લવ બાઇટ્સ - પ્રકરણ-32 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-32

લવ બાઇટ્સ
પ્રકરણ-32
મીહીકા મયુર નીચે કોફી બનાવવા ગયાં. કીચનમાં મીહીકા ફીઝમાંથી દૂધ કાઢવા ગઇ મયુરે કહ્યું એકમીનીટ એમ કહીને મીહીકાનો ચહેરો પકડી લીધો અને બોલ્યો કોફી કેવી રીતે પીવાય ખબર છે ? એમ કહીને મીહીકાનાં હોઠ ચૂમી લીધાં. મીહીકાનો ચહેરો લાલ લાલ થઇ ગયો એ કંઇ બોલીજ ના શકી એની આંખમાં આંસુ આવી ગયાં. મયુર એનાં આંસુ જોઇ ભડક્યો એણે કહ્યું કેમ ? આંસુ ? મારી ભૂલ થઇ ગઇ ? તને સ્પર્શ કે પ્રેમ ના કરી શકું ?
મીહીકાએ કહ્યું મેં એવું ક્યાં કીધુ ? આખાં જીવનમાં ક્યારેય મનમાં વિચારમાં કે સ્વપ્નમાં આવું જોયુ અનુભવ્યુ નથી તમારાં સ્પર્શથી મારાં શરીરનાં રુવે રુવે એક આલ્હાદક આનંદ છવાયો મંયુર તમારાં હોઠનાં સ્પર્શ આંખો આનંદથી છલકાઇ ગઇ.
મયુરે મીહીકાને વ્હાલથી એની બાહોમાં ભીસીને કહ્યું મારાં જીવનમાં કોઇ છોકરીને જે મારી બનવાની છે એને પ્રથમ સ્પર્શ કરવા મારી જાતને રોકી ના શક્યો. હું તને .... સાચુ કહુ તને જોઇ ત્યારથી તારાં પ્રેમમાં પડી ગયો છું મને આછકલાઇ નથી આવડતી જે કરીશ એ સાચું હશે દીલથી હશે એજ કરીશ.
મીહીકા જીવનભર તને ખૂબ પ્રેમ આપીશ તનેજ વફાદાર રહીશ. આઇ લવ યુ અને બંન્ને જણાં પ્રેમ કરતાં કીચનમાં ઉભા રહેલાં.. મીહીકાએ શરમાતાં કહ્યું ચાલો કોફી બનાવો તમે ઉપર કહેતાં હતાં ને તમને કોફી બનાવતા સરસ આવડે છે તો બનાવો.
મયુરે કહ્યું એય મીહુ તારી સાથે નીચે એકાંત માણવાજ કીધેલુ પણ વાંધો નહી લાવ બનાવી દઊ. મીહીકાએ કહ્યું મને કબરજ હતી કે તમે એટલેજ નીચે આવો છો મારી સાથે બહુજ જબરા અને લુચ્ચા છો ચાલો હું કોફી બનાવી લઊં ભાઇ કંઇ વિચારે પહેલાં ઉપર જઇએ મને ખૂબ શરમ સંકોચ આવે છે. જોકે મારાં ભાઇ એવાં નથી બહુ સમજુ છું.
મયુરે કહ્યું સાચેજ ખૂબ સારાં છે એ આશાને પણ ખૂબ પ્રેમ કરે છે એ સ્વભાવે રોમેન્ટીક અને ખૂલ્લા સ્વભાવમાં છે મારાંથી નથી થવાતું એમ કહીને હસી પડ્યો. મીહીકાએ કહ્યું તમે જેવાં છો ખૂબ સારાં છો ચાલો તમારાં વધારે વખાણ મારી પાસે ના કરાવો કોફી વાતવાતમાં તૈયાર થઇ ગઇ છે લઇને ઉપર જઇએ સાથે વાતો કરતાં પીશું બંધાં.
કોફી લઇને બંન્ને જણાં ઉપર આવ્યા. આશાએ એનાં હાથમાંથી ટ્રે લઇ લીધી અને એક મગ સ્તવનને આવ્યો બીજો મયુરને પછી મીહીકાને આપી પોતે લીધો અને નાની સીપ મારીને કહ્યું વાહ મીહીકાબેન કોફી સરસ બની છે તમે બનાવી છે કે મયુરે ?
મયુર બોલ્યો બંન્નેએ બનાવી છે.. આશા હસી પડી અને બોલી તમારાં મોઢે બોલાવવુ હતું બોલી ગયો વાહ મજા આવી ગઇ.
સ્તવને કહ્યું ચાલો બાજી પાડીએ બીજી ગેમ રમી નાંખીએ. ચારે જણાં વાતો કરતાં પત્તા રમી રહ્યાં. આમને આમ રાત્રીનાં બાર વાગી ગયાં. સ્તવને કહ્યું ચાલો સૂઇ જઇએ કાલે તો માં પાપા લોકો પણ પાછા આવી જવાનાં આપણાં વિવાહ લગ્નનાં મૂહૂર્ત કઢાવીને આવવાનાં છે. મારી તો અત્યારથીજ ઊંઘ હરામ થઇ ગઇ છે. સૂવા માટે કહું છું પણ આંખ સામે તો આ આશાજ હોય છે. મયુરે કહ્યું એકવાર મિલન થયાં પછી એવુંજ થાય આંખોમાં ચિત્ર રચાઇ જાય અને સ્વ્પ્ન જોવા ચાલુ થાય.
સ્તવન ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો મારી બહેનાએ તમને તો કેદજ કરી લીધાં. બેસ્ટ લક.. સરસ જોયુ છે તમારુ મીહીકાએ કહ્યું તમે અને આશાભાભી તો રાધા કૃષ્ણ જેવા છો.
આશાએ કહ્યું મીહીકાબેન રાધાકૃષ્ણ ના કહો નહીંતર આ કનૈયો રાધાને એકલી મૂકીને એમની રાણી પાસે જતાં રહેશે. રુકમણીને કાનાનો સાથ અને પ્રેમ મળશે અને રાધા ઝૂરશે.
મીહીકાએ હસી પડતાં કહ્યું અરે હું તો પ્રેમ દર્શાવવા દાખલો આપું છું તમે તો આ સ્તવનભાઇનાં રાધા-મીરા-રુકમણી બધુજ છો તમને છોડીને ભાઇ ક્યાં જવાનાં ?
સ્તવને કહ્યું મીહીકા સારુ થયું તેં મારો પક્ષ લીધો નહીંતર મને તો આક્ષેપ સામે આવો જવાબ પણ ના જડત. થેંક્યુ બહેનાં.
મીહીકાએ કહ્યું મેં તમારો પક્ષ લીધો ને ભાઇ ચાલો તો એક સરસ ગીત સંભળાવો. સ્તવને કહ્યું ના ના મને ક્યાં ગાતા આવડે છે ? મીહીકાએ કહ્યું તમને તો ખૂબ સરસ આવડે છે કેટલા ગીત તમે ગાવ છો. આશાભાભીને ઉદ્દેશી સરસ ગીત રજૂ કરો પ્લીઝ... આશાએ કહ્યું આવું ના કરો બહુ માન માંગો છો ગાવને પ્લીઝ એમ કહી હોઠ ધર્યાં. સ્તવન આશાનો ચહેરો અને હોઠ જોઇને હસી પડ્યો અને કહ્યું ચાલો જોવું આવડે એવું ગાઊં છું પછી મશકરી ના કરતાં. મયુરે કહ્યું જીજાજી ગાવને અમને તો આવડતુંજ નથી પ્લીઝ ગાવને..
સ્તવને ગળુ ખંખેરીને વિચારવા લાગ્યો પછી આશાની આંખમાં આંખ પરોવીને મીઠાં ખુલ્લા અવાજે સુદર ગીત ગાયું. "યે રાત ભીગી ભીગી યે મસ્ત ફીઝા એ... ડ્યુએટ સોંગ આખું સ્તવને ગાયું બધાં એનાં ગીતમાં તરબોળ હતાં. ગીત ક્યારે પુરુ થયું ખબરજ ના પડી.. આશા સ્તવનનેજ જોયાં કરતી હતી..
મીહીકાએ કહ્યું ભાઇ પેલું ગીત ગાવને તમને ખૂબ ગમે છે. એકલા એકલા રાત્રે તમારાં રૂમમાં ગાયાં કરતાં હતાં. તુમ ના જાને કીસ... સ્તવને કહ્યું એતો એકલતાની પીડામાં ગવાતું હતું હવે તો આશા મળી ગઇ છે હવે તો રોમેન્ટીક ગીત...
આશાએ અડધેથી રોકીને કહ્યું પ્લીઝ ભલે સેડ સોંગ છે પણ સરસ છે ગાવને પ્લીઝ પ્લીઝ સ્તવને કહ્યું લતાજીએ ખૂબ સરસ ગાયુ છે મને ખૂબ ગમતું સજા ફીલ્મનું છે નિમ્મીએ ગાયું છે ફીલ્મમાં. પછી ગાયું. તુમ ના જાને કીસ જહાઁ મેં ખો ગયે.. લૂટ કર મેરાં જહાં છૂપ ગયે હો તુમ કહાં... તુમ કહાઁ... તુમ કહાઁ...
આ ગીત સાંભળતાં સાંભળતાં આશા રડી પડી બોલી કેટલો પ્રેમ કેટલું વિરહ દર્દ છે આમાં... સ્તવન તમારો વિરહને હું સહીજ નહીં શકું કદી... બીજુ કશુ ગીત તમને ગમે છે એ ગાવ... સ્તવને કહ્યું આ મારું ગીત ખૂબ ગમતુ છે ખબર નહીં કેમ મને આ ગમે છે મારાં દીલની નજીક છે.
જીવન કે સફરમેં રાહી મિલતે હૈ બીછડ જાને કો....
બધાં ખૂબ રસ તરબોળ થઇને સ્તવનનાં ગીતો સાંભળતાં હતાં. આશાએ કહ્યું વાઉ, વેલ શું કહુ મારું તો દીલ એમ પણ તમેં ચોરી લીધું હતું કુરબાન થઇ જઊં તો પણ ઓછું છે તમારાં હૃદયમાં કેટલી લાગણીઓ ઉભરાતી છે લવ યુ સ્તવન. પણ હવે એક રોમેન્ટીક ગીત ગાવ પ્લીઝ.
સ્તવને તરતજ ગીત શરૂ કર્યુ ગુલાબી આંખે જો તેરી દેખી શરાબી યે દીલ હો ગયાં.. સંભાલો મુજકો ઓ મેરે યારો સંભલના મુશ્કીલ હો ગયાં.. બધાએ હસતાં હસતાં તાળીઓથી વધાવી લીધો.
ચારે ગીત ગવાઇ ગયાં. આશા સ્તવનની આંખોમાંજ જોઇ રહી હતી એનો ચહેરો મલકાઇ રહેલો. સ્તવને એની સામે જોઇને કહ્યું એય આશુ ક્યાં ખોવાઇ ગઇ ?
આશાએ મીહીકા મયુરની હાજરી અવગણીને સ્તવનને વળગી પડી અને કીધુ જેવા વિચાર એવો પ્રેમ એવો કંઠ અને એવોજ પ્રેમાળ મારો કંથ... હું નસીબદાર છું કે મને તમારા જેવો વર મળ્યો.
મીહીકા અને મયુર પણ પ્રસંશા ભરી નજરે સ્તવને જોઇ રહેલાં. સ્તવને કહ્યું આશા બસ તારાં પ્રેમનાંજ ગળાડૂબ છું પણ હવે કોઇ બીજું ગાવ પ્લીઝ....
આશા મીહીકા અને મયુર ત્રણે જણાં એક સાથે બોલી ઉઠ્યાં ના અમને નથી આવડતું પ્લીઝ હવે તો રાત્રીનો એક વાગી ગયો બસ આ ગીત વાગોળતાં સૂઇ જઇએ. સ્તવન હજી એ ગીતોનાં નશામાં હતાં. થોડીવાર બધાં એકબીજાની સામે જોઇ રહ્યાં ત્યાંજ અચાનક શાંતિને ચીરતો મીઠો અવાજ સંભળ્યો. બધાં આષ્ચર્ય પામીને અવાજ તરફ જોવાં લાગ્યાં બહારથી કોઇનાં ગાવાનો અવાજ આવી રહેલો.
તુમ ના જાને કીસ જહાઁ મે ખો ગયે... હમ ભરી દુનિયામે તનહા હો ગયે તુમ ના જાને....
સ્તવન ઉભો થઇ ગયો જે દિશામાંથી અવાજ આવતો હતો એ તરફ જવા લાગ્યો બધાંને થયુ બહાર કોઇ ગાઇ રહ્યું છે... પણ આટલી અડધી રાત્રે કોણ ગાય છે ? સ્તવન ગીતની ગાયકી પાછળ ખેંચાતો નીચે ઉતરી ગયો ગીત આગળ ગવાતું હતું...
મોત ભી આતી નહીં આશ ભી જાતી નહીં.. દીલકો યે ક્યા હો ગયા કોઇ રાહ ભાતી નહીં લૂટકર મેરાં જહાઁ છૂપ ગયે હો તુમ કહાઁ. તુમ કહાં... તુમ કહાઁ.. તુમ ન જાને...
સ્તવન ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળ્યો અવાજની દિશામાં પગરવ માંડી રહ્યો.
આશા આષ્ચર્ય અને આધાત સાથે સ્તવનની પાછળ પાછળ જઇ રહી હતી એની પાછળ મીહીકા-મયુર હતાં..
સ્તવનની આંખમાંથી આંસુ પડી રહ્યાં હતાં એણે હાથ ઊંચા કરીને જાણે કોઇને બોલાવતો હોય એમ અવાજની પાછળ પાછળ જઇ રહ્યો હતો અને અચાનક જ.....
વધુ આવતા અંકે - પ્રકરણ -33