ઘરની લક્ષ્મી Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘરની લક્ષ્મી

" ઘરની લક્ષ્મી "
" ભાભી તમારા હાથની રસોઈ એટલે કહેવું પડે હોં..!! તમે શું જાત જાતનાં મસાલા અંદર મીક્સ કરો છો..?? કંઈ ખબર જ પડતી નથી.. પણ જમવાનું અફલાતુન બનાવો છો બાકી...દિિ ખુશ થઈ જાય તેેેવુુ... " બોલતો બોલતો યુગ હાથ ધોઈને ઘરની બહાર નીકળ્યો.

યુગ અને સંજય બંને સગાં ભાઈઓ બંનેની વચ્ચે ખાલી સવા વર્ષનો જ ફેર, બંને ભાઈઓને ખૂબજ મેળ આવે, પોતાના મમ્મી-પપ્પાએ બંનેને ખૂબ ભણાવ્યા અને એન્જિનિયર બનાવ્યા. નાનું પણ સુખી કુટુંબ, ઘરમાં બધાં ખૂબજ પ્રેમથી હળીમળીને રહે.

સંજયના લગ્ન થયે હજી છ મહિના જ થયા હતા. તેની પત્ની સીમા પણ ખૂબજ ડાહી અને ગુણીયલ છોકરી હતી. સંજયની નોકરી સીટીથી થોડે દૂર હતી તેથી તે મોટરસાયકલ લઈને દરરોજ અપડાઉન કરતો હતો.

એક દિવસ તેની સાથે અજુગતું બની ગયું.શિયાળાની રાત હતી, ઠંડી ખૂબ હતી. સંજયે મોં ઉપર રૂમાલ બાંધી દીધો હતો અને હેલ્મેટ પણ પહેરેલું હતું પણ સામેથી એક ટ્રક ફૂલ સ્પીડમાં આવી, સંજય કંઈ સમજે કે વિચારે તે પહેલાં તે ટ્રકે સંજયની મોટરસાયકલને સખત ટક્કર મારી અને ચાલી ગઈ. સંજય ઉછળીને દશ ફૂટ દૂર પડ્યો અને ત્યાં ને ત્યાં જ તે મૃત્યુ પામ્યો.

શાંત અને સુંદર પરિવારમાં જાણે અચાનક તોફાન આવી ગયું અને સંજયની પત્ની સીમા ઉપર તો જાણે આફત જ આવી પડી.આ સમાચાર સાંભળીને સીમા પોતાના હોશકોશ ખોઈ બેઠી અને બેભાન થઈ જમીન ઉપર ફસડાઈ પડી. સંજયના મમ્મી પપ્પા ની હાલત પણ કંઇક એવી જ હતી. કોણ કોને સંભાળે તે પ્રશ્ન હતો.

થોડો સમય પસાર થયો પછી થોડી પરિસ્થિતિ નોર્મલ બની. સંજયની જગ્યાએ જ યુગને નોકરી મળી ગઇ હતી.‌ પરિસ્થિતિ નોર્મલ થયા પછી સીમાના મમ્મી પપ્પા, સીમાને પોતાના ઘરે લઈ જવા માટે આવ્યા સંજયના મમ્મી પપ્પા હજી પણ સંજયનું નામ હોઠ ઉપર આવતાં જ રડી પડતાં હતાં. પણ હવે, પરિસ્થિતિનો સ્વીકાર કર્યા સિવાય છૂટકો પણ નહોતો.

સંજયના પપ્પા ધીર ગંભીર અને બુદ્ધિશાળી હતા તેમણે સીમાના મમ્મી પપ્પા ને સમજાવ્યા કે જો તમને વાંધો ન હોય તો અને સીમાને પણ વાંધો ન હોય તો સીમાનો હાથ અમે યુગ માટે માંગીએ છીએ અમે અમારી આ દીકરીને, ઘરની લક્ષ્મીને અમારા ઘરમાં જ રાખવા માંગીએ છીએ તો આપ વિચારીને સીમાને પૂછીને જવાબ આપશો.

ઘરના સૌ સભ્યોને સંજયના પપ્પાની વાત એકદમ વ્યાજબી લાગી અને સીમાએ તેમજ તેના મમ્મી-પપ્પાએ આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને ઘરની લક્ષ્મી ઘરમાં જ રહી. ઘરના સભ્યો વચ્ચેનો પ્રેમ અને રસોડામાંથી આવતી મસાલાની મહેંક પહેલાં જે હતી તે જ જળવાઈ રહી.

~ જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ


" સાચા પ્રેમની સાબિતી "

બાજુમાં રહેતો એ છોકરો, શું કહું તમને...દિલ એ છોકરીનું ચોરી ગયો...ને પછી સમય વીતતો ગયો, બંને વચ્ચે થયો ગાઢ પ્રેમ....પણ આ સમાજ....!!

સમાજને ક્યાં કોઈનો પ્રેમ દેખાય છે...?? તે તો બસ, નાત-જાતના વાડામાં બંધાએલ સીમિત એક સમૂહ માત્ર છે...!!

જેની પાસે પોતાની જૂની પ્રણાલિકા છે....તેની પાસે હ્રદય ની વિશાળતા અને સાચા પ્રેમીઓને સ્વીકારવાની ઉદારતા ક્યાં છે....!!

મીત અને રુહી બંને અલગ અલગ જ્ઞાતિના હતા, પણ
બંનેએ એકબીજાને સાથે જીવવા અને મરવાના કોલ દઇ દીધા હતા. અને ઘરનાએ સમાજની બીકે બંનેના લગ્ન કરી આપવાની " ના " પાડી દીધી.

એ રાત્રે બંનેએ નક્કી કરીને ઘર છોડી દીધું, એકમેકનો હાથ હાથમાં લઇ, એકબીજાને છેલ્લું પ્રેમનું આલિંગન આપી, બંનેએ સાથે નદીનાં ઉંડા પાણીમાં ઝંપલાવી દીધું....કદાચ, એ તેમના સાચા પ્રેમની સાબિતી હતી....!!

- જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ