પ્યારે પંડિત - 4 Krishna Timbadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યારે પંડિત - 4

કેટલા વાગ્યા?
જમીને ઊભા થતા પંડિત શુભાશિષે પુછ્યું! ૧૦ વાગી રહ્યાં છે, પપ્પા!
હમ્મમ્મ!તારી માસીને કોલ કરીને કહી દે કે આ સંબંધ નહીં થઈ શકે.
સીમાએ આશ્ચર્ય વ્યક્ત કરતા પુછ્યું, તમે કહેવા શું માંગો છો? મતલબ એમ કે પંડિત શુભાશિષના ઘરમાં જુગારની કમાણીથી વહુ ઘર નથી ચલાવતી!
જુગાર?
આજે ૧૨૦૦૦ રુપિયા જીતીને આવ્યો છે, અને ૧૮૦૦૦ તો એ એમાં જીત્યો હતો જેમાં ઇન્ડિયા જીત્યું હતું.
હે ભગવાન! આશ્ચર્ય સાથે સીમા બોલી પડી. એ પણ સાંભળવા મળ્યું છે કે મોકો મળે તો સિગારેટ પણ પી લે છે. અને કોઈ છોકરી પણ લેટર લખે, ખબર નહીં કોણ! પણ એના મિત્રોને એ લેટર વાંચી સંભળાવે છે. પડી ગઈ તારા કાળજાને ઠંડક! આ જ હાલત મારી પણ છે. ખબર છે આજકાલ છોકરાઓ ને સલાહ આપુ છું તો એ એવી રીતે વર્તે છે કે જાણે પુછતાં હોય કોના બાપ છો તમે? હવે તો આરતી કરવા પણ નથી આવતો એ, હવે તો ડર લાગવા માંડ્યો છે કે, એક દિવસ મંદિરની બહાર નિકળી તો દરવાજા પર પોલીસ એનો કાઠલો પકડીને ઉભી હશે. એને કહેજે કે અહીંથી ચાલ્યો જાય, અમે બંને એક છત નીચે નહીં રહી શકીએ.
શું સબૂત છે તમારી આગળ? હું સબૂત વગર તમારી કોઈ વાત નહીં માનુ? એક માં નો ભરોસો સૌથી વધારે એના છોકરા પર હોય છે. સીમા ગળગળી થઈ ગઈ. સબૂત હશે તો હાથ ખેચીને બહાર કાઢી નાખીશ. અને ક્યાંય સુધી રડતી રહી.
*

મારા તરફથી સાફ મનાય છે. હું અમીત સાથે લગ્ન નથી કરવાની. ક્યારા રુમની અંદર પ્રવેશતા બોલી પડી. હા! તો પહેલા કહેવું હતું ને! હવે તો એ લોકો તારીખ નક્કી કરવા બેસી ગયા છે.
હા તો બેસી ગયા છે તો કોઈ આંધી નથી આવી ગઈ! ઘીમેથી જઈને કાનમાં કહી દે. ક્યારા ગુસ્સે થતાં બોલી. કહી દે જે કે મને નથી મંજૂર! પપ્પા આ સાંભળીને જ ઉભા થઈ જશે.
અજીબ છોકરી છે તું પણ! પહેલા તો એ લોકો સાથે મજે થી ડીનર કરતી રહી અને હવે કોળિયો મોઢામાં ઊતરતા જ શું થયું? કુંદન એ દલીલ કરતા પુછ્યું.
કોળિયો જ તો મોઢામાંથી નથી ઊતરી રહ્યો! તને મારી કસમ છે, આ વાત મમ્મી ને જઈને કહી દે બાકી બધું હું સંભાળી લઈશ. પ્લીઝ!

ઠીક છે, હું મમ્મીને જઈને વાત કરું છું. કુંદન કહેતા જ નીચે જવા લાગી અને પછી મનમાં ખ્યાલ આવતા પાછી વળી ક્યારા ને કહ્યું કે,
અમીત આ સાંભળીને મરી ગયો તો! સાચું કહું છું યાર! એ મરી પણ શકે છે.
અરે! યાર હવે જા ને, તું વાત તો કર. ક્યારા કુંદન ને રુમની બહાર નિકાળતા કહ્યુ હતું.
કુંદન ક્યારાના બઘા જ પાગલપણમાં અેનો સાથ આપતી. ક્યારા હંમેશા કુંદન પાસેથી સલાહ સૂચનો લેતી.

*

ખોટું ના બોલ! અવનિ ફોન કરીને મૃણાલને ઘમકાવી રહી હતી. ૧૨૦૦૦ તું લોકલ મેચમાં જીત્યો અને ૧૮૦૦૦ ઈન્ડિયા ના જીત્યા પર, આ અઠાણુ હજાર જે તે મને આપ્યા છે, આ બધી જુગારની કમાણી છે ને!
મમ્મીને વિશ્વાસ આવી ગયો. પોતાની ચોરી પકડાઇ ગઈ હોય એમ મૃણાલ બોલ્યો.
મમ્મીની વાત ના કર, પણ મને વિશ્વાસ આવી ગયો છે કે આ બઘી જુગારની કમાણી છે. અને આ છોકરી કોણ છે જે તને લેટર લખે છે!
છોકરી! આશ્ચર્ય સાથે મૃણાલ જઈ રહ્યો.

*

ક્યારા કુંદનની રાહ જોઈ સોફા પર બેઠી હતી. કુંદનના રૂમમાં આવતાની સાથેજ ઘડામ કરતા સોફા પરથી ઉછળીને નિશાની સામે જોતાં ખૂશીથી બોલી પડી, થઈ ગઈ વાત?
હા, થઈ ગઈ વાત.
ઓકે. તો મને કે, કોને વાત કરી અને કેવી રીતે?
મમ્મીને .
શાબાશ, મને વિશ્વાસ છે કે મમ્મી એ કહ્યું હશે કે કે રહેવા દો સવાણી સાહેબ! છોકરી નથી માની રહી. એમ જ ને! જાણે આમ જ થયુ હોય એમ ખૂશીથી નાચી ઉઠી, એ પણ ખ્યાલ ના આવ્યો કે કુંદન આવી ત્યારે એ મીઠાઈ હાથમાં લઇને આવી હતી.
અરે! નહીં, મમ્મીએ મારી વાત સાંભળીને મારા મોઢામાં પેડો નાખી દીધો અને મારા હાથમાં આ મીઠાઈની પ્લેટ પકડાવતા કહ્યું, ખવડાવી દે એને, અને કહેજે કે ૨૫ માર્ચ ની ડેટ ફીક્સ થઈ ગઈ છે.
ક્યારા ના હોશ ઉડી ગયા. અને બહાર વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ પણ એવો વરસ્યો જાણે બધું તણાઈને પોતાની સાથે જ લઇ જશે.

*
સવારે ૬ વાગ્યે અવની પોતાના પિતા શુભાશિષને જગાડી, મંદિરમાં આરતી ઉતારી અને પછી પોતાના કામ કરતાં. આજે વરસાદ બહું હોવાથી પિતાને પૂછ્યું કે કોઈ લેવા માટે આવશે કે જાતે જતાં રહેશો?
ના! હું જાતે જ જતો રહીશ.
મૃણાલને કહુ કે મંદિર પાસે છોડી દે તમને?
રહેવા દે, લાનત છે અેવા પુજારી પર જે બીજા પુજારી ને મંદિરના દરવાજા પાસે મુકીને જતો રહે. જ્યારે સૂઈને ઉઠી કહેજે કે આજે બપોરની આરતી પહેલાં મને મળે કહીને ઘરનાં ગેટની બહાર નિકળી ગયા. અને જતાં જતાં કહેતાં ગયા કે, તું જાગતો હોય તો સાંભળી લે, આજની મુલાકાત તારા ઘંઘાઓ કરતાં વઘારે અગત્યની છે.

*
હું કોઈ બીજાને પ્રેમ કરું છું. ક્યારા હસીને બોલી સાથે આકાશમાં વિજળી ગરજી. ક્યારા મોડી રાત સુધી જાગતી રહી અને વિચારી રહી હતી કે લગ્નની ના કેમ પાડવી. આખરે એના દિમાગમાં એક આઈડિયા આવ્યો કે તરત જ કુંદન ના રૂમ તરફ ચાલી ગઇ.
શું? કુંદન આશ્ચર્યની સાથે ઊછળી પડી.
જોયું! એ સાંભળશે તો એના પર પણ વિજળી પડશે એવી હાલત હશે એની. સાંભળવા મળ્યું છે કે લગ્ન નક્કી થયાની ખુશીમાં એ આજે પણ અહીં રોકાશે અને જો એ રોકાયો તો આજે રાત્રે ફરીથી મળીશ એને.
એને મળીને શું કરીશ?
કહેવાનું શું હતું, આંખોમાં આંખ નાખીને કહીશ, આય એમ સોરી અમીત! લગ્ન પહેલાં સાચું જણાવવું જરૂરી હતું.
લગ્ન પહેલાં?
અરે! પછી કોઈ બીજા પાસેથી ખબર પડશે તો વઘારે દુઃખ થશે ને!
સાચું બોલતો?
હું કોઈ બીજાને પ્રેમ કરું છું. સાચો પ્રેમ! સ્કૂલમાં હતાં ત્યારથી. પહેલાં તો અમે એકબીજા ને લેટર લખતાં અને હવે કલાકો સુધી કોલ પર વાતો કરીએ છીએ. કસમ ખાધી છે કે સાથે જીવશું અને સાથે મરીશું.
ખોટું બોલે છે?
હશે ખોટું, પણ અમીત તો સાચું માનશે ને, બસ એટલું કાફી છે. હસતા હસતાં ક્યારા બોલી.
હવે, મરશે જો જે! સાંભળતા જ પ્રાણ નીકળી જશે. કુંદન બોલી

અરે! નહીં નીકળે પ્રાણ! પણ એ એ ના તરફથી પ્રાણ લઈને જશે. અને કહેશે કે હું નહીં કરું આ છોકરી સાથે લગ્ન.
અરે! વાહ એટલું સરળ છે. પપ્પા આ સાંભળીને ચુપ રહેશે?
ગાળો આપશે?
અરે! નહીં આન્ટીને જઈને પુછશે કે ના પાડવાનું કારણ શું છે? અને પછી આન્ટી અમીતને પુછશે કે બીજી વખત મળતાં શું થયું?
ડરીશ નહીં. એ બઘું થઈ જશે. એવો દાવો કરતી હોય છે કે હવે બઘું પોતાના હક મા થશે.

*
અવની મૃણાલને ચા આપવા માટે એના રૂમમાં જાય છે. દરવાજો બંધ હોવાથી નોક કરે છે. મૃણાલ દરવાજા પાસે ઉભા રહીને ચા લઈ લે છે અને રૂમમાં જતા આવની પણ એના રૂમમાં જાય છે. જતાં જ ખુરશી પર બેસી જાય છે. મૃણાલને ખબર પડી કે ચા ના બહાને વાત કરવા માટે આવી છે.
જુગાર રમે છે ને તું? અને જુગારના બધા પૈસા મારી આગળ જમા કરાવે છે. આ પૈસા એક દિવસ સાપમાંથી વિછ્છી બની જશે. આજે પપ્પા ને કરડે છે, કાલે તને પણ કરડશે.

અરે! અરે આ તો મારી મહેનતની કમાણી છે. પોતાનો બચાવ કરતા મૃણાલ બોલ્યો.
સિગારેટ પણ પી છે ને? આ સાંભળીને મૃણાલના ચહેરાનો રંગ ઊડી ગયો. ખોટું?
ઠીક છે તો તારા કબાટની ચાવી આપ?
કબાટમાં શું છે?
પેલી છોકરીના લેટર, જે તું તારા મિત્રો ને વાંચી સંભળાવે છે.
જુગાર.
સિગારેટ.
છોકરીના લેટર બઘી જ ખબર છે પપ્પા ને! તને તો શરમ આવવી જોઈએ મૃણાલ, કોઈ છોકરી તને લેટર લખે છે, ને એ તુ તારા મિત્રો ને વાંચી સંભળાવે છે! એની ઈજ્જત ને બધાંની સામે નિલામ કરે છે!
આ રહી તારી ચા! અને જતી રહે અહીંથી. મને ખબર જ હતી કે તું પણ પપ્પની જેમ ભાષણ જ આપીશ.
ઊભા થતા મૃણાલનો હાથ પોતાના માથા પર રાખીને બોલી, કહી દે કે આ બઘી જ વાત ખોટી છે?
મૃણાલ જવાબ ના આપી શકયો. કુંદન તો જાણે રડી પડી.
આંસુ લૂછી મૃણાલને પુછ્યું, એ છોકરી કોણ છે?
નામ નહીં કહી શકું! કસમ આપી છે એણે.
અને કવિતા નુ શું થશે?
કવિતા, માસીના નણંદની છોકરી? એને શું પ્રોબ્લેમ છે હવે?
મમ્મી એ નો સંબંધ તારી સાથે ફિક્સ કરી દીધોછે.
હે ભગવાન.
શું ભગવાન. એ લોકો બે-ત્રણ મા અહીં આવવાના છે.
આવવા દો. મૃણાલે બેફિકર થઈ કહ્યુ
એ લોકો ને પણ આવવા દઈએ. આશ્ચર્ય સાથે અવની બોલી
એવો બદલો લઈશ કે બીજી વખત મારું મોં જોવાની હિંમત નહીં કરે.
એ તો આમ પણ નહીં જોવે, એમાં બદલો લેવાની જરૂર શું છે? બસ, ધીમેથી તોડી નાખજે એનુ સપનું.
હા, તો ના પાડી દે એ લોકોને. અહીં આવવાની જરૂર જ શું છે.
અવની ને ખબર હતી કે મૃણાલ નહી માને એટલે ટોપીક બદલતા બોલી, એ બતાવ કે છોકરી કોણ છે? ઠીક છે, નામ ના બતાવ પણ એટલું તો કહી શકે ને કે ક્યા રહે છે?
આ જ શહેરની છે.
ખૂબસુરત હશે ને!
બહુ જ ખૂબસુરત છે, પરી છે બિલકુલ.
ખુશ છે તારી સાથે?
હા, એ તો બહુ જ ખુશ છે.
હમ્મમ્મ, તો એને પણ ખબર જ હશે કે તું સિગારેટ પીએ છે, જુગાર રમે છે?
જોયું! બસ, થોડી વાર માટે બહેન બની જાય છે મારી. ફરીથી તારા મોં પર પપ્પા બોલવા લાગે છે.
હા, તો તું પણ યાદ રાખ ને કે પંડિત શુભાશિષનો
છોકરો છે તુ. જલ્દી તૈયાર થઈ જજે બપોરની આરતી પહેલાં તારે મળવાનું છે એમને.

આ સાંભળીને મૃણાલના ચહેરાનો રંગ ઊડી ગયો.