The Mango Man of India books and stories free download online pdf in Gujarati

ધ મેંગો મેન ઓફ ઈન્ડિયા





મેંગો મૅન ઑફ ઈન્ડીયા:હાજીકલીમુલ્લાહખાન



"જમાદાર કેરી" ગુજરાતમાં જાણીતી છે.પણ "પોલીસ કેરી" અને "ડૉક્ટર કેરી"ની નવી પ્રજાતિના નામ સાંભળીને તેના વિશે જાણવાની ઉત્સુકતા પણ વધી જાય છે.આ બંને પ્રજાતિની કેરીની ખેતી કરનારા ખેડૂત અને તેના જીવન વિશેની અમુક રસપ્રદ વાતો જાણીએ.નામ હાજી કલીમુલ્લાહ ખાન પણ આખો દેશ "મેંગો મેન ઑફ ઈન્ડિયા"ના નામે જાણે છે.
મારું લક્ષ્ય હંમેશા દુનિયામાં મિઠાસ ફેલાવાનું રહ્યું છે.તો મારા હિસાબે કેરીથી વધુ શ્રેષ્ઠ કંઈ હોઈ જ ન શકે.મેં ૧૬૦૦ પ્રકારની કેરીની ખેતી કરી છે.તમારા બધા લોકો માટે કેરી એક ફળ જ હશે,પરંતુ મારા માટે તે સુવર્ણ ભૂતકાળની સાક્ષી અને ભવિષ્યની આશા છે.આ પીળા છોતરામાં સમાયેલી મિઠાશ મને વારસામાં મળી છે,જે સમયની સાથે પરિપક્વ થઈ રહી છે.ખાન સાહેબ પાસે ૨૦ એકરમાં ફેલાયેલો સૌથી સુંદર બગીચો છે,જેમાં વિવિધ પ્રકારના કેરીના ઝાડ છે.તેમણે કેરીની ૧,૬૦૦ પ્રકારથી વધુ કેરી ઉગાડી છે.ગ્રાફ્ટિંગ ટૅક્નિકનો ઉપયોગ કરીને એક જ ઝાડ પર ૩૦૦થી વધુ પ્રકારની કેરીને ઉગાડીને ખેતી ક્ષેત્રે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.તેમના આ અદ્ભુત કામથી પ્રભાવિત થઈને ભારત સરકારે તેમને પદ્મશ્રી એવૉર્ડથી નવાજ્યા હતાં.ફળોની સાથે પ્રયોગ સિવાય ખાન સાહેબ પ્રમુખ હસ્તીઓને તેમના સારા કામ અને સફળતાના સન્માનમાં કેરીની જાતિને નામ આપવા માટે પણ પ્રસિદ્ધ છે.

આ વખતે તેમણે તેમના બગીચામાં કેરીની બે નવી જાતિ વિકસાવી છે."પોલીસ કેરી" અને "ડૉક્ટર કેરી".ખાન સાહેબે તેમના બગીચામાં સચિન તેન્ડુલકર,નમો અને ઐશ્વર્યા રાય જેવી વ્યક્તિનાં નામે પણ કેરીની પ્રજાતિના નામ રાખ્યા હતાં.રાજકારણીઓથી લઈને લોકપ્રિય હસ્તીઓ સુધી તેઓ કેરીના માધ્યમથી અમર બનાવવાની આશા રાખે છે.તેમની પ્રસિદ્ધ કેરીઓ પૈકી એકનું નામ મેગ્નમ ઓપસ-મુગલ-એ-આઝમ છે,જે અભિનેત્રી મધુબાલાએ ભજવેલા અનારકલીના પાત્રના નામ પર રાખવામાં આવ્યું છે.

કેરીના બાગની દેખરેખનું કામ તેમણે ૧૯૮૭થી હાથમાં લીધું હતું.ત્યારથી દર વર્ષે તેઓ નવી પ્રક્રિયા અને જાણકારીની મદદથી કેરીની નવી નવી પ્રજાતિને ઉગાડવાની કોશિશ કરતાં રહ્યા છે.ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌના મલીહાબાદમાં જન્મેલા ખાન સાહેબ કેરીના બગીચામાં જ મોટા થયા હતાં.છેલ્લી ચાર પેઢીથી તેમના પરિવારમાં કેરીની ખેતી થઈ રહી છે.એટલે ખાન સાહેબને કેરી વારસામાં જ મળી છે.કેરીના નિષ્ણાત તરીકે પણ જાણીતા આ ખાનસાહેબે દાવો કર્યો હતો કે તેમના પૂર્વજ રાજાશાહી પરિવારોના મોટા બાગમાં હાઈબ્રિડ કેરીની ખેતી કરતાં હતાં.
૮૦ વર્ષના ખાન વધુમાં જણાવે છે કે,બાળપણમાં મેં મારો મોટા ભાગનો સમય કેરીના બગીચામાં જ વિતાવ્યો હતો.મારા ભાઈ અને હું જ્યારે સંતાકુકડી રમતા હતાં અને થાકી જતાં હતાં ત્યારે કેરીનાં ઝાડની છાયામાં બેસીને આરામ કરતાં હતાં.એ વખતે તો ઉનાળાની ગરમી પણ ખૂબ જ સારી લાગતી હતી.રમી રમીને અમે એ જ ઝાડ ઉપર ચઢતા હતાં જ્યાં કેરી પાકી ગઈ હોય.પાકેલી કેરીને જોઈને તો મોંમાં પાણી આવી જતું અને મન તેને તોડીને એ રસાળ કેરીનો સ્વાદ માણવા માટે કહેતું હતું.સાત ધોરણ સુધી ભણ્યા બાદ કિશોરાવસ્થા પહેલા પરિવારના આ વ્યવસાયમાં સામેલ થઈ ગયા.
ખાન સાહેબ તેમના અંગત જીવન વિશે કહે છે કે,મને પહેલાથી જ ભણવામાં રસ નહોતો.બાગમાં કામ કરીને હું ખેતી ક્ષેત્રે પ્રગતિ કરી છું એવું મને લાગ્યું હતું.એટલે સાતમા ધોરણમાં ફેલ થયા બાદ મેં કેરીની ખેતી કરવાનો નિર્ણય લીધો હતો.૧૭ વર્ષની વયમાં તેમણે કેરીની સાત જાતની સાથે કેરીના પહેલા ઝાડની ખેતી કરી હતી,જેમાં દરેક કેરીનો ફ્લેવર અલગ હતો.ગ્રાફ્ટિંગ ટૅક્નિકનો ઉપયોગ કરીને તેમણે "મેંગો મેન ઑફ ઈન્ડિયા" બનવાની યાત્રામાં વિવિધ પ્રકારની કેરીનો પાક ઉગાડ્યો હતો.ગ્રાફ્ટિંગ ટૅક્નિકમાં બે રોપાને જોડી નવું જ ઝાડ વિકસિક કરવામાં આવે છે.

( મિત્રો તમને પસંદ આવે તો આવી જ રીતે જે લોકો એ સમાજ ને પર્યાવરણ માં ને દેશ માટે કંઈક ફાળો આપ્યો છે એમની માહિતી આપની સમક્ષ રજૂ કરીશ. આપનો કીમતી પ્રતિભાવ જરૂર આપશો એવી આશા રાખું છું....)
જય હિન્દ 🇮🇳
-Jay dave

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED