પ્યારે પંડિત - 15 Krishna Timbadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યારે પંડિત - 15

કુંદન ગાડીમાંથી ઉતરીને એના તરફ આવી રહી હતી અને ક્યારા ગાડીમાંથી એને જોઈ રહી હતી. એ ક્યારાને જોઈ રહ્યો. થોડીવાર પછી ક્યારા, કુંદન અને મૃણાલ એક રેસ્ટોરાંમાં બેઠા હતા. મૃણાલ ક્યારા અને કુંદન સામે જોઈ રહ્યો.
અને પછી બોલ્યો
નહીં હું તમારા નોકરીને ત્યાં પપ્પા નહીં કરું? મૃણાલથી ઊલટું બોલાઈ ગયું.
કુંદનને હસવું આવી ગયું.
મતલબ કે, તમારા પપ્પાને ત્યાં હું નોકરી નહીં કરું. વાક્ય સુધાર્યા પછી બોલ્યો.
તો કોણ કહે છે કે તું ત્યાં જોબ કરે? ડીસેમ્બર સુધી તું અમારી પાસે નોકરી કરી લે. કુંદન બોલી
તમારી પાસે? મૃણાલને આશ્ચર્ય થયું
સેલરી પણ એટલી આપીશ કે ગણતો રહી જઈશ અને designations પણ એવું કે જોતો રહી જઈશ. કુંદન આંખ નાચવતા બોલી.
કેટલી સેલેરી? મૃણાલ બોલ્યો
જેટલી તું કહે? મતલબ કે જેટલી તું વિચારી લે એટલી. બધા જવાબ કુંદન આપતી હતી.
અને designation?
Designation પણ વિચારી લઈશું પેલા તું હા તો કહે.
ઓફિસ ક્યાં છે તમારી? મૃણાલને થયું નક્કી મજાક કરી રહી છે.
ક્યારા કંટાળી રહી હતી.
અમારી કોઈ ઓફિસ નથી. કુંદને કહ્યું
હે!
કુંદન આ કામ માટે કોઈ ડરપોક આદમી નથી જોઈતો. પહેલીવાર ક્યારા બોલી.
આ સાંભળી મૃણાલ બોલ્યો, નહીં નહીં! ડરપોક તો નથી હું.
તો પછી હા બોલ, ઓફિસ વિશે કેમ પૂછે છે? કુંદન બોલી
કામ તો લીગલ છે ને? મૃણાલ હજુ confused હતો. નહીં.. મતલબ કે પપ્પાને promises કર્યું છે કે બે નંબરનું કામ નહીં કરું. Sorry, બે નંબર ભૂલથી નીકળી ગયું.
તો પછી હિંમત કરીને કે, કે તું તૈયાર છે. કુંદન હવે મૂળ વાત પર આવી રહી હતી.
પણ એમાં હિંમતની શું વાત છે? મતલબ..કોઈ એવું કામ છે જેમાં જીવનું જોખમ છે?
હા. જીવનું જોખમ પણ થઈ શકે છે એટલે તું કહી દે કે તારાથી નહીં થાય. ક્યારા બરોબર કંટાળી હતી.
અરે એવું નથી... જીવનું જોખમ હશે તો પણ હું કામ કરીશ. ક્યારા સામે જોઈ મૃણાલ બોલ્યો
Good. That's the spirit. કુંદન હસતાં બોલી
કુંદનને હસતાં જોઈ મૃણાલ બોલ્યો, કામ શું કરવાનું છે મારે?
કહું છું. પહેલા થોડું ખાઈ લે. કુંદન બોલી
કઈ રીતે ખાઉં? ભૂખ જ નથી.
જૂઠું બોલે છે મારી સામે તો ત્યાં ટીફીન ખોલી રહ્યો હતો. કુંદન બોલી
અરે એ તો અવની માંની જેમ હુકમ કરે છે એટલે જમી લઉં છું બાકી ભૂખ નથી લાગી મને.
ક્યારા કંટાળી ગઈ હતી. કુંદન કામની વાત કર.
વાત શરૂ કરતાં કુંદન બોલી, જો અમે તને મહિનાના બે લાખ રૃપિયા આપીશું.
બે લાખ? મૃણાલ ચોંકી ગયો
હા, ક્યારા એના પર્સનલ account માંથી આપશે એટલે બે લાખથી વધારે નહીં મળે. અને હા, એ તારા કપડાં અને સેલ ફોનનો ખરચો અલગથી આપશે.
તમે... તમે મજાક કરો છો ને? મૃણાલ પૂછી જ લીધું.
મજાક તો તું કરે છે. એવી રીતે બોલી રહ્યો છે કે જાણે બે લાખ ક્યારે જોયા પણ ના હોય.
કુંદન બોલી
નથી જોયા. બસ અઠાણુ હજાર જોયા છે અને એ પણ મેચ જીતીને.
મેચ રમીને કે સટ્ટો રમીને! કુંદન પણ પૂછી જ લીધું
કુંદનની વાત સાંભળી મૃણાલ શરમથી નીચે જોઈ ગયો.
મારા પપ્પા સામે હિંમતથી વાત કરી શકે છે? કુંદને પૂછયું
હા! વાત તો કરી શકું છું, પણ એમની બહુ ઈજ્જત કરું છું. આજે પણ કોલ આવ્યો હતો કહેતા હતા કે જોબ પર પાછો આવી જા એમ.
પાગલ થઈ ગયો છે કે શું? બે લાખની જોબ છોડીને તું દસ હજારની જોબ કરીશ.
એ તો નહીં કરું, પણ એમની સામે હિંમત કરીને શું વાત કરવાની છે. એ પણ આ કારોબારમાં સામેલ છે કે શું?
બધો કારોબાર જ એના હાથમાં છે બસ, થોડા મહિના માટે એના હાથમાંથી છીનવી લેવાનો છે. કુંદન બિન્દાસ બોલી
મૃણાલને પરસેવો વળી ગયો હતો. એ એને રૂમાલ શોધી રહ્યો હતો. કુંદને પુછ્યું શું શોધી રહ્યો છે?
રૂમાલ.
કુંદને એના પર્સમાંથી રૂમાલ કાઢી આપ્યો.
Thank you. રૂમાલ લઈને પરસેવો લુંછી કહ્યું કે પપ્પા પાસેથી કારોબાર છીનવવો એ તો ગેરકાયદેસર છે.
અરે! પહેલાં સાંભળી તો લે!
હા, બોલો હું સાંભળું છું.
એમાં એવું છે કે પંદર ડીસેમ્બરે ક્યારાના અમિત સાથે લગ્ન નક્કી થયા છે.
મૃણાલે ક્યારા સામે જોયું.
તું મારી સામે જો ને! કુંદન મૃણાલને કહ્યું
હા, તો હું શું કહી રહી હતી...
એક ગ્લાસ પાણી.... મૃણાલ હજુ આગલ કઈ બોલે એ પહેલાં ક્યારાએ ટેબલ પર પડેલા જગમાથી પાણીનો ગ્લાસ આપ્યો.
એક જ શ્વાસે બધું પાણી પી ગયો.
જે મેં કહ્યું એ તે સાંભળ્યું. કુંદનને પુછ્યું
હા, તો હકીકત એ છે કે ક્યારા એની સાથે લગ્ન કરવા તૈયાર નથી.
ફરીથી મૃણાલ ક્યારા સામે smile આપી જોઈ રહ્યો.
લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે એટલે મામલો થોડો ગંભીર છે પણ ક્યારા એ એનું solution કાઢી લીધું છે. એને પપ્પાની સામે હિંમત કરીને કહી દીધું છે કે તે અમિત સાથે લગ્ન નહીં કરે કારણકે તે એ કોઈ બીજાને પ્રેમ કરે છે.
મૃણાલ ફરીથી નિરાશ થઈ ક્યારા સામે જોઈ લીધું
ખરેખર તો આ વાત પણ સાચી નથી. એ કોઇને પ્રેમ નથી કરતી પણ લગ્નને ટાળવા માંગે છે. બસ, અહીંયા તારી મદદની જરૂર છે અમારે.
મદદ?
મદદ કે નોકરી એક જ વાત છે હવે. કુંદન બોલી.
શું કરવાનું છે મારે? હવે મૃણાલ સીધો સવાલ પૂછી લીધો.
ડીસેમ્બર સુધી ક્યારાને પ્રેમ કરવો પડશે. કુંદન બોલી
આ શું બકાવાસ કરે છે. ક્યારા ચિડાઈને બોલી મારો મતલબ છે પ્રેમની એક્ટિંગ કરવી પડશે. કુંદન વાકય સુધરીને બોલી
જરૃરત પડે તો પપ્પાની સામે હિંમતથી એ પણ કહેવું પડશે કે હું ક્યારાને એટલો પ્રેમ કરું છું કે મરી જઈશ એના વગર. અને આ વાત પર એ તને થપ્પડ પણ મારે તો તું ખાઈ લઈશ. અને બંધૂક કાઢે તો તું હિંમત રાખીને કહેજે કે મારો ગોળી પણ એ વાતની હું ખાતરી આપું છું કે.. આવી નોબત જ નહીં આવે. કુંદન એકધારું બોલ્યે જતી હતી. અને જો નોબત આવી પણ ગઈ તો પપ્પાનું નિશાન સાવ કાચું છે. મારી ફઈ પણ બચી ગઈ હતી કુંદન હસીને બધું બોલી ગઈ.
મૃણાલની હાલત રેસમાં દોડેલા ઘોડા જેવી થઈ ગઈ થોડીવાર તો કઈ બોલ્યો નહીં એને ફરીથી પાણીનો ગ્લાસ પી ગયો. Excuse me.
ઊભો થવા ગયો ત્યાં જ ચક્કર ખાઈને પડી ગયો.
એને માંડ માંડ હોશમાં લાવી ઘરે છોડી લીધો.
કુંદન અને ક્યારા ઘરે આવી અને રૂમમાં જઈ બોલી એ બેહોશ કેમ થઈ ગયો હતો.
અરે કહ્યું તો ખરા આંચકો લાગ્યો હતો એને. કુંદન બોલી
કઈ વાતનો આંચકો? બે લાખ રૂપિયા સેલરી સાથે ડીસેમ્બર સુધી પ્રેમ કરવાની પરવાનગી પણ આપી છે. એ સાંભળીને એક દસ હજારમાં નોકરી કરતા clerk ને આંચકો શેનો લાગે?
અરે વાત સમજવાની કોશિશ કર ક્યારા... યાદ કર કોનો છોકરો છે? કુંદન એને સમજાવતા બોલી
એમાં યાદ કરવાની શી જરૂર છે.
યાદ છે તો પછી સમજી લે. પંડિતજીની જેમ વિચારે છે તે.
મતલબ કે શું વિચારે છે?
એ જ કે એક ખાનદાની ઘરની છોકરી એના બાપને નીચે ઉતારી પાડવા કેવા કેવા નાટકો કરી રહી છે.
હવે રહેવા પણ દે યાર... હજુ ચાર દિવસ થયા છે એને પંડિત થયાને. ક્યારા બોલી
જ્યારે કોઈ નવો નવો પંડિત બનેને ત્યારે થોડા વધુ પડતો પંડિત હોય છે. જવા દે પરેશાન થવાની કઈ જરૂર નથી. કોઈ બીજો મળી જશે. કુંદન સોફા પર બેસીને બોલી.
શું? તું શેરીએ શેરીએ બદનામ કરીશ મને? ક્યારા ચિલાઈ પડી. એ જઈને એની બહેનને કહેશે. અવની શું વિચારશે મારા વિશે?
કઈ નહીં વિચારે. મને કોલ કરશે અને પૂછશે કે આ મૃણાલ શું કહી રહ્યો છે? હું તો સાફ સાફ કહીશ, ખોટું બોલે છે તારો ભાઈ.
એ તો તારે કહેવું પડશે. અને એ રીતે કહેજે કે એના પપ્પા સંભાળે તો મો તોડી નાખે એનું! ક્યારા ગુસ્સે થઈ જતાં બોલી.
હવે હું જાવ મારા રૂમમાં? કુંદન ઉભા થતાં બોલી
ક્યાં જવું છે. અહીં જ બેઠી રહે.
હે ભગવાન.
*
આ તરફ મૃણાલ ઘરની અંદર આવી ગયો. અવની એને જોઈને પૂછયું કે તું આટલો જલ્દી આવી ગયો? અને ધ્રૂજી કેમ રહ્યો છે આટલો? એને માથા પર હાથ મૂકીને જોયું તો તાવ આવી ગયો હતો.
અરે એ જ તો સમજ માં નથી આવતું કે આટલી બધી ઠંડી કેમ લાગે છે. અને મમ્મી ક્યાં ગયા?
એ તો બહાર ગઈ છે. તું રૂમમાં જા. તું લઈ જા ને તો સારું રહેશે. અવની એનો હાથ પકડીને એના રૂમમાં જતી રહી. રૂમમાં લઈ બેડ પર બેસાડી બોલી એક કામ કર ડોક્ટર પાસે જઈએ?
પણ જઈને શું કહીશ કે થયું શું છે?
હે ભગવાન. જઈને ચેક કરાવ કે ગરમીમાં આટલી બધી ઠંડી કેમ લાગે છે. મને તો લાગે છે કે મલેરિયા થઈ ગયો હશે.
તું બસ ઠંડુ પાણી એક કપડાંમાં લગાવી મારા માથા ઉપર મૂકી દે પછી જો હમણાં જ પરસેવો વળી જશે.
એ તો ઠીક છે પણ... સારું લઈ આવું છું.
મૃણાલ કેમ બતાવે કે એને મલેરિયા નથી થયો પણ આજે એ છોકરી જોડે મળી ને આવ્યો હતો જેને એ નાનપણથી પસંદ કરતો હતો. એ બેડ પર આડો પડ્યો અને યાદ આવ્યું કે એને જ્યારે પુછ્યું કે શું કરવું પડશે? ત્યારે કુંદને કહ્યું હતું કે ડીસેમ્બર સુધી ક્યારાને પ્રેમ કરવો પડશે. અને પછી જે પણ કહ્યું હતું એ બધું ફ્લેશ બેક થઈ ગયું. એને જે છોકરી એ સપનામાં આવતી હતી તે ક્યારા જ હતી. અને પછી બેડ પરથી ઊભો થયો હતો ત્યાં અવની આવી એનું માથું ચેક કરી જોયું તો તાવ જતો રહ્યો હતો અને મૃણાલ હસતો હતો.
મને તો તું ઠીક લાગે છે. પણ મને લાગે છે કે તને મલેરિયા થયો છે. એમાં એવું થાય કે ક્યારેક શરદી તો ક્યારેક ગરમી.
સાચું કહું, મલેરિયા નથી. કસમથી. અને એ અવની સામે હળવું હસી પડ્યો.

અરે! થયું શું છે? બોલ તો ખરી? કુંદન એની મમ્મીને હાથ પકડીને ક્યારાના રૂમમાં લઈ જઈ રહી હતી. મમ્મી, તમે ધીરે વાત કરો અને પગ પણ ધીમેથી મૂકો જેથી ક્યારાને ખબર ના પડે કે કોઈ આવી રહ્યું છે. ક્યારાના રૂમનો દરવાજો ખોલતા જોયું તો પ્રાર્થના કરી રહી હોય એવી રીતે આંખો બંધ કરીને બે હાથ જોડીને બેસી ગઈ હતી. એની મમ્મી જોઈને બહાર ગઈ.

અરે પપ્પા આવોને! અવનીએ દરવાજો ખોલ્યો. પંડિતજી હાંફળા ફાંફળા આવ્યા હતા. એનો શ્વાસ ફૂલી ગયો હતો. શું થયું?
મલેરિયા.
અવનીના માથા પર હાથ મૂકીને કહ્યું ચેક કરી કહ્યું કે, તું તો બિલકુલ ઠીક છે.
પપ્પા મને નથી થયો. મૃણાલને આવ્યો છે તાવ. એના રૂમમાં સૂતો છે.
સૂતો છે?
હા, ઓફિસ પરથી પણ જલ્દી આવી ગયો હતો. આવ્યો ત્યારે એનું શરીર આખું ધ્રુજતું હતું. અવની અને એના પપ્પા મૃણાલના રૂમમાં ગયા જોયું તો સૂતો હતો. જો તો ખરા કેટલો પરસેવો વળી ગયો છે. ડોક્ટરની પાસે કેમ ના લઈ ગઈ?
મેં તો કહ્યું હતું પણ ના માન્યો.
આમાં ન માનવા વળી શું વાત છે? જગાવી દે આને. મૃણાલના માથા પર હાથ મૂકીને કહ્યું, આ ને તો તાવ જ નથી. મૃણાલ ઉઠી જા.
મૃણાલ ઉઠતાં બેડ પર ઉભો થયો અને પપ્પા ને જોઈને કહ્યું, તમે ક્યારે આવ્યા?
શું થયું?
કઈ નથી થયું પપ્પા.
અવની એ કહ્યું કે તું જોબ પરથી આવ્યો ત્યારે ધ્રૂજી રહ્યો હતો.
એ તો ત્યાંની વાત છે. અત્યારે એકદમ ઠીક છું.
તો ડોક્ટરની આગળ નથી જવું એમ ને?
શું કરીશ ત્યાં જઈને, અત્યારે તો તાવ પણ નથી અને બિલકુલ ઠીક છું.
અવની સૂપ બનાવી આપજે અને જો બીજીવાર એવું લાગે તો ડોક્ટર પાસે લઈ જજે. હા તો હું જાવ છું..
સૂપ બનાવીને આપી જા મને. અને હા, મારા કબાટની ચાવી ક્યાં છે? મને આપી દે મારે કામ છે. અને સવાણી સાહેબની છોકરી તારી ફ્રેન્ડ છે ને? નામ શું છે એનું.
કુંદન. અવની એ કહ્યું. શું વાત છે?
ના, ના હું તો માત્ર એમ જ પુછતો હતો. કોલ તો કરતી હશે ને?
હા, ક્યારેક ક્યારેક કરે છે. તારી વિશે પણ વાત થાય છે અમારે.
જા જા! હવે.
હવે તો એક જગ્યાએ બેસી જા તો મને પણ લાગે કે હું બીમાર વ્યક્તિ માટે સૂપ બનાવું છું.
મૃણાલ બેડ પર બેસી ગયો અને અવની કિચનમાં જતી રહી.

અરે ભાભી એવા એવા ઘરેણાં બનાવ્યા છે કે ક્યારા જોશે તો એની આંખો ચમકી ઉઠશે. અમિતના મમ્મી ક્યારાના મમ્મી જોડે કોલ માં વાત કરી રહ્યા હતા. એક પણ કંગન એવું નથી જેમાં હીરાના લગાવ્યા હોય.
ખરીદી કરી લીધી? મીરા બોલી
હા, ખરીદીને લોકરમાં પણ રાખી દીધા. અને હવે કપડાં અને બાકી બધી વસ્તુઓ ખરીદવાની તૈયારી કરી રહ્યા છીએ. અને અમિત તો કહેતો હતો કે wedding gift માં ક્યારાને ફરારી આપીશ.
ફરારી? ક્યારાની માંડ માંડ બોલી
હા, થોડીક મોંઘી છે પણ આપની ક્યારા સામે તો એ કઈ નથી. તમે કહો.. ત્યાં લગ્નની તૈયારીઓ કેવી ચાલે છે.
અમે તો હજુ નિર્ણય કરીએ છીએ. મીરા ધીરેથી બોલી.
નિર્ણય?
સવાણી સાહેબ રાતે ઘરે આવીને કોલ કરશે તમને.
તમારે ત્યાં આદમી લોકો લગ્નની તૈયારી કરે છે?
હા, ત્રણ ચાર દિવસથી તૈયારી કરી રહ્યા છે આજે તો તમને કહી જ દેશે. મીરા લગ્નની ના પાડવાની વાતને તૈયારી કહેતા હતા.
અને ભાભી તમને એક બીજી વાત કરાવી હતી.. હા કહો ને!
ક્યારાને કહેજો કે ક્યારેક અમિત સાથે વાત કરે. અને એમાં શરમ શાની?
અરે એ વાત પણ રાતે નક્કી થઈ જશે. એ ખુદ જ તમને બધી વાત કરી દેશે.
ઠીક છે તો રાતે વાત કરી લઈશું ભાઈ સાહેબ સાથે.
જય શ્રી કૃષ્ણ.
મીરાને હાશ થઈ અને માથા ઉપર હાથ રાખીને બેસી ગઈ.
*
અરે તું અહીં આરામથી સ્ટડી કરે છે અને ત્યાં તારા ભવિષ્યનો નિર્ણય લેવાઈ રહ્યો છે. કુંદન જલ્દીથી ક્યારાના રૂમમાં આવતા બોલી. આજે રાતે તારે ફાઇનલ બતાવવું જ પડશે કે તે છોકરો કોણ છે.
તો શું કરું?
અરે કૈંક વિચાર કર. કમસેકમ નામ તો વિચારી રાખ.
કોનું નામ લઉં?
તે તો મૃણાલનું કહ્યું હતું, પણ એ તો સાંભળીને જ બેહોશ થઈ ગયો.
ભગવાન સામે ઘૂંટણ ટેકવીને બેસી જા. કુંદન બોલી
પણ હજુ આરતીનો ટાઇમ નથી થયો.
તો શું થયું? હું જેમ કહું છું એમ કર. જલ્દીથી સો જાપ માળાની માનતા કર અને બેસી જા ભગવાન સામે.
તું કહેવા શું માંગે છે?
હે ભગવાન! જ્યારે આપણાંથી કોઈ સમસ્યાનો હલ ના નીકળે ત્યારે ભગવાન પાસે મદદ માંગવી જોઈએ. જલ્દી કર, મમ્મી હમણાં જ આવશે. અને કલાકમાં પપ્પા પણ આવી જશે. કુંદન વોર્નિંગ આપી જતી રહી. ક્યારા તરત જ આસન લઈને બેસી ગઈ. એના મમ્મી એને બોલવા આવ્યા ત્યારે ક્યારા પ્રાર્થના કરી રહી હતી. અને વિચારી રહ્યા હતા કે આ કઈ પ્રાર્થના કરી રહી છે. ના તો સવાર છે ના તો સાંજ. અને મીરા કુંદનના રૂમમાં ગઈ અને કુંદનને પુછ્યું આ ક્યારા કયા ટાઇમની આરતી કરી રહી છે. અરે આરતી નહીં મમ્મી એ તો ખાલી પ્રાર્થનામાં બેઠી છે. માનતા કરી હતી કે એનું ખાસ કામ થઈ જશે તો સો જાપ કરશે.
સો જાપ? અને શું માનતા માની છે?
અરે એ જ મમ્મી અમિતવાળી. પ્રાર્થનામાં પણ એટલે બેઠી છે કે એની સાથે લગ્ન ના થાય.
આ તરફ લગ્ન ના થાય એની પ્રાર્થના થઈ રહી છે અને ત્યાં અમિતના મમ્મી એ લાખોના દાગીના બનાવાયા છે. મીરા કુંદન આગળ બેસતા બોલી.
તો આમાં પરેશાન થવાની શું વાત છે? કોઈ બીજી છોકરીને કામ આવી જશે.
કામ તો ત્યારે આવશે ને જ્યારે તારા પપ્પા એ લોકોને ના પાડશે.
તો તમે કહી દો ને કે ના પાડી દે.
પેલા એ છોકરાને બોલાવીને તો બોલવું. ક્યારા તો એનું નામ પણ નથી બતાવ્યુ હજુ.
જાપ પૂરા થતાં જ બતાવી દેશે નામ.
અધૂરી પ્રાર્થના પર રોકી દે એને.. અને એને જઈને કે હજુ માનતા પૂરી નથી થઈ. પછી પાછળથી ભગવાનની માફી માંગશે. અને ખુદ જઈને કે કે તારા પપ્પાના આવ્યા પહેલા એ છોકરાનો બાયોડેટા લઈને નીચે આવી જાય. નહીં તો હું એક પણ પ્રકારની જિમ્મેદારી નહીં લઉં.
ભગવાનથી તો ડરે ક્યારા.. એને પ્રેમ કરતાં શરમ ના આવી અને હવે નામ બતાવામાં શરમાઈ રહી છે. મીરા કુંદનને કહી નીકળી ગઈ ત્યાંથી.
આ તરફ ક્યારા હજુ એ જ સ્થિતિમાં હતી. કુંદન જલ્દીથી એના રૂમમાં આવી. કેટલી થઈ?
હજી તો બસ પંદર થઈ છે.
બસ તો હવે wish માંગી લે અને બાકીની 85 પછી રાતે કરજે.
કેમ પણ?


વધુ આવતા અંકે