The Next Chapter Of Joker - Part - 5 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

The Next Chapter Of Joker - Part - 5

Written By Mer Mehul

અવિનાશ છેલ્લી ત્રણ કલાકથી રાહ જોઈ રહ્યો હતો. બુરખાવાળી છોકરી એપાર્ટમેન્ટમાં ઘુસી પછીની દસ મિનિટ પછી તેજસનો ફોન આવ્યો હતો. અવિનાશે તેને કોલેજ ચાલ્યાં જવા કહ્યું હતું. ત્યારબાદનાં સમયમાં અવિનાશે પાનનાં ગલ્લેથી થોડો નાસ્તો લીધો, બે-ત્રણવાર એપાર્ટમેન્ટનાં ચક્કર લગાવ્યા અને પોતે કામથી અહીં એટકેલો છે એવું જતાવ્યું.

સવા એક થયો એટલે એપાર્ટમેન્ટનો દરવાજો ખુલ્યો અને બુરખાવાળી છોકરી બહાર નીકળી. એ છોકરીને જોઈને અવિનાશ ઊભો થઈ ગયો. છોકરીએ બહાર આવીને આમતેમ નજર ફેરવી. તેની નજર સીધી અવિનાશ સાથે મળી. અવિનાશે તેને જોઈને સ્મિત વેર્યું. એ છોકરીએ બદલામાં નજર ફેરવીને ઉત્તમનગરનાં AMTS સ્ટોપ તરફ પગ ઉપાડ્યા. અવિનાશ દોડ્યો અને એ છોકરી પાસે પહોંચી ગયો. તેણીની સાથે કદમથી કદમ મેળવીને એ ચાલવા લાગ્યો.

“તમે આ એપાર્ટમેન્ટમાં રહો છો ?” અવિનાશે ચાલતાં ચાલતાં જ પૂછ્યું.

એ છોકરીએ ચાલવાની ગતિ વધારી દીધી એટલે અવિનાશે પણ તેનું અનુકરણ કર્યું.

“તમે પેલાં એપાર્ટમેન્ટમાં રહો છો ?” અવિનાશે ફરી પૂછ્યું.

“તમે મારો પીછો શા માટે કરો છો ?” એ છોકરીએ પૂછ્યું. છોકરીનો અવાજ સામાન્ય હતો અવિનાશને પૂછો તો એ અવાજ મનગમતા સોંગથી કમ નહોતો.

“ખબર નહિ પણ તમારી આંખોએ મારાં પર કોઈ જાદુ કરી દીધો છે… હું ચુંબકની જેમ ખેંચાઈ આવ્યો...” અવિનાશે હસીને કહ્યું.

“જુઓ મીસ્ટર….” કહેતા એ છોકરી અટકી.

“અવિનાશ….મારું નામ અવિનાશ છે અને તમારું ?”

“નામ જાણીને શું કરશો…અને તમને હું પહેલાં જ જણાવી દઉં છું….તમે જે વાત કરો છો એ શક્ય નથી. હું તમને નથી ઓળખતી અને તમે પણ મને નથી ઓળખતાં તો ખુદાને વાસ્તે મારો પીછો કરવાનું છોડી દો….”

“પણ મેં ક્યાં કોઈ વાત જ કહી છે…અને શું શક્ય નથી…વિસ્તારમાં જણાવશો જરા….” અવિનાશે કહ્યું.

“એ જ કે તમને મારી સાથે રિલેશનમાં રહેવા ઈચ્છો છો…હું હા પાડીશ એટલે થોડાં દિવસ મારી સાથે મીઠી મીઠી વાતો કરશો…પછી મને ફરવા લઈ જશો… તમે મને ખુબ જ પ્રેમ કરો છો એવું જતાવશો અને પછી મારી સાથે…..” કહેતાં એ છોકરી અટકી ગઈ.

“કેમ અટકી ગયાં…આગળ તો બોલો…પછી તમારી સાથે સેક્સ કરશે અને છોડી દેશે.” અવિનાશે કહ્યું, “એ જ કહેવા માંગતા હતાને..!”

“ખુદાને વાસ્તે મારો પીછો છોડી દો…તમને કશું હાંસિલ નથી થવાનું….” છોકરીએ કહ્યું.

“તમે બધી વાત અગાઉથી કેમ વિચારી લો છો….” અવિનાશે કહ્યું, “હું ક્યાં હેતુથી તમને મળવા આવ્યો છું એ તો જાણી લો પહેલાં...”

સ્ટેન્ડ આવી ગયું હતું. છોકરી અદબવાળીને ઉભી રહી,

“બસ આવે એટલો સમય છે તમારી પાસે….જે હેતુ જણાવવો હોય એ જણાવી દો….” છોકરીએ કહ્યું.

“હું સીધી વાત કહું છું….આજ દિવસ સુધી મેં કોઈ છોકરીને આ વાત નથી કરી…તમે કદાચ ખોટું સમજશો પણ તમને પહેલી નજરે જોઈને મારાં મગજનાં બધા તંતુઓ અસ્તવ્યસ્ત થઈ ગયા છે. તમારો ચહેરો હજી સુધી મેં નથી જોયો…મારે જોવો પણ નથી.., તમારાં સ્વભાવ વિશે હું નથી જાણતો..તમે કોઈ છોકરા સાથે રિલેશનમાં છો કે નહીં એ પણ મને નથી ખબર…હું બસ એટલું જ કહું છું કે જો તમારી પરમિશન હોય તો આપણે વાત કરીએ…એકબીજાનો સ્વભાવ પસંદ આવે તો આગળ વધીશું નહીંતર સારાં દોસ્ત બનીને રહીશું….” અવિનાશ એક શ્વાસે બધું બોલી ગયો.

સામે ઊભેલી છોકરી અવિનાશને તાંકીને જોઈ રહી. અવિનાશ પણ તેની આંખોમાં જ જોઈ રહ્યો હતો.

“તમે હિન્દુ છો ?” છોકરીએ પૂછ્યું. અવિનાશે હકારમાં ગરદન ઝુકાવી.

“મારો પહેરવેશ જોઈને તમે સમજી જ ગયાં હશો…..આપણો ધર્મ જુદો છે…તમે જે આગળ વધવાની વાત કરો છો એ શક્ય જ નથી….” છોકરીએ કહ્યું.

“હું સમાજનાં નિયમને નથી માનતો….માણસોએ એકબીજાને જુદા પાડ્યા છે...લાગણી હોય ત્યાં વચ્ચે જાત-પાત નથી આવતું અને જેને આ બધું વચ્ચે લાવવું જ છે એ નાની અમથી વાતમાં પણ લાવશે જ….”

સહસા બસ આવીને ઉભી રહી.

“બસમાં ચડતાં પહેલાં જવાબ આપજો…નહીંતર મને ક્યાંય ચેન નહિ પડે.” અવિનાશે કહ્યું.

છોકરી બસથી થોડે દુર ચાલીને દીવાલ પાસે ઉભી રહી ગઈ. બધાં પેસેન્જર ચડી ગયા એટલે બસ ઉપડી ગઈ. અવિનાશે છોકરી સામે જોઇને સ્મિત વેર્યું અને છોકરી નજીક.ચાલ્યો.

“અવિનાશ જ નામ કહ્યુંને….” છોકરીએ કહ્યું.

“હા…..”

“જુઓ અવિનાશ.. તમે કહો.છો એ કહેવામાં સારું લાગે છે…વાસ્તવિક જીવનમાં જ્યારે આ પરિસ્થિતિનો.સામનો કરશો ત્યારે તમને સમજાશે.. ખુદ તમારાં મમ્મી કે પપ્પા પણ તમારી સાથે નહિ ઊભાં રહે….”

“મમ્મી નથી….” અવિનાશે કહ્યું, “અને પપ્પા મને સમજે છે….”

“સૉરી….” છોકરીએ કહ્યું. થોડીવાર માટે બંને મૌન રહ્યાં.

“તમે પેલાં એપાર્ટમેન્ટમાં જ રહો છો ?” અવિનાશે મૌન તોડીને કહ્યું. છોકરીએ નકારમાં માથું ધુણાવ્યું.

“તો પછી….”

“એ હું નહિ જણાવી શકું….” છોકરીએ કહ્યું, “તમારે મારી સાથે વાત કરવી હોય તો પોતાની રીતે જ મને શોધવી પડશે.”

“નંબર...કોલેજ…ફ્રેન્ડ્સ…કોઈનાં વિશે તો જણાવો…અથવા કોઈ હિન્ટ આપો….” અવિનાશે કહ્યું.

સહસા બીજી બસ આવીને ઉભી રહી, છોકરી બસ તરફ ચાલી..

“હું મારું નામ જણાવી શકું…જો તમે મારી પાછળ બસમાં ના આવો તો…એનાથી વધુ કશું નહી….” છોકરીએ પાછળ ફરીને કહ્યું. અવિનાશ મુસ્કુરયો.

“મુસ્કાન…જે હાલ તમારા ચહેરા પર છે….” મુસ્કાને કહ્યું, “અને રબની ઇચ્છાથી બીજીબાર મળીએ તો તું કહેજે મને...” કહેતાં મુસ્કાન બસમાં ચડી ગઈ.

પહેલાની જેમ પેસેન્જરો ચડી ગયા એટલે બસ ચાલતી થઈ, જ્યાં સુધી બસ દેખાતી બંધ ના થઇ ત્યાં સુધી અવિનાશ પારદર્શક કાચમાંથી મુસ્કાનને જોતો રહ્યો…સામે પણ આ જ સ્થિતિ હતી.

(ક્રમશઃ)