લવ બાઇટ્સ - પ્રકરણ-37 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

લવ બાઇટ્સ - પ્રકરણ-37

લવ બાઇટ્સ
પ્રકરણ-37
સ્તુતિ અને આશા બંન્ને જણાંએ એક સાથે એક સમયે અઘોરીજીનાં આશ્રમમાં પ્રવેશ કર્યો. બંન્ને જણાં એકબીજાને ઓળખતાં નથી પરંતુ બંન્ને જણાં એક વ્યક્તિની આસપાસનો પ્રશ્ન લઇને આવેલા છે બંન્ને જણાંને પોતાની વ્યક્તિ માટે કોઇ સોલ્યુશન જોઇએ છે. બંન્નેને એ વ્યક્તિ માટે ખૂબ પ્રેમ છે. આશા જેની વાગદત્તા બનવા જઇ રહી છે અને સ્તુતિ એનાં ખેંચાણની અસરમાં છે. જોકે સ્તુતિને એક નહીં બે બે પ્રશ્ન છે બંન્ને જાતનાં ખરાબ-સારા અનુભવમાંથી પસાર થઇ રહી છે એ જીંદગી સાથે ઝઝુમી રહી છે.
સ્તુતિની પરિસ્થિતિ વધારે પેચીદી, ગંભીર અને દર્દનાક છે. એનાં પોતાનાં શરીર પર જન્મથી સાથે જીવતાં લીલા ડાઘ લઇ આવી છે. જેમ જેમ ઉંમર વધે છે એમ એની પીડા પણ વધી રહી છે અનુભવો વધી રહ્યાં છે. સ્તુતિ એનાં માટે આત્મબળે સ્વબળે કોશીશ કરી રહી છે શાસ્ત્રોનાં પાના ઉથાપીને દરેક સૂક્ષ્મ ઘટનાઓ સમજવા પ્રયત્ન કરી રહી છે સામનો કરી રહી છે.
પણ.. હમણાં સ્તુતિ સાથે જે અનુભવો થઇ રહ્યાં છે એમાં એને એનું આત્મબળ પણ મદદ નથી કરી રહ્યું એને કોઇ પ્રેમની પુકાર સંભળાય છે એને એવી સંવેદના અને એવાં ભણકારાં વાગે છે એવાં એવાં અનુભવો થઇ રહ્યાં છે કે એ પ્રેમપીડામાં ખેંચાઇ રહી છે એમાંથી એનાં હૃદયમાં સંવેદના છલકે છે એને કંઇક યાદ આવે છે પણ ભ્રમણાંઓ લાગે છે કોઇનો અવાજ સ્પર્શે છે સંભળાય છે આંખ સામે કોઇ ચહેરો રચાઇને ધૂંધળો થઇ જાય છે એવાં એવાં વાઇબ્રેશન અનુભવે છે કે એ એને મળવાં બોલાવવા બેબાકળી થઇ જાય છે એની સાથે આ બધું શું થઇ રહ્યું છે ? એ જેટલી વધુ આત્મબળ એકઠું કરી મજબૂત થવા જાય છે એમ વધુ ગહન અનુભવ થઇ રહ્યાં છે અંતે થાકીને આજે અઘોરીજીને રૂબરૂ મળીને એનો ખુલાસો મેળવવા આવી છે આજે એને કંઇક દિશા ચોક્કસ મળશે એવાં વિશ્વાસ સાથે આવી છે.
આશા.... અઘોરીજી પાસે આવી છે એણે જ્યાથી સ્તવનને જોયો છે ત્યારથી એનાં પર ફીદા થઇ ગઇ છે એને પ્રથમ નજરે જ પ્રેમ થઇ ગયો છે એને થયું આટલો નાનકડાં ગામનો યુવાન આટલો હોંશિયાર આટલી નાની ઊંમરમાં આટલી પ્રગતિ ? જોતાંજ ગમી જાય એવો ફૂટડો સ્વભાવે કેટલો સોહામણો અને રંગીન.. પ્રેમનો સાગર લૂંટાવતો એની નજરોમાંજ પ્રેમનું ઇજન હતું હોઠ પર સ્વાભાવિક સ્મિત હતું એનાં વિચારો અને આદર્શ કેવા ઊંચા હાં... એનાં જીવનમાં છે એક બિમારી જેને મેં હળવાશ થી લીધી હતી એ બિમારી સામે મેં મારાં મંમી પપ્પાને કહી દીધુ. એજે હોય એ પણ મારી પસંદગી પહેલી અને આખરી સ્તવન જ છે એનાં દરેક સાથમાં હું રહીશ.
સ્તવન વધારેજ કંઇક લાગણીશીલ છે વિચારશીલ છે એટલે નબળું બનેલું મન આવું સહન કરે છે એમને ભ્રમ અને ભ્રાંતિ થાય છે. હવે તો વિવાહ પણ નજીક છે અમારું સહજીવન શરૂ થાય તે પહેલાંજ અઘોરીજીનાં પગમાં પડી જઇશ અને સ્તવન માટે કોઇ ચોક્કસ ઉકેલ માંગી લઇશ રક્ષાકવચ કરાવી લઇશ.
સ્તવન મારો છે એ પણ મને અપાર પ્રેમ કરે છે. મને જાણવા મળ્યુ છે એ પ્રમાણે અઘોરીજીએજ એવું કંઇક કીધુ છે કે એનું ગત જન્મનું કોઇ ઋણ બાકી છે એટલે એવું થાય છે કોઇ ધાર્મિક વિધીથી એનું નિવારણ થઇ જશે હું જાણીજ લઊં એ ધાર્મિક વિધી શું છે ? ક્યારે કરાવી શકાય ?
હુંજ આજે બધુ પૂછી લઇશ નિવારણ માંગી લઇશ. બાપજીને કહીશ મારી સેથીમાં એ સિંદૂર પૂરે પ્હેલાં બધુ ચોકખું કરી આપો. હું એનાં સાથમાં રહેવા તૈયાર છું પરંતુ લગ્ન પછી મારાં સ્તવન માટે કોઇ એક શબ્દ બોલી જાય મારે એવું પણ નથી રાખવું હું માં મહાકાળી પાસે પણ ખોળો પાથરીશ મને મારું માંગ્યુ આપો માં... બસ ખૂબ કરગરીને આજે ઉકેલ લઇનેજ ઘરે જઇશ.
આજે સ્તુતિ અને આશા બંન્ને જણાં કોઇને કોઇ પોતાની જીવનની અગત્યની કડી ઉકેલવા માટે અઘોરીજી પાસે આવ્યાં છે.
****************
સ્તવન પોતાની ચેમ્બરમાં એનાં દ્વારા શોધાયેલાં સોફ્ટવેરમાં અવાજ સાંભળી રહેલો એમાં એ દિવસે રાત્રે જે અવાજની પાછળ દોરવાઇને ઘરની બહાર નીકળી ગયેલો એજ અવાજ ટેપ થઇ ચૂકેલો. સ્તવન વારે વારે એ અવાજ સાંભળીને એને ઓળખવા પ્રયત્ન કરી રહેલો એને સમજાતું નહોતું કે આ અવાજ કોનો છે ? આ અવાજ એને આટલું આકર્ષે છે કેમ ? શા માટે ખેંચાણ અનુભવે છે ? આ અવાજ આજ શબ્દો સાંભળતાંજ એનાં દીલમાં પ્રેમના તરંગો કેમ ઉઠે છે ? એમાં દર્દ ઘૂંટાયેલું છે કોઇ એને યાદ અપાવે છે એને ફરિયાદ કરે છે... તુમ ના જાને કીસ જહાઁ મેં ખો ગયે.. હમ ભરી દુનિયામેં તનહા હો ગયે.. તુમ ના જાને....
મોત ભી આતી નહીં આશ ભી જાતી નહીં.. લૂંટ કર મેરા જહાઁ છુપ ગયે હો તુમ કહાઁ દીલ કો યે ક્યા હો ગયા કોઇ શૈ ભાતી નહીં લૂંટ કર મેરા જહાઁ....
સ્તવન સાંભળી રહેલો એક ચિત્તે... એ સાંભળતાં સાંભળતાં એટલો ખોવાઇ ગયો કે એની આંખમાં આંસુ ઘસી આવ્યાં. એ સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો ત્યાંજ અચાનક એને ધ્યાન આપ્યુ કે જ્યારે જે ટેપ થયેલું એ ગીતતો બેજ કડી હતી અત્યારે ચેક કરુ છું ત્યારે આગળની કડી કેવી રીતે ઉમેરાઈ ? એ સાવજ બંઘવાઇ ગયો... એણે ફરીથી ટેપ થયેલું ચેક કર્યું. તો બેજ લીટી વાગી.. એને થયું ના આજે ફરીથી સાંભળ્યુ ત્યારે નવી ટૂંક પણ ગવાઇ હતી... એને સમજજ ના પડી આ શું થઇ રહ્યું છે. એનું દીલ અંદર અંદર વલોવાઇ રહ્યું છે.
એણે ફરીથી ટેપ થયેલો મેસેજ સાંભળવા માટે એ એપ ચાલુ કરી તો એને બે ટૂંક હતી એ અને આગળની પણ સાંભળવા મળી.
એને થયું આવું થવાં પાછળ ચોક્કસ કોઇ કારણ છે કોઇ રહસ્ય છે. એણે એ ફોન પાછો સ્વીચ ઓફ કરી દીધો એને થયું હમણાં ફોન ચાલુજ નથી કરવો આ ગીતની કડી એક જ ટેપ થયેલી બીજી કડી કેવી રીતે મને સંભળ્યા ગઇ અત્યારે ? આ શું કોતકુ છે ?
સ્તવન એનો ફોન લઇને એનાં મેનેજર ડીરેક્ટની ચેમ્બરમાં ગયો અને ત્યાં પૂછ્યું સર આવી શકું ? ત્યાં એનાં સર ઓબેરોય કહ્યું અરે આવ આવ સ્તવન બોલ હમણાં તારાં અંગેજ વાત થઇ રહી હતી તારાં આ નવા રીસર્ચ પ્રમાણે આપણે તારી દોરવણી નીચે સોફટવેર ડેવલપ કરી રહ્યાં છીએ એમાં એક બેચનું પ્રોકેડશન તેં લઇ લીધુ છે અને એં લેબોરેટરી ટેસ્ટ પણ થઇ ગયો છે બધુ બરોબર છે કવોલીટી અને એનું રીઝલ્ટ ઓકે છે. તને ખબર છે આપણી કંપની પાસે પ્રોડકશન કરતાં ઓર્ડર વધારે છે આપણે પ્રાયોરીટી પ્રમાણે આપી રહ્યા છે હજી એક્ષ્પોર્ટમાંજ પહોચી વળતાં નથી... વાહ સ્તવન તેં કંપનીનાં શેરની વેલ્યુ ક્યાંથી ક્યાં પહોચાડી દીધી.
એની વે...હું તો મારી વાતમાંજ પરોવાઇ ગયો. યંગ બોય, કોન્ગ્રેચ્યુલેશન આજે તારી કાર પણ તને મળી જશે કંપનીમાંથી ડીલીવરી પણ અહીં આવી ગઇ છે. હમણાં સર મીટીગમાંથી ફ્રી થાય પછી એમનાં હસ્તક તને ચાવી મળી જશે એમાં જરૂરી અને લકઝરી બધી એસેસરી ઇન્સ્ટોલ પણ કરાવી લીધી છે.
સ્તવને ખુશ થતાં કહ્યું સર થેંક્યુ વેરી મચ પણ હું મારાં ઇન્વેશનનાં નવા અપડેટ અંગે તમારી સાથે વાત કરવા આવ્યો છું આજે મને એમાં નવું અપડેટ મળ્યું છે સર.
મી.ઓબરોય તો સ્તવનની સામેજ જોઇ રહ્યાં અને આશ્ચર્ય સાથે પૂછ્યું શું ?
સ્તવને એમને ટેપ વગાડીને ગીત સંભળાવુ અત્યારે એકજ કડી બે લીટીજ સાંભળી શક્યા... પછી સ્તવન હજી કંઇ કહે પહેલાં ઓબેરોય કહ્યું ગીત સંભળાવે મને ? અને હસી પડ્યાં સ્તવને કહ્યું…
વધુ આવતા અંકે - પ્રકરણ -38

રેટ કરો અને રિવ્યુ આપો

Harendra Lalpuria

Harendra Lalpuria 1 માસ પહેલા

Rakesh

Rakesh 1 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Saroj Bhagat

Saroj Bhagat 2 વર્ષ પહેલા

Anjana Shah

Anjana Shah 2 વર્ષ પહેલા