પ્યારે પંડિત - 10 Krishna Timbadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યારે પંડિત - 10

પપ્પાનો ગુસ્સો, અને મમ્મી જે તોફાન મચાવશે એ તો તારાથી જોવાશે પણ નહીં.
મમ્મીનો વધારે ડર નથી મને તો પપ્પા...
પપ્પા તો થપ્પડ પણ મારી દેશે.. અધૂરું વાક્ય કુંદને પૂરું કરી દીધું.
હે ભગવાન! આ મેં શું કર્યું. પોતાની ભૂલ સમજાતા તે બેડ પર બેસી ગઈ.
અને હવે બંધૂક પણ નીકળી શકે છે? કુંદન એની રીતે ક્યારા ને સતર્ક કરી રહી હતી કે આવી situation મા શું શું થઈ શકે છે.
બંધૂક!
ખબર તો છે તને.. ફઈના વખતે પણ પપ્પાએ બંધૂક ચાલવી દીધી હતી. એ બીજી વાત છે કે ગોળી કોઈને વાગી ના હતી. પણ બધી વખતે એવું થોડી થાય કે બંધૂક ચાલે અને ગોળી કોઈને વાગે નહીં.
ક્યારાના ચહેરા પર ડર સાફ દેખાઈ રહ્યો હતો એ ઉભી થઈ ને જવા લાગી.
ક્યાં જાય છે?
મારા રૂમમાં.
હાથ પકડીને પોતાના બેડ પર બેસાડીને કહ્યું કે.. છુપાઈને બેસી રહે મારા રૂમમાં.
છુપાવાથી શું ફરક પડશે?
અરે પાગલ છોકરી! સામે આવામાં વધારે રિસ્ક છે, ગોળી ત્યાં વાગશે જ્યાં બીજી ગોળી વાગવાની જરૂર નહીં પડે. કુંદન એને વધારે સતર્ક રહી હતી.
ક્યારાના તો હોશકોશ ઉડી ગયા હતા એ કઈ વિચારવાના હાલમાં ના હતી. એ ત્યાં જ બેસી રહી.

*
આજે પૂરો દિવસ મૃણાલે કોઈ સાથે વાત ના કરી બસ પોતાનું કામ કરતો રહ્યો..
ઓફિસથી ફ્રી થઈ ને એ ચાલી ને ઘરે જવા નિકળ્યો ત્યાં રસ્તામાં મનસ્વી ગાડી ઉભી રાખી એને બેસવા કહ્યું પણ મૃણાલે ના પાડી અને થેન્ક You કહી ચાલવા લાગ્યો.
ગાડીમાં બેસી જા. મનસ્વી એ બીજી વાત કહ્યુ.
મેં નિર્ણય કર્યો છે કે જ્યારે મારી પોતાની ગાડી લઈશ ત્યારે તેમાં બેસીસ. મૃણાલે સીધો જવાબ આપ્યો
કઈ રીતે ખરીદશે? Clerk ના નસીબમાં ગાડીઓ ના હોય. મનસ્વીએ વ્યંગ કરતાં કહ્યું
મૃણાલ કંઈ પણ કહ્યા વગર ચાલવા લાગ્યો અને મનસ્વી ગુસ્સામાં ત્યાંથી નીકળી ગઈ.
મૃણાલ ઘરે આવી પોતાના રૂમમાં જતો રહ્યો
*

ક્યારા અને કુંદન હંમેશની જેમ ટેરેસ પર જઇને વિચારી રહી હતી કે હવે શું કરવું જોઈએ..
ક્યારા... Don't You think you are taking for a granted? જેમ કે લગ્નની વાત જ લઈ લે.
જેમ કે લગ્નમાં જવાનું નિમંત્રણ મળ્યું હોય.. નિમંત્રણ મળ્યું તો પ્રેમથી સ્વીકારી લીધું અને પછી વિચાર્યું કે ચલો ટાઇમ હશે તો જઈ આવીશ નહીં તો કહી દઈશ કે કામમાં ફસાઇ ગઈ હતી. અને છેલ્લે એ થયું કે તું ખુદ ફસાઈ ગઈ.
મારી ભૂલ ના યાદ કરાવ મને ગુસ્સે થઈ જતાં ક્યારા બોલી.
હું કઈ અમિત પટેલ નથી કે જેને તું ખિજાઈશ તો તે સમજશે કે આપણાં વચ્ચે understanding થઈ રહી છે.
પ્લીઝ કુંદન મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. પેલા તો મારે એના જતા પહેલા જ ના પાડી દેવાની જરૂર હતી અને જો હું એ ના કરી શકી તો મારે કોલ કરીને અમિત ને હું એ ના કહેતી કે આ લગ્ન નહીં થઈ શકે.
તો તું તારા કર્યા પર પછતાઈ રહી છે?
હાસ્તો! ક્યારા બોલી ગઈ. મારે અમિતના બદલે મમ્મી સાથે વાત કરવાની જરૂર હતી.
જી નહીં! તારે પપ્પા સાથે વાત કરવાની જરૂર હતી. કુંદન હમેશાં આગળનું વિચારીને રસ્તો બતાવતી હતી.
શું? ક્યારા ચોંકી ગઈ
મમ્મી સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી એ તો સાંભળી ને એ જ કેત, જરા સાંભળો છો સવાણી સાહેબ આ છોકરી તમારું નાક કપાવશે.
અને પપ્પા સાથે વાત કરીશ તો સીધે સીધુ મારું નાક કાપી નાખશે. ક્યારા જોરથી બોલી
અરે! નહીં નહીં. એવા નથી આપણાં પપ્પા. સાંભળીને થોડો ગુસ્સો જરૂર કરશે પણ પછી કહેશે કે આ તારો છેલ્લો નિર્ણય છે?
Sure! ક્યારાને તો હજુ વિશ્ર્વાસ ના હતો કે આવું પણ કઈ થઈ શકે છે.
Be positive. સમજી લે કે આવું જ થશે. કુંદન હિંમત આપતા કહ્યું અને હા જ્યારે પૂછે કે આ તારો છેલ્લો નિર્ણય છે? તો પૂરા confidence સાથે કહી દેજે કે હા પપ્પા, આ જ મારો નિર્ણય છે.

થપ્પડ નહીં મારે? ક્યારા બધી રીતે વિચારી રહી હતી.
સારા પપ્પા પોતાની જવાન છોકરીઓ પર હાથ ના ઉઠાવે.
પણ કારણ તો પૂછશે ને?
કારણ?
એ તો જરૂર પૂછશે કે અમિતમાં શું ખરાબી છે? અને ખરાબી હતી તો તારીખ નક્કી કરી તે પહેલાં કેમ ના કહ્યું.
અરે હા! એ તો જરૂર પૂછશે. તો શું જવાબ આપીશ કુંદન બોલી
તું બતાવ.
Ohh I'm totally blank મને નહીં ખબર. કુંદનનું તો મગજ ફાટી રહ્યું હતું.
બન્ને થોડીવાર વિચારે ચડી ગયા. પણ અચાનક જ કુંદન બોલી ઊઠી. અરે હા! એ જ કહી દેજે જે અમિતને કહ્યું હતું.
અમિતને શું કહ્યું હતું? ક્યારા યાદ કરતા બોલી.
એ જ કે હું કોઈ બીજા ને પ્રેમ કરું છું. પહેલાં અમે લેટર લખતા હતા અને હવે કલાકો સુધી કોલમાં વાત કરીએ છીએ.
આ હું પપ્પાને કહું?
નહીં નહીં! મમ્મીને કહેજે.
ત્યારે નાકવાળી વાત વચ્ચે નહીં આવે? ક્યારાએ સવાલ કર્યો.
અરે! નહીં.. ત્યાં સુધીમાં તો નાક પણ કપાઈ ચૂક્યું હશે. મારો મતલબ છે કે તે પપ્પાને કહી દીધું કે હું અમિત સાથે લગ્ન નહીં કરું. તો એ પૂછશે કે કેમ? ત્યારે કહેજે કે આ વાત હું માત્ર મમ્મીને જ કહીશ.
Yaaas! that's possible . હવે ક્યારા ને થયું કે આ પ્લાન વર્ક કરશે.
પણ આ વાત ક્યારે કરું?
પપ્પા news જુએ એ પહેલાં. કુંદનને બરાબર ખબર હતી કે કઈ વાત ક્યારે કરવાથી વાત સારી રીતે present થાય.
આમાં પણ કોઈ લોજિક છે?
Of course. એક તો પપ્પા news માં ખરાબ ખરાબ સમાચાર જુએ છે અને ઉપરથી તારી ખબર. એને લાગશે કે તું જાતે જ હુમલો કરી રહી છો. કુંદનને સિમ્પલ solution આપ્યુ.
ક્યારા! દાદર પરથી અવાજ આવ્યો.
જી. જોયું તો નીચેથી એને કોઈ બોલવા આવ્યું હતું. સાહેબ તમને નીચે બોલાવે છે. ક્યારાને કુંદન એકબીજાને સામે જોઈ રહ્યા.

ક્યારા નીચે ડ્રોઇંગ રૂમમાં ગઈ જ્યાં પપ્પા સોફા પર બેઠા હતા અને મમ્મી ઉભી ક્યારાના આવવાની રાહ જોઈ રહી હતી. અને કુંદન દાદર પર બેસી ક્યારા રિટર્ન આવે એની રાહ જોઈ રહી હતી.
હા પપ્પા! તમે મને બોલાવી. ડ્રોઇંગરૂમમાં એન્ટર થતાં ક્યારા બોલી
હા.. અહીં બેસ.. એના પપ્પાની બાજુમાં જઈ બેસી ગઈ.
આજે અમિત સાથે વાત થઈ હતી તારી.
હા! પપ્પા. એનો કોલ આવ્યો હતો.
લગ્નની વાત પર શું કહ્યું હતું તે?
મેં કહ્યું કે આ લગ્ન નહીં થઈ શકે?
કઈ આડીઅવળી વાત કરી હતી એને?
ના! એ તો ખાલી વાત કરવા માંગતા હતા.
લગ્ન પહેલાં એની સાથે વાત કરવી નથી ગમતી તો હું ના પાડી દઈશ અમિત ને!
એ વાત નથી પપ્પા.
તો પછી શું વાત છે? અત્યાર સુધી એ નીચે જોઈ વાત કરી રહ્યા હતા... આ વાત પર એમને ક્યારાની સામે જોયું.
એમાં એવું છે કે ભૂલ મારી હતી.. મારે તમને પહેલા જ જણાવી દેવું જોઈતું હતું.
શું કહેવું હતું તારે?
ક્યારાએ એની મમ્મી સામે જોયું અને ફરી નીચે જોઈ ગઈ એ જ કે હું અમિત સાથે લગ્ન નથી કરવા માંગતી.
આ વાત તારીખ રાખ્યા પહેલા યાદ ના હતી? હવે શું નાક કપાવીશ અમારું? મમ્મી એ કહ્યું.
તું નાક કપાવાની ચિંતા ના કર? બસ એટલું કહી દે કે કારણ શું છે? પપ્પાએ કહ્યું
કારણ હું મમ્મીને બતાવીશ. મમ્મી સામે જોતા ક્યારા બોલી
એ ક્યારાનો હાથ ખેંચીને ગુસ્સામાં અંદર રૂમમાં ખેંચી ગઈ.
એના પપ્પા ડ્રોઇંગ રૂમમાં અને કુંદન દાદર પર એની આવવાંની રાહ જોઈ રહ્યા.
ક્યારા વાત કરી સીધી ઉપર જવા લાગી. અને પાછળ એના મમ્મી ગુસ્સામાં ડ્રોઇંગરૂમમાં જતા રહ્યા. દાદર પર બેઠેલી કુંદન તો એની માનો ગુસ્સો જોઈ જ ના શકી એ પણ ક્યારાની પાછળ ઉપર રૂમમાં જતી રહી.
ડ્રોઇંગરૂમમાં આવતા જ સવાણી સાહેબે પૂછયું કે શું કહ્યું એને?
મીરા માથું પકડીને બેસી ગઈ. એ અમિત સાથે લગ્ન નહીં કરે તમે કોલ કરીને ના પાડી દો. અને કહી દો કે હવે તે શકય નથી.
કેમ શક્ય નથી?
એટલા માટે કે તે કોઈ બીજા ને પ્રેમ કરે છે.
કોણ છે એ?
હવે આ પણ પૂછું એને?
હા! બધી માહિતી લે એની પાસેથી! શું કરે છે? ક્યાં રહે છે? ફેમિલી કેવી છે?
મતલબ? મીરા કઈ સમજી ના શકી
વાત ને સમજવાની કોશિશ કર મીરા. આ કોઈ 1970 નથી કે હું ધાક ધમકી આપી જબરદસ્તી કરી એના લગ્ન કરી આપું. એ અમિત સાથે લગ્ન કરવા નથી માંગતી તો હું ના પાડી દઈશ પણ એના પહેલા સારી રીતે જાણી લે કે કોણ છે એ છોકરો. હેસિયત, ફેમિલી અને ગુણમાં કેવો છે? હેસિયતમાં થોડું ઓછું હશે તો ચાલશે પણ સંસ્કાર અને ફેમિલીમાં હું કોમ્પ્રોમાઇઝ નહીં કરું કહી ત્યાંથી જતા રહ્યા.

આ તરફ ક્યારા અને કુંદન પોતાના રૂમમાં બેડ પર બેઠા હતા. ક્યારાની હાલત તો કાપો તો પણ લોહી ના નીકળે એવી થઇ ગઈ હતી.
સૂઇ જા. કુંદન બોલી
કઈ રીતે સૂઇ જાવ.
તો પછી તૈયાર થઈ જા. થોડી વાર પછી તને પૂછવામાં આવશે કે પ્રેમ કોને કરે છે? છોકરો કોણ છે? હેસિયત શું છે? શું કરે છે? કેરેક્ટરમાં કેવો છે?
એની વાત સાંભળી ક્યારા નું ધ્યાન ખુલ્યા દરવાજા તરફ ગયુ. દરવાજો બંધ કરી દે. પ્લીઝ અને જો કોઈ મારા વિશે પૂછે તો કહી દેજે કે રૂમમાં આવતાની સાથે જ મરી ગઈ હતી. કુંદન ઉભી થઈ દરવાજો બંધ કરી દીધો. ત્યાં જ દરવાજો ખખડવાનો અવાજ આવ્યો જોયું તો જમવા બોલવા માટે કોઈ નોકરાણી આવી હતી પણ કુંદને જમવાની ના પાડી દીધી.
તું તો જમવા જા ને! જો તો ખરા નીચે હાલત ગંભીર છે કે નહીં? ક્યારા બોલી
પાગલ થઈ ગઈ છે કે શું? ચૂપચાપ સૂતી રહે. કોઈ પૂછશે તો કહી દઈશ કે ઊંઘની ગોળી ખાઈને સૂઈ ગઈ છે.
એનાથી શું ફરક પડશે?
અરે! ટાઇમનો યુઝ કર. છોકરાનું નામ, સરનામું અને કેરેક્ટર વિશે વિચાર. અને સાચે કોઈ છોકરો નથી તો imagine કરી લે કે કોઈ છે. એનું નામ રાખ, ફેમિલી decide કર અને એક વાત તો માની જ લે કે પૂરા અમદાવાદમાં એના કેરેક્ટરની ધૂમ મચી છે.
આવી રીતે ખોટું બોલતી રહીશ તો મારા કેરેક્ટર નું શું થશે? ક્યારા નિરાશ થઈ ગઈ.
તો પછી એક જ રસ્તો છે?
શું?

વધુ આવતા અંકે..