korona same kalji books and stories free download online pdf in Gujarati

કોરોના સામે કાળજી

કોરોનાની નવી લહેર સામે વધુ ને વધુ સાવચેતીનો સમય આવી ગયો છે.
કોરોનાની આ નવી લહેર વધુ પ્રમાણમાં લોકોને ઝડપે છે. ઘણા તો એકદમ યુવાન અને આ વખતે તો બાળકો પણ ઝડપાઇ જાય છે. તેઓ હોમ ક્વોરાન્ટાઇન થઈ સાજાં તો થઈ જાયછે પણ અમુક અંગોની નબળાઈ, કિડની ને લાગતી તકલીફો વગેરે નાનપણમાં જ ઘુસી જાય છે. તો આ કપરા કોરોના કાળમાં રાખવાની કાળજી અંગે સરળ સાવચેતીઓ જાણીએ અને અમલ કરીએ.
કોરોના ફેલાય નહીં એટલે ઘેર રહેવા કહેવાય છે. યોગ્ય છે પણ કાયમ માટે કેદ થઈ રહેવું કોઈને ગમે પણ નહીં અને પોષાય પણ નહીં. તો આટલી સાવચેતી રાખીએ તો આપણેસલામત રહેશું અને આસપાસ સલામતી રાખી કોરોના પ્રસારની ચેઇન તોડશું.
1. માસ્ક અવશ્ય પહેરીએ.
બહાર નીકળતાં નાક ઢાંકીએ જ. માસ્ક હવે તો કલર કલરમાં અને વિવિધ ડિઝાઈનોમાં મળતા થયા છે. ડ્રેસ સાથે મેચિંગ માસ્ક પહેરી જુઓ. લોકોનું ધ્યાન ખેંચાશે અને પ્રશંસા ભરી નજરો જરૂર મંડાશે.
માસ્કથી તમે કોરોના પીડિત નહીં હો તો બીજા કોઈ પીડિત હોય તેનાથી પણ બચશો. હવામાં વાયરસ હોય તો માસ્ક તેને તમારાં ફેફસાં પર એટેક કરતાં રોકી દેશે.
જાહેરમાં ઘણા માણસો હોય ત્યાં માસ્ક ઉતારવો નહીં. જેમ કે ટ્રાફિક સિગ્નલ, સ્ટાર કે બિગ બાઝર જેવા પરચુરણ ખરીદીના મોલ, બેંક, દવાખાના, રસીકરણ કેન્દ્રો, સરકારી ઓફિસોની લાઈનો જેવી જગ્યાઓ પર.
સતત માસ્ક પહેરીને ગૂંગળામણ થાય તો એક સાઈડે ઉભી દસેક સેકંડ માસ્ક નીચો કરી બે ત્રણ ઊંડા શ્વાસ લઈ ફરી પહેરી લો.
2. સેનિટાઈઝ થતા રહો.
દુકાનો, મોલ વગેરે જગ્યાએ પગથી ઠેસી દબાવી હાથ સેનિટાઈઝ કરવાની વ્યવસ્થા હોય તે ચુકો નહીં. ભલે બે મિનિટ પહેલાં ક્યાંક સેનિટાઈઝ કર્યું હોય. જર્મ્સને તમારાં શરીરમાં ઘૂસતાં મિનિટ નહીં, માઈક્રો સેકન્ડ લાગે.
3. બહારથી આવી હાથ જરૂર ધુઓ. સાબુ કે હેન્ડવોશથી. 20 સેકન્ડ એટલે કે આગળ અને પાછળ બન્ને બાજુ, વહેતાં પાણી નીચે ધુઓ.
4. બહારથી લાવેલ શાકભાજી કે ફ્રૂટ પહેલાં સહેજ હુંફાળા પાણીમાં પલાળી દો. એની ઉપર સેનિટાઈઝર ન નખાય પણ જેમાં લાવ્યા એ થેલી ઉપર તો નાખીને વીસેક મિનિટ રખાય ને? તે પછી હમણાં કહ્યું તેમ હુંફાળા પાણીમાં. એટલે વાયરસ મરી જાય.
મોટે ભાગે ગામડાઓ કે જથ્થાબંધ માર્કેટમાંથી વસ્તુઓ લાવતા ફેરિયાઓ અને એ ગમે ટ્વિવી જગ્યાએથી કે માટીમાંથી સીધી લીધેલી વસ્તુઓ કોરોનાની પ્રબળ વાહક બનતી હોય છે.
5. કોઈ ડોક્યુમેન્ટ કે એટીએમ યા બેન્કમાંથી લાવેલ નોટ્સ ઉપર પણ સેનિટાઈઝરનાં બે ત્રણ ટીપાં નાખી થોડું રહેવા દો. ડોક્યુમેન્ટ્સ પણ ઘરમાં આવે એટલે સેનિટાઈઝર છાંટી સુકાવા દો. એટલે હાથથી ડોક્યુમેન્ટ કે નોટ પર લાગેલા વાયરસથી કોરોના ફેલાવાની શકયતા ઘટી જાય.
6. બહાર નોકરી ધંધા માટે જવું જ પડે. એ સિવાય બહાર જવાની જરૂર ઓછી કરો. ઓનલાઈન વસ્તુઓ મંગાવવીકે પૈસા ટ્રાન્સફર કરવાની પદ્ધતિઓનો સહારો લો. કારણ વગર માત્ર ફરવા ઓછું નીકળો. વૉક લ્યો તો ભીડ ઓછી હોય ત્યારે ને માસ્કમાં કવર થઈને લો.
7. કપાલભાતિ પચીસ ત્રીસ સ્ટ્રોક જરૂર કરો. જેમને ફાવે તે નાસ પણ અવારનવાર લે. નાક રોજ પાણી જવા દઈ છીંકીને સાફ કરો. અને કોગળા બાદ ઓળીયાથી જીભ રોજસાફ કરો.
8. બહાર નીકળતાં પાણી પીને નીકળો. ગળું ભીનું હશે તો વાયરસ જલ્દી ચોંટશે નહીં. ઉપરાંત, બહાર જતાં પેટ ખાલી ન રાખો.
9. કામવાળીઓ કે રીપેર વાળાઓને ઘરમાં આવવાની મનાઈની જરૂર નથી. એ લોકો આવે એટલે હાથ સેનિટાઈઝ કરીને દાખલ થાય અને હાથ ધુએ.
10. દુકાનો કે રેલિંગ પાસે સભાનપણે ખિસ્સામાં હાથ રાખો કે છુટા રાખો પણ કાઉન્ટર કે રેલિંગ પર હાથ મુકવાનું ટાળો. ત્યાં જ વાયરસ લાગ્યા હોવાની વધુ શક્યતાઓ હોય છે.
આટલી ચોક્સાઈ તમારા માટે પૂરતી છે. અને એમ ઘણાખરા તેનું પાલન કરી ચેઇન તોડે તો કોરોનાનો ફેલાવો કાબુમાં રહે જ.
પોતે પોતાને સાચવીએ તો કુટુંબ સચવાશે અને એમ સોસાયટી અને મહોલ્લો થઈ શહેર સચવાશે.
તો આ સાવચેતીનો સમય સાચવી લઈએ. કાળજી રાખે એને કોરોના કઈં કરી શકે ના.
-સુનીલ અંજારીયા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED