Taksadhu books and stories free download online pdf in Gujarati

તકસાધુ


*“તક”*

એક રાજા તેની એકમાત્ર સુંદર પુત્રી માટે વર શોધવા માંગતો હતો. રાજા અને પુત્રીએ મળીને વરરાજાને શોધવા માટે યોજના ઘડી. *તેઓ નજીકના રાજ્યોમાં અપરણિત પાત્રતા ધરાવતા માટે સંદેશો મોકલયો કે જે પરીક્ષા પાસ કરશે તેની જોડે રાજા ની પુત્રી લગ્ન કરશે. જે યુવક પરીક્ષામાં પાસ નહીં થાય, તો તેણે આખી જિંદગી જેલમાં પસાર કરવી પડશે.* કોઈ પણ તેમના જીવનનો મોકો લેવા માંગતો ન હતો. એક સુંદર અને તેજસ્વી યુવાને રાજા અને તેની પુત્રીને મળવાનો અને તેના જીવનું જોખમ લેવાનું વિચાર્યું.

રાજાએ તેને બકરી આપી અને 1 અઠવાડિયા પછી મળવાનું કહ્યું, પરંતુ સપ્તાહ દરમિયાન બકરીને વજન ન વધવું જોઈએ કે ન વજન ઓછું થવું જોઈએ. *કાર્ય અઘરું હતું. છોકરાએ એક યુક્તિ વિચારી. તેણે બકરીને ઘાસ ખવડાવવાનું શરૂ કર્યું અને તે સાથે બકરી સામે સિંહને બાંધી દીધો. અઠવાડિયા પછી, બકરીનું વજન સમાન હતું.*

દીકરીએ હવે તેને બીજું કાર્ય સોંપ્યું. તેણીએ તેને ખૂબ ભારે અને મોટો પથ્થર બતાડ્યો અને એક અઠવાડિયાના સમયમાં કોઈની મદદ વગર તેના પર મંડપ બનાવવાનું કહ્યું.

*યુવકે મોટા પથ્થરથી સમાન અંતરે ખાડો કરી થાંબલા ફિટ કરી દીધા તેથી પથ્થર મંડપ ની વચ્ચે આવી ગયો. પછી તેણે પત્થરની આજુબાજુની માટી ખોદવાનું અને શરૂ કર્યું. પથ્થર ધીરે ધીરે જમીનના સ્તરેથી નીચે ઉતરી ગયો.* મંડપ તૈયાર થઇ ગયો !

*પુત્રી એ ખુશ થઈ અને યુવાનને તેનો વર અને રાજાએ તેને ભાવિ રાજા બનાવવાનો નિર્ણય લીધો. મિત્રો, તમે જીવનમાં તક ઝડપો.
સુખનો આધાર છે સમજણનો માર્ગ

જીવનમાં સમય અને સમજ સાથે આવે તે ખુશ કિસ્મત કહેવાય કારણકે સમય હોય અને સમજ ન આવે તથા સમજ આવે ત્યારે સમય ના હોય તો બન્ને સ્થિતિ નકામી કહેવાય. જ્યારે વ્યક્તિત્વ ઉપર સમજ નું આવરણ ચડે ત્યારે સોનામાં સુગંધ ભળે તેમ ચોક્કસ કહી શકાય. સમાજમાં સમજદાર વ્યક્તિ સાથે સંબંધ ગુમાવવાનું કદી પોસાતું નથી. અહેસાન કરતા અહેસાસ થી બનેલો સંબંધ લાજવાબ હોય છે.
સમજુ અને ચતુર વ્યક્તિ માટે મનનીય પંક્તિ........
હમ અફસોસ ક્યો કરે....
કી કોઈ હમે ના મિલા......
અફસોસ તો વો કરે.....
જિન્હે હમ ના મિલે.....
વિરાટ વ્યક્તિત્વ માટે આત્મવિશ્વાસ નો સંદેશ આપતી પંક્તિ છે. જીવનમાં સંદેહ અને શંકા મુસીબતો ના પહાડો નું નિર્માણ કરે છે. જ્યારે વિશ્વાસ અને શ્રદ્ધા પહાડોમાંથી પણ રસ્તાનું નિર્માણ કરે છે. શંકાશીલ મન સફળતા ના મેળવી શકે, જ્યારે વિશ્વાસપૂર્ણ મન કદી નિષ્ફળતા નો સામનો કરતું નથી.
જિંદગીમાં એક નિયમ થી કયારેય નિરાશા આવતી નથી તેમજ ખૂલવાની અને ખીલવા નો આનંદ અદભૂત હોય છે.
રોજ કંઇક સારું યાદ રાખો અને
રોજ કંઇક બુરું ભૂલતા શીખો....
સમજણપૂર્વક જીવાતું જીવન એક નિરંતર વહેતી નદી જેવું સરળ, સહજ, નિર્મળ, શાંત અને સુખી હોય છે.
દુનિયામાં શું ચાલે છે તે જાણવા અખબાર વાંચવું પડે છે તેમ સુખનો માર્ગ શોધવા માટે સમજણના પ્રવાહ ની નદીમાં ઝંપલાવવું પડે છે. બુદ્ધિમતા મનનો પરિચય કરાવે છે, સુંદરતાનો પરિચય આંખો કરાવે છે જ્યારે પ્રેમાળ હદય તમારી સમજશક્તિ નો પરિચય કરાવે છે.
સમજશક્તિ થી સદગુણોનો હદયની ભીતરમાં મન પ્રવેશ થાય છે. સાદગી, ક્ષમા, વિનમ્રતા અને આપનાપન નું પ્રાગટ્ય થાય છે. સમર્પણની ભાવનાથી સુખની કેડી પ્રાપ્ત થાય છે. ધન એ ધર્મથી શોભે છે. વિશિષ્ટતા એ શિષ્ટતા નો સાથ ઝંખે છે. શુદ્ધ ચારિત્ર્ય થી સુંદરતા દીપી ઉઠે છે. પ્રેમ, વિશ્વાસ અને સમજથી સંબંધ મહેંકી ઉઠે છે.
મિત્રો, જીવન બાગની સુગંધ સમજણ નામ ના ફૂલ ઉપર વિકસિત થાય છે. આ સમજણ ની સુવાસને સર્વ વ્યાપી કરવાની શકિત આપને સદાય મળે તેવી પ્રાર્થના.
તક ને કાનો માત્ર નથી, એ જ શીખવાડે છે કે જેને કાનો માત્ર ના હોય તે અઘરું જ હોય જેવી રીતે સફળ તો પછી તક ઝડપી લો.
આશિષ
9825219458

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED