પ્યારે પંડિત - 3 Krishna Timbadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

  • ડેટા સેન્ટર

    ડેટા સેન્ટર : ડિજિટલ યુગના પાવરહાઉસ એઆઇના વધતા ઉપયોગ વચ્ચે ભ...

  • સંઘર્ષ - પ્રકરણ 12

    સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દ...

  • એટૉમિક હૅબિટ્સ

    પુસ્તક: એટૉમિક હૅબિટ્સ, લેખક: જેમ્સ ક્લિયરપરિચય: રાકેશ ઠક્કર...

શ્રેણી
શેયર કરો

પ્યારે પંડિત - 3

પ્યારે પંડિત

પ્રકરણ-3

દરરોજ રાતે મ્રૃણાલ એના આવારા દોસ્તો સાથે એના ફ્લેટ પર રહેતો. જ્યાં સૂઘી ઊંઘ ના આવે ત્યાં સુઘી. અને એનો ફ્રેન્ડ નિહાર અને મિત પોતાની બઘી વાતો એકબીજાને શેર કરતા. નિહાર ની માશુકાએ બીજા સાથે મેરેજ કરી લીઘા હતા. અને નિહાર દરરોજ એની યાદમાં બેવફાની શાયરીઓ સંભળાવતો. દરરોજ રાતે મહેફીલ જમાવીને બેસતા.. બઘા એક પછી એક પોતાના દિલના હાલ વ્યક્ત કરતા.

મારા વિતેલા સમયને અંઘારામાં જ રહેવા દો...

એ સમય અપમાન સીવાય બીજુ કશું નથી. વાહ...વાહ...

મારી ઊમ્મીદની દિશા અને મારી રુકાવટનું કારણ..

એક નિર્દયતા સિવાય બીજુ કઈ નથી...

મને હવે મારો પ્રેમ યાદ ન અપાવો...

મને કહેવા દો...મે એને પ્રેમ કર્યો છે.અરે..વાહ...વાહ...

અને એ હસીન બાહે જે મને ભુલી ગઈ.. મેં એ હસીન બાહુઓની પ્રશંસા કરી છે.

એ જ નજર..એ જ ચહેરો...એ જ બદન.... હુ ઘારુ તો મને કોઈપણ મળી શકતી હતી.. અરે..વાહ...વાહ...

એ કમળ જો ક્યારેક એમના માટે ખિલ્યા હતા... એ એની નજરોથી દૂર પણ ખીલી શકે છે.....અરે..વાહ...વાહ...વાહ...વાહ...

મિત તો ઊભો થઈને નિહારની બાજુમાં બેસી ગયો અને હસતાં બોલ્યો. શુ વાત છે. આજે લાગ્યુ કે તું મર્દ કા બચ્ચા હૈ. ભુલી જા હવે એને અથવા તો એનાથી પણ સારી છોકરી સાથે મેરેજ કર. અને એના ઘરની સામે ભાડાનું મકાન લે. અરે મર્દ બનીને દેખાડ એને. પછી જો કેવી બે જ મહીનામાં ડાઈવોર્સ લઈ લે છે એ.

એવુ લાગે છે કે ફરીથી કોલ કરેલો તે એને. ફરી થી એણે નિંદા કરી કે શું? મ્રૃણાલે પુછ્યું.

અરે નહીં યાર, પહેલા કોલ કર્યો તો કાપી નાખ્યો. બીજી વખત કર્યો તો બોલી, કોણ? મેં કહ્યું,કે હુ નિહાર. તો બોલી કોણ નિહાર?

મિત હસીને બોલ્યો, એનો મતલબ સમજે છે. મતલબ છુટ્ટી કર બેટા. જાન છોડી દે મારી. એમ કહે છે.

કોઈ દિવસ શાપ આપી દઈશ. મોં માંથી નિકળી જશે કે જા તને પણ પ્રેમ થઈ જાય. પછી ખબર પડશે તને. નિહાર બોલ્યો

હા હા હા.... નિહારની આ વાતથી મ્રૃણાલને હસવું આવ્યું.

તું હસતો હોય છે ને તો મને ડર લાગે છે. નિહાર બોલ્યો.

કેમ? અચરજ પામતા મ્રૃણાલ બોલ્યો.

એમ જ યાર! તારી માશુકા વિકમાં બે-બે વખત પત્ર લખે છે ને. એક વિક ના લખ્યો તો? નિહારે કહ્યું

હર એક શનિવાર અને બુધવારે મ્રૃણાલ પોતાની માશુકાના લવ લેટર આવતા.. અને મ્રૃણાલ એ લેટર આ બંન્ને ને સંભળાવતો.

અબે જા! તારી ચંદા જેવી નથી એ. મરી જશે મારા વગર. ખબર છે આ વખતે એણે શું લખ્યું છે પત્ર માં. મ્રૃણાલ બોલ્યો.

આવી ગયો પત્ર? અરે હા! યાર આજે તો શનિવાર છે ને... વાંચ... વાંચ શું લખ્યું છે પત્રમાં. નિહારે લગભગ ઉભા થતાં બોલ્યો. અને આમ પણ એનો લેટર સાંભળીને તો એવું લાગે કે જાણે એક ચંદાએ પ્રેમને મારી નાખ્યો તો બીજી ચંદાએ પ્રેમને જીવંત કરી દિઘો.

અબે ચંદા નથી એનું નામ.. મ્રૃણાલે કહ્યું.

તો આજે એનું નામ પણ કહી દે યાર. મારા દિલમાં માન છે એના માટે. નિહારે કહ્યું

બતાવીશ યાર કોઈક દિવસ. પહેલા લેટર તો સાંભળો. આટલું બોલી મ્રૃણાલ લેટર વાંચવા લાગ્યો.

પ્યારે મ્રૃણાલ ...

હંમેશા પ્યારે મ્રૃણાલ જ લખે છે. વચ્ચે નિહાર બોલી પડ્યો.

અરે યાર ચુપ રહીશ... મિત નિહારને ટોકતા બોલ્યો.. મ્રૃણાલ તું આગળ રીડ કર.

પ્યારે મ્રૃણાલ ...

કેમ છે તું આમ તો સારો જ હોઈશ(મિતના મોં પર સ્માઈલ આવી ગઈ). મને તો જ્યારે પણ મળે છે ત્યારે સારો જ લાગે છે. એકદમ ફ્રેશ.(ક્યાં મળે છે..મિતથી ના રહેવાયું એટલે પુછી લીઘું. એ નહીં બતાવુ. હસતાં મ્રૃણાલે કહ્યું. તુ રીડ કરને યાર એના સવાલના જવાબ ના આપ..નિહાર બોલી પડ્યો.) બસ, દો-ચાર મિનીટ માટે મળવા આવે છે એમાં પણ તારે જવાની જલ્દી હોય છે. ક્યારે એવું થશે કે રાતભર મારી સામે બેઠો રહીશ અને હું કોઈ પુજારણની જેમ મારા દેવતાને જોતી રહું. ક્યારે થશે મ્રૃણાલ અને કેવી રીતે થશે. તને જોઉ છું તો જીવવા લાગુ છું. અને જો તું નજરથી દૂર હોઈ તો લાગે મોત સર પર ઉભી છે. સાચે જ મરી જઈશ તારા વગર.

આટલું બોલી મ્રૃણાલે લેટર પોકેટમાં મુકી દીઘો.

બસ.. મિત રીતસરનો બોલી પડ્યો.

બસ..મ્રૃણાલે કહ્યું.

તું એક વાર નામ બતાવ તો અહીં ઉભેઉભો મરી જાઉ..મિત બોલ્યો.

ના... નામ નહીં બતાવું.. હસતાં હસતાં મ્રૃણાલે કહ્યું.

મિતે રીતસરની ગાળ આપી.... મ્રૃણાલ અને મિત હસવા લાગ્યાં.

********************************************

9 વાગતા જ ક્યારા રુમમાંથી ટેરેસ પર જવા નિકળી..ટેરેસ પણ ગાર્ડન જેવું હતું. નતનવા ફુલો, હીંચકો બે-ત્રણ ખુરશીઓ બેસી શકાય એવી સારી જગ્યા હતી. હીંચકો ક્યારાનો ફેવરીટ હતો. એ હંમેશા હીંચકે જ બેસતી.

અમીત... અમીત....

જી. પાછળ ફરીને જોયું તો અમીત ઉભો હતો. અમીત ફોર્મલ કપડામાં હેન્ડસમ લાગી રહ્યો હતો. એને જોઈને થોડી સ્માઈલ કરી.. અમીત એની સામે આવી ઉભો રહ્યો. એ પણ થોડુ હસ્યો. અહીં ક્યાંક બેસી જઈએ.. આજુબાજૂ નજર કરતાં ક્યારા બોલી. એ હીંચકા પર જઈને બેઠી.. અમીત હીંચકા પાસે જઈ થોડી મુંજવણથી ઉભો રહ્યો.. વિચારતો હતો ક્યાં બેસે એ. થોડી હિંમત કરીને પુછ્યુ કે હું ક્યાં બેસું. અરે અહીંયા જ બેસી જાઓને મારી પાસે..થોડૂ શરમાતા ક્યારા બોલી. અમીત પણ બેેસી ગયો. એકપળની ખામોશી પછી ક્યારા શરમાતા બોલી.

તમારે કંઈ પુછવું હોય કે કંઈ કહેવું તો કહો ને પ્લિઝ.

મારે તો બસ એટલું કહેવું છે કે તમે ખુબ જ સુંદર છો.. ક્યારા સામે જોતાં અમીત બોલ્યો.

અઅઅ... બસ. ક્યારા અમીત તરફ જોતાં બોલી.

નહીં એ તમે ઘીમેથી અમીત કહ્યું તો મારી તો જાન જ નિકળી ગઈ. જાનલેવા અવાજ છે તમારી. ક્યારા મોં બનાવતા બોલી.

જાનલેવા....

અઅઅ મારો મતલબ મિઠી છે બવ જ.. દિલને છુ લે એવી. અમીત બોલ્યો.

મુંબઈમાં ક્યાં રહો છો તમે.

બોમ્બે ઈસ્ટ સાઈડ.

વાવ.. બહુ જ મોટુ ઘર હશેને તમારું

મુડી હકારમાં હલાવતા જ કુંદનની વાત યાદ આવી ગઈ. અમીતે હા કહેતા તરત જ ના પાડી દીધી. ના નાનુ છે બવ જ.

હમમમ... અને ગાડીઓ કેટલી છે તમારી આગળ.

બસ, એક જ છે જે નીચે ઉભી છે..

તમારી ફીનાનસીયલ કંડીશન ઠીક નથી એમ જ ને...

ના, એએવી કંઈ વાત નથી, કંડીશન તો બહુ જ સારી છે.

હા, તો બતાવતા કેમ નથી પાંચ ગાડીઓ છે તમારે અને ચાર ઘર પણ છે, બે રાજકોટમાં અને બે સુરતમાં.

અરે વાત એમ છેને કુંદને ના પાડી હતી કે તમારી સાથે ઘર અને ગાડીઓની વાત ના કરું. તમે ગુસ્સે થશો એટલે મે વાત ના કરી.

અમીતના ભોળા સ્વભાવ પર ક્યારા ખડખડાટ હસી પડી.

બીજી તરફ મમ્મી, આન્ટી અને કુંદન વાતો કરી રહ્યા હતા. ત્યાં જ ગાડીનો અવાજ આવ્યો.. લાગે છે સવાણી સાહેબ આવી ગયા. મમ્મી હું જઈને જોઉ છું કહીને કુંદન દરવાજા તરફ ગઈ.

જયશ્રીક્રષ્ણ પપ્પા.

જયશ્રીક્રષ્ણ બેટા.

પપ્પા રંજન આન્ટી અને અમીતભાઈ આવ્યા છે. કહેતા હતા કે તારીખ નક્કિ કરીને જ જશે.

હા, તારીખ તો આપી દઈશ. પણ ક્યારા ખુશ તો છે ને.

આઈ થિન્ક સો. કુંદન પપ્પા સાથે અંદર જતી રહી.

પપ્પાના આવતા સાથે કુંદન ટેરેશ ગઈ. જઈને જોયુ તો હજુ બંન્ને વાત કરતા હતા. એટલે દાદર પર ઉભી રહીને ક્યારાની રાહ જોવા લાગી.

હું હજુ સ્ટડી કરવા માંગુ છું. ક્યારા બોલી

હા સ્ટડી કરી લો મને કંઈ પ્રોબલેમ નથી. હીંચકા માંથી ઉભો થઈ અમીત ક્યારાની સામે આવી ઉભો રહ્યો.

અને મેરેજ પછી પણ સ્ટડી કરીશ. ઈકોનોમિક્સમા માસ્ટર કરીશ અને પછી લંડન જઈને એમફીલ કરીશ.

કેમ

કેમ ભણવામાં કંઈ પ્રોબલેમ છે. અને બીજી ઈમ્પોટન્ટ વાત હુ કે જોબ કરવા માંગું છું.

મારી પત્નિ થઈને તમે નોકરી કરશો. નહીં નહીં. મારા બઘા લોકો મારી ઈન્સલ્ટ કરશે.

તમારા કોણ લોકો

ફ્ર્ન્ડસ, રીલેટીવ.. ઓલ ઓફ ધેમ. અને સાચુ કહુ તો ટાઈમ જ નહીં હોય તારી આગળ. ટાઈમ ટુ ટાઈમ સંભાળવો પડશે મને. હુ તો નાના છોકરા જેવો છું. આઈ નિડ યુ ઓલ ઘ ટાઈમ.

તો કામ-ઘંઘો કંઈ નહી કરો તમે.... આશ્ચર્યથી ક્યારાએ પુછયું

કામ કરવાની તો જરુર જ નથી. બીસ-બાઈસ કરોડ તો મારા અકાઉન્ટમાં પડ્યા છે. અને ખબર નહીં વર્ષના કેટલા ખર્ચ કરી નાખું છુ. તો પણ ઓછા નહીં થતા. ખબર છે કેમ..

કેમ

વર્ષના બે કરોડ તો જમીન માથી મળી જાય છે.

તો પછી મેરેજ પછી શુ કરીશુ.

મોજ કરીશુ બીજુ શુ. હસતાં અમીતે કહ્યું.

જટકો લાગ્યો હોય એવા હાવભાવ હતાં ક્યારાના....

આવા હાવભાવ જોઈને અમીત બોલ્યો.. શુ કંઈ ખરાબ લાગ્યું.. ક્યારા કઈ જવાબ ના આપ્યો એટલે અમીતે એનો હાથ પક્ડયો અને બોલવા જતો હતો ત્યાં ક્યારાએ હાથ છોડાવી ગુસ્સે થઈ બોલી.

નફરત છે એવા લોકોથી જે ખાલી મોજ કરવા જ દૂનિયામાં આવ્યા છે.એમ કહીં ગુસ્સ્માં નીચે જતી રહી.

થોડો મોટે અવાજ થતા જ કુંદન ઉપર આવી ગઈ હતી. અને બંન્નેની વાતચીત સાંભળી હતી.

કુંદનને જોઈ અમીત બોલ્યો. થોડીવાર પહેલા બઘું ઠીક ચાલી રહ્યું હતું. પછી સ્ટડીની વાત આવી ગઈ. કહેવા લાગી એમફીલ કરવા લંડન જશે મેરેજ પછી. છે ને સ્ટુપિડ. લંડન તો હનિમુન માટે જવુ જોઈએ ને

કુંદન એ વાત સાંભળી નીચે જવા લાગી.. મનમાં વિચારવા લાગી.. આને તો છોકરીઓને ઈમ્પરેસ કરતા પણ નથી આવડતુ.