Diwali shopping books and stories free download online pdf in Gujarati

દિવાળીની ખરીદી

" પપ્પા મારે દિવાળીની શોપિંગ કરવા જવું છે મને તમારું ક્રેડિટ કાર્ડ આપોને, " એમ ઋત્વીએ રાજેશભાઈને કહ્યું.

" અરે ઋતુડી હમણાં તો ગઈ હતી, કેટલા લૂગડાં ભેગા કરીશ,મૂઈ? "ઓશરી ( ગાર્ડન સ્પેસ) માંથી સાવિત્રીબેન એ જવાબ આપ્યો.

" બા, જવા દો અત્યારે ઉંમર છે તો જીવી લેવા દો ને, તમારી જેમ ધોળા આવશે પછી થોડી જશે. " રાજેશ ભાઈએ સાવિત્રીબેન ને કહ્યું...

" તને, તો ખબર છે ને રાજુ કે પૈસા કેમ કમાઈ છે અને આ મૂઉંને બવ ચઢાવી રાખી છેને, જમાનો ખરાબ છે બગડતા વાર નઈ લાગે.. આમને આમ માથે ચઢાવ એટલે એક દી નામ ડૂબાડે",સાવિત્રી બેનએ હાંફતાં-હાંફતાં કહ્યું .

" મમ્મી આજે તો હું નવું જીન્સ લાવીશ "ઋત્વીએ એની મમ્મીને કહ્યું..
" તારા બાપા એ જ તને મોઢે ચઢાવી છે "રસોડા માંથી એના મમ્મી એ ગુસ્સા માં કહ્યું.

" તમે બન્ને શાંત થાવ અને લે બા પાણી પી, મને મારી દીકરી પર વિશ્વાસ છેકહી આડા રસ્તે નહીં જાય, એનામાં પણ તારાસંસ્કાર છે માં ", રાજેશ ભાઈએ સાવિત્રી બેનને પાણી આપતા કહ્યું..

અચાનક રાજેશભાઈની ચેહરો મુંઝાય જાય છે, અને એ પોતાના રૂમમાં જતા રહે છે..

બાને ખબર પડી જાય છે, એ રાજેશભાઇની પાછળ પાછળ જાય છે, ત્યાં રાજેશ ભાઈ કોઈ વિચારમાં ખોવાય ગયેલા હોય છે....




______♦️♦️♦️⏮️⏮️⏮️⏮️🔴🔴🔴♦️♦️_______

બાળપણ તો બાળપણ હોય છે, પછી બાળક ગરીબ હોય કે અમીર....! બાળપણમાં પૈસા નહોતા, પણ એ સંઘર્ષની ખુશી અલગ હતી, ફેરવવા સાઇકલ નહોતી, પણ રબર ના ટાયર ને લાકડીથી ફેરવવાની મજા અલગ હતી.., પોકેટમની નહોતી પણ માં-બાપના આશીર્વાદથી પોકેટ હમેશાં ભરેલી હોતી.... આજના જમાનામાં જેવી સુખ-સગવડો નહોતી પરંતુ મજા બહુ હતી.
આવું તો ઘણું બધું છે પણ જીન્સ પરથી રાજેશ ભાઈને એમની બાળપણનું નવું જીન્સ મળે(એ જમાનામાં ક્યાં જીન્સ જેવું હતું..) એ વાત યાદ આવી જાય છે....

હજુ પણ એ દિવસ યાદ છે,મને જ્યારે આઠમા ધોરણમાં નવું પતલૂન મળ્યું. ( એ સમયે ન તો જીન્સના પેન્ટ હતા ના તો તૈયાર પેન્ટ હતા). મને હજુ પણ યાદ છે દર વર્ષે એક જ વાર નવું કપડું મળતું એમાંથી પણ કાંતો શર્ટ અથવા પેન્ટ એક જ મળતું.

બાપુજીનો પગાર સો રૂપિયા હતો, અને અમે ખાવા વાળા આઠ, પગાર તો બે થી ત્રણ દિવસમાં વપરાય જતો.. કૈંક નવી વસ્તુ લેવી હોય તો સંઘર્ષ કરવો પડતોને, એ પછી મળતી કે નહીં એની ખાતરી નહીં. જો વસ્તુ મળતીતો જેવો આનંદનો પાર નઈ,ત્યારે મળ્યો છે એવો આનંદ આજ સુધીની એક પણ વસ્તુમાં નથી આવ્યો..

માંડીને વાત કરું તો સાતમા ઘોરણનો એ દિવસ મને આજે પણ યાદ છે, જ્યારે નવું કપડું લેવા માટે કેટલી મહેનત કરી હતી., ત્યારના એ સમયે પોતાની જરૂરિયાત પણ માતા-પિતા સમક્ષ રજૂ કરતા ખચકાટનો અનુભવ થતો કેમ કે ઘરની પરિસ્થિતિ જ એવી કઠિન હતી . પેલાતો ભાઈ અને બહેનને વાત કહેવી પડે, જો એમને ઠીક લાગેતો જ વાત બા સુધી પહોંચે અને બા બાપુજીને કહે. પછી ઘરે મારા માટે નવું કપડું લેવી કે નહીં, એની આખા પરિવારની સામે ચર્ચા થતી. અંતે હજુ એક થીગડું મારીને ચલાવી લેવું એવું નિર્ણય આવતો. બાપુજીતો કહી દેતા નવા પરબે (નવા વર્ષે) વાત, અને ફરીથી પાછું દિવાળી સુધીની રાહ જોવી પડતી.

ફરીથી માથે નિરાશાના વાદળ ઘેરાય વળતા, જેમ તેમ કરીને પણ બે મહિનાએ પેન્ટમાં નીકળી જતાં.પછી ફરીથી દિવાળી પહેલાના બે મહિનાથી એજ નવો એકડો ઘૂંટીને સંઘર્ષ કરવાનો, પહેલાં બહેન પછી ભાઈ અને એમ બાપુજી પાસે છેલ્લે વાત પહોંચતી . જ્યારે બધાની હાજરીમાં મારા માટે કપડું એ અગત્યનું છે ,એમ નક્કી થતુ ત્યારે બાપુજી નવું પેન્ટ શિવડાવવા માટે હા પાડતાં. ત્યારે ખરેખર માથે રાજાનો તાજ આવવાનો છે, એવી લાગણી સાથે રાહ જોવાતી..

ત્યાર બાદ જગા કાકા ઉર્ફે જગા દરજીને ત્યાં, બાપુજી મને લઈ જઈને પરમાણુ( માપ) લેવડાવતા. ત્યારે હું એવો શરમાવતો જાણે, વરરાજા એની દુલ્હનને જોઈને શરમાય.

"ભાણા, દસ દિવસમાં તારું નવું પતલૂન ત્યાર થઈ જશે," જગા કાકાના મોઢેથી આ શબ્દો સાંભળીને એક આહ્લાદક લાગણી થઈ આવી.

રોજ સવારે આંગણીના વેઢે દિવસો ગણાતા અને સુતા પહેલા એ વાત યાદ રખાતી કે હવે એક દિવસ ઓછો થશે. એક અઠવાડિયું તો જાણે સાત-સાત જનમ જેવો નીકળતા. સાત દિવસ પછી જ્યારે જગા કાકાની દુકાને જવાનું થયું, ત્યારે મારાતો ઉમળકાનો પાર નહોતો. આજે તો નવું પતલૂન મળશે જએવી ખુશી હતી, ત્યારે જગા કાકાએ જવાબ આપ્યો.,

"ભાણા ગરાગી બવ છે, તૈયાર થયો નથી પાંચ દિવસ પછી આવજે." આ સાંભળી હું નિરાશ થઈ ગયો ,પણ હું શું કરી શકું નિરાશા ભરેલું મોઢું લઈને ફરીથી ઘરે આવ્યો.

પાંચ દિવસ ક્યારે જશે એની રાહ જોવાની શરૂ કરી દીધી. કેમ કેમ કરીને ચાર દિવસતો કાઢી નાખ્યા. ચોથા દિવસેતો મનમાં એમ જ વિચાર આવ્યો,આજે પતલૂન તૈયારના થયું તો કાકાને ખખડાવીને કેવું છે, " કાકા હવે ક્યારે બનાવી આપશે પણ બાપુજીના માન ખાતર કહી ના શકતો. "

અંતે એ દિવસ આજે આવી ગયો . હું મનમાં બબડાટ કરતો હતો કે આજે તો પતલૂન આવી જશે. એવી ખુશી હતી કે જે આજ સુધી મારા ચહેરા ઉપર જોઈ ન હતી. સવારે 8 પહેલા ઉઠીને દુકાન બહાર રાહ જોઈ રહ્યો હતો, કે હમણાં જગા કાકા દુકાન ખોલે અને મને મારું પાટલુન મળે. પરંતુએ દિવસે તો જગા કાકાએ 11 સુધી દુકાનના ખુલ્લી, અને ફરીથી એ રાહ જોવી નિષ્ફળ ગઈ ,એ વીલા મોઢે ઘરે પાછા આવું પડ્યું.

બપોરે બાપુજી આવ્યા જાણવા મળ્યું કે,જગા કાકાના દાદા ગુજરી ગયા હતા. તેથી બે દિવસ દુકાન બંધ રહેશે ,તો જાણે ફરીથી ડિપ્રેશનમાં આવી ગયો તેવી લાગણી થવા લાગી. હવે તો પરબ ટાણે માત્ર પાંચ દિવસ બાકી હતા. મને મારો નવૂ પતલૂન મળશે કે નહીં ,એ પણ અવઢવ માં હતું. મન માં ગુસ્સો આવ્યો "આ જગો કાકો સીવી નથી આપતો ,આજે બાપુજીને જ લઈ જવા છે આજે તો એની ખેર નથી."

બાપુજીની સાથે વાઘ બારસના દિવસે જગાકાકાની દુકાને ગયા ,અને જગા કાકાએ ફરીથી માપ લેવા માંડ્યું. હું તો જાણે મૂંઝાઈ ગયો. મારા ચહેરાના ભાવ જોઈ ને જગા કાકાએ કહ્યું,
"ભાણા તારું માપ તો ખોવાઈ ગયું આથી ફરીથી લેવું પડશે ". એ સાંભળીને હું ગળગળો થઈ ગયો. મારા મનમાં પહેલો વિચાર એ આવ્યો કે 'આ પરબે પણ નવું પતલૂન નહીં મલે'. મારું મોઢું જોઈને જગાકાકાએ કહ્યું કે ત્રણ દિવસ પછી લઈ જજે, બાપુજીએ વિનંતી કરી એટલે દિવાળીના દિવસે પતલૂન મળશે એવું ફાઇનલ થયું. એ દિવસે મારા ચહેરા ઉપર જે ખુશી હતી, એ ખુશી બાપુજીએ આજ દિવસ સુધી ક્યારે પણ જોઈ નહોતી.

બસ પછી તો બે દિવસ ક્યાં ખુશીમાં વીતી ગયા, એનો ખ્યાલ જ ન રહ્યો. દિવાળી દિવસે પ્રભાતે ઉતાવળથી કાકાના ઘરે પહોંચી ગયો. ત્યાં કાકીએ ખબર આપી જગાકાકા બે દિવસથી બીમાર છે.

ફરીથી મને જવાબ મળ્યો કે, 'થોડુંક શીવણ કામ બાકી છે એટલે હવે લાભ-પાંચમ એ આવજે ભાણા તારુ પતલૂન મળશે' . મારો ચહેરો રડમસો થઈ ગયો અને આંખોમાંથી ગંગા-જમુના વહેવા લાગી, આ જોઈને મારી લાગણી જગાકાકા ઓળખી ગયા અને કહ્યું આજે રાત્રે આવી જજે, ત્યારે કરી દઈશ. એવું કહી મને શાંત કરીને ઘરે મોકલ્યો અને સાંજે બાપુજી સાથે જ પતલૂન મોકલી આપ્યું.

______♦️♦️♦️⏮️⏮️⏮️⏮️🔴🔴🔴♦️♦️_______

મને આ વિચારમાં ખોવાયેલો જોઈને તથા મારા મોઢા ઉપર મિશ્રિત ભાવો જોઈને બાએ રાજેશભાઈને પુછ્યું,

' શું થયું? રાજેશ કેમ વિચારમાં ખોવાઈ ગયો'? ત્યારે રાજેશભાઈની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા, માંની ખોળામાં માથું રાખીને રાજેશ ભાઈ બેસી ગયા.

"બા, તમને યાદ છે બાપુજીએ મને નવા વર્ષે પતલૂન શિવડાવી આપ્યો હતો? "રાજેશ ભાઈ એ કહ્યું.

"હા, આજે પણ મને યાદ છે કે મેં તારા પાતલૂન ખુશીમાં બે ચપટી લાપસી મૂકી હતી. એ દિવસે આખી રાત તું એ પતલૂનને તારી પાસે લઈ સૂતો હતો, તે ત્રણ દિવસ સુધી એ પતલૂન પહેરી રાખ્યું હતું",રાજેશ ભાઈના માથામાં હાથ ફેરવતાં બા કહ્યું.

" બા, સાચું કહું ને તો એ દિવસ જેવી ખુશી આજ સુધી મને ક્યારેય આ મોંઘા કપડાં માં નથી મળી",તારા હાથ ની લાપશીની મિઠાશ આજની કાજૂકતરી માં નથી. રાજેશભાઈ એ કહ્યું.

" એ જ તો બાળપણ છે બેટા,હું પણ જાણું છું કે તું તને જે ખુશી મળી નથી ,તે તારા સંતાનોને આપવાનો પૂરો પ્રયત્ન કરે છે.પરંતુ આજનો જમાનો થોડો ખરાબ છે બેટા એટલા માટે મને બહુ ઋતુડીની ચિંતા થાય છે."બાએ કહ્યું .

"બા, આપણી ઋત્વીમાં આપણા સંસ્કારો છે એ કોઈ દિવસ ખોટું પગલું નહીં ભરે આટલું રાજેશ ભાઈ એ કહ્યું અને મા દીકરો ભેટી પેટી પડે છે.

🖊️-Dr Jay Dave


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED