માનવજીવન Ashish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માનવજીવન

શું લઈને આવ્યા અને શું લઈને જશો

નસીબ મારું કર્મમાં હતું
હું શોધતો રહ્યો હથેળીમાં
હરિ હતો મારા હદયમાં
હું શોધતો રહ્યો મંદિરોમાં
મિત્રો, માનવ જીવન નું પ્રાગટ્ય ઈશ્વરે આપેલ અદભૂત અને અલૌકિક ભેટ રૂપી પ્રભુ પ્રસાદ છે.
ખાલી હાથે કિસ્મત, ભાગ્ય. અને luck લઈને આવવાનું અને સદભાવ, સત્કર્મ અને goodwill લઇને જવાનું. ભવ્ય ENTRY અને દિવ્ય EXIT.
જીવન યાત્રા નો મકસદ.....
ગુલાબની જેમ ખુશ્બુ ફેલાવવી
પવનની જેમ શીતળતા રેલાવવી
મળ્યું છે, અમૂલ્ય માનવ જીવન
સદા હસતા રહો ને હસાવતા રહો
ઊગવું, ખીલવું, ખુલવું એટલું અને એવું કે આથમતી વખતે વસવસો કે રંજ ના રહે.
EXIT એટલી ભવ્ય હોય કે સારું જગત એક અવાજે બોલી ઊઠે...
WELL PLAYED....BOSS....
જીવનયાત્રા ખમીર, ખુમારી, જિંદાદિલી થી ભરેલી હોવી જોઈએ. આવા મનમોહક જીવન માટે સ્વભાવનું management જરૂરી છે. હોય એના કરતાં જે ઓછા દુઃખી દેખાવાની કળા જાણતા હોય અને હોય એના કરતાં વધુ સુખી હોવાની કળા જે ને હસ્તગત હોય તે ખુશનસીબ ગણાય. ક્રોધ અને ચિંતા ને કોરાણે મુકવા પડે, નહીતો જલ્દી થકાન ની અનુભૂતિ થાય છે. સંતોષ પૂર્ણ જિંદગી માટે યાદ રાખવું પડે કે બધું બધાને મળતું નથી. જે છે એ સર્વ શ્રેષ્ઠ છે. હજારો બાહ્ય લડાઈ લડવા કરતા મનની લડાઈ જીતવી આવશ્યક છે. જોઈએ તે મેળવીએ તે સફળતાની નિશાની છે, પણ કે મળ્યું હોય તેમાં સ્મિત વદને જીવવું એ સુખી અને સંતોષી માણસની નિશાની છે.
જીવનમાં .....
અહંકાર એ સંપત્તિનું માપ છે
પરિવાર એ સંસ્કારનું માપ છે
વાણી એ સ્વભાવનું માપ છે
તર્ક એ જ્ઞાનનું માપ છે
દૃષ્ટિ એ નિયતનું માપ છે
મિત્રો, જીવનમાં ભરોસો અને વિશ્વાસ તથા આશીર્વાદ અને કૃપા દેખાતા નથી, પણ તે અશક્ય ને શક્ય બનાવી દે છે.અપેક્ષા એ દુઃખની જનેતા છે. જીવનમાં મોહ પૂરો થઈ જાય પછી ગુમાવવાનો ડર પણ નીકળી જાય છે, પછી તે સંપત્તિ કે સંબંધ કેમ ના હોય ! !
સવાર તો રોજ પડે છે, પરંતુ બુરાઈ સમાપ્ત કર્યાં પછી જીવનમાં સુપ્રભાત નો ઉદય થાય છે. નિયમ ને આદત બનાવો એ પળ, ક્ષણ અને ઘડી થી સફળતાની શરૂઆત થાય છે.
It is better to light a candle, then to curse the darkness.
હંમેશા સમય નક્કી કરે તે પહેલા તમે નક્કી કરો કે તમારે શું કરવાનું છે. આપણી ખામી એ છે કે જ્યારે વિચારીને નિર્ણય લેવાનો હોય ત્યારે ભાવુક થઈને નિર્ણય લઈએ છે અને જ્યારે ભાવુક થઈ ને નિર્ણય લેવાનો હોય ત્યારે વિચારવા બેસીએ છીએ.

એકવાર એક લુહારને રસ્તામાં લોખંડનો ટુકડો મળ્યો. *તે ટુકડો લઈ તેના વર્કશોપ પર ગયો અને તેમાંથી બંદૂકની ગોળીઓ બનાવવાનું શરૂ કર્યું.* જ્યારે તે લોખંડના ટુકડા ને ટિપતો હતો ત્યારે તેનો એક મિત્ર તેની વર્કશોપમાં આવ્યો અને તેની તરફ જોયું અને પૂછ્યું તમે શું કરો છો? તેણે જવાબ આપ્યો - હું બંદૂકની ગોળીઓ બનાવું છું.

*મિત્રએ સૂચવ્યું - સોય બનાવવાનો પ્રયત્ન કરો. બંદૂકની ગોળીઓ કરતાં સોયની વધુ જરૂર છે.*

ઠીક છે લુહારએ કહ્યું અને તેણે લોખંડના ટુકડાને ફરીથી ટીપવાનું શરૂ કર્યું. લોખંડનો ટુકડો બોલી ઉઠ્યો - અરે તમે પહેલા શું બનાવતા હતા? *હું બંદૂકની ગોળીઓ બનાવતો હતો. અને હવે - મેં વિચાર બદલી સોય બનાવવાનું નક્કી કર્યું છે.*

લોખંડના ટુકડાએ લુહારને કહ્યું - મને આનંદ છે કે તમે તમારો વિચાર બદલી નાખ્યો.
લોખંડના ટુકડાએ આગળ કહ્યું *તમારે ખુશ થવું જોઈએ - જો હું બંદૂકની ગોળી હોત .. તો ઘણા માણસો અને સ્વસ્થ પરિવારોને મારી નાખત...પણ હવે તમે સોય બનાવો છો - જે લોકો માટે કપડા અને થેલીઓ સીવવા માટે ઉપયોગમાં લેવાશે જે દરેકને મદદરૂપ થશે.*

મિત્રો - આ દુનિયાની દરેક જીવીત અથવા નિર્જીવ વસ્તુ એક ઉર્જા છે. *તમારા વિચારોનો માનવજાતિની શ્રેષ્ઠતા માટે ઉપયોગ કરો.

*Ashish Shah*
*Public Speaking Coach *
*9825219458*

મિત્રો...સદનસીબ થી મનુષ્ય દેહ નું અવતરણ થાય છે અને સત્કર્મ ના ખજાનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આપ સૌ ને ખુબ સત્કર્મ કરો એવી શુભેચ્છા અને શુભકામના.
Comments લખો.