The Next Chapter Of Joker - Part - 6 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The Next Chapter Of Joker - Part - 6

Written By Mer Mehul

રમણિક શેઠ ગોઠણ સુધીનો કોટ પહેરીને બહાર આવ્યાં. તેઓની સામે શાંતાબાઈ બેઠાં હતાં. શાંતાબાઈ કમિશન પર સેક્સ રેકેટ ચલાવે છે એવું તેઓને જોઈને કોઈ વ્યક્તિ અનુમાન ન લગાવી શકે. તેઓ હંમેશા પ્લેન ખાદીની સાડી પહેરતાં. શરીરને પણ એવી રીતે સાચવીને રાખતાં જેને કારણે તેઓ પોતાની ઉંમરથી ચાર-પાંચ વર્ષ ઓછી ઉંમરનાં જણાતા.

રમણિક શેઠે કોટનાં ગજવામાંથી પાંચસોની નોટનું એક બંડલ કાઢ્યું અને શાંતાબાઈ સામે ટીપોઈ પર રાખ્યું.

“તમારું ઇનામ….” કહેતાં શેઠે બેઠક લીધી.

શાંતાબાઈએ પોતાનાં જીવનકાળ દરમિયાન કોઈ દિવસ આટલાં બધાં રૂપિયા એકસાથે નહોતાં જોયાં. તેઓએ બાજની ગતિએ બંડલ ઉઠાવ્યું અને સાડીનાં પલ્લુ વડે ઢાંકી દીધું.

“આટલાં રૂપિયા આપવા પાછળનું કારણ જાણો છો બાઈ ?” શેઠે અર્થપૂર્ણ શબ્દોમાં કહ્યું. શાંતાબાઈ હળવું હસ્યાં.

“એ છોકરી સાથેનો તમારો સહેવાસ અતિથી વધારે ખુશનુમા રહ્યો છે.”

“તમારી વાત અંશતઃ સાચી છે પણ તમને આટલાં રૂપિયા આપવા પાછળનું કારણ બીજું છે.” રમણિક શેઠ થોડીવાર માટે વિચારવા અટક્યા..ત્યારબાદ શબ્દોને મણકામાં ગોઠવીને તેઓએ પોતાનો પ્રસ્તાવ મૂક્યો, “હું એ છોકરીને પસંદ કરું છું…પહેલી નજરે જ એ મારાં દિલમાં વસી ગઈ છે. મેં તેની સામે લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો પણ એને કોઈ જવાબ ન આપ્યો. કોઈ પણ શરતે હું તેને મારી પત્ની બનાવવા ઈચ્છું છું. એ જ્યારે અહીં લગ્ન કરીને આવશે ત્યારે હું તેને એટલી સુંદર બનાવી દઈશ કે તમે તો શું કોઈ પણ એને જોઈને એમ ના કહી શકે કે એક સમયે એ ધંધાવાળી રહી હશે. તેને મનાવવાની જવાબદારી હું તમને સોંપુ છું. તમે કંઈ પણ કરો એને લગ્ન માટે મનાવી લો. બદલામાં હું તમને તમે જિંદગીમાં ક્યારેય નહીં જોયા હોય એટલા રૂપિયા આપીશ.”

“તમારું કામ થઈ તો જશે પણ એનો કોઈ ફાયદો નથી….” શાંતા બાઈએ કહ્યું, “એ છોકરીને હું જાણું છું…એ પોતાની ઈચ્છાથી આ કામ નથી કરતી અને તેને રૂપિયાની કોઈ લાલચ પણ નથી. તેનો નાનો ભાઈ જે સ્કૂલમાં ભણે છે તેનાં માટે જ એ અત્યારે આ ધંધો કરે છે…તમે એને પત્ની બનાવીને કે રખેલ બનાવીને લાવશો તો પણ એ તમને એ સુખ નહિ આપી શકે જેની તમે ઈચ્છા રાખો છો.”

“શાંતા બાઈ તમે મારી વાત બરાબર નથી સમજ્યા…એ છોકરી ખુદગર્જ છે એટલે જ એ મને પસંદ આવી છે…તમે એકવાર તેને મારાં બંગલે લઈ આવો..બીજું હું સંભાળી લઈશ….” શેઠે કહ્યું.

“સારું…મને દસ દિવસનો સમય આપો…હું કંઈક કરું છું….” શાંતા બાઈએ ઉભા થઈને કહ્યું, “મને રજા આપો...”

શેઠ પણ ઉભા થયાં. હાથ અને આંખો વડે ઈશારો કરીને તેઓએ શાંતા બાઈને જવાની પરવાનગી આપી. શાંતા બાઈ દરવાજો ચીરીને બહાર નીકળી ગયાં.

*

રાતનાં નવ થયાં હતાં.

‘અવિનાશ આજે કૉલેજ કેમ નહોતો આવ્યો ?’ પંક્તિનો ગૃપમાં મૅસેજ આવ્યો.

‘ખબર નહિ…સવારે તો મેં તેને બસ સ્ટેન્ડે જોયો હતો..’ બંસીએ મૅસેજ કર્યો.

‘મને પૂછો…એ ક્યાં હતો એ મને ખબર છે..’ તેજસનો મૅસેજ આવ્યો.

‘ભોંકને તો..ક્યારની એ જ પૂછું છું’ ગુસ્સાવાળા ઇમોજી સાથે પંક્તિએ મૅસેજ કર્યો.

‘આજે કોઈ છોકરીનો પીછો કરતો અવિનાશ ઉત્તમનગર પહોંચી ગયો હતો..’ તેજસે ટાઈપ કર્યું, પછી અવિનાશ રાડો પાડશે એ ડરથી મૅસેજ ડીલીટ કરીને લખ્યું, ‘ઉત્તમનગર કામથી ગયો હતો’

‘બધા શું મારી ચર્ચા કરો છો’ અવિનાશે મૅસેજ કર્યો.

‘હું શા માટે ઉત્તમનગર ગયો હતો એ કોઈને ના કહેતો’ અવિનાશે પ્રાઇવેટમાં તેજસને મૅસેજ કર્યો.

‘એક સિગરેટ જોઈશે’ તેજસે જવાબ આપ્યો.

‘ડન…’ અવિનાશે લખ્યું.

‘તું કૉલેજ નહોતો આવ્યો એટલે પંક્તિ પૂછતી હતી…’ ગૃપમાં બંસીનો જવાબ આવ્યો.

‘કામથી ગયો હતો…’ અવિનાશે લખ્યું.

‘છોડો એ વાત…આપણે ગૃપમાં ગેમ નથી રમ્યા એને ઘણા દિવસ થઈ ગયાં છે…ચાલો આજે ગેમ રમીએ’ બંસીએ લખ્યું.

‘પહેલાં કોણ કોણ ઓનલાઈન છે એ તો ચૅક કરી લો…’ તેજસે બંસીનો મૅસેજ ટેગ કરીને લખ્યું.

‘ઓનલાઈન હોય એ એટેન્ડસ પુરાવો…’ બંસીએ હાથ ઊંચો કરતાં ઇમોજી સાથે મૅસેજ કર્યો. વારાફરતી અવિનાશ, પંક્તિ, તેજસ, ખુશી, હેતલ અને રાકેશનો ઇમોજીવાળા હાથ ઊંચા થયાં.

‘રુલ્સ રિપીટ કરું છું…’ બંસીએ લખ્યું, ‘ગેમનું નામ ટ્રુથ એન્ડ ડેર છે…આલ્ફબેટ મુજબ લાઈનમાં જેનાં નામ આવશે એ આગળનાં અક્ષરવાળાને એક સવાલ અને એક ટાસ્ક આપશે., જેમાં સવાલનો સાચો જવાબ આપવાનો અને ટાસ્ક પૂરો કરવાનો રહેશે…એક રાઉન્ડ પૂરો થશે એટલે આલ્ફબેટનાં છેલ્લાં અક્ષરથી શરૂ કરવાનું રહેશે. બે રાઉન્ડ પછી આલ્ફાબેટનાં સીધાં ક્રમમાં જે વ્યક્તિ બીજા નંબરનો વ્યક્તિ જેને સવાલ પુછવા કહે એ જ પૂછશે..છેલ્લાં રાઉન્ડમાં એકવાર જેને સવાલ પુછવા મળે છે એને બીજીવાર સવાલ પુછવા નહિ મળે. આલ્ફાબેટનાં ક્રમ મુજબ નામનો સિક્વન્સ આ મુજબ છે… અવિનાશ, આકાશ, બંસી, હેતલ, ખુશી, મનીષા, પંક્તિ, રાજેશ, રોશની અને તેજસ.

પહેલા બે રાઉન્ડમાં લાઈનમાં સવાલ પુછવાનાં રહેશે જ્યારે ત્રીજા રાઉન્ડ અવિનાશને કોણ સવાલ પૂછશે એ આકાશ નક્કી કરશે. એવી જ રીતે આકાશને કોણ સવાલ પૂછશે એ બંસી નક્કી કરશે પણ બંસી, અવિનાશને જેણે સવાલ પૂછ્યા છે એનું નામ નહીં આપી શકે’ બંસીએ જુનાં બનાવેલા નિયમો કૉપી પેસ્ટ કર્યા.

‘આકાશ, મનીષા અને રોશની ઓનલાઈન નથી એટલે એનાં પછીનાં ક્રમમાં આવતાં વ્યક્તિએ સવાલ પુછવાના રહેશે..’ બંસીએ લખ્યું, ‘સો ધ ગેમ ઇઝ ઑન… આકાશ તારી ટર્ન..’

આકાશે ટાઈપિંગ શરૂ કર્યું,

‘પહેલી ગર્લફ્રેન્ડનું નામ જણાવ અને ટાસ્કમાં અત્યારે એક સેલ્ફી ક્લિક કરીને મોકલ જેમાં તું રડતો હોય…’

આકાશનો મૅસેજ જોઈને હસતાં ઇમોજી સાથે પંક્તિ અને તેજસે રિએક્શન આપ્યું.

‘કોઈ ગર્લફ્રેન્ડ નહિ…’ અવિનાશે જવાબ આપ્યો.

‘જુઠ્ઠું ના બોલ…કોઈક તો હશે જ..’ હેતલે લખ્યું.

‘બંસીને પૂછી જો…એ મારી ચાઈલ્ડહૂડ ફ્રેન્ડ છે..’ અવિનાશે હેતલનાં મેસેજનો જવાબ આપ્યો.

‘અવિનાશ સાચું કહે છે…’ બંસીએ લખ્યું, ‘અવિનાશ.. ટાસ્ક કમ્પ્લીટ કર હવે..’

અવિનાશે ચહેરા પર પાણીની છાંટો નાંખીને મેક્સ ટકાટકમાં જેમ વીડિયો બનાવવામાં આવે છે તેવી રીતે રડતો હોય એવો એક સેલ્ફી ફોટો સેન્ડ કર્યો. અવિનાશનો ફોટો જોઈને હસતાં ઇમોજીનો વરસાદ થઈ ગયો.

‘નાઉ નેક્સ્ટ…’ બંસીએ લખ્યું, ‘આકાશ તારા માટે સવાલ છે…..’

બંસીએ સવાલ અને ટાસ્ક લખ્યો. વારાફરતી બધાને એક સવાલ અને ટાસ્ક મળતો ગયો. બધા જ મેમ્બરો સાવલનાં જવાબ આપ્યાં અને ટાસ્ક પણ પુરા કર્યા. ધીમે ધીમે ગેમ આગળ વધી…પહેલો રાઉન્ડ પૂરો થયો. બીજા રાઉન્ડમાં થોડાં એડલ્ટ સવાલો અને અઘરાં સવાલો પૂછવામાં આવ્યાં. સૌએ ડબલ મિનિંગમાં જવાબ આપ્યા અને ટાસ્ક પણ પુરા કર્યા. પહેલા બે રાઉન્ડ ત્રીજા રાઉન્ડનાં પાયા સ્વરૂપે હતાં. સૌ ત્રીજા રાઉન્ડ માટે એવા સવાલો અને ટાસ્ક બચાવીને રાખતાં જે સામેવાળા માટે અશક્ય હોય.

‘હવે ત્રીજો રાઉન્ડ શરૂ થાય છે…આઈ નૉ બધાએ પોતાનાં સવાલ અને ટાસ્ક વિચારીને જ રાખ્યાં હશે…આ રાઉન્ડમાં કોઈ પાબંધી નથી. તમે કોઈપણ સવાલ પૂછી શકો છો અને કોઈપણ ટાસ્ક આપી શકો છો. સવાલનાં જવાબ ન આપવા હોય તો જે વ્યક્તિને સવાલ પૂછવામાં આવ્યો છે એ વ્યક્તિ કાલે બધા જ ગ્રૂપ મેમ્બરને કેન્ટીનમાં નાસ્તો કરાવશે…એવી જ રીતે ટાસ્ક પૂરો ન કરવો હોય તો એ વ્યક્તિને એક વિક સુધી ગ્રૂપ મેમ્બરને નાસ્તો કરાવવો પડશે…જે લોકો ઓનલાઈન નથી તેઓને કંઈ નહીં મળે…’ બંસીએ લખ્યું, ‘ચાલ આકાશ…અવિનાશને કોણ સવાલ પૂછે ?’

‘તું જ પૂછી લે…’ આકાશનો જવાબ આવ્યો.

‘ઓકેય…’ બંસીનો મૅસેજ આવ્યો, પછીની બે મિનિટ તેણે મૅસેજ ટાઈપ કરવામાં કાઢી,

‘અવિનાશ…તને યાદ હોય તો આપણે બારમાં ધોરણમાં હતાં ત્યારે અવની નામની છોકરીએ તને પ્રપોઝ કરેલો…ત્યારે તે શું જવાબ આપ્યો હતો એ બધાને કહે…’ બંસીએ મોટેથી હસતાં ઇમોજી સાથે લખ્યું.

‘ના…એ ક્યાં યાદ અપાવે છે…’ અવિનાશે પણ એવા જ રિએક્શન સાથે રીપ્લાય આપ્યો.

‘જવાબ ના આપવો હોય તો કાલનો નાસ્તો તારા તરફથી…’ પંક્તિએ લખ્યું.

‘બરાબર છે…કાલે અવિનાશ બધાને નાસ્તો કરાવશે…’ તેજસે પણ લખ્યું.

‘ના…અવિનાશ જવાબ આપશે જ…’ બંસીએ લખ્યું, ‘ચાલ અવિનાશ આવી જા એ રૂપમાં…’

‘વાત એમ હતી કે અમે જે ક્લાસિસમાં જતાં ત્યાં અવની નામની છોકરીએ મને પ્રપોઝ કરેલો…મેં તને જવાબ આપતાં કહ્યું હતું, ‘બેન, તું મારામાં શું જોઈ ગઈ ?, મેં તો કોઈ દિવસ તારી સામે પણ નથી જોયું અને મને પ્રપોઝ કરવાની તારી હિંમત કેવી રીતે થઈ ?, તને ખબર છે હું સાઇકો છું…એકવાર એક છોકરીએ મને પ્રપોઝ કર્યો હતો તો મેં તેનાં માથાનાં બધા વાળ ખેંચી લીધેલાં.. એકવાર બીજી છોકરીએ પણ પ્રપોઝ કરેલો…મેં એનાં જ સેન્ડલથી તેને બધાની વચ્ચે મારેલી…તારા સેન્ડલ સારા છે…બતાવને મને..’

મારી વાત સાંભળીને એ સીધી દોડવા જ લાગી…એ પછી કોઈ દિવસ તેણે ફરીને મારી સામે નથી જોયું’

અવિનાશની વાત સાંભળીને પંક્તિ સિવાય બધાએ ઇમોજી સ્વરૂપે રિએક્શન આપ્યું. પંક્તિએ રિએક્શન નથી આપ્યું એ જોઈને બંસીનાં ખુરાફાતી દિમાગમાં એક વિચાર જબૂક્યો. તેણે અવિનાશને પર્સનલમાં મૅસેજ કર્યો,

‘તારાં માટે મસ્ત ટાસ્ક છે…તું અત્યારે જ પંક્તિને પ્રપોઝ કરીશ અને કાલે તેને શૂઝનાં બદલે સેન્ડલ પહેરીને આવવા જણાવીશ’

‘ના બે…આવા ટાસ્ક ના આપ…એ ગળે ચોંટી જશે પછી’ અવિનાશે રીપ્લાય આપ્યો.

‘તારે ટાસ્ક ના પૂરો કરવો હોય તો એક વિક સુધી નાસ્તો કરાવી શકે છે’ બંસીએ લખ્યું.

‘આવું શું કરે છે ?, કોઈ બીજો ટાસ્ક આપને ગૃપમાં…’

‘ના…’

‘તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને…!’ અવિનાશે માખણ લગાવ્યું, ‘તું બીજો કોઈપણ ટાસ્ક આપીશ હું કમ્પ્લીટ કરી દઈશ…બસ આ રહેવા દે…’

‘સારું.. ગૃપમાં આવ…’ બંસીએ લખ્યું.

‘ચાલ બંસી…ટાસ્ક આપ અવિનાશને..’ આકાશે ગૃપમાં લખ્યું.

‘શિવરંજની એપાર્ટમેન્ટ વિશે કોઈએ સાંભળ્યું છે ?’ બંસીએ પૂછ્યું.

‘બાપુનગર ચાર રસ્તા પાસે છે એ જ ને…’ તેજસે લખ્યું.

‘હા એ જ…’

‘મે બી ત્યાં સેક્સ રેકેટ ચાલે છે…’ હેતલે લખ્યું, ‘પણ એ એપાર્ટમેન્ટ વિશે કેમ પૂછે છે તું ?’

‘તો સાંભળો…અવિનાશનો.ટાસ્ક એ છે કે કાલે રાત્રે અવિનાશ ત્યાં જશે…હેતલે કહ્યું એ મુજબ ત્યાં સેક્સ રેકેટ ચાલે જ છે. અવિનાશ કોઈપણ એક યુવતી સાથે એક કલાકનો ટાઈમ સ્પેન્ડ કરશે પણ સેક્સ નહીં કરે…માત્રને માત્ર વાતો જ કરશે અને બંને વચ્ચે જે વાતચીત થઈ હોય તેનું રેકોર્ડિંગ ગૃપમાં મોકલશે’

‘બંસી….’ અવિનાશનો મૅસેજ આવ્યો, ‘આવા ટાસ્ક શા માટે આપે છે…તને ખબર છે ને મને એ બાબતે કેટલી નફરત છે..’

‘હા બંસી…બીજો કોઈ ટાસ્ક આપ અવિનાશને…’ પંક્તિએ લખ્યું.

‘ના…અવિનાશ ત્યાં જશે અને તેઓનાં મનની વાત જાણશે…આવું કરવાથી બે ફાયદા થશે…એક તેઓની જિંદગીમાં કેવી ગંદકી છે એ જાણવા મળશે અને બીજો ફાયદો એ થશે કે કદાચ કોઈ અનિચ્છાએ આવા કામ કરતું હોય તો આપણે તેઓને મદદ કરી શકીશું’

‘ગુડ આઈડિયા…અવિનાશે જવું જોઈએ’ હેતલે લખ્યું.

‘હું પણ અવિનાશ સાથે જઈશ…’ તેજસે લખ્યું.

‘ના..હું એકલો જ જઈશ અને જે વાતો થશે એ રેકોર્ડ કરીને ગૃપમાં સેન્ડ કરીશ..’ અવિનાશે મૅસેજ ટાઈપ કરીને સેન્ડ કર્યો.

‘ડન… તો કાલે અવિનાશ શિવરંજની એપાર્ટમેન્ટમાં જાય છે’ બંસીએ લખ્યું. રાતનો દોઢ થયો હતો. પંક્તિને બંસીની વાત નહોતી ગમી એટલે તેણે બહાનું બનાવતાં મૅસેજ ટાઈપ કર્યો,

‘મને ઊંઘ આવે છે.. હું સુવા જઉં છું..ગુડ નાઈટ’

‘મને પણ ઊંઘ આવે છે..’ વારાફરતી હેતલે, આકાશે અને ખુશીએ કહ્યું.

‘આગળની ગેમ કાલે કન્ટીન્યુ કરીશું…’ બંસીએ મૅસેજ કર્યો.

‘ગુડ નાઈટ’ ની મૅસેજ કરીને બધા ઓફલાઇન થઈ ગયાં.

(ક્રમશઃ)