પ્યારે પંડિત - 5 Krishna Timbadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યારે પંડિત - 5

અને ખબરદાર જો ઊંચા સૂરમાં વાત કરી છે તો! જ્યાં ખોટું બોલવું પડે તેમ હોય ત્યાં તો ચૂપ જ રહેજે. એ તો એ વાતથી પણ ડરે છે કે ખોટું બોલી તો પકડાઈ જઈશ.

*

ક્યારા હજી ઊઠી હતી ઘડિયાળ મા જોયું તો ૯ વાગી ગયાં હતાં. ઉઠીને નીચે જવા લાગી. ત્યાં જ અમીતે એનો હાથ પકડી લીધો. આ શું કરી રહ્યા છો તમે? હાથ પકડ્યો છે. હવે તો લગ્નની તારીખ નક્કી થઇ ગઈ છે તો હાથ તો પકડી જ શકે છું. હાથ છોડી દો. ગુસ્સે થઈ ક્યારા બોલી.ગુસ્સો આવી રહ્યો છે મને! હવે ડર નથી લાગતો તમારા ગુસ્સાથી અને ૨૫ માર્ચ પછી તો બિલકુલ પણ નહીં ડરુ. હાથ છોડી દો કોઈ જોઈ જશે. અરે કોઈ જોઈશે તો જોવા દે.
નહીં! એ વાત નથી, રાત્રે મળીએ તો.. ક્યારા ને ખબર હતી કે અમીત એમ નહીં માને માટે જરા પ્રેમ થી બોલી પડી.
તો શું એ જ ટેરેશ પર મળીશું
હા, ત્યાં જ.
કેટલા વાગે? ૯ વાગે
તો આઠ વાગ્યે કેમ નહીં?
નવ વાગ્યે પપ્પા ન્યૂઝ જોવે છે એટલે.
અમીત એટલો નાદાન હતો કે એ તો ક્યારા ને મળવાના સપનાઓ જોવા લાગ્યો. અને ક્યારા ના મનમા તો કોઈ બીજા જ પ્લાન ચાલતો હતો. એ તો બસ પોતાનો હાથ છોડાવી ત્યાથી નકળી જવાની ફિરાકમા હતી. એ અમીત ને ઉલ્લુ બનાવી ને રૂમ તરફ જવા લાગી.

ક્યારા પોતાના રૂમમાં કુંદનના આવવાની રાહ જોઈ રહી હતી. કુંદને રૂમમાં આવતા જ કહ્યું કે હું નાસ્તો કરીને આવી છું, અમીતે મળવાની વાત કરી દીધી બધાને. કહેતા હતા કે આજે રાત્રે એને કોઈને મળવા જવાનું છે.
શું? કમીનો.
અરે. કમીનો તો ના કે એને, એમણે એ થોડું કહ્યું હતું કે આજે કોની સાથે મિટીંગ છે એની.
હું હમણાં નીચે ઉતરી ત્યારે હાથ પકડી લીધો હતો, સાલો છોડતો જ ના હતો.
હા... હા... કુંદનને હસવું આવી ગયું.
ક્યારા ગુસ્સે થતાં બોલી હસવાનું રહેવા દે. મારું મન તો થાય છે કે અત્યારે જ ટેરેશ પર બોલાવી એના માથા પર બોમ્બ ફોડી નાંખુ.

અરે! અરે... આવું ના કરતી છોકરી. દિલ તોડવાના પણ કોઈ નિયમો હોય છે, જરા-જરા, ધીમે ધીમે, એક ચોટ પછી બીજી ચોટ. અને આમ પણ આ સાઇન્ટીફીક રીતે તો કંઈ પ્રુવ નથી થયું એટલે જો ધ્યાન ના રાખ્યું તો કાચની જેમ તૂટી જશે.

એવી રીતે તોડીશ કે સાયન્ટિફિક રીતે પણ પ્રુવ થઈ જશે. ક્યારા તો જાણે લડી લેવાના મૂડમાં હતી.

રાત્રે જમવા ટાઈમ પર ગુસ્સો કંટ્રોલમાં રાખજે નહીં તો મમ્મીને થશે તુ ખુદ હમલો કરવાની છે.
*
અહીં બજારમાં આવી રીતે ના ફરો મારી સાથે જો મૃણાલ ને જાણ થઈ ગઈ તો મારી નાખશે મને, છોટુ મૃણાલના દોસ્તો સાથે રહેતો. ઉમરમાં નાનો હતો અને મા-બાપ હતા નહીં એટલે ચાની દુકાન પર કામ કરતો. મૃણાલના પપ્પાને ખબર હતી કે એ જુઠ્ઠ તો નહીં બોલે એટલે મૃણાલની બઘી ઇન્ફોર્મેશન કઢાવી મૃણાલની મા ને કહી પણ એ સબૂત વગર માનવા તૈયાર ન હતી એટલે પંડિત શુભાશિષ એને ઘરે લઈ જઈ રહ્યાં હતાં. એની માને પણ ખબર પડે કે અેનો છોકરો ક્યા ચક્કરમા છે.

હાતો શું કરવું પડશે મારે. છોટુ બોલ્યો
એની માને પાસે જઈને મૃણાલ ની બઘી કરતુતો કહી દે.
અને હા પેલા લેટર વાળી વાત પણ કરી દે જે. કઈ યાદ છે કે શું લખે છે એ.
હા, મોટાભાગના લેટરમા તો એમ જ હોય છે કે મરી જઈશ તારા વગર.
હે ભગવાન... પંડિતથી નિસાસો નખાય ગયો. ખબર છે ક્યાં રહે છે એ.
આ જ શહેરની લાગે છે. છોટુ બોલ્યો હવે હું જાઉ પંડિતજી.
અરે એની મા પાસે આવ ને બઘુ જણાવી દે.
છોટુ હાથ જોડતા બોલ્યો.... ના પંડિતજી મૃણાલ ની મા ની સામે આવીશ તો મારા મો એ તો જૂઠ જ નિકળશે, હું એનો ગુસ્સો સહન નહીં કરી શકે અને ઊલટાનું કહીશ કે મે તો આવુ કઈ કહ્યું નથી કે નથી કંઈ સાંભળ્યું. પ્લીઝ પંડિત મને માફ કરો હુ તો જાવ છું. આટલું કહીને છોટુ હાથ છોડાવી ભાગી ગયો.

લોકલ મેચ તો ઠીક છે પણ ઈન્ડિયા પાક ની મેચની પણ ઘરે ખબર પડી છે. અને લેટર વાળી વાત પણ ખબર પડી ગઈ છે મારા ઘરના લોકો ને. મૃણાલ એના દોસ્ત બબલુ સાથે ફોનમાં વાત કરી રહ્યો હતો.

આ કોઈ રીતે પોસીબલ નથી. બબલુ બોલ્યો
કોઈનુ નામ તો ના કહ્યું પણ બઘી ઇન્ફોર્મેશન છે એમની આગળ. મૃણાલ મોટેથી બોલ્યો

શક કરે છે મારા પર.
તુ શકની વાત કરે છે, અહીં તો દોસ્તી દાવ પર લાગી ગઈ છે.
છોટુ!
ના છોટુની વાત ના કર. બિચારો મફતમાં બઘાની ચાકરી કરે છે. એને ગરીબ જોઈને શક કરે છે એના પર.
તો કોણે બતાવ્યુ હશે.... ત્યા જ મૃણાલ ના ઘરની ઘંટી વાગી.... હા ઠીક છે ફોન મુક લાગે છે પપ્પા આવી ગયા. મળવા જવાનું છે એન. ફોન મુકી બસ પપ્પા એને બોલાવે એનો વેઇટ કરી રહ્યો હતો.