Featured Books
શ્રેણી
શેયર કરો

અજીબ કહાની પ્રિયાની.....27

લલિત પહેલાં તો ચૂપચાપ બેસીને પ્રિયાની વાત સાંભળી રહ્યો પછી ધીરે રહીને બોલ્યો,

"પ્રિયા....,"

"હમ્મ....."

"એક વાત કહું....."

"હા..... , બોલ..... "

"તું...શું..., આમ જ જિંદગીભર રડતી જ રહીશ....?"

"ના...., જિંદગીભર નથી રડવું....., એટલે જ તો તારી પાસે આવી છું.....,કંઈક રસ્તો બતાડ....."

"એક રસ્તો છે......."

"શું..... ?"

"સુશીલને એની રીતે મજા કરવા દે.......ને.. ....."

"ને...... ?"

"ને......એમ કે, એક બાજુ સુશીલને જે કરવું હોય એ કરવા દે.....અને....બીજી ....બાજુ.. આપણે બે મજા કરીએ...."

"એટલે.......?"

"એટલે કે, હું તો આપણાં કોલેજકાળથી તને ચાહતો જ હતો, પણ તને એ વિશે જણાવું એની પહેલાં જ તેં સુશીલ સાથી સગાઈ કરી લીધી હતી ને મારાં મનની વાત મનમાં જ રહી ગઈ હતી......., તો હવે......."

"તો....હવે......?"

"મારી ચાહતનો તું સ્વીકાર કર, ને આપણે બે હવે એક થઈ જઈએ. એક નામ વગરનાંં સંબંધને અપનાવીને પોતાની જીંદગી પોતાની રીતે જીવીએ."

"મને તારી આ બધી વાતો સમજમાં નથી આવતી.....સ્પષ્ટપણે બોલ કે તું શું કહેવા માગે....છે.....?"

"આઈ લવ યૂ......, ને મારે તારી સાથે પ્રેમ- સંબંધ રાખીને જીવવું છે......, તારી મરજી....હોય...તો......"

"ને......તારી પત્ની ને મારાં પતિનું......શું......? આપણે એ લોકોને છેતરવાના. .....?"


"એ લોકોને આપણે ક્યાં છોડવા.....છે......? એ સંબંધ લોકો માટે......ને આપણાં બેનો સંબંધ....ફક્ત આપણા બે માટે જેને આપણે મન ભરીને માણી લઈએ....."

"કેમ....તું....તારી પત્નીથી ખુશ નથી......?"

"પ્રેમ મેં તને કર્યો છે......"

"ને......આ સંબંધનું પરિણામ શું.......?"

"પ્રેમ પરિણામ જોતું જ નથી. પ્રેમ તો બસ પ્રેમ ઝંખે છે...."

"હું...ના પાડું...તો.... ?"

"આપણી વચ્ચે દોસ્તી....કાયમ...રહેશે....."

"તો....., આપણી વચ્ચે માત્ર દોસ્તીનો જ સંબંધ રાખને....."

"દિલમાં પ્રેમની લાગણી છે....., એનું શું......? એને દિલમાં દબાવીને જ રાખવાની.......?"

"લલિત મને માફ કરજે...., પણ હું તારી વાત સાથે, તારાં વિચાર સાથે સહમત નથી. મને આ રીતે સંબંધ રાખવામાં કોઈ જ રસ નથી. મને આવા છેતરામણીનાં સંબંધમાં કે પ્રેમમાં વિશ્વાસ પણ નથી...."

"આખી જિંદગી....સુશીલ સાથે દુ:ખી થઈને તું જીવીશ.....?"

"માન્યું કે સુશીલની આદતો ખરાબ છે...., એનો સ્વભાવ થોડો વિચિત્ર છે....., પણ તેથી હું એને દગો નહિ આપી શકું....."

"ને એ તને દગો આપી રહ્યો છે....એનું....શું.....? શારીરિક રીતે નહિ પણ માનસિક રીતે તને ત્રાસ આપવો, ગાળાગાળી કરવી, તને નીચી બતાવવી એ પણ એક પ્રકારનો માનસિક દગો જ છે. ને કદાચ માનસિક રીતે દગો સહન કરતાં લોકો બહારથી જ પ્રેમ મેળવીને જીવતાં હશે....."

"અત્યારે તો મારે...., મારાં દીકરા મીતનું વિચારવાનું છે. એને એનાં પિતાની જરૂર છે એટલે એની માટે મારે સુશીલને સહન કરીને એની સાથે જ રહેવું પડશે....."

"ને તારી જિંદગીનું શું.....? કોઈનાં પ્રેમ વગર આ જિંદગી જીવવી આકરી થઈ પડે છે. માણસ નિસ્તેજ થઈ જાય છે. માનસિક અને શારીરિક અસ્વસ્થતા આવી જાય છે. "

"ને તારી સાથે ચોરી-છૂપીનો સંબંધ રાખીશ તો મનમાં એક જાતનાં ભય સાથે જીવીશ. ને એ ભય પણ મારું જીવન જીવવું આકરું બનાવી શકે છે. મને તો એમ હતું કે તું મને સુશીલને સુધારવાનો કોઈ માર્ગ દેખાડીશ......પણ......! વાંધો નહિ......મારે જાતે જ એ દિશામાં પ્રયત્ન કરવાં પડશે...."

"પ્રિયા....."

"આભાર..... , તેં મારું દુ:ખ સાંભળ્યું એનાં બદલ ફરી એકવાર તારો આભાર.....હું હવે અહીંથી જાઉં છું. ઘણી વાર થઈ ગઈ છે. ખુશ રહેજે......" એમ કહી પ્રિયા ત્યાંથી ઉભી થઈ જતી રહે છે.

લલિત એને જતાં જોઈ રહ્યો. થોડીવાર સુધી એ ત્યાં જ બેઠો રહ્યો. કંઈક વિચારી રહ્યો હતો. પછી એ પોતાને ઘરે ગયો. પ્રિયા ઘરે આવી એટલે સાસુજીએ પૂછ્યું,

"ક્યાં ગઈ હતી આટલી વાર સુધી..... ? કેટલું મોડું થઈ ગયું...? મીત તારાં વગર રડતો હતો...., એને માંડ-માંડ ચૂપ કરાવ્યો...."

"એક બહેનપણીને મળવા ગઈ હતી....., મમ્મીજી..."

"સારું...., સારું.... , સંભાળ એને હવે....."

"હા....., મમ્મીજી... .."

પ્રિયાએ મીતને હાથમાં લીધો ને કાલી - ઘેલી ભાષામાં એની સાથે વાત કરવા લાગી. એની વાત સાંભળી મીત ખડખડાટ હસવા લાગ્યો.

(ક્રમશ:)