THE WALL books and stories free download online pdf in Gujarati

દિવાલ


'' દિવાલ "



( આપણે માં નું ઋણ તો કદી અદા નઈ કરી શકીએ....!, માં એટલે લાગણી નો સાગર.., જે માં એ આપણને સાગર માં નવડાવ્યા, એ માં ને આપણે લાગણી ની એક બુંદ પણ પાછી આપી શકીએ તો પણ ઘણું છે.........!



અને જીંદગી ક્યારેક એવા સંતાનો નથી આપતી કે ઋણ ચૂકવી શકે, ઊલટાનું તે દુખ આપે છે, અને ક્યારેક કોઈ વિરલો એ ચૂકવવાં માગતો હોય તો પણ નસીબ સાથ નથી આપતા..)

જેક્સન ઉર્ફે જેકી કહી ને મને સૌ બોલાવતા. મારા પરિવાર મા માતા-પિતા, મોટી બહેન અને હું. દાદા-દાદી તો મારા જન્મ પેલા જ સ્વર્ગસ્થ થઇ ગયેલ. પરિવારમાં મા બધા થી નાનો એટલે લાડકોડથી ઉછરેલો. પણ ગરીબી ના લીધે કદાચ બાળકો ને સારું બાળપણ માતા-પિતા આપી ના શક્યા, પણ પ્રેમ અઢળક આપ્યો. પણ આજે ચાર દસકા બાદ પણ અઢળક સંપત્તિ હોવા છતાં માતા-પિતા નો પ્રેમ કાયમ યાદ આવતો....

આજે એ દિવસનો યાદ કરીને આંખ મા આસું આવી જાય છે. એવો જ એક કિસ્સો યાદ આવી ગયો. ગરીબી હોવા થી અમે એક જ રૂમ માં રહેતા, અમારી વચ્ચે કોઈ જ દિવાલો ન હતી, શિયાળાના એ દિવસો હતા, ઠંડી ના લીધે મારા શરીરમાં કફ જામી ગયેલ. માંડ માંડ કરી ને મારા પિતા એ મારા માટે સારી દવા કરી હતી અને હું રાત્રે જાગી ના જાવ એટલે મારી માતા, આખી રાત મારી પાસે બેસી રહે.

આજે પણ યાદ છે કે એ દિવસે મને બહુ જ ઉધરસ ચડેલી ને મેં મારી માતા તરત જ પાણી નો ગ્લાસ ભરી લાવેલા, અને પિતા એ મને એટલી ઠંડી મા ઉઘાડા દિલે દવાખાને લઈ ગયેલ, પણ આજે વિશાળ ઘર મા દસ દસ રૂમ હોવા છતાં પણ એ પ્રેમ નથી મળતો.

મને આજે પણ અફસોસ છે કે હું માનું ઋણ ચૂકવી ના શક્યો, જ્યારે માતા ને મારી જરૂર હતી ત્યારે હું આરામ થી ઊંઘતો રહ્યો. ને એ કણસી રહેલી મા નું દર્દ સમજી ના શક્યો.

આજે માં ની બીજી પુણ્યતિથિ છે આજ થી ઠીક બે વર્ષ પેલા માતા મને આ જિંદગી ની જંગમાં એકલો મૂકી ને જતા રહેલ, હું તો સાવ પાયમાલ થાય ગયેલ, આટલી સંપત્તિ છતાં પણ એ પ્રેમ નથી..

કદાચ આ દિવાલ ના હોત તો મારી માતા બચી ગયેલ, માતા ને સમય સર હોસ્પિટલ લઈ શક્યો હોત, ને હાર્ટ એટેક થી બચાવી શક્યો હોત, નાનપણ માં આ દિવાલો ન હતી એટલે મારી લાગણી માતા સુધી પહોંચી, પણ અફસોસ આ દિવાલો ને લીધે હું મારી મા ના દુખ ને સમજી ના શક્યો, એટલે જ કદાચ આ દિવાલો થી મને નફરત થવા લાગી છે. આજે પણ ભગવાને પ્રાર્થના કરું છું કે મને દર જન્મે આ જ મા મળે, અને હું એને લાગણી નો એક બુંદ અર્પી શકું....!

કદાચ આ દિવાલે જે મા નો જીવ લઈ લીધેલ...., કદાચ આ દિવાલ ના હોત તો માં મારી સાથે હોત... કદાચ.

( મિત્રો આ એક સત્ય ઘટના પર આધારિત છે જે આશા રાખું કે આપ સૌ ને પસંદ પડશે..

મારી આ પ્લેટફોર્મ પર પહેલી રચના છે, આશા મિત્રો છું કે આપનો સાથ સહકાર મળતો રહે, આપના વિચારો અને આપનો મંત્વય મને જરૂર જણાવશો., જેથી એના પર હું કાર્ય કરી શકું અને સુધારા સાથે કૈંક નવું રજૂ કરી શકુ અને આ એક જન્મતા લેખક ને કાયમ શીખવા મળતું રહે 🙏🙏)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED