ્ચે જ કાપતાં કહ્યું, "એ જાગી ગઈ. અને રાધિકા વિશે જ પૂછી રહી છે."
શિવાંશ કંઈ સમજી શકે. એ પહેલાં જ રાહી એ તરફ આવી પહોંચી.‌ જ્યાં તન્વી અને શિવાંશ વાતો કરી રહ્યાં હતાં. ભાંગનો નશો અને ભૂખ્યાં પેટે તેનું માથું દુઃખી રહ્યું હતું. જેનાં લીધે એક હાથે તેણે માથું જોરથી દબાવીને પકડી રાખ્યું હતું.
"રાધુ ક્યાં?? અને મારું માથું કેમ આટલું બધું દુઃખે છે??" રાહી શિવાંશ અને તન્વી સામે જોઈને સોફા પર બેસતાં બોલી.
"આ જ વાત રાહીએ પાંચમીવાર પૂછી છે. આ બે સવાલ જ તેનાં મનમાં ચાલે છે. કદાચ તેને નશામાં પણ રાધિકા ગુમ થઈ ગઈ. તેની જાણ થઈ ગઈ છે." તન્વી ધીરેથી બોલી.
"તું પહેલાં તેનાં માટે કંઈક નાસ્તો લઈ આવ. પહેલાં એ ફ્રેશ થઈને જમી લે. પછી કોઈ વાત કરીએ." શિવાંશે તન્વીને સમજાવતાં કહ્યું.
તન્વી કિચનમાં જતી રહી. શિવાંશ રાહી પાસે ગયો. એ માથું પકડીને સોફા પર બેઠી હતી. શિવાંશે તેનો હાથ પકડીને તેને ઉભી કરી. તો ફરી રાહીએ એ જ સવાલ કર્યો, "રાધુ ક્યાં?? મારું માથું કેમ આટલું બધું દુઃખે છે??"
"તું કાલે જમી નથી ને એટલે તારું માથું દુઃખે છે. પહેલાં ફ્રેશ થઈ જા. આપણે પછી વાત કરીએ." આ વખતે રાહીના સવાલનો જવાબ શિવાંશે આપ્યો.
રાહી રૂમમાં જઈને કપડાં લઈને બાથરૂમમાં જતી રહી. શિવાંશ ત્યાં જ રૂમમાં બેડ પર બેસીને તેની રાહ જોવા લાગ્યો. ત્યાં સુધીમાં બધાં ઉઠી ગયાં હતાં. રાહી ફ્રેશ થઈને આવી. ત્યારે શિવાંશ ત્યાં જ બેઠો હતો.
"તે કહ્યું હું કાલે જમી ન હતી. તો હું શાં માટે જમી ન હતી?? તે કહ્યું આપણે પછી વાત કરીએ. તો આપણે શું વાત કરવાની છે??" આ વખતે રાહીએ નવો સવાલ કર્યો.
"બેટા, પહેલાં આવીને નાસ્તો કરી લે. બીજી વાત આપણે પછી કરીએ." આ વખતે દામિનીબેને આવીને વાત સંભાળી લીધી. તે રાહીને લઈને બહાર જતાં રહ્યાં. શિવાંશ ત્યાં સુધીમાં પોતાનાં રૂમમાં જઈને ફ્રેશ થઈ ગયો. નાહીને કપડાં બદલીને એ નીચે આવ્યો. રાહી નાસ્તો કરી રહી હતી.
"રાધુ ક્યાં?? એ કેમ દેખાતી નથી??" રાહીએ ફરી એ જ સવાલ કર્યો. બધાં વચ્ચે થોડીવાર પૂરતી ચૂપકીદી છવાઈ ગઈ. પણ રાહીને બધી વાતની જાણ કરવી જરૂરી હતી.
"તું પહેલાં નાસ્તો કરી લે. રાધુ આવતી જ હશે." શિવાંશે ચહેરાં પર પરાણે થોડું એવું સ્મિત કરીને કહ્યું. રાહી ફરી‌ નાસ્તો કરવા લાગી.
એ નાસ્તો કરીને ઉભી થઈ. શિવાંશ તેને રાધિકા વિશે જણાવવા તેની પાસે ગયો. ત્યાં જ દરવાજે કોઈ આવ્યું. દામિનીબેને દરવાજો ખોલ્યો. સામે કોઈ અજાણ્યાં છોકરાંને જોઈને તેઓ બે કદમ પાછળ હટી ગયાં. રાહીએ જેવો એ છોકરાંને જોયો. તેનાં ચહેરાનો રંગ બદલી ગયો.
"અક્ષય તું?? તું અહીં શું કરે છે?? તને એક વાત સમજમાં નથી આવતી?? રાધિકાનો પીછો કરવાનું છોડી દે." રાહી ગુસ્સે થઈને બોલવાં લાગી.

"દીદી, એક મિનિટ મારી વાત તો સાંભળી લો. રાધિકા મોટી મુસીબતમાં છે. હું એ જ જણાવવા અહીં આવ્યો છું." અક્ષયે કહ્યું. આ અક્ષય કોણ હતો? એ રાહી સિવાય કોઈને ખબર ન હતી. પણ રાહીને તેની વાત પર વિશ્વાસ ન હતો. તે ઉતાવળે પગલે અક્ષય તરફ આગળ વધી.
"મારે કંઈ સાંભળવું નથી. રાધિકા ઘરે જ છે. તો તું તેને મળવાં માટે આ નાટક કરવાનું બંધ કર અને અહીંથી જતો રહે." રાહીએ અક્ષયને રીતસરનો ધક્કો મારતાં કહ્યું.
"એક મિનિટ રાહી તેને કંઈક કહેવાનો મોકો તો આપ." અચાનક જ શિવાંશે કહ્યું.
શિવાંશની વાત સાંભળીને રાહી તેની તરફ જોવાં લાગી. ત્યાં જ શ્યામ અને શુભમ આવી પહોંચ્યા. શ્યામે અક્ષયને અમદાવાદમાં રાધિકા સાથે જોયો હતો. તો એ પણ તેને અહીં જોઈને હેરાન રહી ગયો.
"શિવાંશ, તું અક્ષયને નથી જાણતો. એટલે તું આ બાબતમાં વચ્ચે નાં બોલ." રાહીએ કડક શબ્દોમાં કહ્યું.
"તો તું પણ‌ રાધિકા વિશે એક વાત નથી જાણતી. કાલે તેની સાથે શું થયું? એ તું નથી જાણતી. તો પ્લીઝ અક્ષયને બોલવાનો એક મોકો આપ. કદાચ એ આપણી મદદ કરી શકે." શિવાંશે રાહીને સમજાવતાં કહ્યું.
"મદદ...એ પણ અક્ષય?? અને રાધુને એવું તો શું થયું છે કે તેને અક્ષયની મદદ લેવાની જરૂર પડી ગઈ??" રાહી અક્ષય સામે ગુસ્સાથી જોઈને બોલી.
અક્ષય શિવાંશ સામે જોવાં લાગ્યો. હવે તેને ધીરે-ધીરે બધું સમજાઈ રહ્યું હતું કે રાહી રાધિકા ગુમ થઈ ગઈ છે. એ બાબતે કાંઈ જાણતી ન હતી. રાહી વારાફરતી બધાં સામે જોવાં લાગી. પણ બધાં ચૂપ હતાં.
"રાધુ...રાધુ...જલ્દી નીચે આવ. હવે આ બધાંને અને અક્ષયને તું જ સંભાળ અને સમજાવ." રાહીએ ઉંચી ડોક કરીને ઉંચા અવાજે કહ્યું. તેની નજર સીડીઓ પર જ હતી. પણ ત્યાંથી કોઈ નીચે નાં આવ્યું.
"રાધિકા...." રાહી ફરી ઉંચા અવાજે બોલી. તો એ વધું પરેશાન થાય. એ પહેલાં જ શ્યામે પરેશાન થઈને કહ્યું, "એ ઘરમાં નથી. એ કાલે કાશી વિશ્વનાથ મંદિરેથી જ ગુમ થઈ ગઈ છે. પોલીસ કાલ રાતની તેને શોધી રહી છે. પણ તેનો હજું સુધી કોઈ પત્તો લાગ્યો નથી." એટલું કહેતાં જ શ્યામનુ ગળું સુકાઈ ગયું. શિવાંશે તેને ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ આપ્યો. શ્યામે એક ઘૂંટ પાણી પીને ગ્લાસ ફરી શિવાંશ તરફ લંબાવી દીધો.
શ્યામની વાત સાંભળીને રાહી ફર્શ પર ઘુંટણિયા ભેર બેસી ગઈ. તેની આંખોમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યાં. એક રાતમાં આટલું બધું બની ગયું. પણ રાહીને કંઈ ખબર ન હતી. એ વાતે જ તેનું મગજ સુન્ન પડી ગયું. દામિનીબેન અને તન્વીએ તેને ઉભી કરીને સોફા પર બેસાડી.
"તો અક્ષય તું રાધિકા વિશે શું જાણે છે?? અને તને કેવી રીતે ખબર પડી કે રાધિકા ગુમ થઈ ગઈ છે??" શિવાંશે અક્ષયને પૂછ્યું.
"આ બધું આણે જ કર્યું હશે. તો તમે તેને જ શું પૂછો છો. જે ખુદ ગુમ કરે. એ શું ગુમશુદાની જાણ કરે." શ્યામે ગુસ્સો કરતાં કહ્યું. અમદાવાદમાં રાધિકા અક્ષય સાથે જે રીતે વાત કરતી હતી. એ પરથી શ્યામ સમજી ગયો હતો કે અક્ષય સારો છોકરો નથી. એટલે રાધિકાના ગુમ થયાં પછી અચાનક જ અક્ષયને બનારસમાં જોઈને શ્યામ ગુસ્સે થઈ ગયો.
"મેં કંઈ નથી કર્યું. ઉલટાનું હું તો જેણે કર્યું છે. તેનાં વિશે જાણ કરવા આવ્યો છું." અક્ષયે બધાંને સમજાવતાં કહ્યું.
"કોણે કર્યું છે?? ક્યાં છે રાધિકા?? તને કેવી રીતે આ બધાં વિશે ખબર પડી??" આ વખતે રાહીએ અક્ષય સામે કેટલાંય સવાલ ઉભાં કરી દીધાં.
અક્ષય દરવાજે ઉભો શિવાંશ સામે જોઈ રહ્યો. તે અત્યાર સુધીમાં એટલું તો સમજી ગયો હતો કે શિવાંશ એક જ તેની વાત સમજી શકશે. કારણ કે બીજાં બધામાં તો અડધાં તેને ઓળખતાં ન હતાં. તો અડધાં તેનાં ઉપર વિશ્વાસ કરતાં ન હતાં.
અક્ષય શિવાંશ સામે જોવાં લાગ્યો. તો શિવાંશે આંખના ઈશારે તેને અંદર આવવાં કહ્યું. અક્ષય આવીને અંદર હોલમાં રહેલી સોફાની ખુરશી પર બેઠો. તેણે એક નજર બધાં તરફ કરી. જે તેનાં જવાબની જ રાહ જોઈ રહ્યાં હતાં.

"રાધિકા વડોદરાનાં વિશ્વાસ નામનાં એક છોકરાંને પસંદ કરે છે. તે અઠવાડિયામાં એકવાર કોઈ કામથી અમદાવાદ આવતો. એ રીતે જ બંનેની મુલાકાત થઈ હતી. બંને વચ્ચે ક્યારે વાતચીત અને મળવાનું વધી ગયું. એ વાતની મને જાણ પણ નાં થઈ. જ્યારે બધી ખબર પડી. ત્યારે મેં મારી રીતે એક પ્લાન બનાવ્યો. વિશ્વાસ કોઈ કામથી પ્રયાગરાજ આવવાનો હતો. એટલે રાધિકા પણ રાહી દીદી સાથે બનારસ આવવાં માંગતી હતી. પછી તે અહીં રાહી દીદીના કોમ્પિટિશનના દિવસે તેને વિશ્વાસ સાથે મળાવીને દીદીને ઘરે વાત કરવાં અંગે જણાવવા માંગતી હતી. તો મને આ બધી વાતની ખબર પડતાં મેં પણ અહીં આવવાનો પ્લાન બનાવ્યો. હું એ બંનેને એક થતાં રોકવા માંગતો હતો. પણ અહીં આવ્યાં પછી કાલ મને બધી હકીકતની જાણ થઈ." અક્ષય કહેતાં કહેતાં અટકી ગયો. તેણે એક ઉંડો શ્વાસ લીધો.
"કેવી હકીકતની જાણ થઈ??" શિવાંશે ઉતાવળે અવાજે પૂછ્યું.
"વિશ્વાસ છોકરીઓને રૂપિયા માટે વેંચવાનો ધંધો કરે છે. તેણે રાધિકા જેવી કેટલીયે સુંદર છોકરીઓને અહીં બનારસમાં જ બનારસની બહાર એક ફાર્મ હાઉસ છે. તેમાં રાખી છે. તેની સાથે બીજાં ઘણાં લોકો પણ શામેલ છે. એ બધાં આજે રાતે એ બધી છોકરીઓને બીજી જગ્યાએ મોકલી રહ્યાં છે. જગ્યા અંગે તો મને નથી ખબર પણ જો આજ રાધિકાને અને એ છોકરીઓને આપણે ત્યાંથી આઝાદ નાં કરી શક્યાં. તો પછી રાધિકાને શોધવી બહું મુશ્કેલ થઈ જાશે. એ લોકો બહું ખતરનાક છે. તે તેનું કામ બહું ચાલાકીથી કરે છે. જ્યારે એ લોકો રાધિકાને મંદિરેથી લઈ જતાં હતાં. ત્યારે મેં તેમનો પીછો કરીને આ બધી માહિતી મેળવી છે. આપણી પાસે બસ આજ રાતનાં બાર વાગ્યા સુધીનો સમય છે. રાધિકા બહું મોટી મુસીબતમાં છે. એકવાર તેનો પગ એ દુનિયામાં પડી ગયો. જ્યાં એ લોકો તેને મોકલવા માંગે છે. તો પછી આપણે તેને ફરી ક્યારેય તેની કેદમાંથી આઝાદ નહીં કરી શકીએ." અક્ષયે પોતાની વાત પૂરી કરતાં કહ્યું.
અક્ષયની વાત સાંભળીને રાહીના દિલને મોટો ધક્કો લાગ્યો. રાધિકાએ આટલી મોટી વાત તેનાંથી છુપાવી. એમાંય તે જેને પ્રેમ કરતી હતી. એ જ તેને એવાં લોકોની સાથે વેંચવા ઉભો થયો હતો. જે માણસનાં રૂપમાં જ રાક્ષસ હતાં. એ સાંભળીને તો રાહી ભાંગી જ પડી. તે ઉભી થઈને દોડીને પોતાનાં રૂમમાં જતી રહી. અને બેડ પર ઉંધા પડીને આંસુ સારવા લાગી.

"આ સમય હાર માનવાનો નથી. હિંમત કરીને લડવાનો છે. જો રાધિકાને બચાવવી હોય. તો મન મક્કમ કરી લે. માત્ર રાધિકા જ નહીં. આજે તેનાં જેવી કેટલીયે છોકરીઓની જીંદગી દાવ પર લાગી છે. આપણે માત્ર તેને આઝાદ જ નથી કરવાની. પરંતુ જે લોકો દેવી સમાન છોકરીઓ સાથે એવી ક્રૂરતા કરવાની હિંમત કરે છે. તેને એવી સજા અપાવવાની છે કે એ સજા આવનારાં કેટલાંય જન્મો સુધી આખી દુનિયાનાં લોકો યાદ રાખે." અચાનક જ શિવાંશે રાહી પાસે આવીને કહ્યું.
શિવા‍ંશની વાત સાંભળીને રાહી હિંમત કરીને ઉભી થઈ. આજે પહેલીવાર તેને લાગ્યું કે કોઈ તેની સાથે છે. જેનાં સાથ થકી એ કંઈ પણ કરી શકવા સક્ષમ છે. શિવાંશે રાહીની નજીક આવીને તેની આંખના આંસુ સાફ કર્યા. આ શિવાંશનો રાહીને થતો ત્રીજો સ્પર્શ હતો. જે પહેલાં બે સ્પર્શ કરતાં સાવ અલગ જ હતો. જેમાં રાહી પ્રત્યે ચિંતા અનુભવાતી હતી.
"હું અક્ષય સાથે પોલીસ સ્ટેશન જાવ છું. તેમની મદદ વગર રાધિકાને છોડાવી નહીં શકાય. આમ પણ સવાલ ઘણી જીંદગીઓનો છે. ગુનેગારોને શોધવાનાં જ નથી. તેને સજા પણ અપાવવાની છે." શિવાંશે થોડાં સખ્ત અવાજે કહ્યું.
"હું પણ સાથે આવીશ." રાહી એકાએક જ બોલી ઉઠી.
"નહીં." શિવાંશથી થોડાં ઉંચા અવાજે બોલાઈ ગયું. તો રાહીની આંખમાં ફરી પાણી ભરાઈ આવ્યું.
"મારો મતલબ તું કમજોર છે. એવો બિલકુલ નથી. પણ હું હાલ કોઈ રિસ્ક લેવાં નથી માંગતો. આમ પણ અક્ષય એ જગ્યા વિશે જાણે છે. તો તેની અને પોલિસની મદદથી બધું સરળતાથી થઈ જશે. આજે રાતે જ રાધિકા તારી પાસે હશે. એ પણ સહી સલામત." આટલું કહેતાં શિવા‍ંશે તેની વાત પૂરી કરી.
રાહી અને શિવાંશ બહાર હોલમાં આવ્યાં. બધાં તેમની જ રાહ જોતાં હતાં. હવે રાહી થોડી સ્વસ્થ દેખાતી હતી. દામિનીબેન અને તન્વી તેમની પાસે ગયાં.
"અક્ષય, આપણે પહેલાં પોલિસ સ્ટેશન જાશું. પોલિસની મદદથી કોઈ તગડો પ્લાન બનાવીને જ આપણે એ ફાર્મ હાઉસ પર જાશું. જ્યાં રાધિકા સાથે બીજી અન્ય છોકરીઓ પણ કેદ છે." શિવાંશે અક્ષય સામે જોઈને કહ્યું. અક્ષય તરત જ ઉભો થઈ ગયો. બપોર થવા આવી હતી. શિવાંશ અને અક્ષય જેવાં પોલીસ સ્ટેશન જવાં ચાલતાં થયાં. શ્યામ પણ તેમની સાથે ચાલતો થયો.
"હું પણ તમારી સાથે આવીશ." શિવાંશે શ્યામ સામે જોયું. તો શ્યામે કહ્યું.
શિવાંશ શ્યામની તકલીફ સમજી ગયો. તેણે ડોક હલાવીને શ્યામને સાથે આવવાની સહમતી આપી દીધી. શુભમ બનારસની બધી જગ્યાઓથી વાકેફ હતો. તો તેનું સાથે રહેવું જરૂરી હતું. પણ ઘરે બધાંને એકલાં મૂકવાં ઠીક નાં લાગતાં. શિવાંશે શુભમને સતત પોતાનાં કોન્ટેક્ટમા રહેવાનું કહીને પોલીસ સ્ટેશન જવાં પ્રયાણ કર્યું.

શિવાંશ, શ્યામ અને અક્ષય જેવાં પોલીસ સ્ટેશન જવાં નીકળ્યાં. રાહીના મોબાઈલની રિંગ વાગી. મોબાઈલ તન્વીએ લીધો. સ્ક્રીન પર મમ્મી લખેલું વાંચતા જ તન્વીની આંખો અને શરીરમાંથી એક ભયનું લખલખું પસાર થઈ ગયું. તેણે મોબાઈલ રાહી તરફ કર્યો. તે પણ આ સમયે ગૌરીબેનનો કોલ આવેલો જોઈને થોડી ડરી ગઈ.
દામિનીબેને રાહીના ખંભે હાથ મૂકીને તેને સાંત્વના આપી. તો રાહીએ કોલ રિસીવ કર્યો. "મમ્મી, હાલ હું બિઝી છું. રાત્રે ફોન કરું." રાહી પાસે ગૌરીબેનના સવાલોનાં કોઈ જવાબ નાં હોવાથી તેણે એટલું કહીને જ કોલ કટ કરી નાખ્યો. ત્યાં જ તેની આંખોમાંથી ફરી એક વખત દડદડ કરતાં આંસુઓ વહેવા લાગ્યાં.
દામિનીબેન અને તન્વી સતત રાહીની પાસે રહીને તેને સાંત્વના પૂરી પાડતાં હતાં. જ્યારે રાહી રાધિકાને સહી સલામત જોયાં વગર નિરાંતનો શ્વાસ લે. એ શક્ય ન હતું.
શુભમ બેઠો કંઈક વિચારી રહ્યો હતો. અક્ષયે જે ફાર્મ હાઉસ વિશે જણાવ્યું. એ જગ્યાએ પોતે ક્યારેક ગયો હોય. એવું તેને લાગતું હતું. આખરે ઘણી મહેનત અને વિચાર કર્યા પછી તેને યાદ આવ્યું કે એ ફાર્મ હાઉસ તો તેનાં કોલેજ ફ્રેન્ડ રોહિત સક્સેનાનુ છે. તેણે આ અંગે તરત જ શિવાંશને જાણ કરી.


બનારસ પોલીસ સ્ટેશન
સમય: ૨:૩૦ પીએમ

શિવાંશ શ્યામ અને અક્ષય સાથે પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. ત્રણેય બસ પોલીસ સ્ટેશનની અંદર જ જઈ રહ્યાં હતાં. એ સમયે જ શિવાંશને શુભમનો મેસેજ આવ્યો. શુભમનો આવેલો મેસેજ જોઈને શિવાંશ હેરાન રહી ગયો. શુભમનાં ફ્રેન્ડનુ ફાર્મ હાઉસ એટલે તેનો ફ્રેન્ડ પણ કદાચ આ બધામાં સામેલ હોય. એવું બની શકે. એ ઈરાદાથી શિવાંશે પહેલાં પોલીસને આ અંગે જાણ નાં કરીને શુભમને એ અંગે વાતચીત કરવા પોલીસ સ્ટેશને બોલાવી લીધો.
શિવાંશ, શ્યામ અને અક્ષય પોલીસ સ્ટેશનની બહાર જ શુભમની રાહ જોવા લાગ્યાં. થોડીવારમાં જ શુભમ આવી ગયો. સમય રેતીની જેમ પસાર થઈ રહ્યો હતો. રાતે બાર વાગ્યા પહેલાં આખી ગુત્થી સુલઝાવવાની હતી‌.
"અબ જલ્દી બતાઓ. તુમ્હારા દોસ્ત ભી ઈન સબ મેં સામેલ હોગા. ઐસા તુમ્હે લગતાં હૈ યા નહીં?" શુભમના આવતાં જ શિવાંશે તીરની માફક સવાલ છોડ્યો.
"નહીં,વો ઐસા કુછ કર હી નહીં સકતા. હમ તો બસ વહાં કભી કભાર પાર્ટી કરને જાતે હૈ. લેકિન ઉસ ફાર્મ હાઉસ પર પહલે સે ઐસા કુછ નહીં હોતા હૈ. યે મૈં યકીન કે સાથ કહ સકતા હૂં." શુભમે તેનાં ફ્રેન્ડ રોહિતની તરફદારી કરતાં કહ્યું.
"તો મુજે લગતાં હૈ. તુમ્હે થોડાં ચાલાકી સે અપને દોસ્ત કે પાસ સે સારી બાતે નિકલવાની હોગી. અગર ઉસ ફાર્મ હાઉસ પર યે સબ હો રહા હૈ. તો શાયદ ઉસને કીસીકો ફાર્મ હાઉસ કી ચાબી દી હો. ફિર વહાં જો યે સબ કર રહા હૈ. વો તુમ્હારે દોસ્ત કો ફસાના ચાહતાં હો." શિવાંશે અટકળ લગાવીને કહ્યું.
"મને લાગે છે. આપણે પોલીસને સાથે જ લઈને જવું જોઈએ. શુભમને તેનાં ફ્રેન્ડ પર ભરોસો છે. પણ કદાચ એ આ ભરોસાને લાયક નાં હોય. એવું પણ બની શકે. તો પોલીસ સાથે હોય. તો કદાચ શુભમનો મિત્ર જ આ બધું કરી રહ્યો હોય. તો તરત જ તેને પકડી શકાય." અક્ષયે પોતાનો વિચાર રજું કરતાં કહ્યું.

અક્ષય પણ‌ તેની જગ્યાએ સાચો હતો. બધાં પોલીસ સ્ટેશનની અંદર ગયાં. શિવાંશે પોલીસને માંડીને બધી વાત કરી. શિવાંશના મુંબઈનાં બિઝનેસના લીધે પોલીસ સ્ટેશનમાં તેની સારી એવી ઓળખ હતી. શિવાંશ આ પહેલાં પણ બિઝનેસ મિટિંગોના લીધે બનારસ આવ્યો હતો. તો તે પણ બનારસની પોલીસ અને અમુક જગ્યાઓને જાણતો હતો.
શિવાંશની ઓળખ અને કેશ બહું મોટો હોવાથી પોલીસ તરત જ શિવાંશ સાથે શુભમના ફ્રેન્ડની ઘરે જવા માની ગઈ. બધાં તરત જ એ જગ્યાએ જવાં નીકળી ગયાં. જ્યાં શુભમનો ફ્રેન્ડ રોહિત રહેતો હતો. પોલીસે તેની ગાડી થોડી દૂર પાર્ક કરી. જેથી રોહિત સાયરનના અવાજથી ડરીને ભાગી નાં જાય. જો કે અત્યારે તો બધું હવામાં તીર મારવાં સમાન ચાલી રહ્યું હતું. હજું સુધી કોણ આ બધું કરી રહ્યું છે. એ પાક્કું થયું ન હતું.
પોલીસે માત્ર શુભમને જ અંદર મોકલ્યો. બધાં બહાર જ રહ્યાં.‌ જેથી રોહિત બધી વાત સાચેસાચી જણાવી શકે. શુભમે તેજ ધડકનો સાથે રોહિતના ઘરની ડોર બેલ વગાડી. તરત જ કોઈએ દરવાજો ખોલ્યો.
"અરે શુભમ તુમ?? બડે દિનો બાદ આયે." દરવાજો રોહિતે જ ખોલ્યો હતો.
"હાં, એક જરૂરી કામ થા." શુભમે થોડું સ્વસ્થ થઈને કહ્યું.
"અંદર આઓ ના, બૈઠકર બાત કરતે હૈ." રોહિતે કહ્યું. શુભમ રોહિતની સાથે અંદર ગયો. શુભમના કાનમાં બ્લૂ ટૂથ લગાવેલ હતું. જે શિવાંશના મોબાઈલ સાથે કનેક્ટ હતું. જેથી રોહિત અને શુભમ વચ્ચે થતી વાત બધાં સાંભળી શકતાં હતાં. શુભમ ઘણી વખત બ્લૂ ટૂથ કાનમાં લગાવેલ રાખતો. જેનાં લીધે રોહિતને કોઈ શંકા નાં ગઈ.

"તો ક્યાં કામ થા??" રોહિતે શુભમ માટે ચા લાવીને કહ્યું. રોહિત ઘરમાં એકલો જ હતો. જેનાં લીધે શુભમને થોડી રાહત થઈ.
"વો મુજે તુમ્હારે ફાર્મ હાઉસ કી ચાબી ચાહિયે થી. મેરે ઘર એક છોટા સા ફંકશન હૈ. તું તો જાનતા હૈ મેરા ઘર કિતના છોટા હૈ." શુભમે કહ્યું. તે આ રીતે ઘણી વખત રોહિતના ફાર્મ હાઉસ પર પોતાનાં ઘરનાં ફંકશન પણ કરી ચૂક્યો હતો. તો રોહિતને કંઈ નવું નાં લાગ્યું.
"દેખ યાર મૈં તુજે કભી મના નહીં કરતાં. લેકિન આજ યે પોસિબલ નહીં હૈ. વહાં મેરે ચાચાજી કે કુછ ગેસ્ટ રુકે હુયે હૈ. જિન્હેં મેં જાને કે લિયે નહીં કહ સકતા." રોહિતે કહ્યું. આ બધામાં હવે રોહિતના કાકા પણ શામેલ થઈ ગયાં હતાં.
"કૌન સે ગેસ્ટ?? તું ઉનકો જાનતા હૈ??" શુભમે વધું જાણકારી મેળવવાનાં ઈરાદાથી પૂછ્યું.
"નહીં, મૈં તો નહીં જાનતા. ક્યૂં કી ચાચા કો ચાબી પાપા ને દી થી. વો તો આજ મૈં ફાર્મ હાઉસ પર પાર્ટી રખના ચાહતાં થા. તભી પાપા ને બતાયા. વહાં કોઈ પહલે સે રુકા હુઆ હૈ."
રોહિતની વાતો પરથી સાફ જણાતું હતું. તે કંઈ જાણતો નથી. હવે શંકાની સોય રોહિતના પપ્પા અને કાકા પર જઈને અટકી હતી. પણ એમની પાસેથી સાચી જાણકારી મેળવવામાં રિસ્ક હતું.
"રોહિત કો લેકર બહાર હમારે પાસ આ જાઓ." અચાનક જ એસીપી જયસિંહ ચૌહાણે કહ્યું.
"અચ્છા તો તુમ મેરે સાથ મેરે ઘર ચલો." શુભમે ઉભાં થતાં કહ્યું.
રોહિતની ઘરે કોઈ ન હતું. એટલે તે તરત જ શુભમ સાથે જવાં તૈયાર થઈ ગયો. શુભમ અને રોહિત બંને બહાર ગયાં. બંને હજું થોડું જ ચાલ્યાં હતાં. ત્યાં જ પોલીસને જોઈને રોહિત થોડો ડરી ગયો.
"દેખો રિએક્ટ કરને કી કોઈ જરૂરત નહીં હૈ. અભી તુમ હમારે સાથ પુલિસ સ્ટેશન ચલ રહે હો. બાકી બાતેં વહી જાકર કરેંગે." શિવાંશે શાંતિથી કહ્યું. શુભમે રોહિતના ખંભે હાથ મૂક્યો. તો રોહિત જવાં તૈયાર થઈ ગયો. બધાં ફરી પોલીસ સ્ટેશને પહોંચી ગયાં.

"દેખો રોહિત તુમ્હારે ફાર્મ હાઉસ પર બહુત હી ગલત કામ હો રહા હૈ. વહાં કુછ લડકિયો કોઈ બંદી બનાકર રખા ગયાં હૈ. જિન્હેં આજ રાત કિસી કો‌ બેચ દિયા જાયેગા. અબ તુમ સમજ હી ગયે હોંગે હમ ક્યાં કહના ચાહતે હૈ." એસીપી જયસિંહ ચૌહાણે કહ્યું.
રોહિત એસીપી ની વાત સાંભળને હેરાન રહી ગયો. તેનાં ફાર્મ હાઉસ પર આ બધું ચાલી રહ્યું હતું. જ્યારે તેનાં વિશે રોહિતને થોડી પણ જાણકારી ન હતી. હવે રોહિતને શુભમના બધાં સવાલો સમજ આવી રહ્યાં હતાં. તેણે શુભમ સામે તેનાં કાકા અને પપ્પાનું નામ લીધું હતું. જેથી એ હવે મુસીબતમાં હતાં.
"તુમ્હારે પાપા ઔર ચાચા ઈસ વક્ત કહાં હોંગે??" એસીપી એ પૂછ્યું.
"ઇનમેં ઉનકા કોઈ હાથ નહીં હૈ. આપ સીધાં ફાર્મ હાઉસ જાકર હી ઉન સબકો પકડ લિજીયે. જો યે કર રહા હૈ." રોહિતે થોડાં ડરેલા અવાજે કહ્યું.
"દેખો રોહિત, મામલા બહુત પેચીદા હૈ. તો પ્લીઝ તુમ હમેં મત બતાઓ કી હમે ક્યાં કરના ચાહિયે. તુમ સિર્ફ અપને પાપા ઔર ચાચા કહાં હોંગે ઈતના બતાઓ. ફાર્મ હાઉસ તુમ્હારે પાપા કા હૈ. વહાં જો ગેસ્ટ રુકે હુયે હૈ. વો તુમ્હારે ચાચા કે હૈ. જિન્હેં રુકને કે લિયે પરમિશન ઔર ફાર્મ હાઉસ તુમ્હારે પાપા ને દિયા હૈ. તો અબ તુમ સબ સમજ સકતે હો. તો અભી કે અભી અપને પાપા ઔર ચાચા કે બારે મેં બતાઓ." એસીપી એ થોડી સખ્તી બતાવતાં કહ્યું. પણ એસીપી નો ચહેરો ડર અને પરેશાનીના મિશ્રિત ભાવોથી ઘેરાયેલો હતો. જે વાત શિવાંશે નોટિસ કરી હતી.
"ઠીક હૈ." રોહિતે એટલું કહીને તેનાં પપ્પાને ફોન કર્યો. ફોન પર વાત કર્યા પછી રોહિતનો ચહેરો થોડો ગંભીર થઈ ગયો.
"ક્યાં હુઆ?? કહાં હૈ તુમ્હારે પાપા??" આ વખતે શિવાંશે ઉતાવળા અવાજે પૂછ્યું.
"વો ઔર ચાચા દોનોં ઈસ વક્ત ફાર્મ હાઉસ પર હી હૈં." રોહિતે પરેશાન અવાજે કહ્યું.
"તો અબ હમેં ફાર્મ હાઉસ પર ભી જાના ચાહિયે." શિવાંશે એસીપી સામે જોઈને કહ્યું.
એસીપી જયસિંહ ચૌહાણે કંઈક વિચાર કરતાં તરત જ તેની ટીમ તૈયાર કરી. હવે કેસ બિલકુલ સાફ હતો. ફાર્મ હાઉસ પર જવાં સિવાય કોઈ રસ્તો ન હતો. ત્યાં ગયાં પછી જ હકીકત જાણીને બધી છોકરીઓને આઝાદ અને ગુનેગારોને સજા અપાવી શકાય એમ હતી. છતાંય એસીપી કોઈ દુવિધામાં જણાતાં હતાં.




(ક્રમશઃ)



_સુજલ બી.પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED