પ્યારે પંડિત - 16 Krishna Timbadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યારે પંડિત - 16

અરે યાર, કૈંક તો નામ વિચાર. એક કલાક પછી પપ્પા જોડે વાત કરવાની છે તારે. જો ત્યાં કેસ જીતશે તો જ પપ્પા અમિતને ના પાડશે. નહિતર, ના તો તારી કિસ્મત બદલવાની છે ના તો લગ્નની તારીખ.
કુંદન જવા લાગી...
પણ તું ક્યાં જાય છે?
મને માફ કરી દે પ્લીઝ. બે હાથ જોડીને બોલી. તારી આ હરકતોથી મારો મગજ બેન્ડ મારી ગયું છે. સમજી લે કે પપ્પાની એક હાકલથી અહીં ઉભી ઉભી મરી જઈશ. No More help sweetheart. It's over. કુંદન રૂમની બહાર નીકળી ગઈ. ક્યારા એને જતી જોઈ રહી.
કુંદન રૂમમાં આવી. દરવાજો બંધ કરી બેસી ગઈ ત્યાં એના ફોનની ઘંટડી વાગી. Unknown નંબર હોવાથી રિસીવ ના કર્યો. તો બીજીવાર રીંગ વાગી. કુંદન ફોન રિસીવ કરીને બોલી, જી અમિત સાહેબ બોલો, કેમ કોલ કર્યો?
અમિત નહીં, મૃણાલ બોલું છું.
અરે, તે તો કોલ જ કરી લીધો. હું તો સમજી કે બેહોશ થઈ ગયો છે તો હવે હોશમાં જ નહીં આવે.
અરે નહીં! હોશમાં છું.
હા, તો કોલ કેમ કર્યો?
હા કહેવા માટે.
હા, મતલબ.
જે નોકરી અને designation ની વાત તમે કરી હતી ને.. તો મારા તરફથી હા છે.
સાચું બોલે છે.
તો ખોટું કહેવા માટે થોડો કોલ કર્યો છે તમને?
જો બધું જોઇ વિચારીને જ નિર્ણય કર્યો છે ને! આ બધું જાનજોખમનું કામ છે. મારા પપ્પાને ગુસ્સો આવ્યો તો એ કઈ પણ કરી શકે છે.
પેલી ક્યારા વાળી વાત કરો ને!
ક્યારાવાળી?
અરે એ જ વાત જે એને રેસ્ટોરન્ટમાં કહી હતી, જીવનું જોખમ પણ છે.
હા, તો.
તમને શું લાગે છે તમારા પપ્પા મારો જીવ લઈ લેશે?
Quite possible. કુંદને હસતાં કહ્યું
તો ઠીક છે પછી... વાત અહીં જ પૂરી થાય છે. તો હું આપી દઈશ મારો જીવ. પરંતુ એક વાત બતાવો પ્લીઝ...
હા, બોલો.
તો શું, ડીસેમ્બર સુધી પ્રેમ ચાલતો રહેશે.
એ તો ચાલવવો પડશે.
તો પછી મળવાનું પણ થશે?
સ્વાભાવિક છે.. મળવાનું તો થશે જ.
પણ ડીસેમ્બર પછી શું થશે? મૃણાલ સવાલો પૂછી રહ્યો છે.
ચાર મહિનામાં ખબર છે કેટલા પૈસા કમાઈ લઈશ તું?
આઠ લાખ.
તો પછી આઠ લાખથી કોઈ business કરજે અને ક્યારાને આશીર્વાદ આપતો રહેજે. કુંદનને simple solution બતાવ્યું.
તો એ પછી પ્રેમ પૂરો થઈ જશે?
મતલબ? કુંદનને સમજ ના પડી કે તે શું કઈ રહ્યો છે.
મતલબ.. નોકરી.
નોકરી તો એ જ દિવસે પૂરી થઈ જશે જ્યારે ક્યારાને કોઈ છોકરો ગમી જશે અને પપ્પા કહી દેશે કે આ જ ઠીક છે.
મારું શું થશે? મૃણાલ તો એ રીતે વાત કરતો હતો જાણે કે ક્યારા એની સાચે જ મહેબૂબા હોય.
કઈ નહીં થાય.. તારા નામ પર તો પપ્પા ક્યારેય માનશે જ નહીં. તારું નામ સાંભળીને તો એવું તોફાન આવશે કે એનાથી તો ભગવાન જ બચાવે. પપ્પા હંગામો કરશે અને તમે બન્ને નાટક કરજો. ક્યારા તારું નામ લઈને પપ્પા સામે રોયા કરશે અને તું મારા પપ્પાના પગ પકડીને કહીશ કે અંકલ હું ક્યારા વગર મરી જઈશ.
પછી.....
અને ક્યારા પણ આવી કોઈ ધમકી આપશે. અને પપ્પા ક્યારાની ધમકી પર ડરી જશે.
તો ડરી જશે તો માની નહીં જાય તમારા પપ્પા.
ચાલો માન્યો કે ક્યારાની ધમકી પર માની પણ જાય પણ તું ચિંતા ના કર એનું પણ solution વિચારી લીધું છે મેં.
એનો શું solution છે?
તું ક્યારા જોડે બેવફાઈ કરીશ.
બેવફાઈ? મૃણાલ ચોંકી ઊઠ્યો.
અરે જોવા અને સાંભળવાવાળા તો એમ જ કહેશે ને કે પહેલાં તૂટીને પ્રેમ કર્યો અને પછી ભાગીને બેવફાઈ.
ભાગીને મતલબ!
તું પણ યાર! કોઇ વાત સમજી નથી શકતો. બેવફાઈમાં લોકો શું કરે?
શું કરે?
અરે યાર.. બે ત્રણ દિવસ માટે બરોડા જતો રહેજે અને તારો ફોન નંબર બદલી નાખજે. અહીંયા ક્યારા રોઈ રોઈને પપ્પાને કહેશે કે મૃણાલ મને છોડીને ભાગી ગયો. એ કોઇ બીજી છોકરીના ચક્કરમાં પડી ગયો.
ભાગવાની કસમ! હું કોઈ બીજી છોકરીના ચક્કરમાં નથી પડ્યો.
તને કોઈએ પૂછ્યું, અને પેલી છોકરી જે લેટર લખે છે તને એ બહેન છે તારી.... તો જે દિવસે તું બેવફાઈ કરીશ એ જ દિવસથી સંબંધ પૂરો. બસ, આ જ જોઈએ છે એને તારા પાસેથી અને એના જ આઠ લાખ રૂપિયા આપી રહી છે તને, આજે ક્યારાએ સાફ સાફ વાત કરી લીધી. "પૈસા ઓછા પડે છે તને?"
નહીં પૈસા તો બહુ વધારે છે. બેવફાઈ કરે એને તો એક પૈસો ના મળવો જોઈએ. ઠીક છે હું રાખું છું કોલ એને કહેજો કે ડીલ ઈસ ડન. હું એ જ કરીશ જે ઈચ્છે છે. મૃણાલ કોલ મૂકી ક્યાંય સુધી વિચારોમાં ખોવાયેલ રહ્યો.
કુંદન દોડતી દોડતી ક્યારાના રૂમમાં આવી. ક્યારા.... ક્યારા.. નામની બૂમો પાડતી હતી.. એને રૂમમાં ના જોઈ એટલે એને થયું કે નકકી નીચે પપ્પાએ વાત કરવા બોલવી લીધી લાગી છે.
હવે શું કરવું કઈ સૂઝતું ના હતું.

એ ભાગતી ભાગતી નીચે ગઈ અને ડ્રોઇંગ રૂમમાં ક્યારા અને મમ્મી પપ્પા બેઠા હતાં.
જો તું એ વિચારીને ડરી રહી છે કે નામ સાંભળીને મને ગુસ્સો આવશે તો તું ખોટું વિચારી રહી છે. અનુજ ક્યારાને પ્રેમથી પૂછી રહ્યા હતા. ક્યારા હજુ માથું નીચે કરીને બેઠી હતી. જ્યારે મેં સાંભળ્યું કે તું કોઈ બીજાને પ્રેમ કરે છે ત્યારે જ મેં નક્કી કરી લીધું કે છોકરાને મળીને પછી અમિતને ના પાડી દઈશ. શું તને નથી લાગતું કે હું એક લિબરલ બાપ છું. તું ખાલી એનું નામ કહી દે અને એનો ફોન નંબર દે હું એ છોકરા સાથે વાત કરવા માંગુ છું. અને તને વચન આપું છું એની જોડે વાત કરતા જ હું અમિતને ના પાડી દઈશ. ખાલી ક્યારા જાણતી હતી કે એવો કોઈ છોકરો છે જ નહીં તો હવે એ કોનું નામ લે.. કે પછી પપ્પાને બધું સાચું કહી દે.
હવે શું problem છે તને? બોલ? જવાબ આપ? મીરા પણ વચ્ચે બોલી, 'તમે એને છૂટ આપી દો થોડી... કે જો હેસિયતમાં થોડું ઓછું હશે તો પણ તમે ચાલાવી લેશો'. એ બધી તો પછીની વાત છે મીરા, પહેલા નામ તો કહે તો હું કઈ આગળ વિચારું ને!
એક મિનિટ! "કુંદન ડ્રોઇંગરૂમમાં આવતા બોલી,

વધુ આવતા અંકે