શબ્દો ની પ્રેરણા.. Ajay Khatri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શબ્દો ની પ્રેરણા..

આ એક એવા વિધાર્થીની વાત છે જેણે પોતાના જીવન માં પરોપકાર અને જરૂરત મંદ ને હમેંશા કામ આવતો અને આજે પણ એ અનિલ ગુજરાત નો એક દાનવીર માનો એક છે...!!

તે ક્યાં જતો હશે..???

રીટા બહેનના મનમાં એકનો એક પ્રશ્ન વારંવાર આવ્યા કરતો હતો.

રીટાબહેન એટલે આદર્શ શિક્ષિકા વર્ગમાં દાખલ થાય એટલે ભણાવવાના કાર્યમાં એવાં તો ડૂબી જાય કે બીજી કશી જ વાત એમને યાદ ન આવે
વિષયનો તલસ્પર્શી અભ્યાસ જ્ઞાાનનું ઊંડાણ એટલે રીટાબહેન બસ, શાળાની જ વાતો, શિષ્યોની જ વાતો, વિદ્યાના આદાનપ્રદાનની જ વાતો જ્ઞાાનઋષિઓની જ વાતો જીવતી જાગતી જ્ઞાાનમૂર્તિ એટલે રીટા બહેન એટલે જ તો ગવર્નરશ્રીના હસ્તે એમને 'શ્રેષ્ઠ શિક્ષિકા'નો એવોર્ડ મળ્યો હતો
ભણાવતાં હતાં રીટાબહેન
એમનો એક વિદ્યાર્થી એટલે અનિલ ...અનિલ હતો તો માંડ તેર ચૌદ વરસનો, પણ એની ગ્રહણશક્તિના કારણે તે કાયમ વર્ગમાં અવ્વલ જ રહેતો અને આવા તેજસ્વી વિદ્યાર્થી પ્રત્યે શિક્ષક ની વિશેષ પ્રકારની લાગણી હોય એ સ્વાભાવિક પણ છે
ગોરો ગુલાબી છોકરો. તેજસ્વી નેત્રો.શિક્ષકો પ્રત્યે આદરભાવ શિક્ષક તરફથી પ્રશ્ન પૂછાય તો પહેલી આંગળી અનિલ ની જ ઊંચી થાય !

અનિલ નું ઘર અને દિયાબહેનનું ઘર નજીક નજીકની સોસાયટીઓમાં ઘેર જવા માટે જે માર્ગ અનિલ નો, એ જ માર્ગ રીટાબહેનનો પણ ક્યારેક રીટાબહેન પોતાના સ્કૂટીને રસ્તામાં જ ઊભું રાખે. અનિલ જતો હોય એની નજીક
'અનિલ..'
'બોલો, બહેન !'
'ઘેર જવું છે ને ?'
'હા.'
'તો ચાલ, બેસી જા મારી પાછળ...'
એ બેસે તે રીટાબહેનને ગમે.
અનિલ પણ રાજી થઇ જાય.

પણ છેલ્લા કેટલાક દિવસોથી રીટાબહેન આશ્ચર્ય પામી જાય છે. રસ્તામાં જતો હોય છે અનિલ... ને પછી ક્યાંક જતો રહે છે. આંખોથી ઓઝલ થઇ જાય છે.
રીટાબહેન સમજી જાય છે : 'એ ઘેર તો નથી જ ગયો !'
તો એ જાય છે ક્યાં ?

આ તો રોજનું થઇ પડયું. શાળા છુટયા પછી સહુનું ઘેર જવું. બાળકો પણ જાય... ને કામનિપટાવી રીટાબહેન પણ જાય; પણ રીટાબહેનની ચકોર નજરે નોંધી લીધું કે; અનિલ છુટીને સીધો ઘેર નથી જતો.
તો ? ક્યાં જાય છે અનિલ?
એ ક્યાંક ફંટાઈ જાય છે.
પણ જાય છે ક્યાં ?
પ્રશ્ન મોટો હતો રીટાબહેનના મનમાં ! વારંવાર પ્રશ્ન જાગ્યા કરતો હતો : 'ક્યાં જાય છે અનિલ ?' અને એમણે નક્કી કર્યું : પ્રશ્નનો જવાબ જાણીને જ રહીશ સવાલનો ઉત્તર મેળવીને જ રહીશ ...ગમે તે થાય...
જોઉં તો ખરી એ ક્યાં જાય છે ? જોઉં તો ખરી એ શું કરે છે આ ચૌદ વરસનો છોકરો ?
ઘંટ વાગ્યો.
શાળા છુટી.
વિદ્યાર્થીઓ બહાર નીકળવા લાગ્યા.
અનિલ પણ ખભે દફતર ભરાવીને બહાર નીકળ્યો. ચાલવા લાગ્યો. રીટાબહેન પાછળ જ હતા. ધીમે ધીમે સ્કૂટી ચલાવતાં હતાં. નજર અનિલ ની પીઠ પર હતી. એમની નજર આગળ ચાલતા અનિલનો પીછો કરી રહી હતી !

ત્યાં જ અચાનક અનિલ ફંટાઈ ગયો... આગળ અનિલ. પાછળ રીટાબહેન ! એક ઝુંપડીનુ ઘર આવતાં અનિલ એમાં દાખલ થઇ ગયો. અંદર એક અંધ છોકરો બેઠો હતો. અનિલ પૂછ્યું : 'ક્યાં ગયાં છે તારાં મમ્મી ?'
'મંદિર આગળ બેઠાં હશે. હાથ લાંબો કરીને આવતા-જતા પાસે માગતાં હશે... હજી આવ્યાં નથી ! આજે તો બહુ મોડું થઇ ગયું છે... બહુ ભૂખ લાગી છે મને... રહેવાતું નથી... પણ તું આવ્યો એટલે શાંતિ થઇ !'
અનિલ પોતાનું લંચબોક્ષ ખોલ્યું... એમાંથી કાઢી કાઢીને અનિલ પેલા અંધ છોકરાને ખવડાવવા લાગ્યો બોલ્યો : 'જીવંત, હું જે કંઇ કરું છું એ અમારો શિક્ષિકા દિયાબહેનના શબ્દોમાંથી પ્રેરણા લઇને કહું છું. એ કહે છે : 'જરૂરતમંદોમાં તમારી લાગણી વહેંચો. ભૂખ્યાંને પેટ ઠારવાનું કામ તો ઇશ્વરનું પ્રિય કામ છે.' બસ, આ છે એમના શબ્દો જીવંત, રીટા બહેનની વાતો પણ સાંભળવા જેવી છે...તું ઓળખે છે રીટાબહેનને ?'
'ના !' કહેતાં રીટાબહેન અચાનક જ અંદર દાખલ થયાં; 'એ અંધ છે, શી રીતે ઓળખે મને ? પણ હા, હું એક છોકરાને તો જરૂર ઓળખું છું. ને એ છોકરો છે : અનિલ... જે માએ પેક કરેલા લંચબોક્ષનું ભોજન કોક ભૂખ્યા અંધ બાળક ને ખવડાવી દે છે !' ને રીટાબહેન અનિલના માથે હાથ ફેરવી રહ્યાં... એના હાથને ચૂમી રહ્યાં : 'ધન્ય છે મારા શબ્દોમાંથી પ્રેરણા પામી ભલાઈના માર્ગે આગળ વધનાર તારા જેવા પરોપકારી વિદ્યાર્થીને ....!'