The fragrance of humanity books and stories free download online pdf in Gujarati

માનવતા ની મહેક

આ વાર્તા એક એવા માનવ ની છે કે જેને કુદરતે માનવતા નો પરિણામ તરતજ આપી અને તેનું જીવન મહેકાવી આપ્યું...

B.B.A.કોલેજમાં ભણતો માનવ આજે ખૂબ ઉત્સાહ માં હતો.તે આજે બે વરસથી રાહ જોયા બાદ તેને ગમતી તેની જ કોલેજની મહેકને પ્રોપોઝ કરવાનો હતો. સવારના તૈયાર થયા બાદ બે વખત તેણે અરીસામાં જોઈ લીધુ. વાળની સ્ટાઈલ પાછી સરખી કરી. નવું જ બ્રાંડેડ શર્ટ અને પેન્ટ કાઢીને મનમાં ભગવાનને યાદ કરી હિંમત કેળવવી શરૂ કરી.
છેલ્લા બે વરસથી માનવને તેનીજ કોલેજમાં ભણતી મહેક પહેલીજ નજરે ગમી ગઈ હતી.તેને કોઈપણ ભાગે પામવા તે આકાશપાતાળ એક કરી રહયો હતો. પૈસાદાર બાપનો એક નો એક સંતાન માનવને કોલેજમાં ભણવા સિવાય પણ અનેક પ્રવૃતિઓ હતી. નાટકમાં ભાગ લેવાનો હોય કે બ્લડ ડોનેશન કેમ્પ હોય તેનો લીડર તો માનવ જ હોય. અત્યાર સુધી તે સાત વખત બ્લડ ડોનેટ કરી ચૂક્યો હતો.

મહેક તેનાથી એક વર્ષ પાછળ ભણતી મધ્યમવર્ગની છોકરી હતી. દેખાવમાં અતિ સુંદર રૂપાળી અને અવાજ પણ મીઠો મધૂરો, કોઈ પણ યુવકને ખેંચી લેતો. મહેકને આવા પ્રેમબેમ ના લફરાં કરવામાં કોઈજ રસ ન હતો.તે તો બસ ભણવામાં લાગી રહેતી, કોલેજથી ઘેર અને ઘેર થી સીધી કોલેજ. તેની દરેક બહેનપણીને બોયફ્રેન્ડ હતો પણ મહેક એટલે મહેક, કોઈ છોકરાં સામે આંખ ઉંચી કરીને જોવાનું જ નહિ ને !!

માનવને પહેલીજ નજર માજ મહેક ગમી ગઈ હતી. આખી કોલેજના ઘણાબધાં મહેક ને પામવા લાઇન માર્યા કરતાં,પણ કોઈનો નંબર લાગેજ નહિ ને !!
માનવ મહેનત કરીને મહેક નો મોબાઈલ નંબર મેળવીને ત્રણથી ચાર વખત sms કર્યા,કોફી માટે આમંત્રિત કરી પણ મહેકનો પ્રતિભાવ શૂન્ય ! કોઈ જવાબ જ નહિ ને ! માનવ એ તેના વ્હોટસેપ ઉપર બે ત્રણ વખત સુંદર સુંદર ક્લિપિંગ્સ મોકલાવી, દોસ્તીના મેસેજ મોકલ્યા, પણ મહેક તો જાણે કશુ જાણતી જ નથી.
હવે માનવ ફાઇનલ વર્ષમાં આવી ગયો હતો, તેની ધીરજનો અંત આવી ગયો હતો. તેની ઉપર કોલેજની કેટલી બધી છોકરીઓ ફીદા હતી,પણ માનવને તો મહેકનીજ લગની લાગી હતી.

તેના મિત્રમંડળમાં પણ હવે સમાચાર ફેલાઈ ગયા હતા કે માનવ બે વરસથી મહેક પાછળ લાઇન મારે છે, પણ મહેક નો કાંઈજ પ્રતિભાવ નથી.

આજે વેલેન્ટાઇન ડે ના દિવસે માનવ એ નક્કી કરી લીધુ હતું કે, કોઈપણ ભોગે મહેક આગળ તેના પ્રેમનો એકરાર કરીને જવાબ જાણી લેવો.

સવારમાં માનવ લાલ ગુલાબો નો મોટો બુકે લઈને કોલેજ આવી ગયો હતો.તેની કોલેજની ઘણીબધી છોકરીઓ આ બુકે પામવા નિસાસા નાખતી હતી, પણ માનવ તો પહોંચી ગયો, મહેકના ક્લાસની બહાર ક્લાસ પૂરો થતાં, મહેક તેનું લેશન યાદ કરતાં એકલી બહાર આવી રહી હતી ને માણવાએ પ્રેમપૂર્વક બુકે ધરીને નીચા નમી ધીમેથી બોલ્યો : 'l love you' સામેથી લબડવા આવતાં આવા રોમિયો સારા ઘરની છોકરીઓને છેલબટાઉને લબડું લાગતા હોય છે. જો કે આ વાત સાચી પણ છે, કારણકે આજના જમાનામાં લાયકાત વગરનો ગમે તે છોકરો સારામાં સારી છોકરી પાછળ પડીને વેલેન્ટાઇન ડે ઉપર પ્રપોઝ કરતો હોય છે.મહેકાએ બુકે સામે જોઈને એક મિનિટ ઊભી રહી, પછી તેણે બુકે પરત કર્યો અને કોઈપણ જવાબ આપ્યા વગર ચાલવા લાગી, પ્રિન્સિપાલ ની ઓફિસ તરફ...

માનવ ડઘાઈ ગયો.તેના મિત્રો એ તેને ઈશારાથી ભાગવાનુ કહ્યુ. માનવ ગભરાયો. તેને લાગ્યું વાત બગડી છે, તેને પ્રિન્સિપાલ બોલાવે તે પહેલા તેણે પોતાની મોટી લક્ઝરી ગાડી કાઢી અને ભગાવી એસ જી હાઇવે તરફ. તે મનમાં ડરી રહયો હતો, કે જો પ્રિન્સિપાલે તેને ડીસમીસ કરી દીધો, તો તેના ફાઇનલ યરનો ફિયાસ્કો થઈ જશે.

તે ગાડીમાં હાઇવે ઉપર જઈ રહયો હતો ત્યાં તેણે એક ગાડી અને એક્ટિવા સ્કૂટરનો જોરદાર એક્સિડેંટ જોયો.ગાડીનો આગળનો ભાગ ઠોકાઈ ગયો હતો અને ડ્રાઈવર ગાડી મુકીને ભાગી ગયો હતો. એક્ટિવા સ્કૂટરનો તો સાવ ભુક્કો બોલી ગયો હતો, તેનો ચાલક એક આધેડ સદગૃહસ્થ માણસ, પચાસેકની ઉમરનો લોહીલુહાણ હાલતમાં મદદ માટે બૂમો પાડી રહયો હતો. બાજુમાં થી બે રાહદારી નીકળ્યા, પણ પોલીસના લફરામાં કોણ પડે એમ વિચારી ચાલતા થયા.

એક મોટરબાઇકવાળાએ બાઇક ઊભી રાખી. પણ પછીથી કોર્ટના લફરામાં કોણ પડે એમ વિચારી પાછી બાઇક ચાલુ કરી દીધી.
પેલો આધેડ ધીમે ધીમે લોહી નીકળતી હાલતમાં ભાન ગુમાવી રહયો હતો. માનવ એ ગાડી ઊભી રાખી, પાછો વિચાર પડયો, આવા પોલીસ કેસમાં શા માટે પડવું..?

તે આગળ વધવા જતો હતો ત્યાં તેનો અંતરાત્મા પોંકારી ઉઠયો.'આ રીતે બધા માનવતા ગુમાવી દેશે, તો સમાજનું શું થશે?

આ બિચારા સજજનને બીજી પાંચ મિનિટ મદદ નહિ મળે તો જીવ ગુમાવી દેશે,તેના કરતાં ભલે કોર્ટ કચેરીના પાંચ દશ ધક્કા થતાં, માનવતા વગરનો માનવી શા કામનો ?'

સમય અને પૈસાનો વ્યય પણ બહુ થશે તે જાણવા છતાં તેણે ગાડી ઊભી રાખી, નીચે ઉતરી પેલા આધેડને પોતાની ગાડીમાં નાખીને બાજુની હોસ્પીટલમાં લઈ જઈ તરતજ તત્કાલિક સારવાર ચાલુ કરવા વિનંતી કરી. હોસ્પિટલ સ્ટાફે આટલો ગંભીર એકસિડેંટનો કેસ જોઈને કહયું 'આતો પોલીસકેસ છે, આની જવાબદારી કોની?
માનવ તરત જ સંબંધીના ખાનામાં પોતાનું નામ સરનામું લખી સહી કરી આપી, અને તેની તમામ જવાબદારી પોતાને શિરે લઈ લીધી.

માનવને દસ હજાર ડિપોઝીટ ભરી દર્દીને સ્પેશયલ રૂમમાં દાખલ કરાવી દીધા. સારવાર અને ગ્લુકોઝ સલાઇન વિગેરે ચાલુ થતાં દર્દીની તબિયતમા સુધારો જણાયો. તેના બ્લડ ગ્રુપ નો રિપોર્ટ 'એ' પોઝીટિવ આવતા કિશનને યાદ આવ્યુ તેનું પણ બ્લડ ગ્રુપ એ છે ,તેથી તેણે તરત જ એક બોટલ બ્લડ ડોનેટ કરી રિપ્લેસ કરાવી દીધું. લોહી ચડતા તે સજ્જન ભાનમાં આવી ગયા. તેમણે હોસ્પિટલ સ્ટાફ સિસ્ટરને ઘરનો ટેલિફોન નંબર આપી ઘેર જાણ કરવા વિનંતી કરી. તેમનું નામ કપિલભાઈ હતું અને તે નવરંગપુરામાં ફ્લેટમાં રહેતા હતા.

તેમને ધીમે ધીમે બધું યાદ આવવા લાગ્યૂ. ઓફિસના કામથી તે સ્કૂટર ઉપર એસ.જી.હાઇવે ઉપરથી જઈ રહયા હતા ત્યારે સામેથી સ્પીડમાં રોંગ સાઈડમાં આવતી ગાડીએ તેમને ઉડાડી દીધા હતા. પછીથી ગાડીનો ડ્રાઈવર દોડીને ફરાર થઈ ગયો હતો. તેમને યાદ આવ્યુ કે આ યુવાને જ મને ઉપાડીને તેની ગાડીમાં નાખેલ, પછીથી તેમણે ભાન ગુમાવતાં કઈજ યાદ નહતુ.
હોસ્પિટલના સ્ટાફે જ જણાવ્યુ કે આ યુવાને જ તમારા ડિપોઝિટ ના પૈસા ભરેલ છે, સગા તરીકે સહી કરેલ છે અને એક બોટલ લોહી પણ તેણે જ તમારા માટે ડોનેટ કરેલ છે. કપિલભાઈ આ બધું સાંભળી ગદગદ થઈ ગયા.

કોઈપણ જાતની ઓળખાણ વગર આટલી બધી મદદ કરવા બદલ તે માનવનો આભાર માનતા રડી પડયા. માનવએ નમ્રતાપૂર્વક કહયુ 'અંકલ, મે તો મારી ફરજ બજાવી છે, આમાં આભાર માનવાનો ના હોય.'

ચારપાંચ કલાક વીતી ગયા હોવાથી માનવ કઇંક ખાવાપીવાનો બંદોબસ્ત કરવા હોસ્પિટલ બહાર નીકળતો હતો,

ત્યાં તેણે મહેકને બે મોટી ઉમરની સ્ત્રીઓ સાથે ઉત્તેજિત અવસ્થામાં પ્રવેશતી જોઈ.માનવ ગભરાતા ગભરાતા વિચારમાં પડયો.'અરે ! આ પીછો કરતાં અંહી સુધી, તેની મમ્મીને લઈને આવી ગઈ?' તેણે મહેકને કરગરતા કહયુ 'મને માફ કરીદે .હવે આવી ભૂલ ફરીથી નહિ કરૂ.' આટલું કહી તે ઝડપથી હોસ્પિટલની બહાર નીકળી ગયો.

મહેકને આ બધું સાંભળવાનો સમય જ ન હતો.તે તેની મમ્મી અને માસી સાથે ઝડપથી હોસ્પિટલના કાઉન્ટર ઉપર ગયા,અને મહેકએ રિસેપ્શનિસ્ટને પૂછયુ. 'હમણા જ આવેલ એકસિડેંટનો કપિલભાઈનો કેસ ક્યાં દાખલ કરેલ છે?' ત્રણે બહેનો ચિંતાતુર ચહેરે સ્પેશ્યલ રૂમમાં પ્રવેશ્યા અને કપિલભાઇને ભાનમાં અને સારી હાલતમાં જોઈ હાશકારો અનુભવ્યો મહેકએ પૂછયુ 'પપ્પા,આ શું થઈ ગયુ?'
'બેટા એક ફરિશ્તાને લીધેજ હું બચી ગયો છુ. અન્યથા મારી લાશ એસ.જી.હાઇવે ઉપર જ પડી રહી હોત'. મહેકના મમ્મી અને માસી પણ તે ફરિશ્તા નો અને ઈશ્વરનો આભાર માનવા લાગ્યો.

માનવ ચા નાસ્તો કરી કપિલભાઈ માટે ચા નાસ્તો લાવ્યો ત્યારે સ્પે.રૂમમાં બંસીને જોતાં અચંબામાં પડી ગયો. કપિલભાઇ એ બધાની વચ્ચે માનવના વખાણ કરતાં કહયુ : 'જુઆ આ રહયો એ ફરિશ્તો ,જેને લીધે હું જીવતો છુ. નહિતર હું આજે તમારી વચ્ચે ના હોત'

મહેક અહોભાવથી ભાવવિભોર બની ગઈ. તેણે માથામાંથી સફેદ ગુલાબ કાઢી કિશનના હાથમાં મુક્તાં કહયુ 'આઈ ઓલસો લવ યુ' તેના માતા પિતાએ આ પ્રપોઝલ હર્ષથી વધાવી લીધી.બીજે દિવસે માનવ અને મહેક ને હાથમાં હાથ રાખી કોલેજ આવતા જોઈ તમામ મિત્રોના મોં આશ્ચર્યથી પહોળા થઈ ગયા.તેના ખાસ મિત્ર સંજયાએ કહયુ 'અલ્યા, કિશન, તને તો વેલેન્ટાઇન ડે ફળી ગયો .માનવ જવાબ આપતા કહયુ.,
'એક વખત સમય કાઢીને,માનવતા બતાવી તો જુઓ, 'ભગવાન શ્રી હરિની કૃપા સ્વયં પછીથી અનુભવી તો જુઓ.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED