પ્યારે પંડિત - 8 Krishna Timbadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યારે પંડિત - 8

પહેલી વાર જોબ પર જઈ રહ્યો હતો મૃણાલ. બધા એને ડોર સુધી મૂકવા ગયા. અરે! જોબની ખુશીમાં સેલરી કેટલી આપશે એ તો પૂછવાનું જ ભૂલી ગઈ.

અરે! Clerk ની position મળી છે. અને salary પણ પૂરી દસ હજાર છે.
બસ. સીમા દુઃખી થતા બોલી.
હમેશાં તો થર્ડ ગ્રેડ પર પાસ થયો છે. એ તો સવાણી સાહેબની મહેરબાની કે આટલી સારી પોસ્ટ પર જોબ પર રાખી લીધો. અને experience પણ ના પૂછ્યો નહિતર હું તો કહી દેત કે જુગારી છે એક નંબરનો.

આવી વાત કોઈ પોતાના જ સંતાન વિશે કરતા હશે. સીમા ગુસ્સે થઈ બોલી.

*
કુંદન કોફીનો મગ લઈને ક્યારાના રૂમમાં બેડ પર બેઠી હતી. ક્યારા કોલેજ જવા બેગ પેક કરી રહી હતી. કુંદન એને ચડાવતા બોલી... અરે યાર ડીસેમ્બરમાં ચાર મહિના જ તો બાકી છે. બસ, ગમે તેમ કરીને પસાર થઈ જ જશે.
માય ફૂટ!
અને હા તું રોય રોયને એને યાદ ના કર્યા કરીશ.
શું?
ક્યારા-અમિત! Sounds so good.
And you sound so bad. લખીને રાખીલે એ ડીસેમ્બર ક્યારે નહીં આવે જ્યારે ક્યારા સવાણીના લગ્ન અમિત પટેલ સાથે થશે. અથવા તો એમ પણ કહી શકાય કે 2021 અગિયાર મહિનામાં પૂરું થઈ જશે. પહેલીવાર આ વર્ષમાં ડીસેમ્બર નહીં આવે. આટલું કહી ક્યારા કોલેજ જવા નીકળી પડી.

Bye.. કુંદન એની આ વાત પર હસી પડી.

*
અરે! મૃણાલ! જોબ પર જઈ રહ્યો હતો ત્યાં તેનો ફ્રેન્ડ તેને રોકીને બોલ્યો... અરે! આ શું.. પેન્ટ-શર્ટ અને ટાઇ. ક્યાં જાય છે? Date પર જઈ રહ્યો છે ને?
કામ પર જાવ છું. આ સવાણી કોટન એન્ડ મિલ્સ છે ને ત્યાં accountant નું કામ કરવા.

અરે હા! એની છોકરી જોઈ છે.. શું માલ છે હેં ને?

મૃણાલ લગભગ એના ફ્રેન્ડને ધક્કો મારતા કહ્યું કે... બીજાની છોકરીઓને બહેન સમજ્યા કર. અને ત્યાં થી જતો રહ્યો... અને તેને ગુસ્સાથી જોઈ રહ્યો..

હજુ આગળ રસ્તા પર વળાંક વળ્યો હશે ત્યાં એક ગાડી સાથે ટકરાતા રહી ગયો. એણે ગાડીમાં જોયું તો ક્યારા બેઠી હતી. એ એને જોઈ રહી હતી.... મૃણાલ થોડું હસીને ગાડીને જવા દેવાનો ઈશારો કર્યો....

ઓફિસ પહોંચી ત્યાંના મેન accountants મિસ્ટર વ્યાસ એના સર્ટિફિકેટ જોઈ રહ્યા હતાં.. કોલેજમાં તો થર્ડ ક્લાસ પર પાસ થયો છે. અને નામ!
મૃણાલ શુભાશિષ!
અને experience તો જીરો.. ખબર નહીં તને જોબ પર કેમ રાખ્યો સવાણી સાહેબે.

મારા પાપા એ લાગવક લગાવી ને જોબ પર લગાવ્યો છે.

શું છે તારા પાપા? ગુસ્સો કરીને મિસ્ટર વ્યાસ બોલ્યા.

બ્રાહ્મણ છે અને પંડિત પણ. અને સવાણી સર તો રોજ સવારે મંદિર પાર જાય છે આરતી માટે.
ઓહ! મિસ મનસ્વી...
એ ત્યાં ના account સાંભlળતી એક employees હતી.. એ ત્યાં આવી.. જી સર.
આ મિસ્ટર મૃણાલ ને તમારી બાજુ ની ડેસ્ક પર બેસાડી અને ટ્રેનિંગ આપવાની છે. વ્યંગ કરતાં બોલ્યા.

ઠીક છે સર... તમે આવો અહીં બેસો.. આ તમારી ડેસ્ક છે.

મિસ્ટર વ્યાસ તમારી ઈનસલ્ટ કરી રહ્યા હતા.. ગુસ્સો ના આવ્યો તમને?
આવ્યો હતો..
પણ તમે તો હસી રહ્યા હતા.
તમને ખબર છે કેમ?
કેમ?
એક દિવસ હું પણ એની ઇનસલ્ટ કરીશ.
હા હા.. મનસ્વી હસી પડી.. ઓકે બેક ટુ વર્ક.
મિસ્ટર વ્યાસ એ બન્ને ને જોઈ ને ગુસ્સો આવ્યો..
*
સીમા બેઠી news વાચી રહી હતી ત્યાં ઘર ની ઘંટી વાગી... કોણ હશે?
ત્યાં અવની એ ડોર ખોલ્યો.. અરે! કુંદન. કેમ છે? બન્ને એક બીજાના ગળે મળી.. બન્ને કોલેજમાં એક જ ક્લાસ માં ભણતી હતી.

અરે વાહ! આ તો આપની કુંદન છે..
કેમ છો આંટી? જય શ્રી ક્રિષ્ના.

જય શ્રી ક્રિષ્ના બેટા! કેમ છે! આજે તો મહિના પછી આવી છે ઘરે.
તમારા માટે મીઠાઈ લાવી છું.
મીઠાઈ કઈ વાતની? અવની બોલી
હશે કૈંક લગ્નની વાત.. સીમા હસીને બોલી
હા..
જોયું ને.
લગ્નની વાત! કેટલી કમીની છે તું! મીઠાઈ વહેંચી ને પછી કહે છે. અવની બોલી પડી. કોણ છે?

પહેલા પૂછી તો લે લગ્ન કોના છે?
ક્યારાના?
હા.
ચલો.. સારું જ છે.. એને કોઈ ગમ્યું તો ખરાં. અવની મીઠાઈ લેતા બોલી.

તમે લોકો બેસો, વાતો કરો.. હું ચા બનાવીને લાવું છું.. ઉભા થતા સીમા બોલી.

પેલા તું મીઠાઈ ખાઈને મો મીઠુ કર.. પછી અસલ વાત કહીને તારું મો કડવું કરું.. એમ કહી કુંદને મીઠાઈ નો એક ટુકડો અવનીના મોઢામાં આપી દીધો.
ખાઈ તો લીધી.. શું વાત છે! અવની excited થઇ ગઇ.
અરે ધીરજ રાખ. પેલા મીઠાઇ કિચનમાં રાખી આવ પછી તારા રૂમમાં જઈને વાત કરીએ.. કુંદન હસતાં હસતાં બોલી.

બન્ને રૃમમાં ગઈ અને અવનીના બેડ પર બેસી ને વાત કરવા લાગી.
અરે! સરખી રીતે બતાવને લગ્ન છે પણ અને નથી પણ એનો શું મતલબ?
પેલા તરફથી છે પણ આ તરફથી નથી.
શું એ કહે છે તે સાચું છે, કોઈ બીજાને પ્રેમ કરે છે?અવનીની curiosity વધતી જતી હતી.
અરે યાર! એવું કઈ નહીં.. એ તો ખોટું બોલી છે.. લેટર અને કોલ તો બહાનું હતું.
શું?
હા, એ તો એમ જ કહી દીધું હતું કે કોઇ બીજા ને લવ કરે છે.
હે ભગવાન!
પુછીશ નહીં કે કેમ આવું કહ્યું હતું? કુંદન એ તો મજા લઈ રહી હતી.
જાણીજોઈને કહ્યું હતું.. કેમ કે અમિત લગ્ન માટે ના પાડી દે.
હા, એ તો થવાનું જ હતું...
અરે નહીં, એ તો ખુશ થઈ ગયો. કહેવા લાગ્યા કે મારી નજરોમાં તમારી ઇમેજ વધી ગઈ છે. I'm proud of you. બીજી છોકરીઓની જેમ તમે તમારા past ને છુપાવ્યું નહીં. હા હા
અવની અને કુંદન બન્ને હસી પડ્યા.. અચ્છા એટલા માટે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ.
હા..
પણ હવે તો તારીખ નક્કી થઈ ગઈ છે તો લગ્ન કેમ નહીં થાય.
તું હજુ એને જાણતી નથી..
જાણું છું. જયારે એને કહ્યું છે કે મીઠાઈ ખવડાવીને મોઢું કડવું કરશે તો કરીને બતાવશે. પણ ડીસેમ્બરમાં સાચે જ ચાર મહિના બાકી છે. હસતાં અવની બોલી

અને આ જ વાત જ્યારે મેં કરી તો કહેવા લાગી કે આ વર્ષ અગીયાર મહિનાનું જ હશે. આમાં ડીસેમ્બર આવશે જ ક્યાં.

દરવાજો થોડો ખુલ્લો રાખો.. હસવાનો અવાજ નીચે સુધી આવી શકે... સીમા ચા લઈ આવતા બોલી
ચા આપી સીમા નીચે જતી રહી..
બન્ને ફરીથી હસી પડી.
અને હા.. તારો ભાઈ ક્યાં છે.. લફંગો સાલો! ચા નો કપ હાથમાં લેતાં કુંદન બોલી પડી.
હજુ પણ તું એને લફંગો સમજે છે.
હવે શું કર્યું છે એને?
તું તો એમ કહે છે જાણે કે તને કઈ ખબર જ નથી.
તારી કસમ! મને નથી ખબર.. ક્યાંક ઉપર નથી ચાલ્યો ગયો ને! મજાક કરતા કુંદન બોલી.
જોબ પર ગયો છે યાર.
અરે! શું વાત કરે છે.
તારા પાપાની મિલ માં જોબ પર જઈ રહ્યો છે આજથી. ક્યારેક ક્યારેક તો એવો ખ્યાલ આવે કે મૃણાલને કોઈ અમીર ઘરમાં જન્મ્યો હોત તો સારું હતું. એ પણ રોજ નવા નવા કપડાંઓ પહેરત, નવી નવી ગાડીઓમાં ફરતો હોય, મોજ મસ્તી કરતો.. પણ કઈ નહીં ભગવાન નો આભાર કે જોબ પર લાગી ગયો છે અને કોણ જાણે કાલે એ કામયાબ બની જાય.

મારા પાપા પણ એક જમાનામાં સાઇકલ પર જોબ કરવા જતા હતા.. અને એ પણ સાત મીલ દૂર. જોજે એક દિવસ તારો ભાઈ પણ તરક્કી કરશે.. ગાડી, બંગલો જે જોઈએ એ લઈ શકશે પણ તું પ્રેમથી બેસાડીને કહી દેજે એને કેરેક્ટર ઠીક રાખે એનું પછી તરક્કી દૂર નથી. ત્યાં જ ગાડી નું હોર્ન સંભળાવ્યું.. ચાલો મારી ગાડી આવી ગઈ.. કહી કુંદન જતી રહી


*
તો હવે તમે બિલ ભરો... પહેલા દિવસે મિસ મનસ્વી એ મૃણાલ ને બિલ ભરતાં શીખવ્યું. સમજી લો કે સવાણી કોટને 10 લાખનું કાપડ વેચ્યા અને ખરીદવાવાળા એ 10 લાખનો ચેક આપ્યો. તો તમે ડેબિટ બિલ બનાવો. ઓકે.
મૃણાલ બિલ બનાવી રહ્યો હતો અને મિસ મનસ્વી એને તાકી ને જોઈ રહી હતી.. એને મૃણાલ ગમવા લાગ્યો.

તમારા લગ્ન થઇ ગયા છે? મનસ્વી એ પુછ્યું
એ તો તમે કહ્યું ના હતું...
અરે! નહીં એવું નથી આ તો તમે મેરીડ હોય તો કહી દો.
અરે! નહીં નહીં... હજું નથી થયા.
તો તો હું તમને બહુ બધું શીખવાડી શકું છું.. મનસ્વી મૃણાલ સાથે flirt કરતા બોલી.. ત્યાં મૃણાલ ના ફોનની રીંગ વાગી
કોલ રિસીવ ના કરતા.. મિસ્ટર વ્યાસ ને પસંદ નથી.
મનસ્વીના કહેવા છતાંય કોલ રિસીવ કર્યો.
હા.. વિજય
આજે સાંજે સાત વાગ્યે..
સાત વાગે શું છે?
આજે બીજી મેચ છે.
હું નહીં આવું.
કેમ? શું વાત કરે છે?
50 નું બોલી ને બેઠો છું અને જીતી ગયો તો 10 તને આપીશ.
ના હવે હું સટ્ટો નહીં રમવા આવું જોબ કરું છું હવે.
તારે વધારે જોઈએ છે ને! ચાલ 15 આપીશ ઠીક છે.
ના કહ્યું ને મેં.. ચાલ રાખી દે કોલ.. કોલ રાખતા જોયું તો મિસ્ટર વ્યાસ એની ડેસ્ક પર આવી ઉભા હતા.

એ તો ફ્રેન્ડનો કોલ હતો, એક નંબરનો જુગારી માનસ છે એ.. કોલની સફાઈ આપતા કહ્યું

પણ યાદ રાખ કે આ તારો છેલ્લો કોલ હતો.. મિસ્ટર વ્યાસ ગુસ્સામાં બોલ્યા

અરે! નહીં sir આ તો હજુ પહેલો કોલ હતો.

મિસ મનસ્વી.. આને ઓફિસમાં રહેવાના નિયમો બતાવો. ગુસ્સામાં ત્યાંથી જતા કહેતા ગયા.

મે ના પાડી હતી ને! મનસ્વી બોલી
તમે જોયું નહીં કેવા ગુસ્સો કરીને ગયા... મજા આવી ને. હા હા હા
અને બન્ને હસી પડ્યા.

વધુ આવતા અંકે..