(યશ્વી પોતાનું પ્રોમિસ આપેલું પાળે છે. સોહમના ગયા પછી તે પોક મૂકીને રડે છે. દેવમ તેને કેનેડા લઈ જાય છે. અને ત્યાં તેની ફ્રેન્ડ સીમા મળે છે. તે તેને દુઃખી ના થવા સમજાવે છે. હવે આગળ...)
સોનલને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. ફોરેન નો નંબર પરથી ફોન હોવાથી બીજી વાર કોલ આવે એટલે ઉપાડયો. તો સામેથી જેન્ટસનો અવાજ આવ્યો કે, "સોનલ બોલે છે?"
સોનલે કહ્યું કે, "હા, પણ તમે કોણ બોલો? ઓળખાણ પડી નહીં."
સામેથી બોલ્યો કે, "પડી જશે ઓળખાણ, પહેલાં નિશા અને યશ્વીનો નંબર આપ તો કોન્ફરન્સ કોલ કરું."
સોનલે કહ્યું કે, "હું તમને ઓળખાણ વગર કેમ નંબર આપું. પહેલાં ઓળખાણ પછી જ નંબર."
સામેથી જવાબ આવ્યો કે, "આપણે કોલેજમાં ભણતા હતા. જોઈશ એટલે ઓળખી જઈશ. સો પ્લીઝ ગીવ મી નંબર."
સોનલ નિશાનો નંબર આપતી નથી. એટલે ફરીથી એ જ નંબર પરથી વિડીયો કોલ આવે છે. વિડીયો બ્લર થતો હોવાથી સોનલ કોઈને ઓળખી શકતી નથી એટલે પૂછે છે કે, "હવે તો બોલો તમે કોણ છો?"
અશ્વિન બોલ્યો કે, "હું અશ્વિન, આપણી કોલેજમાં પાંચની ટોળકી હતી રિમેમ્બર."
સોનલ ખુશ થઇ ગઇ અને બોલી કે, "બીજો ભાવેશ છે ને, રાઈટ?"
ભાવેશે કહ્યું કે, "હા, યુ આર લુકીગ ગોર્જિયસ ટુડે."
સોનલ બોલી કે, "વન મિનિટ હું નિશાને કોન્ફરન્સમાં લઉં."
સોનલ નિશાને જોઈન્ટ કરે છે. નિશા બધાને જોઈને બોલે છે કે, " હાય અશ્વિન, ભાવેશ."
અશ્વિન બોલ્યો કે, "હાય નિશા, સોનલ યશ્વીને પણ કોન્ફરન્સ કોલમાં એડ કર ને."
નિશાએ જવાબ આપ્યો, "પણ તે તો કેનેડા છે. અને એનો નંબર પણ બંધ છે."
ભાવેશે પૂછયું કે, "તે પરમેનન્ટ કેનેડા સેટલ છે કે ફરવા ગઈ છે?"
સોનલે જવાબ આપતા બોલી, "ના, તે તો ફક્ત હવાફેર કરવા ગઈ છે. અને એના હસબન્ડ દેવમની ઓફિસમાં થી પ્રોજેક્ટ પૂરો થતો હતો એટલે દેવમ જવાનો હતો. સો યશ્વી પણ ત્યાં છે."
અશ્વિને પૂછયું કે, "કેમ હવાફેર.. યશ્વીને, એની પ્રોબ્લેમ?"
"હા, યશ્વી પર મોટી તકલીફ આવી છે. અને દુઃખ માંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે." સોનલે જવાબ આપતાં બોલી.
ભાવેશે આશ્ચર્યથી બોલ્યો, "એટલે...."
સોનલે યશ્વી ના દીકરા સોહમની બિમારી થી માંડીને સોહમના મૃત્યુ થયું અને પછીની યશ્વીની મનોસ્થિતિ વિશેની વાત કરી.
અશ્વિને તે સાંભળીને કહ્યું કે, "સો સેડ, યશ્વી જોડે ખરું થઈ ગયું. ખેર, હું નેકસ્ટ વીક ઈન્ડિયામાં આવું છું અને પરમેનન્ટ શીફટ થઈ રહ્યો છું."
"અરે, સરસ તો પછી જોબ છોડી દઈશ તો અહીં??" ભાવેશે પૂછયું.
અશ્વિને જવાબ આપતાં કહ્યું કે, "એકચ્યુઅલી બે રિઝન છે. એક તો મમ્મી પપ્પા ત્યાં છે તો એમની જોડે પણ રહેવું છે. અને બીજું મને આપણા શહેરમાં જ આઈ.ટી. કંપની ખોલવાની ઓફર મળી છે."
"વાહ સરસ, હું પણ આપણા શહેર થી નજીક જ જોબ કરું છું."ભાવેશે આટલું બોલી ને સોનલ અને નિશાને પૂછયું કે, "અને તમે બંને શું કરો છો?"
સોનલે જવાબ આપ્યો કે, "હું અને નિશા જોબ કરીએ છીએ અને હા, એક સારા ન્યૂઝ કહું અમે 'સોહમ ક્રિએશન' પણ શરૂ કર્યું છે."
ભાવેશે હરખ કરતાં બોલ્યો કે, "સરસ, ચાલો કોઈએ તો સપનાં પૂરાં કરવાની શરૂઆત તો કરી."
નિશા બોલી કે, "હા, નાના નાના ઈવેન્ટ મેનેજ કરીએ છીએ."
અશ્વિન બોલ્યો કે, "નાઈસ, તો બે-એક વીક પછી મળીએ. હું ઈન્ડિયા આવીને થોડું ઘણું સેટ અપ કરી લઉં પછી ફોન પર ડેઈટ, ટાઈમ અને પેલેસ નક્કી કરીએ."
સોનલે કહ્યું, "તો...તો કદાચ યશ્વી પણ કેનેડા થી આવી જશે. યશ્વી પણ તમને મળીને ખુશ થઈ જશે."
ભાવેશ અને અશ્વિને 'સ્યોર' કહીને ફોન મૂકયો.
બે વીક પછી યશ્વી અને દેવમ કેનેડાથી પાછા આવ્યા ત્યારે યશ્વી હવે ખુશ રહેતી હતી. સોનલે તેના ઘરે ગ્રુપની 'ગેટ ટુ ગેધર વીથ ફેમિલી' રાખ્યું. ત્યાં અશ્વિન અને ભાવેશને જોઈને ખુશ થઈ ગઈ. એમાંય તેઓ પરમેનન્ટ અહીં શીફટ થઈ ગયા છે એ સાંભળીને ખુશી માં ચાર ચાઁદ લાગી ગયા.
ફરી પહેલાં ની જેમ કોલેજની યાદો યાદ કરી. વાતો કરતા કયાં સમય જતો રહ્યો તે ખબર ના પડી.
પાર્ટી પૂરી થયા પછી બધા વિદાય થયા ત્યારે સોનલે યશ્વીને કહ્યું કે, "યશ્વી, એક-બે ઈવેન્ટ મેનેજ કરવાની ઓફર મળી છે. તો તું આવે તો કાલે આપણને મળીએ અને નક્કી કરીએ."
યશ્વીએ કહ્યું કે, "હા, કેમ નહીં. આમ પણ મારે તમારી જોડે એક વાત કરવાની જ છે. તો કાલે કેટલા વાગ્યે?"
"તો કાલે બપોરે બે વાગ્યે મળીએ." કહીને સોનલે દરેકને વિદાય આપી.
કાર ચલાવતા દેવમે આશ્ચર્ય થી વિચાર્યું કે 'યશ્વી એવો તો શું નિર્ણય લીધો હશે? અને મનમાં ખુશી પણ થઈ કે યશ્વી આ ગમમાં થી બહાર નીકળી ને આગળ વધશે. બસ મારે આ જોઈતું હતું. મનોમન દેવમે ભગવાનનો આભાર માન્યો.
સોનલ, નિશા, યશ્વી, સાન્વી બધા 'સોહમ ક્રિએશન' ની ઓફિસમાં મળ્યા. સાન્વીએ કહ્યું કે, "બોલો ગાયસ, આપણે આ વખતે ઈવેન્ટ મેનેજ કરવાની ઓફર સ્વીકારી લઈશું ને..."
નિશાએ તરતજ બોલી કે, "હાસ્તો વળી, સારું છે કે હજી ઓફર છે. આપણે ફરીથી કામ ચાલુ કરી દેવું જોઈએ."
સોનલે પૂછયું કે, "કોની કોની ઓફર છે."
સાન્વીએ જવાબ આપતાં બોલી કે, "એક તો એમએનસી કંપનીનું એવોર્ડ ડિસ્ટ્રયુશન નું એન્કરીગ અને એક કોલેજનું એન્યુઅલ ફંકશન નું ઈવેન્ટ મેનેજ કરવાનું છે."
યશ્વી એકદમ જ બોલી કે, "એક મિનિટ પણ હું હવે 'સોહમ ક્રિએશન'ને જોઈન્ટ નથી કરવાની. સોરી ગાયસ"
સોનલને આશ્ચર્ય થયું એટલે સમજાવટના સૂરમાં બોલી કે, "પણ શું કામ?"
નિશા પણ બોલી કે, "હા યશ્વી, તારું તો સપનું હતું તો...પછી કેમ?"
સાન્વી બોલી કે, "ધેટ્સ નોટ ફેર, આપણે આ 'સોહમ ક્રિએશન' જોડે રહીને ખોલ્યું છે. તો તું કેમ છોડે છે?"
યશ્વીએ કહ્યું કે, "સાચી વાત તો એ છે કે સોહમના ગયા પછી સોહમની યાદ અપાવે એવી કયાંય પણ કે કોઈ જગ્યા એ મારે નથી રહેવું. હું સોહમની કોઈ વસ્તુ કે સોહમના નામ સાથે રહીશ કે કામ કરીશ તો સોહમને યાદ કરવા લાગીશ. અને આગળ નહીં વધી શકું. તો પ્લીઝ મને ફોર્સ ના કરો."
યશ્વી આટલું બોલતાં જ ગળગળી થઈ ગઈ.
સોનલે પણ ઢીલી પડી ગઈ અને બોલી કે, "તું ગાંડપણ કરે છે, યશ્વી. મને તો હતું કે અશ્વિન અને ભાવેશ આવી ગયા છે તો હવે આપણે થિયેટરમાં નાટક પર્ફોમ કરીશું. એ તો તારા વગર પોસીબલ નથી અને તું તો આ બધું છોડવા માંગે છે. શું કામ યાર?"
નિશા પણ બોલી કે, "સાચી વાત છે યશ્વી, તું આવું ના કર. જરૂર હોય તો થોડો સમય લે. પછી આપણે કામ શરૂ કરીએ. કોઈ જ ઉતાવળ નથી. પ્લીઝ..."
સાન્વી કંઈ સમજાવવા માટે બોલે તે પહેલાં જ યશ્વી બોલી કે, "દીદી તમે મને કંઈ ના કહેતા. હું મન બનાવી ચૂકી છું. હું હવે કામ નહીં કરું. મારું મન તૈયાર નથી. હું સોહમની યાદો સાથે આગળ નહીં વધી શકું. પ્લીઝ, તમે બધાં મને સમજો."
સોનલ કંઈ બોલે તે જ પહેલાં સાન્વીએ તેનો હાથ પકડી લીધો અને સોનલે નિશાનો. બધાં નિરાશ થઈ ગયા છતાંય સાન્વીએ આંખોથી હા પાડી. યશ્વી સજળ આંખે ઘરે જવા નીકળી ગઈ.
(શું યશ્વી એની વાત પર કાયમ રહેશે? શું તે કયારેય સોહમ ક્રિએશન જોઈન્ટ નહીં કરે? શું સાન્વી સમજાવી શકશે કે દેવમને કહેશે? શું યશ્વી લખવાનું ચાલુ રાખશે કે બંધ કરી દેશે?
જાણવા માટે જુઓ આગળનો ભાગ...)